Wanted Love 2 - 44 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--44

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--44


રોકી ખુબજ આશ્ચર્ય પામ્યો હતો શીનાની વાત પર પણ તે શીનાની મદદ કરવા માંગતો હતો.તે બંને પહેલા તો રોકીની ધર્મશાળા ગયા અને ત્યાંથી તેનો સામાન લઇને શીનાના ઘરે આવ્યાં.

લવ ગુસ્સામાં બેસેલો હતો.તે બે દિવસથી અદાને મળી નહતો શકયો.તેણે શીનાને આવતા જોઇ તેની સાથે કોઇ પુરુષને જોઇને તે આશ્ચર્ય પામ્યો
"લવ,આ રોકી છે એટલે રાકેશ પટેલ.મારી કોલેજ સમયનો મિત્ર અહીં એક કામથી આવ્યો હતો તો ધર્મશાળામાં રોકાયો હતો.તો હું તેને અહીં લઇ આવી.

લવ,રોકી હવે થોડા દિવસ અહીં જ રોકાશે.ભાઇ આમનો સામાન મારા રૂમની બાજુના રૂમમાં મુકી દે.

રોકી,તું આરામ કર હું તારી ફેવરિટ ડીશ દમઆલુ અને પરાઠા બનાવું છું."શીનાએ હસીને કહ્યું.નોકર રોકીનો સામાન લઇને ગયો અને રોકી તેની પાછળ ગયો.તેના ગયા પછી તરત જ લવ શીના પાશ ગયો અને તેનો હાથ મરોડ્યો.જે શીનાએ ઝટકા સાથે છોડાવીને તેણે લવના પગ પર પોતાના સેન્ડલ મુકી દીધા.
"એક સ્ત્રીને અબળા સમજવાની ભુલ ના કરતો લવ.આજસુધી તારા અત્યાચાર મે માત્ર મારી દિકરી માટે સહન કર્યા પણ હવે તો તે તેની લાઇફમાં સેટ થઇ રહી છે અને તારા અને અદાના પાપનો ઘડો ભરાઇ ગયો છે.

પ્રોબ્લેમ શું છે તને?"શીનાએ અકડ સાથે પુછ્યું.

"મારો પ્રોબ્લેમ શું છે? તને શું થયું છે?આ એ જ રોકી છેને કે જેણે તારી સાથે આટલું ખરાબ કર્યું હતું.તો તેને અહીં કેમ લઇને આવી?"લવે પુછ્યું.

"ખરાબ તો તે પણ મારી સાથે કર્યું છે.તો પણ તારી સાથે રહું છું ને?આમપણ તે બદલાઇ ગયો છે અને તેને આ વાતનો પસ્તાવો છે.તે મારો મિત્ર છે.તારી અને અદાની જેમ અમારી વચ્ચે કોઇ ખરાબ સંબંધ નથી." શીના અકડમાં બોલીને જતી રહી.તે મનોમન ખુશ થતી હતી લવના આ જલન વાળા રીએક્શનથી.
"લવ, તે ભલે મારી સાથે આટલું ખરાબ કર્યું.લગ્નેત્તર સંબંધ રાખ્યા પણ હું તને હજીપણ એટલો જ પ્રેમ કરું છું અને હવે હું જુની શીનાની જેમ તને સીધો કરીશ.કે તું જાતે અદાને છોડીને મારી પાસે પાછો આવી જાય અને આમા હું રોકીની મદદ લઇશ."

********
સિધ્ધુભાઇને જેલમાં શિફ્ટ કર્યો જ્યાં તેને એકલો રાખવામાં આવ્યો હતો.જેલમાં દરેક કેદીને તેની આવડત પ્રમાણે કામકરવાનું હોય છે જેનું તેમને વળતર મળતું હોય છે.સિધ્ધુની કોઇ આવડતતો હતી નહીં તો તેને કિચનમાં હેલ્પર તરીકે રાખવામાં આવ્યો.

