Wanted Love 2 - 43 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--43

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--43


શીનાએ તે વ્યક્તિના ખભે હાથ મુક્યો તે વ્યક્તિ પાછળ ફરી અને શીનાની તથા તે વ્યક્તિની આંખો પહોળી થઇ ગઇ.
"રોકી..."શીના બોલી.
"શીના..."રોકી પણ તેને જોઇને આશ્ચર્ય પામ્યો.
"તું અહીં શું કરે છે?"શીનાએ આશ્ચર્યસહ પુછ્યું.
"શીના,આપણે ક્ય‍ાંક બેસીને વાત કરી શકીએ?"રોકીએ પુછ્યું.
"હા રોકી.ચોક્કસ."શીના બોલી.

તે બન્ને દરિયાકિનારે ગયા અને ત્યાં શાંતિથી બેસ્યાં.
"હવે બોલ રોકી, તું અહીં શું કરે છે?"શીનાએ ફરીથી પુછ્યું.

"શીના,હું ગઇકાલે રાત્રે જ અહીં આવ્યો.જેલમાંથી મને મારા સારા વ્યવહારના કારણે મુક્ત કરવામાં આવ્યો.નેહા અને પપ્પા મારી ભુલના કારણે જ મારાથી દુર થઇ ગયા."રોકીએ કહ્યું.

તેણે શીનાને નેહાના મીસકેરેજ,રનબીરની માઁ સાથે કરેલા દુરવ્યવહાર અને રનબીર વિશે કહ્યું.સાથે તેણે તે પણ કહ્યું કે કેવીરીતે તેણે નેહાને રનબીરને પોતાના પડછાયાથી દુર રાખવા નેહા સામે શરત મુકી.

"બસ,મારી આ એક ભુલે મારા દિકરા ,મારા પિતા અને નેહાને એક જ શહેરમાં ક્યાંક અદ્રશ્ય કરી દીધાં.બસ તે પછી હું એક ઓરડીના રૂમમાં રહું છું અને સમાજસેવા કરું છું.જરૂરિયાતમંદની મદદ કરું છું."રોકી દુખી થઇને બોલ્યો.

"ઓહ,તો તને હવે છેક પસ્તાવો થાય છે.તારા ખરાબ વ્યવહાર માટે.કેટલી સ્ત્રીઓનું જીવન ખરાબ કર્યું.આ એવું થયું સો ચુહે માર કે બિલ્લી હજ કો ચલી."શીનાના અવાજમાં રોષ હતો.
"હા શીના,તારી નારાજગી સાચી છે પણ હું શું કરું ?જાગ્યા ત્યારથી સવાર એવું આપણા ગુજરાતીમાં કહે છેને.આજે હું બે હાથ જોડીને તારી પણ માફી માંગવા ચાહુ છું.મને માફ કરી દે.

મે તારી સાથે પણ ખરાબ કર્યું હતું.કોલેજમાં માત્ર તારો ઉપયોગ કર્યો હતો કિનારાને પામવા માટે.હું તો તેની પણ માફી માંગવા ઇચ્છું છું પણ તેની સામે જવાની હિંમત નથી થતી."રોકી બોલ્યો.
શીનાએ તેની સામેજ જોયા કર્યું.
"શું ફરક પડે છે?છતાપણ મારું એમ બોલવાથી કે મે તને માફ કર્યો તને શાંતિ મળે.તો હા જા તને માફ કર્યો.આમપણ જીવનમાં બહુ બધી તકલીફો છે."શીનાએ નિસાસો નાખતા કહ્યું..

"શું વાત છે,શીના?તું પરેશાન લાગે છે.કોઇ વાત હોય તો મને જણાવ.હું તારી મદદ કરીશ.કદાચ મને પ્રાયશ્ચિત કરવાનો મોકો મળે.આમપણ એકસમય હતો જ્યારે આપણે મિત્રો હતા."રોકીએ પુછ્યું.

શીના તેની આ વાત પર વિચારમાં પડી ગઇ.તે વિચારી વિચારીને પરેશાન હતી કે એવું તો તે શું કરે કે તે લવ અને અદાને હંમેશાં માટે અલગ કરી શકે.તે પણ પાઠ ભણાવીને.તેના મનમાં એક ઝબકારો થયો.

