Wanted Love 2 - 46 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--46

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--46


કબીરનો આ ચહેરો અને હાવભાવ જોઇને એલ્વિસને ખુબજ શાંતિ મળી.એલ્વિસને કબીરનો ભુતકાળમાં એવો તો શું અનુભવ થયો હતો કે તેને કબીરને તકલીફમાં કે આ રીતે જોઇને ખુશી થતો હતો.ખેર,એલ્વિસ તે બધી બાબત વિશે હાલમાં વિચારવા નહતો માંગતો.તેનું લગભગ ધ્યાન રનબીર અને કાયનાના પરફોર્મન્સમાં હતું અને બાકીના સમયમાં તે કિઆરાને જોઇ લેતો.કિઆરાને પોતાની નજીક લાવવા તે કઇંક એકશન વિચારતો હતો.

રનબીર અને કાયનાના આટલા ઇન્ટેન્સ પરફોર્મન્સને જોઇને તે ખુશ હતો. તેણે વિચાર્યું,"સીલી કપલ,એકબીજાને આટલો પ્રેમ કરે છે અને જાણતા પણ નથી.રનબીર અને કાયના જલ્દી જ એકબીજાની સામે પોતાનો પ્રેમ સ્વિકારશે અને હું તેમને એક કરીશ.કબીર,તારા લગ્ન કાયના સાથે કોઇપણ કાળે નહીં થવા દઉં.કાયના તો રનબીરની દુલ્હન જ બનશે."

અહીં રનબીર અને કાયનાનું પરફોર્મન્સ ખતમ થયું.રનબીરે ભાવનામાં આવીને તે ડાન્સને અલગ જ રીતે અંતે આપ્યો.તેણે આવેશમાં આવીને પરફોર્મન્સના અંતમાં કાયનાને પોતાના બે હાથમાં ઉચકી લીધી.લાઇટ બંધ થઇ છતા તેને નીચે ના ઉતારી અને તેના ગાલ પર એક કીસ કરી લીધી.કાયના આશ્ચર્ય પામી.

અંતે હોસ્ટ આવ્યો તેના પર ફોકસ લાઇટ જતા રનબીર જાણે ભાનમાં આવ્યો અને કાયનાને નીચે ઉતારી.અહીં જાનકીદેવી અને કબીરના માતાપિતાનો ગુસ્સો હદ પાર કરી ગયો હતો.એક તો કાયનાના આટલા ટુંકા કપડાં ,બીજું રનબીર સાથે આટલો સેન્સેશનલ ડાન્સ આ બધું તેમનાથી સહન ના થયું.

હોસ્ટ અને જજીસે તેમના ખુબજ વખાણ કર્યા.તેમને મેડ ફોર ઇચ અધર જોડી કહી અને તેમને આગળના રાઉન્ડ માટે સિલેક્ટ કર્યાં.એલ્વિસ ખુશ થઇને પોતાની પુરી ટીમને ગળે મળ્યો.આજે તેના માટે મોટો દિવસ હતો.તેને વિશ્વાસ હતો કે આ વખતે તે આ ચેમ્પીયનશીપમાં જરૂર જીતશે.

અહીં જાનકીવીલાના સદસ્યોમાં તોફાન આવ્યાં પહેલાની શાંતિ હતી.જેનાથી કાયના અને રનબીર અજાણ હતા.કિનારા અને કુશે માનસિક તૈયારી કરી લીધી હતી.તે પરિસ્થિતિનો સામનો કરવા માટે.

અંતે બધાં ઘરે આવ્યાં.કાયના ખુબજ ખુશ હતી.તેણે પોતાના માતાપિતાના અને દાદાના આશિર્વાદ લીધા અને પછી જેવી દાદી પાસે ગઇ.જાનકીદેવી પાછળ ખસી ગયા.તે આઘાત પામી.તે કબીરના માતાપિતાના આશિર્વાદ લેવા ગઇ ત્યાં પણ તેવું જ થયું.

