Wanted Love 2 - 41 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--41

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--41


શિવાનીએ તે કુરીયર લઇ લીધું તે જોવા જ જતી હતી તેટલાંમાં અદ્વિકા હાથમાં વાટકી અને ચમચી લઇને આવી.
"શિવાની આંટી,આ ચાખીને કહોને બરાબર છે કે નહીં?મે પહેલી વાર બનાવ્યું છે."
શિવાની તે કવર અદ્વિકાના હાથમાં આપ્યું અને તે ચાખ્યું.
"હમ્મ,આમ તો બરાબર છે પણ થોડો મસાલો ઓછો છે.તું ચિંતા ના કર હું બરાબર કરી દઉં છું.આ મુકી દેજે ત્યાં ખબર નહીં કોના નામનું છે.કદાચ કિનારાના નામનું છે."શિવાનીએ કહ્યું.

અદ્વિકાએ તે કવર હાથમાં લીધું અને તેને કિનારાના રૂમમાં મુકવા ગઇ.પાછળથી કિઆને તેને આવીને ડરાવી અને તે કવર તેના હાથમાંથી પડી ગયું.
"કિઆન,આ શું કરે છે? નાના છોકરાઓની જેમ?" અદ્વિકા ગુસ્સામાં બોલી.
"હા હા હા,તું કેવી ડરી ગઇ?"કિઆન હસતા હસતા બોલ્યો.
અહીં શિવાનીએ અદ્વિકાને બુમ પાડી અને તે જતી રહી.અચાનક કિઆનનું ધ્યાન નીચે પડેલા કવર પર ગયું જેમાંથી ફોટોગ્રાફ્સ બહાર આવી ગયા હતા.તે તેણે નીચે બેસીને સમેટવાનું શરૂ કર્યું.તે ફોટોગ્રાફ્સ જોઇને તેના હોશ ઉડી ગયા.તેણે તે ફોટોગ્રાફ્સ ભેગા કરીને પોતાના જેકેટના ખીસામાં મુકી દીધાં તેણે આ વિશે રાત્રે રનબીર અને કાયના સાથે વાત કરવાનું નક્કી કર્યું.

અહીં કબીરના નામનું તે કુરિયર કબીરની માઁએ તેને આપ્યું.કબીર તેના રૂમમાં કામ કરી રહ્યો હતો.તેણે તે કવર ખોલીને જોયું.જેમા રનબીર અને કાયનાના ફોટા હતા જેમાં તે એકબીજાના ગળે લાગેલા હતા અને બીજા ફોટોગ્રાફ્સમાં તે ડાન્સ એકેડેમીમાં હતી.
"હમ્મ,નક્કી આ કામ કોઇ એવા વ્યક્તિનું છે જે રનબીર અને કાયનાને ના...ના...ખાલીકાયનાને નુકશાન પહોંચાડવા માંગે છે.મારે આ વિશે તેની સાથે વાત કરવી પડશે."કબીર સ્વગત બોલ્યો.

તે ફટાફટ તૈયાર થઇને પોતાની કારમાં કાયનાની ડાન્સ એકેડેમી પહોંચ્યો,જ્યાં તે લોકો પોતાના ઓડીશનના પરફોર્મન્સનું રીહર્સલ કરી રહ્યા હતા.એલ્વિસ અને મિહિર કાયના અને તેની ટીમને મદદ કરી રહ્યા હતા.કબીરનું ત્યાં આવવું,એલ્વિસ અને તેની નજર મળવી અને બન્નેના ચહેરા પર એક અણગમો આવવો.

એલ્વિસ બહાનું બનાવીને જતો રહ્યો.રીહર્સલ ખતમ થયું.કબીર રનબીર અને કાયનાને એક કોફી શોપમાં લઇ ગયો.તે ખુણામાં એક ટેબલ પર બેસ્યા અને કબીરે તે કવર આપ્યું.જે જોઇ રનબીર અને કાયનાના હોશ ઉડી ગયા.

