કાયના ડરથી કાંપી રહી હતી.આટલી મોટી વાત તેણે પોતાના માતાપિતાથી છુપાવીને રાખી હતી અને હવે તે આમ અચાનક તેમની આગળ આ વાત મુકવી તેના માટે સહેલું નહતું.
કુશ અને કિનારાએ એકબીજાની સામે જોયું.તે હજું પણ ચુપ હતા.
"સોરી મોમ,સોરી ડેડ.મે આટલી વાત તમારાથી છુપાવી."કાયના રડવા લાગી.
"જોયું કુશ,હું કહેતી હતીને તને કે કાયના તેની અંદર કઇંક છુપાવે છે.આજે મને એમ લાગે છે કે પોલીસ ઓફિસર તરીકે હું ભલે સફળ હોઉ પણ એક માઁ તરીકે હું નિષ્ફળ નિવડી.હું મારી દિકરીને એટલો પણ વિશ્વાસ ના અપાવી શકી કે તે મને તેના હ્રદયની વાત કહી શકે નિશ્ચિત થઇને."કિનારા આટલું કહેતા પોતાના બે હાથ વચ્ચે મોઢું છુપાવીને રડવા લાગી.
"મોમ,પ્લીઝ.તમે બહુ જ સારા મોમ છો.હું જ તમારી ગુડ ગર્લ નથી."કાયના કિનારાને શાંત કરવા જતા પોતે વધુ રડી પડી.
"હેય ગર્લ્સ,શાંત થાઓ."કુશે પોતાની બંને ડાર્લિંગ્સને શાંત કરી.
"કાયના અને કિનારા,મારી વાત સાંભળો શાંતિથી.કિનારા,તું એક ખુબજ સારી માઁ છે તેમા કોઇને પણ શંકા ના હોવી જોઈએ.કોઇને શંકા હોય તો મારી પાસે મોકલજે.તેની શંકા હું દુર કરીશ.
કિનારા,આપણે તો ખુશ થવું જોઇએ કે આપણી દિકરીની લાઇફમાં કોઇ ગોલ છે.નહીંતર ઘણાબધા મે એવા જોયા છે કે જેમની લાઇફમાં કોઇ લક્ષ્ય નથી.
કાયના,રડીશ નહીં મારી પ્રિન્સેસ.મને ખબર છે કે તું કોઇપણ એવું ખોટું કામ નહીં કરે જેનાથી તારા મોમડેડને નીચે જોવું પડે પણ પ્રિન્સેસ હવે તું અમને જણાવ તો ખરા કે તું શું બનવા માંગે છે અને આ બધું ક્યારથી ચાલે છે?"કુશે પુછ્યું.
કુશની વાત સાંભળીને કાયના અને કિનારા શાંત થયા.
"મોમ ડેડ,હું કોરીયોગ્રાફર બનવા માંગુ છું.બોલીવુડના મોટા મોટા સ્ટારને હું મારી આંગળીના ઇશારે નચાવવા માંગુ છું.
મોમડેડ,તમને આ વાત કહેતા મને ખુબજ ગર્વ થાય છે કે તમારી દિકરી વન ઓફ ધ બેસ્ટ ડાન્સર છે.એલ્વિસ છેને તેની બોલીવુડ ડાન્સ એન્ડ ડ્રામા એકેડેમીમાં હું કોચ છું.છેલ્લા ૩ વર્ષથી હું તેની એકેડેમીમાં છું અને બે વર્ષથી હું કોચ છું.મારા હાથ નીચે કેટલા સ્ટુડન્ટ્સ ડાન્સ શીખી રહ્યા છે."કાયના આટલું બોલ્યા પછી શ્વાસ લેવા અટકી.
કુશ અને કિનારા આશ્ચર્યસહ તેની સામે જોઇ રહ્યા હતા.
"અચ્છા,હું એટલે જ વિચારુ કે આટલો મોટો કોરીયોગ્રાફર આપણા ઘરે એમ જ ના આવે."કુશે કહ્યું.