"દાદી,અંકલ આંટી,વાત શું છે? કેમ આવું કરો છો?મને આશિર્વાદ કેમ ના લેવા દીધાં?"કાયના આઘાત સાથે બોલી.

અત્યાર સુધી ગુસ્સો દબાવીને બેસેલા કબીરના માઁ બોલ્યા," હદ થઇ ગઇ બેશરમીની કાયના.તું ડાન્સ કરે છે તે વાત તો તે જણાવી જ નહી.ચલ એનો પણ વાંધો નહીં પણ છેલ્લે જે તે કર્યો તે ડાન્સ નહીં બેશરમી હતી.તું કબીરની મંગેતર છો આ બધું તને નથી શોભતું."

તેમની વાત સાંભળીને બધાં જ આઘાત પામ્યાં.

"અને કાયના એક વાત સાંભળી લે આ બધું નહીં ચાલે.તારે અા બધું છોડવું પડશે.કબીર,મે તને પહેલા જ કીધું હતું કે આ છોકરો રનબીર મને ઠીક નથી લાગતો.તેની નજર કાયના પર છે.

જાનકીદેવી, ઘણું સાંભળ્યું હતું મે તમારા પરિવાર વિશે,તમારા સંસ્કાર,તમારી ખાનદાની.ક્યાં ગઇ?"કબીરના માતાના વેધક પ્રશ્ન પર જાનકીદેવી ભડક્યાં.

"આ બધું તારા કારણે થયું છે કિનારા.આ બધું નહીં ચાલે.તે બહુ જ છુટ આપી દીધી છે કાયનાને.તું એક માઁ તરીકે નિષ્ફળ છે.તારા કારણે મને મારા જીવનમાં પહેલી વાર આવું સાંભળવું પડ્યું "

કિનારા આ બધું સાંભળીને ખુબજ ગુસ્સે થઇ.કુશે તેને સાઇડમાં લઇ જઇને કહ્યું,"કિનારા,પ્લીઝ તારા ગુસ્સા પર કંટ્રોલ રાખ.ગુસ્સામાં કઇપણ ખોટું બોલાઇ જશે તો બધાં સંબંધ ખરાબ થશે."

કિનારાનો ગુસ્સો કુશની વાત સાંભળીને થોડો શાંત થયો.તે બહાર આવી કઇ બોલવા જાય તે પહેલા કાયના આગળ આવી અને બોલી,"આંટીજી,મે કશુંજ ખોટું નથી કર્યું.રહી વાત મારા કપડાં અને મારા ડ્રિમની તો તે કબીરને પહેલાથી જ ખબર છે.તે સિવાય તેણે મને અને રનબીરને આ રીતે ડાન્સ કરતા પહેલા પણ જોયા છે.

અમે તો આ જ રીતે ડાન્સ કરીએ છીએ.બીજી વાત અમે માત્ર મિત્રો છીએ.એક મીનીટ." આટલું કહી કાયના તે ફોટોગ્રાફ્સ લાવી જે હિયા અને અંશુમાને મોકલ્યા હતા.તેણે તે દિવસે અને પછી કોલેજમાં બનેલી બધી જ ઘટના કહી.કુશ અને કિનારા આઘાત પામ્યાં.

"કાયના,આ વાત તે મને પહેલા કેમ ના કહી.આપણે તેમના વિરુદ્ધ પગલા લઇશું."કુશે કહ્યું.

"ના પપ્પા, આ મારી લડાઇ છે.અંશુમાન અને હિયાને હું જોઇ લઇશ.હા તો દાદીમાઁ અને અાંટીજી,ડાન્સ કરવાનો તે પણ રનબીર સાથે ડાન્સ કરવાનો હું ક્યારેય નહીં છોડું.તેના માટે મારે આ ઘર છોડવું પડશે કે કબીરને છોડવો પડશે તો પણ મને અફસોસ નથી."કાયનાએ કહ્યું.
કાયનાએ ખુબજ વિન્રમ પણ સ્પષ્ટ શબ્દોમાં બધું જ જણાવ્યું.તેણે પોતાનો પક્ષ મુક્યો અને તે પણ કોઇપણ મોટાનું અપમાન કર્યા વગર.પોતાની દિકરી પર કુશ અને કિનારાને ગર્વ થયો.