"હા રોકી,હું થોડી મુશ્કેલીમાં છું."આટલું કહીને શીનાએ લવ અને અદા વિશે જણાવ્યું.તેણે બધીજ વાત કરી.

"હે ભગવાન,ખરેખર લવ અને તારા તો લવમેરેજ હતાને.મને વિશ્વાસ નથી આવતો કે લવ આવું કરી શકે.કાશ કે હું કોઇ મદદ કરી શકત તારી."રોકીએ સહાનુભૂતિ દાખવતા કહ્યું .

શીના તેની સામેજોઇ રહી અને હસી.તેને વિચાર આવી ગયો કે તેને શું કરવાનું હતું.
"રોકી,મારી મદદ તું જરૂર કરી શકીશ.બોલ કરીશ મારી મદદ ?"શીનાએ પુછ્યું.
"હા બોલને મારે શું મદદ કરવાની છે?"રોકીએ પુછ્યું.
"તું ક્યાં રોકાયો છે?અને કેટલા દિવસ રોકાવાનો છે?"શીનાએ પુછ્યું.
"હું ટ્રસ્ટના એક કામથી આવ્યો છું અને હજી થોડા દિવસ રોકાઇશ.ટ્રસ્ટની ધર્મશાળામાં રોકાયેલો છું."રોકીએ કહ્યું.

"ચલ ,તારો સામાન લે અને ચાલ મારા ઘરે.હું જેમ કહું તેમ કરવાનું માની લે કે આ તારો પ્રાયશ્ચિત કરવાનો મોકો છે."શીના બોલી.
*****

રનબીર અને કાયના પ્રિન્સિપાલ સરની કેબિનમાં બેસેલા હતા.
"વોટ ઇઝ ધીસ ઓલ કાયના એન્ડ રનબીર?આઇ ડિડ નોટ એક્પેક્ટ ધીસ ફ્રોમ યુ."પ્રિન્સિપાલ સર ગુસ્સામાં બોલ્યા.

"પુરા કોલેજમાં તમારા બન્નેના આવા ગંદા ગંદા પોસ્ટર લાગેલા છે.કાયના રનબીર હેન્ડસમ છે પણ એ ના ભુલીશ કે તારી સગાઇ થઇ ગઇ છે.તારા ફિયોન્સેને ખબર પડશે તો શું થશે?"પ્રોફેસર મેડમે કહ્યું.

"અચ્છા,એવું તો શું ગંદુ છે આ પોસ્ટરમાં મેડમ?એજ ને કે અમે એકબીજાને ગળે લાગેલા છે.તો આજનો જમાનો છે મેડમ.અા એક ફ્રેન્ડલી હગ છે.રહી વાત મારા ફિયાન્સની તો તેને આ બધી ખબર છે.તમને વિશ્વાસના થતો હોય તો બોલાવું."કાયનાએ આટલું કહીને કબીરને ફોન લગાવ્યો.
રનબીર આશ્ચર્યમાં હતો.તેને વિશ્વાસ હતો કે આ કામ હિયા અને અંશુમાનનું હતું.તે કાયનાની વાત સાંભળી દુખી થઇ ગયો.તેને વિશ્વાસ આવી ગયો કે કાયના તેને મિત્રથી વધારે નથી માનતી.

થોડીક વારમાં જ કબીર આવ્યો તેણે કોલેજનું દ્રશ્ય જોયું તેને આશ્ચર્ય થયું.તેણે પ્રિન્સિપાલ સરને અને પ્રોફેસરને કહ્યું કે આ બધું કોઇની ચાલ છે કાયનાને બદનામ કરવાની.તેણે ગઇકાલવાળી ઘટના કહી.

પુરી કોલેજમાંથી તે પોસ્ટર હટાવી લેવામાં આવ્યાં.કબીર જતો રહ્યો.
"આ અપમાનનો બદલો હું હિયા અને અંશુમાન જોડેથી જરૂર લઇશ."કાયના ગુસ્સામાં બોલી.
રનબીર હતાશ હતો.પોતાની સાથે નામ જોડાવવું તે કાયના અપમાન સમજતી હતી.તેવું તેને લાગ્યું.