"હા ડેડ, અને હવે મુળ વાત કે વર્લ્ડ ડાન્સ ચેમ્પીયનશીપમાં મે અને મારી ટીમે ભાગ લીધો છે.તમારા બધાંના આશિર્વાદ હશે તો જે આજસુધી નથી બન્યું તે બની જશે અને એલ્વિસની એકેડેમી આ ચેમ્પીયનશીપ જીતી જશે."કાયનાએ પુરી વાત કહી કે કેવીરીતે તે લાઇબ્રેરીના બહાનેરોજ સાંજ ત્યાં જતી.જોકે તેણે રનબીર પણ આમા તેની સાથે હતો તે વાત તેણે ના કહી.
"વાઉ,જોયું કેટલી ચાલાક છે મારી દિકરી.આટલા વખતથી મારી સ્માર્ટ પોલીસ ઓફિસર વાઇફને મુર્ખ બનાવતી હતી."કુશની વાત પર કિનારા અને કાયના હસ્યાં પણ કિનારાનું હાસ્ય થોડુંક અણગમા વાળું હતું જે કુશ કે કાયના નોટીસ ના કરી શક્યાં.
કિનારાને પહેલેથી બોલીવુડ એટલે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી અણગમો હતો.જેની પાછળ તે ઇન્ડસ્ટ્રીની લોકોને ના દેખાતી કાળી બાજુ હતી.કિનારા વર્ષોથી મુંબઇ અંડરવર્લ્ડના કેસ હેન્ડલ કરતી હતી જેથી તેને બોલીવુડ અને અંડરવર્લ્ડના કનેક્શન વિશે જાણ હતી.તે મનોમન ભગવાનને પ્રાર્થના કરતી હતી કે પોતાની દિકરી તેનું ધાર્યું વિના કોઇ અડચણ કરી શકે.
અંતે વર્લ્ડ ડાન્સ ચેમ્પીયનશીપના મુંબઇ ઓડીશનનો દિવસ આવી ગયો.આ ચેમ્પીયનશીપમાં ઓડીશનમાં માત્ર તે જ લોકોને બોલાવવામાં આવ્યાં હતા જેમનો ડાન્સ વીડિયો જજીસને પસંદ આવ્યો હતો.આ ચેમ્પીયનશીપના જજીસ વર્લ્ડના બેસ્ટ ડાન્સર અને કોરીયોગ્રાફર હતાં.તેમને ઇમ્પ્રેસ કરવા એક અઘરું હતું.
આજે પુરા મુંબઇમાંથી માત્ર દસ ટીમને જ બોલાવવામાં આવી હતી.કાયના અને રનબીર વહેલી સવારથી જ અહીં હતા.કુશ અને કિનારાએ આ વાત ઘરે નહતી કહી તે કાયનાના પરફોર્મન્સ દ્રારા બધાને સરપ્રાઇઝ આપવા માંગતા હતા.
જાનકીવીલામાંથી બધાં જ સમયસર હાજર થઇ ગયા હતાં.બધાં પોતાની સીટ પર ગોઠવાઇ ગયા હતા.બધાં કાયના અને રનબીરને શોધતા હતા.અંતે પરફોર્મન્સ શરૂ થયાં જેમા પહેલા ગ્રુપ પરફોર્મન્સ હતા.જેમા એક પછી એક એમ સાત પરફોર્મન્સ પત્યાં.
હવે રનબીર અને કાયનાના ગ્રુપ પરફોર્મન્સનો સમય આવી ગયો.કબીર અને તેના માતાપિતા પણ હાજર હતા.
કુશ,કિનારા અને કિઆન ખુબજ એક્સાઇટેડ હતાં.કાયનાનું પરફોર્મન્સ જોવા તે ખુબજ આતુર હતા.
અંતે સ્ટેજ પર હોસ્ટ આવ્યો.તેણે એનાઉન્સ કર્યું.
"સો ફ્રેન્ડ્સ,વોટ અ પરફોર્મન્સ એન્ડ વોટ અ કોમેન્ટ્સ ફ્રોમ જજીસ.લગતા હૈ કે યે ટીમ તો પક્કા સીલેકટ હોગી અગલે રાઉન્ડ કે લીયે.પર વેઇટ અ મીનીટ.અભી એક ધમાકા બાકી હૈ.તો ગ્રુપ પરફોર્મન્સકા આખરી પરફોર્મન્સ બોલીવુડ કે મશહુર કોરીયોગ્રાફર એલ્વિસ કી બોલીવુડ ડાન્સ એન્ડ ડ્રામા એકેડેમીસે.આ રહી હે ટીમ મુંબઇ ધમાકા.સ્વાગત કીજીએ.જોરદાર તાલીઓ કે સાથ.