કબીર પોતાની સગાઇ તુટવાના ડરથી આગળ આવ્યો.તેના માતાપિતા સામે બોલવાની તેણે આજસુધી હિંમત નહતી કરી.

"મમ્મી પપ્પા,મને આ બધું પહેલા દિવસથી જ ખબર છે અને અમારા લગ્ન એ જ સમજણ પર થયા છે કે હું કાયનાને આ કપડાં પહેરતા કે ડાન્સ કરતા નહીં રોકું.મને તેના અને રનબીરની મિત્રતાથી મને કોઇ વાંધો નથી.તો તમને પણ ના હોવો જોઇએ.આમપણ જમાનો બદલાઇ ગયો છે."કબીરે બધી વાત કહી.

"દાદી,પ્લીઝ કાયના ખુબજ ટેલેન્ટેડ છે.તેને તેના સ્વપ્નથી દુર ના કરશો.આમપણ હું તેનો થવાવાળો પતિ છું અને મને કોઇ વાંધો નથી તો બીજા કોઇને ના હોવો જોઇએ.કાયનાએ મને વચન આપ્યું છે કે ગમે તે થાય તે મારી લગ્ન નહીં તોડે."કબીરે વાત ખતમ કરી પણ તેના દ્રારા બોલાયેલી અંતિમ લાઇન પર કાયના અને રનબીર દુખી થઇ ગયાં.

"જે પણ હોય આ બધું મને નહીં ગમે."જાનકીદેવી નારાજ થઇને જતા રહ્યા,શિવાની પણ જતી રહી.કબીરના માતાપિતાને ચુપ રહેવા સિવાય કોઇ જ રસ્તો નહતો.તે લોકો પણજતા રહ્યા.

જતા જતા કહેતા ગયા," કબીર,જમાનો ભલે બદલાઇ ગયો છે પણ એકવાત સાંભળી લે અમુક વાતો ક્યારેય નથી બદલાતી."

હવે અહીં જે પણ હતા તે બધાં ખુબજ ખુશ હતા અને કાયનાની સફળતાને સેલિબ્રેટ કરવા માંગતા હતા.

બધાંએ કાયના અને રનબીરને અભિનંદન આપ્યા અને તેમના પરફોર્મન્સના ખુબજ વખાણ કર્યા.

"એક વાત કહેવી પડે તમારા બંનેની એકટીંગ એટલી જોરદાર છે કે જે તમને ના ઓળખતું હોય તે વિશ્વાસ કરી જ લે કે તમે બંને પ્રેમમાં છો."કબીરની આ વાત પર કાયના અને રનબીર સિવાય બધાં હસ્યાં.

"રીલેક્ષ,મજાક કરું છું.કિઆરા,અદ્વિકા અને રનબીરને મુંબઇ આવ્યાં ઘણો સમય થયો પણ તેમને આપણે મુંબઇ ફરવા નથી લઇ જઇ શક્યાં.તો લેટ્સ ગો ફોર આઉટીંગ એ પણ બાઇક પર.કિઆન-અદ્વિકા સાથે,તું અને હું,રનબીર અને કિઅારા.

આંટી,હું મમ્મી તરફથી માફી માંગુ છું.તેને બધી વાત ખબર નહતી.શું અમે જઇ શકીએ છીએ?"કબીરે પુછ્યું.

કિનારાએ હકારમાં માથું હલાવ્યું.તે કબીરની માઁના વર્તનથી નારાજ તો હતી પણ તે રનબીર અને કાયના વિશે વિચારી વિચારીને પાગલ થઇ રહી હતી.તેને વિશ્વાસ હતો કે તેણે જે આજે જોયું તે કોઇ એકટીંગ નહતી.