"લો બોલો સિધ્ધુભાઇને હવે આવા દિવસો આવી ગયા.મુંબઇ ડ્રગ્સ ઇન્ડસ્ટ્રીને એકલા હાથે સંભાળવાવાળો યુવા ડ્રગ્સ કિંગ આજે જેલમાં કિચનમાં મદદ કરશે?

યાદ રાખો આ સિધ્ધુ અહીં લાંબો સમય રોકાશે નહીં.બોસ મને જલ્દી જ અહીંથી બહાર નિકાળશે." સિધ્ધુ આ બધો બકવાસ તેની સાથે કામ કરી રહેલા એક કેદીની આગળ કરી રહ્યો હતો

તેને ખબર નહતી કે કિનારાએ તેની પાછળ ખબરી લગાવેલા હતા જે તેની પળપળની માહિતી કિનારા પાસે પહોંચાડતા હતા.

"એક વાત મને નથી સમજાતી કે બોસને ખબર છે કે હું પકડાઇ ગયો છું તો તે મને છોડવવાનો કોઇ પ્રયાસ કેમ નથી કરતા?"સિધ્ધુ સ્વગત બબડી રહ્યો હતો.

તેટલાંમાં તેની પાસે એક બીજો કેદી આવ્યો.
"હેલો ભાઇ,એકલા એકલા શું બબડો છો?જેલમાંથી ડાયરેક્ટ પાગલખાનામાં મોકલી દેશે."તેણે કહ્યું.

"બે ઓય,ચુપ તું તારું કામ કર હું એકલો બબડુ કે ચીસો પાડુ તને શું ?" સિધ્ધુએ જવાબ આપ્યો.

"કોઇ નહીં.મને લાગ્યું કે હું તમારી મદદ કરી શકીશ એટકે બાકી તો મને શું ?આ જેલમાં નવા લાગો છો એટલે મને ઓળખતા નથી."તેણે કહ્યું.
"કેમ તું કોઇ ટાટા બિરલા છે? કે તને બધા ઓળખે?"સિધ્ધુ અકળાઇ ગયો
"મોનુ મોબાઇલ નામ છે મારું."એમ કહીને તેણે તેના ખીસામાં છુપાવેલો મોબાઇલ બતાવ્યો.હકીકતમાં તે કિનારાનો જ એક હવાલદાર હતો જે અહીં કેદીના વેશમાં હતો તે કિનારાના પ્લાનનો એક હિસ્સો હતો.
"શું બકવાસ કરે છે? મોબાઇલ ક્યાંથી આવ્યો?"સિધ્ધુ એકસાઇટમેન્ટમાં જોરથી બોલ્યો.
"શ ...શ...શ,ચુપ.તમારે જોઇએ છે? વાત કરવા?પણ ફ્રીમા નહીં મળે.પહેલા રોકડા પછી મોબાઇલ "મોનુ મોબાઇલે કહ્યું અને તે જતો રહ્યો.

સિધ્ધુ તેને જોતો જ રહી ગયો.
"એય,રૂપિયા મળી જશે એકવાર અહીંથી બહાર નિકળવા દે.માલામાલ કરી દઇશ."સિધ્ધુ તેની પાછળ ભાગતા બોલ્યો.
"પહેલા રોકડા પછી વાત."તેણે કહ્યું
"અહીં ક્યાંથી લાવું?"સિધ્ધુએ કહ્યું.

"એ મારો પ્રોબ્લેમ નથી."
સિધ્ધુ વિચારમાં પડી ગયો.તેણે કઇંક વિચાર્યું.

********

કાયના અને રનબીર બોલીવુડ ડાન્સ અને ડ્રામા એકેડેમીમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા.ઓડીશનને થોડાક જ દિવસો બાકી રહ્યા હતા.

ઓડીશનમાં બે રાઉન્ડ હતા જેમા એકમાં તેમનું ગ્રુપ પરફોર્મન્સ હતું અને બીજામાં કાયના અને રનબીરનું રોમેન્ટિક લીરીકલ હિપહોપ ડાન્સફોર્મ પર પરફોર્મન્સ હતું.