"કબીર,આ ફોટોગ્રાફ્સમાં જેવું દેખાય છે તેવું નથી.એક્ચયુલી આ એક ફ્રેન્ડલી હગ છે.ટ્રસ્ટ મી અમારા મનમાં એવું કશુંજ નથી.કાયના તારી હતી અને તારી જ છે."રનબીર બોલ્યો.

"અચ્છા,આ બધાં ફ્રેન્ડલી હગ છે?"કબીરને ગંભીર જોઇને રનબીર ડરી ગયો.
"હે ભગવાન,મને માફ કરી દો હું ખોટું બોલ્યો કે મારા મનમાં કશુંજ નથી.હું કાયનાને પ્રેમ કરું છું પણ તે તો કબીરને પસંદ કરે છે."

અચાનક જ કબીર હસવા લાગ્યો.
"મજાક કરતો હતો.મને મારી કાયના અને મારા દોસ્ત પર વિશ્વાસ છે.સારું છે આ કુરીયર મારા હાથમાં આવ્યું નહીંતર મોમ કે ડેડના હાથનાં આવતું તો તેમને સમજાવવા અઘરા થઇ જાત."કબીર બોલ્યો.કાયના હજીપણ ગંભીર હતી અને વિચારોમાં પણ.
"કાયના,સ્વિટી શું વિચારે છે?"કબીરે પુછ્યું.રનબીરને કબીરની વાત પર હળવું લાગ્યું.
"હું એ વિચારું છું કે આ ફોટોગ્રાફ્સ કોણે મોકલ્યા હશે? અને અગર અા અહીં આવ્યાં છે તો ઘરે પણ?"કાયના ડરી ગઇ.
"ઓહ નો. આપણે જલ્દી ઘરે જવું જોઇએ."રનબીરે કહ્યું.
" હા હું પણ આવીશ."કબીરે કહ્યું.
તે ત્રણેય જણા ઘરે પહોંચ્યા જ્યાં બધાં ખુબજ ગંભીર બેસેલા હતા ડાઇનીંગ ટેબલ પર.
"શું થયું મોમ?"કાયના ગભરાઇને બોલી.
"અરે આ અદ્વિકાએ આજે પહેલી વાર કોઇ ડીશ બનાવી અને તેણે માઁસાહેબને જે વસ્તુની એલર્જી છે તે જ નાખી એટલે માઁસાહેબ રિસાઇને જતા રહ્યા."કિનારા બોલી.
"કિનુમોમ,મને શિવાની આંટીએ તે નાખવા કહ્યું હતું."અદ્વિકાની વાત પર શિવાની ફસાઇ ગઇ.બધાં તેને ખુબજ બોલ્યા.
કાયના,રનબીર અને કબીરને હાશ થઇ પણ કિઆન તેમની સામે ગંભીરતાપુર્વક જોઇ રહ્યો હતો.
ધીમેધીમે તે રૂમમાં માત્ર કિઆન,અદ્વિકા,કાયના ,રનબીર અને કબીર હતા.
"કિઆન,આવું કોઇ કુરીયર આવ્યું છે?" કાયનાએ કબીરને આવેલું કુરીયર બતાવતા કહ્યું.
કિઆન ગંભીર થઇ ગયો અને તે બધાં કિઆનના રૂમમાં ગયાં.કબીરે બધી વાત કરી.
"ઓહ મને લાગ્યું દી કે તમારા અને રનબીર વચ્ચે કઇંક...સારું થયું કે આ ફોટોગ્રાફ્સ મોમ કે શિવાની આંટીએ ના જોયા."કિઆન બોલ્યો.
"ઓહો કિઆન,એવું કશુંજ નથી કાયના અને રનબીર વચ્ચે...બરાબરને ગાયઝ?" કબીરે તે બન્નેની સામે જોયું .રનબીર અને કાયના એકબીજાની સામે જોવા લાગ્યા.

"આ બધું કામ કોનું હોઇ શકે પણ??" અદ્વિકાએ પુછ્યું.
"હિયા અથવા અંશુમાન.તે બન્ને જ હોઇ શકે કેમ કે તેમના સિવાય મારે કોઇની સાથે દુશ્મનાવટ નથી.મે તેમને ઘણીવાર હ્યુમીલીએટ કર્યા છે.તેનો જ બદલો લીધો હશે પણ હવે ચિંતા નથી કેમ કે હું મારા ડાન્સ વિશે,મારા કોરીયોગ્રાફર બનવાના ડ્રિમ વિશે જાતે જ જણાવીશ."કાયના બોલી.