અૌર ટીમ મુંબઇ ધમાકા પરફોર્મન્સ દેને વાલી હૈ 'A.B.C.D 2' કે ગાને પર.યસ એની બડી કેન ડાન્સ વેન ડાન્સ ઇઝ યોર પેશન.ઓર ટીમ મુંબઇ ધમાકાકી યંગ કોરીયોગ્રાફર બહોત હી પેશનેટ હૈ અપને ડાન્સ કે બારેમે.પ્લીઝ વેલકમ ધેમ."
સ્ટેજ પર અંધારું થયું અને મ્યુઝિક શરૂ થયું.
जान ले किस्मत ने बांटे हैं
राहों में कांटे और मैं भी हूँ ज़िद्दी
आउन किस्मत के आड़े
ना रोके रुकूँ, तू गिरा मैं उठूँ
पिंजरे तोड़कर फैलाउंगा मैं पर
तुझमें जितना है ज़ोर
तू लगा ले मगर
हंस के कट जाएगा, ना झुकेगा ये सर (जान ले की)
એક પછી એક એમ કાયનાના ટીમ મેમ્બર્સે સ્ટેજ પર એન્ટ્રી લઇને ડાન્સ શરૂ કર્યો.
रेगज़ारों में, आग है जितनी
અહીં રનબીરે પોતાની એન્ટ્રી મારી.તે કોઇ ફિલ્મી હીરોથી કમ નહતો લાગતો.તેને જોઇને જાનકીવીલા સદસ્યોમાં મીની આંચકો આવ્યો.
है लहू खोलता मेरा इन रागों में फिर भी
खाक्सारों को, ख़ाक ही काफी
रास मुझको है ख़ामोशी मेरी
बेज़ुबान कब से मैं रहा बेगुनाह सहता मैं रहा बेज़ुबान कब से मैं रहा बेगुनाह सहता मैं रहा (जान ले की )
કિનારા અને કુશે આશ્ચર્ય સાથે એકબીજાની સામે જોયું.
"કુશ,રનબીર પણ?"
सौ सवाल हैं, सौ है लानते
અને કાયનાએ જોરદાર એન્ટ્રી એરિયલ દ્રારા લીધી.જાનકીવીલાના સદસ્યો અને કબીરના પરિવાર વાળા અત્યંત આઘાત પામ્યાં પણ કાયના આ બધાંથી અજાણ બસ પોતાના ડ્રિમને પુર્ણ કરવા માટે બસ પોતાના ડાન્સમાં ખોવાઇ ગઇ હતી.તે અદભુત પરફોર્મર હતી.કુશ અને કિનારા પોતાની દિકરીના આ અદભુત ટેલેન્ટને જોઇને આશ્ચર્ય પામ્યાં હતા અને સાથે ખુબજ ગર્વ અનુભવતા હતા.
मेरे तरानों पे, लगी है कालिखें
ये आग सपनों की, राख हाथों में
सूनी आँखों में चलती उम्मीद है
ना मिला मौका, ना मिली माफ़ी
कहदो कितनी सजा और बाकी
बेज़ुबान कब से मैं रहा
ટીમ મુંબઇ ધમાકાના પરફોર્મન્સે સ્ટેજ પર આગ લગાવી દીધી હતી.ઓડિયન્સ અને જજીસ પરફોર્મન્સમાં એવા ખોવાઇ ગયા હતા કે જજીસ તેનું માર્કીંગ કરવાનું પણ ભુલી ગયા.
જાનકીવીલાના બે સદસ્યો સિવાય બધાંજ કાયના અને રનબીરના આ પરફોર્મન્સથી ખુશ હતા.અહીં કબીર અને તેના પિતા પણ ખુબજ ખુશ હતા અને કાયના પર ગર્વ અનુભવતા હતા.
અંતે પરફોર્મન્સ ખતમ થયું.કાયનાએ પોતાના આટલા વર્ષોની નૃત્યની સાધનાનો નીચોડ અત્યારે સ્ટેજ પર મુકી દીધો પણ આ શું ના તાલીઓ પડી કે ના ચીચીયારીઓ ના હોસ્ટ વોટ અ પરફોર્મન્સ કહેતા આવ્યો કે ના જજીસે કોમેન્ટ્સ આપવાના શરૂ કર્યા.કાયના,રનબીર અને એલ્વિસ ખુબજ ડરી ગયા.