બંનેની ડાન્સની પ્રેક્ટિસ સરસ ચાલી રહી હતી.રનબીર અને કાયનાની જોડી એકદમ સીઝલીંગ હતી

પ્રેક્ટિસ ખતમ થયા પછી એલ્વિસ,કાયના અને રનબીર એલ્વિસની કેબિનમાં બેસેલા હતા.કાયના તેના પરિવારને કેવીરીતે તેના ડ્રિમ વિશે જણાવવું તે ચિંતામાં હતી.
"કાયના,મારી પાસે એક આઈડીયા છે.તું એક કામ કેમ નથી કરતી તું તારા પુરા પરિવારને ઓડીશનમાં ઇન્વાઇટ કરી દે.મને વિશ્વાસ છે કે તારું ટેલેન્ટ જોઇને તે લોકો તને તારા સપનાને પુરા કરવા તને પરમીશન આપશે."એલ્વિસે કહ્યું.
"વાઉ,કાયના એલ્વિસનો આઇડીયા સારો છે પણ આ બધું કરીશું કેવીરીતે?"રનબીરે કહ્યું.
"કાયના,હું ઇન્વાઇટ કરીશ તારી ફેમિલીને આમપણ હવે હું તારા ઘરના લોકો સાથે ફેમિલીઅર થઇ ગયો છું તો પણ હા તારી મોમ અને ડેડને તારે વિશ્વાસ દેવડાવવો પડશે કે તું તેમનો વિશ્વાસ નહીં તોડે."એલ્વિસે કહ્યું.

કાયનાએ હકારમાં માથું હલાવ્યું.તે અને રનબીર ઘરે જવા નિકળતા હતા.
"કાયના,તું બેસ મારે તારું કામ છે?"એલ્વિસે કહ્યું.
રનબીર બહાર ગયો અને કાયના ત્યાં બેસી.
"કાયના,મને એક વાત કહે કે આટલી નાની ઊંમરમાં તે લગ્ન કરવાનું કેમ નક્કી કર્યું?"એલ્વિસે પુછ્યું.

કાયનાએ કબીર સાથે લગ્ન કરવાનું કારણ જણાવ્યું.
"પણ એલ્વિસ,તે ખુબ સારો છે.મનેસમજે છે સપોર્ટ કરે છે અને તે મને ખુબજ પ્રેમ કરે છે.મનેલાગે છે કે મારું ફ્યુચર તેની સાથે સુરક્ષિત છે."કાયનાએ કહ્યું.
"અને પ્રેમ તેનું શું ?શું તું તેને પ્રેમ કરે છે?"એલ્વિસે પુછ્યું.
જવાબમાં કાયના તેની સામે જોયા કર્યુ.

"કાયના,કબીર ઇઝ નોટ ગુડ ફોર યુ.તે સેલ્ફીશ છે.હું જાણું છું તેને.પોતાની જાત વિશે પહેલા વિચારશે.માન તે બદલાઇ ગયો હોય તને સાચા હ્રદયથી પ્રેમ કરતો હશે પણ તું કબીર કરતા વધુ ખુશ રનબીર સાથે રહીશ.યુ બોથ આર મેઇડ ફોર ઇચ અધર.

મારી આ વાત પર વિચાર કરજે.જા રનબીર તારી રાહ જોવે છે."એલ્વિસે કહ્યું.

કાયના સ્તબ્ધ હતી.તે નીચે ગઇ.તેને આજસુધી હંમેશાં રનબીર સાથે કઇંક અલગ અને ખાસ અનુભવાયું હતું પણ આજે એલ્વિસની વાત સાંભળીને તે રનબીર સામે એક અલગ જ રીતથી જોઇ રહી હતી.
"અાજે તું ચલાવ એકટીવા હું તારી પાછળ બેસીશ."કાયનાના વિચારો પર તેનો કાબુ નહતો.