"હેય કબીર,તને વાંધો ના હોય તો આપણે એલ્વિસને બોલાવીએ?"કાયનાએ પુછ્યું.

એલ્વિસનું નામ સાંભળીને કબીર ગંભીર થઇ ગયો.
"કાયના,ફેમિલી આઉટીંગમાં બહારના લોકોનું શું કામ છે?"
**********

અહીં સિધ્ધુભાઇ મોનુ મોબાઇલને મળ્યાં પછી સતત એ જ વિચારમાં હતો કે એક તો તે રૂપિયાની વ્યવસ્થા કેવીરીતે કરે અને બીજું તેના બોસે તેને હજીસુધી બહાર નિકાળવાની કેમ કોઇ વ્યવસ્થા ના કરી.

બીજા દિવસે તે મોનું મોબાઇલ પાસે આવ્યો.તેણે તેને રૂપિયા આપ્યા.આ લે અત્યારે આટલા જ છે બવ હજાર પણ પછી બીજા મળી જશે.
"અરે વાહ,કહેવું પડે અહીં આટલા રૂપિયાની વ્યવસ્થા કેવીરીતે કરી?"મોનુને આ આશ્ચર્ય થયું
"એ સિધ્ધુભાઇનો જાદુ છે તું નહીં સમજી શકે."આટલું કહીને સિધ્ધુભાઇએ યાદ કર્યું.કે દર મહિને પગાર રૂપે જે રકમ કેદીઓને તેમના કામના બદલામાં મળતી તે કેવીરીતે તેણે જબરદસ્તીથી તે રૂપિયા અન્ય કેદીઓ જોડેથી પડાવી લીધાં.

"આ લો ફોન.હા દસ મીનીટ મળશે વધુમાં વધુ.જો જો કોઇને શંકાના જાય.એક કામ કરો આ બાથરૂમમાં જતા રહો.હું બહાર જ ઉભો છું."મોનુ મોબાઇલની વાત સાંભળીને સિધ્ધુ વિચારમાં પડ્યો પણ તેની પાસે કોઇ રસ્તો નહતો.તે અંદર ગયો.

અહીં મોનુ મોબાઇલ ઉર્ફે કોન્સ્ટેબલએ કિનારાને ફોન લગાવ્યો.
"હેલો મૈડમ, હું બોલું છું.બકરો ફસાઇ ગયો છે.તે અંદર ગયો છે.તેેણે રૂપિયાની વ્યવસ્થા કેવીરીતે કરી તે મને ના ખબર પડી પણ મેડમમે બાથરૂમની અંદર હાઇ ક્વોલિટીના કેમેરા અને સ્પિકર લગાવ્યા છે.તે તેને દેખાશે નહીં પણ તે જે બોલશે તે આપણે સાંભળી શકીશું અને તે રેકોર્ડ પણ થશે.

અહીં સિધ્ધુએ અંદર જઇને ફોન હાથમાં લીધો.તેણે મોબાઇલ સ્ક્રીનપર એક નંબર ડાયલ કર્યો પણ છેક સુધી રીંગ વાગી અને ઉપાડ્યો નહીં.

"હે ભગવાન,આ શું થાય છે? કેમ તેમણે ફોનના ઉઠાવ્યો? આ તો તેમનો પર્સનલ નંબર છે."આટલું કહી તેણે ફરીથી ફોન લગાવ્યો.બે વખત કોશીશ કર્યા પછી અંતે ફોન ઉપડ્યો.

"હેલો."સામે છેડેથી એક સુમધુર અવાજ આવ્યો.

કાયના અને રનબીર એકબીજા માટેની લાગણી સમજી શકશે?
કોણ હશે સિધ્ધુનો બોસ? શું તે તેની મદદ કરશે?
કિનારા રનબીર અને કાયનાના પ્રેમને સપોર્ટ કરશે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

HETAL

HETAL 2 month ago

Gadhvi Aaspar

Gadhvi Aaspar 5 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Deboshree Majumdar
Kitu

Kitu 9 month ago