કાયનાની આંખમાંથી આંસુનુ ટીપું પડવાનું જ હતું ત્યાં કુશ અને કિનારા જોરદાર તાલીઓ પાડતા પોતાની જગ્યાએ ઊભા થયા અને કિનારાએ સીટી પણ મારી અને બસ પછી તો પુરા ઓડીટોરીયમમાં ચીચીયારી,વન્સ મોર અને તાલીઓ ક્યાંય સુધી ગુંજતી રહી..
જજીસે કોમેન્ટ્સ આપવાની જગ્યાએ તેમને ડાયરેક્ટ ગ્રુપ પરફોર્મન્સના ટોપ ટેનમાં એન્ટ્રી આપી દીધી.જાનકીદેવી,શિવાની અને કબીરના મમ્મી ખુબજ નારાજ હતા અને ગુસ્સામાં પણ.તે તો આ જગ્યા છોડીને જવા માંગતા હતા પણ કુશના કારણે તે બધાં બેસી રહ્યા.
હવે સમય આવ્યો કપલ પરફોર્મન્સનો તેમા પહેલું પરફોર્મન્સ જ કાયના અને રનબીરનું હતું.
"કુશ,હજી શું જોવાનું બાકી છે? ઇજ્જતના ધજાગરા તો થઈ ગયા.આ વેવાણનું મોઢું જો કેટલા ગુસ્સામાં અને નારાજ જણાય છે."જાનકીદેવીએ કુશને ગુસ્સામાં કહ્યું.
જવાબમાં કુશે માત્ર તેમની સામે જોયું સખત ચહેરા સાથે અને તે ચુપ થઇ ગયા.
થોડીક વારમાં કાયના અને રનબીર સ્ટેજ પર આવ્યાં.
રનબીરે સફેદ પેન્ટ અને એકદમ લાઇટ સફેદ શર્ટ પહેર્યુ હતું.શર્ટના બટન ખુલ્લા હતા જેમાંથી તેની મસ્ક્યુલર બોડી સાફ દેખાતી હતી.અહીં કાયનાએ ગોઠણ સુધીનું સફેદ સ્લિવલેસ ફ્રોક પહેર્યું હતું.
તેમણે સુન સાથીયા ગીત પર એક સિઝલીંગ અને એકદમ રોમેન્ટિક કંટેપરરી ડાન્સ ફોર્મમાં પરફોર્મન્સ આપ્યું.તેમની કેમેસ્ટ્રીએ સ્ટેજ પર આગ લગાવી દીધી.અત્યાર સુધી શાંત બેસેલા કબીરના માતાપિતાને પણ હવે તકલીફ થવા લાગી.કબીર થોડોક જેલેસ અનુભવી રહ્યો હતો કેમ કે જેમજેમ ડાન્સ આગળ વધતો હતો.રનબીર અને કાયનાના મનમાં છુપાયેલી લાગણી એકબીજા પર ઊમટી રહી હતી.
ડાન્સમાં તેમનો એકબીજા માટેનો પ્રેમ સાફ દેખાતો હતો અને આ વખતે કુશ અને કિનારા પણ આશ્ચર્ય પામ્યાં.રનબીર અને કાયના આ બધાંથી અજાણ ડાન્સ કરી રહ્યા હતા કે એકબીજાની સામે પોતાનો પ્રેમ પ્રસ્તુત કરી રહ્યા હતા તે તો કોઇને ખબર નહતી.બસ એક એલ્વિસ હતો જે તેમને જોઇને ખુશ હતો.તેને કબીરનો આ જેલેસી વાળો ચહેરો જોઇને અંતરમાં ઠંડક થઇ.
શું રહસ્ય છે એલ્વિસનું કબીર પ્રત્યેની આ નફરતનું?રનબીર અને કાયનાની કેમેસ્ટ્રી શું કાયના અને કબીરના સંબંધમાં તીરાડ લાવશે?
મિહિરનું આગળનું પગલું શું હશે?
જાણવા વાંચતા રહો