"કાયના,મારી સાથે તારું નામજોડાવવું તે તું તારું અપમાન ગણે છે?શું હું એટલો ખરાબ છું."રનબીરે એકલામાં કાયનાને પુછ્યું.
રનબીરના આ સવાલ પર કાયના આશ્ચર્ય પામી.
"રનબીર,કેવી વાત કરે છે.તું તો બહુ સારો છે.તારો પ્રેમ જે છોકરી પામશેને તે નસીબદાર હશે પણ આ રીતે પુરી કોલેજ વચ્ચે આપણા બન્નેની પર્સનલ લાઇફની મજાક બનાવવી તે મને ખરાબ લાગે છે."કાયનાએ કહ્યું.
"ઓહ,રિયલી."રનબીરને હાશ થઇ અને તેના ચહેરા પર એક હાસ્ય આવ્યું."મને લાગે છે કાયના કે હમણાં તારે આ બદલો લેવાની વાત ભુલીને ડાન્સ કોમ્પીટીશન પર ધ્યાન અાપવું જોઈએ.આવતા અઠવાડિયામાં ઓડિશન છે અને ત્યારે આપણે ઘરવાળાને કહેવાનું છે તારા ડ્રિમ વિશે.યાદ છે ને."રનબીરે કહ્યું કાયના સીરીયસ થઇ ગઈ
******
એલ્વિસ સાતમાં આકાશ પર હતો.તેની ગાડીમાં આજે તેની સ્વપ્નપરી બેસવાની હતી.તે ખુબજ સુંદર લાગી રહી હતી.મરૂન કુરતી અને સફેદ પાયજામામાં તેના કમર સુધીના વાળમાં ઢીલો ચોટલો વાળેલો હતો.તે અન્ય મોર્ડન છોકરીઓ કરતા સાવ અલગ હતી.

તેની આસાપાસ ગ્લેમરની કે સુંદરતાની કોઇ જ કમી નહતી.કમી હતી તો સાદગી,સરળતા અને પવિત્ર પ્રેમની.તે લોકો એલ્વિસની મોંધી કારમાં બેસીને કિઆરાની કોલેજ જવા નિકળ્યાં.આજે પહેલી વાર એલ્વિસ એકસાઇટેડ હતો.એવું નહતું કે આ પહેલા તેની બાજુમાં કોઇ છોકરી નહતી બેસી પણ કિઆરાની વાત અલગ હતી.
અડધા રસ્તા સુધી બન્ને ચુપ હતા.કિઆરા ચુપચાપ બારીની બહાર જોઇ રહી હતી.જ્યારે એલ્વિસ શું બોલવું તે વિચારી રહ્યો હતો.
"અમ્મ,તે દિવસ માટે સોરી.હું મોબાઇલમાં વ્યસ્ત હતો અને સામે તમે દેખાયા નહીં.તમને વાગ્યું નહતુંને?"એલ્વિસે વાતની શરૂઆત કરી.
"અરેના ના,ખાલી બુક્સ જ પડી હતી."કિઆરા બોલી.
"લાગે છે કે તમને વાંચવાનો ખુબજ શોખ છે."એલ્વિસે કહ્યું.
"હા ખુબજ.મને અને અદ્વિકા બન્નેને ખુબજ શોખ છે.સીટી લાઇબ્રેરીમાં રેગ્યુલર જઇને બુક્સ લાવીએ છે અને બુક્સ સ્ટોલમાં પણ."બુક્સનું નામસાંભળીને કિઆરાના ચહેરા પર આવેલી ઉત્સુકતા એલ્વિસ જાણી ગયો.
"તો તો તમારે મારા ઘરે આવવું જોઇએ.મોટી લાઇબ્રેરી છે અને વર્લ્ડ બેસ્ટ બુક્સ."એલ્વિસે ગપ્પુ માર્યુ.
"સાચે?"કિઆરા એકસાઇટેડ થઇને બોલી.
"હા.આ મારો નંબર છે.તમે મને મેસેજ કરો હું નંબર સેવ કરી લઉં તમારો.બસ આવો તેના પહેલા ફોન કરી દેજો જેથી હું ઘરે હાજર રહું."એલ્વિસે સ્માર્ટનેસ વાપરીને કિઆરાનો નંબર લઇ લીધો.કિઆરાની કોલજ આવી ગઇ.ગાડીમાંથી ઉતરીને કિઆરા જવા લાગી અચાનક પાછી આવીને બોલી,
"થેંકસ મિ.એલ્વિસ,અને હા તમારી વર્લ્ડ બેસ્ટ લાઇબ્રેરીની મુલાકાત લેવા જલ્દી જ આવીશ."