"આ અંશુમાન અને હિયાનું કઇંક કરવું પડશે.એકવાર એકઝામ પતે પછી વાત છે તેમની.હવે તો ડબલ જવાબદારી છે એકઝામ અને રીહર્સલ."રનબીર બોલ્યો.
"થેંક ગોડ...હું જઉં સ્વિટહાર્ટ."કબીર કાયનાને ગળે લગાવીને જતો રહ્યો.

કાયના અને રનબીર જમીને ભણવા બેસ્યા પણ તેમને ખબર નહતી કે કાલે કોલેજમાં હજી એક વાર તેમના પર થવાનો છે.

કાયના અને રનબીર ભણવાનું પતાવીને રાત્રે બધાંના સુઇ ગયા પછી તેમના પરફોર્મન્સનું રીહર્સલ કરી રહ્યા હતા.રનબીરે જ્યારથી એલ્વિસ સામે પોતાની લાગણીઓ સ્વિકારી હતી.ત્યારથી કાયના જ્યારે પણ તેની આસપાસ હોય તે બસ તેને જ જોયા કરતો અને તેના વિચારોમાં રહેતો.પરફોર્મન્સ આપતા એક સ્ટેપમાં તે બન્ને એકબીજાની એકદમ નજીક આવી ગયા એટલા નજીક કે એકબીજાના શ્વાસ અનુભવી શકે.કાયનાના વાળની લટ તેની આંખમાં જતી હતી.તે રનબીરે હળવી ફુંક મારીને પાછળ હટાવી.કાયનાને રનબીરના શ્વાસનો સ્પર્શ થયો જે તેને બેચેન કરી ગઇ.આજ પહેલા આવું ક્યારેય નહતું અનુભવાયું.

અહીં એલ્વિસની રાતોની ઉંઘ કિઆરાએ ચોરી લીધી હતી.એલ્વિસ પોતાના રૂમમાં વિશાળ સ્ક્રિન વાળા ટી.વી પર તેનો ફોટો જ જોયા જ કરતો.તેટલાંમાં તેનો મેનેજર આવ્યો.તે આ ફોટો જોઈ ગયો અને એલ્વિસની આંખમાં રહેલી લાગણી પણ સમજી ગયો.
"સર,આર યુ ઈન લવ?" તેના મેનેજરે પુછ્યું.
"યસ ડિસોઝા,આઇ એમ ઇન લવ."એલ્વિસે કહ્યું.
"સર,આ કોણ છે?" ડિસોઝાએ પુછ્યું.
"ખબર નહીં.તેનું નામ મને નથી ખબર."આટલું કહીને એલ્વિસે તે કઇ રીતે તેનેમળ્યો અને તે તેનાથી દસ કે બાર વર્ષ નાની હોઇ શકે છે તે કહ્યું.
"સર,મારા હિસાબે તમારે તમારી લાગણીઓને અહીં જ અટકાવી દેવી જોઇએ.સર તે છોકરી કદાચ તમારા લુક્સ કે સ્ટેટ્સથી આકર્ષાઇને હા પાડે પણ તેની અને તમારી વચ્ચે જે એજ ગેપ છે તે તમારી વચ્ચે ક્યારેય તે પ્રેમ કે લાગણી નહીં લાવી શકે.શરૂઆતમાં કદાચ સારું લાગે પણ પછી તે યંગ છે તેની એમ્બીશન ,તેની ઇનમેચ્યોરીટી તમારા સંબંધને ખતમ કરી દેશે."મેનેજર ડિસોઝાએ સાચી સલાહ આપી.