રનબીર એકટીવા ચલાવી રહ્યો હતો કાયના તેની પાછળ બેસ્યો.કાયનાએ તેના હાથ રનબીરના ફરતે વિંટળાઇ ગયા.રનબીરને કાયનાના સ્પર્શથી અને કાયનાને રનબીરના સ્પર્શથી ઝટકો લાગ્યો.કાયનાને તે અનુભવાયું કે રનબીરને પોતાના અડવાથી કઇંક થયું .
"તો શું રનબીર મારા માટે કઇંક ફીલ કરે છે? તે મને પસંદ કરે છે?

કાયના આજે એલ્વિસની વાત પરથી રનબીર તરફની પોતાની ભાવનાઓ જે તે આજસુધી અંદર અનુભવી રહી હતી તેના વિશે વિચારવા મંડી હતી.

એલ્વિસે કાયનાના ઘરે આવીને તેના ઘરના તમામ સભ્યોને ત્રણ દિવસ પછી થવાવાળા ઓડીશન માટે આમંત્રણ આપ્યું.કાયનાએ કબીરને અને તેના ફેમિલીને પણ તે ઓડીશન માટે સાથે આવવા કહ્યું.

બધાં ખુશી ખુશી તે ઓડીશનમાં આવવા તૈયાર થઇ ગયાં.

કાયના ,કુશ અનર કિનારા રાતના સમયે ગાર્ડનમાં બેસેલા હતા.

"મોમ ડેડ,મારે તમને કઇંક કહેવું છે."કાયનાએ હિંમત કરીને કહ્યું.
"યસ સ્વિટહાર્ટ,બોલને."કુશે પોતાની લાડકવાયીને પોતાની બાજુમાં બેસાડતા કહ્યું.
"ડેડુ,મે આજસુધી એક વાત તમારાથી છુપાવી હતી કે મારું કોઇ એઇમ નથી લાઇફમાં પણ હકીકતમાં મારા જીવનનો લક્ષ્ય મે ઘણા પહેલાથી નક્કી કરી લીધો હતો પણ બસ તે કહેવાની હિંમત નહતી ચાલતી મને લાગ્યું કે તમે અને મોમ મને સપોર્ટ નહીં કરો

મોમ,મારા પર આટલી જાસુસી કરાવતી એટલે હું ડરતી હતી કે મોમને મારા ડ્રિમ વિશે ખબર પડશે તો તે મારાથી મારું ડ્રિમ છિનવી લેશે.મોમ મારા સિવાય મારા ડ્રિમ વિશે,કિઆન,રનબીર અને કબીર જાણે છે અને તે લોકો મને સપોર્ટ પણ કરે છે.

મોમ,કબીર સાથે લગ્ન કરવાનો મારો નિર્ણય મે એટલે જ આટલી જલ્દી લીધો હતો કેમકે કબીર મારા ડ્રિમને સપોર્ટ કરવા તૈયાર હતો અને તેની સાથે તે મને સ્વિકારવા તેૈયાર હતો.આઇ એમસોરી.આજે તમને મારી વાત સાંભળીને ખુબજ આઘાત લાગ્યો હશે.

મને માફ કરી દો પણ મે કશુંજ ખોટું નથી કર્યું.આજસુધી મે એકપણ પગલું ખોટું નથી ભર્યું."કાયના એક જ શ્વાસે બોલી ગઇ.

કુશ અને કિનારા આઘાત સાથે કાયનાની સામે જોઇ રહ્યા હતા.

શું કાયના પોતાના કોરીયોગ્રાફર બનવાના સપનાને યોગ્ય રીતે કુશ અને કિનારા સામે રજુ કરી શકશે?
શીના લવને સાચા રસ્તા પર લાવી શકશે?
કાયના રનબીર અને પોતાના વિશે વિચારશે?
શું થશે ઓડીશનમાં?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Vishwa

Vishwa 3 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Deboshree Majumdar
Kitu

Kitu 9 month ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 10 month ago