Wanted Love 2 - 42 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--42

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--42


કિનારાએ તે ફોન ઉપાડ્યો,સામેવાળી વ્યક્તિને જોઇને તે આશ્ચર્ય પામી.તે અદા હતી.
અદા કિનારાને અને કિનારા અદાને જોઇને આશ્ચર્ય પામ્યા.બે ઘડી ચુપકીદી છવાઇ ગઇ.
બધાં સમજી ગયા હતા કે અદાનો ફોન છે
"અદા,કેમ છે તું ?"કિનારાના અવાજમાં એક છુપ રોષ હતો.
"હું ઠીક છું કિનારા,તું કેમ છે?"અદા બોલી.
"મજામાં...બોલ કેમ ફોન કર્યો હતો?"કિનારાએ ફોન બધાં જોઇ શકે તેમ રાખ્યો.
"કિનારા,ગઇકાલે લવ અને શીના આવ્યાં હતા તેમણે કિઆન અને અદ્વિકાના પ્રેમ વિશે વાત કરી અને તારા તથા કુશ તરફથી અદ્વિકાનો હાથ કિઅાન માટે માંગ્યો.

મને જાણીને ખુશી થઇ કે મારી અદ્વિકાને આટલું સરસ સાસરું અને આટલી સરસ સાસુ મળશે.મને આ સંબંધ મંજૂર છે પણ મારે તે પહેલા કઇંક કહેવું છે એટલે કે મારી શરત જ ગણી લો."અદાની વાત પર બધાંને ફડકો પડ્યો કે તે પોતાના અને લવના અવૈધ સંબંધ વિશે કહેશે.

"અને તે શું છે,અદા?"કિનારાએ પુછ્યું.
"કિનારા,આપણા બન્ને પરિવારનો ભુતકાળ કેવો હતો તે બધાં જાણે છે.રોમિયો એટલે કે અદ્વિકાના પિતાએ કિઆનના દાદા અને તેના કાકાને વર્ષો કિડનેપ કરીને બંદી બનાવીને રાખ્ય‍ાં હતા.ઉપરાંત રોમિયો એક ગુનેગાર હતો એક આતંકવાદી.તો શું તારું પરિવાર અને કિઆન આ વાતને સ્વિકારીને અદ્વિકાને ખુલ્લા મને સ્વિકારી શકશે?"અદાએ પુછ્યું.

"અદ્વિકા,માત્ર કિઆનને નહીં પણ અમને પણ પસંદ છે.તે તારી અને રોમિયોની દિકરી ભલે છે પણ તેનામાં તેના માતાપિતા જેવા અવગુણ નથી.તે એક ભલી અને ભોળી પણ સંસ્કારી દિકરી છે.તો અમે આટલી સારી છોકરી જે અમારા કિઆનની પસંદ છે.તેનેના ન કહી શકીએ.
ચિંતાના કર,ઘરના તમામ સભ્યોએ તેને મુક્ત મને અને ખુશી સાથે સ્વિકારી છે."કિનારાએ કહ્યું.
આ સાંભળીને અદાને રાહત થઇ.
"કિનારા,બીજી વાત કિઆન અને અદ્વિકાની સગાઇ અને પછી છ મહિનામાં જ તેમના લગ્ન લેવાઇ જવા જોઈએ.તો જ મને આ સંબંધ મંજૂર છે નહીંતર નહીં."અદાની આ વાત સાંભળીને બધાને આઘાત લાગ્યો.કિનારા સ્વસ્થતા જાળવતા બોલી.

"જો અદા,તે બન્ને હજી નાના છે લગ્ન કરવાની તેમની ઊંમર નથી થઇ અને બીજી વાત કિઆન એક પોલીસ ઓફિસર બનવા માંગે છે.તો તેમના લગ્ન તો કિઆન પોલીસ ઓફિસર બને પછીજ થશે.હા સગાઇ આપણે કરી શકીએ પણ આ ફાઇનલ એકઝામ પછી."