"ડિસોઝા,યાર પહેલી વાર મને એવું થાય છે કે હવે બસ આ ગ્લેમરની સાવ બકવાસ અને દેખાવાની દુનિયા છોડી સેટલ થઇ જઉ.તેનો પરિવાર કેટલો સરસ અને પ્રેમાળ છે.બસ આવા જ પરિવારની મને આશા હતી હંમેશાંથી."એલ્વિસ બોલ્યો.
"પણ જેનું તમે નામ પણ નથી જાણતા તેને તમે તમારા પ્રેમમાં કેવીરીતે પાડશો? તેને તમારી સાથે લગ્ન કરવા કેવીરીતે મનાવશો?"ડિસોઝા બોલ્યો
"હમ્મ,હું કાલે જ જાનકીવીલા જઇશ કદાચ તે મળી જાય મને કે તેના વિશે વધુ જાણવા મળે?"એલ્વિસ મક્કમ હતો કે તે તેનો પ્રેમ પામીને જ રહેશે.

લવ શેખાવત અને શીના ઘરે આવ્યાં.શીનાના આ તેવર જોઇને લવને આશ્ચર્ય થયું.તેણે શીનાનો હાથ મરોડ્યો.

"આ બધું શું છે?"લવે પુછ્યું
શીનાએ ઝાટકા સાથે હાથ છોડાવ્યો અને કહ્યું ,
"લવ,હવે બસ થયું.આજ પછી મને અબળા સમજીને મારા પર ખોટા હુકમ ચલાવવાની કે મારા પર અત્યાચાર કરવાની કોશીશ કરીને તો તમારી ખેર નથી.કોલેજમાં હું કેટલી ખતરનાક હતી તે ખબર ના હોય તો કિનારાને પુછી લેજો.આજ પછી અદાને મળ્યા છોને તો તમારું જીવન નર્ક બનાવી દઈશ."

આટલું કહીને તે પોતાના રૂમમાં જતી રહી રૂમ અંદરથી લોક કરીને તેણે કિનારાને ફોન લગાવ્યો.
"કિનારા,મારે તને કઇંક કહેવું છે."
"એ જ ને કે લવભાઇ અને અદાનું અફેયર ચાલે છે તેમની વચ્ચે અવૈધ સંબંધ છે."કિનારાની વાત પર શીના આશ્ચર્ય પામી.
"તને કેવીરીતે ખબર ?"શીનાએ પુછ્યું.
કિનારાએ ગઇકાલે બનેલી બધી જ વાત કરી.અહીં શીનાએ પણ આજે સવારે બનેલી બધી જ ઘટના કહી.
"વાહ શીના ઇઝ બેક...એ પણ કોલેજ વાળી હવે તો અદા અને લવભાઇને ભગવાન પણ નહીં બચાવી શકે.તેમને સુધરવું જ પડશે.મારે શું કરવાનું છે તે મને જણાવી દેજે અને હા મારા માટે જુની શીના ના બનતી."કિનારાએ કહ્યું.
"હા કિનુ,તું ચિંતા ના કર હવે બધું આપણે ઠીક કરીશુ અને હા અદ્વિકા ખુબજ સારી છોકરી છે.તે તેની માઁની જેમ ચાલબાજ નથી ખુબજ ભોળી અને લાગણીશીલ છે.પ્લીઝ તેનું ધ્યાન રાખજે."શીનાએ કહ્યું.
"તે પણ કહેવાની વાત છે."કિનારા.
"આગળ તારે શું કરવાનું છે તે પછી કહીશ બસ એટલું ધ્યાન રાખજે કે માઁસાહેબ અને પિતાજી આ અફેયરની ચર્ચા કે લવને સમજાવવાની કોશીશ ના કરે."શીનાએ કહ્યું.

અહીં સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર બધાં ગોઠવાયેલા હતા.ત્યાં અચાનક જ કિનારાના નંબર પર અજાણ્યા નંબરથી વીડિયો કોલ આવ્યો.

શું એલ્વિસ કિઆરાના નામ વિશે અને તેના વિશે જાણી શકશે?
ઊંમરનો આટલો મોટો તફાવત તેમને દોસ્ત બનાવશે?
શીનાનો નેક્સ્ટ પ્લાન શું હશે?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 2 day ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Deboshree Majumdar
Kitu

Kitu 9 month ago

Kokila Parmar

Kokila Parmar 10 month ago