એલ્વિસ ખુબ થઇ ગયો પણ સાથે ટેન્શનમાં આવી ગયો.કેમ કે તેના ઘરે લાઇબ્રેરી તો હતી જ નહીં.લાઇબ્રેરીતો દુર બુક પણ નહતી.

*****

સિધ્ધુભાઇ એટલે કે સુધીરને પકડ્યે ઘણો સમય થઇ ગયો હતો તે પોતાનું મોઢું નહતું ખોલતો.કિનારા અને લવે તેના માટે જેટલો રિમાન્ડનો સમય માંગ્યો હતોતે પતી ગયો હતો.

લવ અને કિનારા ખુબજ ચિંતામાં હતા.
"લવ,આ સિધ્ધુ તો કેટલો જાડી ચામડીનો છે.મોઢું જ નથી ખોલતો.મને લાગે છે કે તે પેલા સિક્રેટ બોસ વિશે જરૂર જાણે છે પણ તે તો કઇ બોલતો જ નથી."કિનારા બોલી.
"હા હવે આજે તેને જેલમાં શિફ્ટ કરવાનો છે.હવે તો કોઇ ચાન્સ નથી કે તે બોલે."લવે કહ્યું.

"યસ,એક આઇડિયા છે.મારી પાસે થઇ જવા દે તેને જેલ ટ્રાન્સફર."કિનારા બોલી.

કિનારાએ પોતાનો આઇડિયા લવને કહ્યો.
"વાહ,જોરદાર કિનારા.હવે સિધ્ધુને મોઢું ખોલતા કોઇ નહીં રોકી શકે."લવ બોલ્યો.

લવ અને કિનારા સિધ્ધુને સેન્ટ્રલ જેલ પોતાની સાથે ગાડીમાં કડક સુરક્ષા સાથે લઇ જતા હતા.
"તો કિનારા આંટી,બહુ માર્યો બહુ ટોર્ચર કર્યો પણ તમારા પેંતરા નિષ્ફળ ગયા.હવે શું કરશો?તમે જે જાણવા માંગો છો.તે કહું? ચાલો કહી જ દઉં.કે તે સિક્રેટ બોસ જેને કોઇ નથી ઓળખતું તેને હું જ જાણું છું.જે આ પુરી ડ્રગ્સ ઇન્ડસ્ટ્રીના કર્તાહર્તા છે પણ હું તમને તેના વિશે કઇ જ નહીં કઉં.સોરી આંટી.મારતા નહીં હો...એ.....એ....આંટીને ગુસ્સો આવ્યો."સિધ્ધુ આટલું બોલીને હસવા લાગ્યો.કિનારાએ પોતાનો ગુસ્સો નકલી હાસ્યની પાછળ દબાવી દીધો.
"એ તો સમય જ જણાવશે કે આગળ શું થશે? તું શું બોલીશ અને કેવીરીતે બોલીશ."કિનારાની વાત પર સિધ્ધુ સમજી ગયો કે કિનારા શાંત નહીં બેસે બસ તેને હવે અહીંથી નિકળવાનો રસ્તો શોધવાનો હતો.

સિધ્ધુભાઇ મોઢું ખોલશે?શીના અને રોકી મળીને લવ અને શીનાને સાચા રસ્તે લાવશે?રનબીર અને કાયનાની ડાન્સ કોમ્પીટીશનનું શું થશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Vishwa

Vishwa 3 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Deboshree Majumdar
Kitu

Kitu 9 month ago

Ushma Kanaiya

Ushma Kanaiya 9 month ago