"કિનારા,તો એટલા સમય શું અદ્વિકા ત્યાં જ રહેશે"અદા બોલી.
"હા."કિનારાએ ટુંકમાં જવાબ આપ્યો.
"જો કિનારા,તને શું લાગે છે બે પ્રેમીઓ એક જ ઘરમાં રહીને કેટલા દુર રહી શકે.તે પણ યુવાનીના જોશમાં અને નવા નવા પ્રેમમાં.હું તો કોઇને મોઢું દેખાડવા લાયક નહીં રહુ."અદા ગમે તેભોગે તેમના લગ્ન કરાવવા માંગતી હતી જેથી શીનાએ આપેલી ધમકી નાકામ થાય.
"ના,તેવું કશુંજ નહીં થાય તેની જવાબદારી મારી."કિનારા બોલી.
"હા માન્યું કે તેવું કશુંજ નહીં થાય પણ લોકોનું શું ? તે તો ગમે તે વાતો કરશે."અદા બોલી.
"તાર અદ્વિકાના લગ્ન કોની સાથે કરાવવાના છે? લોકો સાથે કે કિઆન સાથે?"કિનારા કડક સ્વરમાં બોલી
"સારું,ઠીક છે પણ હું મારા થવાવાળા જમાઇને મળવા માંગુ છું અને તારા જાનકીદેવી અને શ્રીરામ અંકલના મોઢે સાંભળવા માંગુ છું કે તેમને આ લગ્ન મંજૂર છે એ પણ રાજીખુશી."અદા બોલી.કિનારાએ ફોન કિઆન સામે મુક્યો.સુંદર સોહામણો રાજકુમાર જેવા કિઆનને જોઇને અદા છક થઇ ગઇ.પોતાની દિકરી સુંદરતામાં પોતાનાથી એક કદમ આગળ હતી પણ બાપ વગરની દિકરી અને પોતાના અને લવના સંબંધ ના કારણે બદનામ થયેલી દિકરીને આવો વર મળશે તેને આશા નહતી.
"વાહ,કિનારા કિઆન તો તારા અને કુશની સુંદરતા અને બહાદુરીનું સમન્વય લાગે.મારી નજરના લાગે કિઆન અને અદ્વિકાની જોડી ખુબજ સુંદર છે."અદા કિનારાએ ફોન જાનકીદેવીને અને શ્રીરામ શેખાવતને આપ્યો.
"પ્રણામ,અંકલ આંટી તમે મારી અદ્વિકાને રાજીખુશી અપનાવી છેને?"અદા બે હાથ જોડીને બોલી.
જાનકીદેવી કઇંક બોલવા જતા હતા પણ શ્રીરામ શેખવાતે બે હાથ જોડીને માત્ર માથું હકારમાં હલાવ્યું.અદા અને અદ્વિકા ફોન પર હતા.માઁ દિકરી વચ્ચે માત્ર નામનો સંબંધ બચ્યો હતો.અદ્વિકા શીનાને જ પોતાની માઁ ગણતી હતી અને અદાને તેના કુકર્મને લીધે નફરત કરતી હતી.
"કેમ છે બેટા?"અદા ભાવુક થઇ ગઇ.
"ઠીક છું.તમે અને મારા મોટાભાઇઓ કેમ છે?"અદ્વિકાએ પુછ્યું.
"હું ઠીક છું.તારા ભાઇઓતો આપણા જુના ઘરે રહીને બધું સંભાળે છે."અદાએ કહ્યું.તે આગળ વાત કરે તે પહેલા જ અદ્વિકાએ ફોન મુકી દીધો.
"તમે મને તેને કહેવા કેમ ના દીધું કે મારા લવનો પીછો છોડી દે."જાનકીદેવી ગુસ્સે થયા.
"માઁસાહેબ,શીનાએ ના કહી છે.તેણે કહ્યું છે કે તે બધું ઠીક કરી દેશે બસ આ વાત હમણા આપણે આપણા સુધી રાખીએ."કીનારાએ કહ્યું.
"હા તે જ ઠીક કરશે.બાકી તું..તે જ આ બધું ખરાબ કર્યું છે.તે જ મારા બન્ને લવના લગ્નજીવન ખરાબ કર્યા છે."જાનકીદેવીના કડવા શબ્દો કિનારાને અંદર સુધી વાગ્યા.કુશ ગુસ્સે થયો વાત આગળ વધે તે પહેલા ઘરનો બેલ વાગ્યો.

કિઆરા દરવાજો ખોલવા ગઇ.સામે હાથમાં ફુલો લઇને એલ્વિસ ઊભો હતો.કિઆરાને જોઇને તે પોતાના હોશ ખોઇ બેસ્યો અને તેને ધારીધારીને જોવા લાગ્યો.કિઆરા મરુન કુરતી અને સફેદ પાયજામામાં એકદમ સિમ્પલ પણ સુંદર લાગી રહી હતી.કિઆરા પણ એલ્વિસને જોઇ રહી હતી.તેણે નોટિસ કર્યું કે તે પોતાને તાકી રહ્યો હતો.એલ્વિસે વ્હાઇટ શર્ટ અને બ્લુ ડેનિમપહેર્યુ હતું.તેનું કસરતી શરીર તે ચુસ્ત વ્હાઇટ શર્ટમાં દેખાતું હતું.ગળામાં ક્રોસનું પેન્ડલ લટકતું હતું.તે ખુબજ હેન્ડસમ લાગતો હતો.
"કિઆરા,કોણ છે,બેટા?" જાનકીદેવીએ પુછ્યું.
"કિઆરા."એલ્વિસ ખુશ થઇ ગયો.અંતે તેને પોતાની હ્રદયની રાણીનું નામજાણવા મળી ગયું હતું.
"વાઉ બ્યુટીફુલ નેમ."એલ્વિસ બોલ્યો.
તે અંદર ગયો.તેને અંદર જોઇને બધાં આશ્ચર્ય પામ્યાં.
"સોરી,આંટી અંકલ હું આજે વગર બોલાવ્યે આવી ગયો પણ શું કરું? પહેલી વાર મે આટલો મોટો અને સુંદર પરિવાર જોયો છે.તમે બધાં કેટલા પ્રેમાળ છો.હું મારી જાતને રોકી ના શક્યો.શું કરું અનાથ છું ને.સોરી."એલ્વિસે બહાનું બનાવ્યું.કાયના અને રનબીરને એલ્વિસનું અહીં અાવવું સમજાયું નહીં.તે બન્ને એકબીજાને ઇશારો કરીને પુછતા હતા.જેના પર શિવાનીનું ધ્યાન હતું.તેને લાગતું જ હતું કે રનબીર અને કાયના વચ્ચે કઇંક છે અને તે બસ એક મોકો શોધતી હતી.તે વાતને લઇને કિનારાને નીચું દેખાડવા.
"અરે,આજ પછી અનાથ છું એમ ના બોલતો.જ્યારે મન થાય ત્યારે તારું જ ઘર સમજીને આવી જજે.ચલ બેસ નાસ્તો કર.હું તને બધાની ઓળખાણ કરાવું."શ્રીરામ શેખાવતે કહ્યું.તેમણેબધાની ઓળખાણ કરાવી.જેના પરથી એલ્વિસને કિઆરાનું નામ ,તેના માતાપિતા વિશે અને તે કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે તે જાણવા મળ્યું.
"દાદુ,હું અને અદ્વિકા નિકળીએ કોલેજ જવા."કિઆરાએ કહ્યું.
"કિઅારા,તું જા મને આજે નહીં ફાવે.બુક્સ લેવા જવાનું છે તો."અદ્વિકાએ કહ્યું.

"ઓહ,હું નિકળું બહુ લેટ છું.બસ જતી રહી હશે અને ડ્રાઇવર રજા પર છે.હું શું કરું?"કિઅારા નિરાશ થઇને બોલી
"અમ્મ,તમારી કોલેજ કઇ છે?"એલ્વિસે પુછ્યું.
કિઅારાએ તેનીકોલેજનું નામ કહ્યું.
"ઓહ,શ્રીરામ અંકલ મારે પણ અનાયાસે તે બાજુએ જ રીહર્સલ માટે જવાનું છે.તમને વાંધોના હોય તો કિઆરાને હું કોલેજ ઊતારી દઉં?"એલ્વિસે પુછ્યું.
શ્રીરામ શેખાવતે હા પાડી.એલ્વિસના મનમાં જંગ જીત્યા જેવી ખુશી હતી.આજે તે કોઇપણ ભોગે કિઆરા સાથે દોસ્તી કરવા માંગતો હતો તેનો નંબર લેવા માંગતો હતો.અેલ્વિસ અને કિઅારા નિકળી ગયા.અહીં કાયના અને રનબીર આશ્ચર્યમાં હતા કે આ શું થયું? એલ્વિસ અચાનક આવ્યો અને કિઆરા સાથે જતો રહ્યો.તે વાત સમજાઇ નહીં.તે લોકો પણ કોલેજ ગયા.

અહીં કોલેજમાં રનબીર અને કાયના પહોંચી ગયા પણ અહીં એક મોટી સરપ્રાઇઝ તેમની રાહ જોઇ રહી હતી.જેવા તે બન્ને કોલેજમાં તેમનું એકટીવા પાર્ક કરીને અંદર જવા લાગ્યા આસપાસ બધું જોઇ તેમને અત્યંત આઘાત લાગ્યો.

બધાં તેમની સામે જ જોઇ રહ્યા હતા.તેટલાંમાં પિયુને આવીને કહ્યું કે પ્રિન્સિપાલ સર તેમને બોલાવી રહ્યા છે.

તે બન્ને પ્રિન્સિપાલ સરની કેબિન તરફ ગયા,બન્ને ખુબજ આઘાતમાં હતા.

***
અહીં શીના હવે પોતાના ઇરાદામાં મક્કમ હતી પણ આગળ શું કરવું તે વિચારી રહી હતી.તે એક એવો સજ્જડ પ્લાન બનાવવા માંગતી હતી કે જેથી લવ અને અદાનું આ અવૈધ પ્રેમ પ્રકરણ હંમેશાં માટે થંભી જાય અને પોતાનું જીવન સુખી થઇ જાય.
તે અદાને લવના જીવનમાંથી હંમેશાં માટે ફેંકી દેવા માંગતી હતી પણ તેમાં તેને કોઇની મદદની જરૂર હતી.

અચાનક એક દુકાને ખરીદી કરતા કરતા તેનું ધ્યાન તેની દુકાનથી બે દુકાન દુર ઊભેલા એક વ્યક્તિ પર ગયું.તેની પીઠ દેખાતી હતી તે વ્યક્તિ કોઇ વાતે રકઝક કરી રહી હતી.તે અવાજ શીનાને જાણીતો લાગ્યો.તેના શરીરમાંથી વિજળી પસાર થઇ.
તે આ વાતની ખાત્રી કરવા કે આ તે જ વ્યક્તિ છે શીના તે દુકાન તરફ આગળ વધી.
અંતે તે દુકાન પાસે આવી.તેણે તે વ્યક્તિના ખભે હાથ મુક્યો તે વ્યક્તિ પાછળ ફરી અને શીનાની તથા તે વ્યક્તિની આંખો પહોળી થઇ ગઇ.

એલ્વિસ અને કિઆરાની કહાની આગળ વધશે?
કોણ હશે તે વ્યક્તિ?
શું થયું હશે કાયના અને રનબીર સાથે કોલેજમાં?

જાણવા વાંચતા રહો

Rate & Review

Vishwa

Vishwa 3 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Tejal Vachhani

Tejal Vachhani 9 month ago

Deboshree Majumdar
Kitu

Kitu 9 month ago