Wanted Love 2 - 40 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--40

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ--40


"લવભાઇ,પ્લીઝ તમને મારાથી જે પણ ફરિયાદ છે તેની સજા કિઆનને ના આપો."કિનારા બોલી.
"સારું,હું એક વાર તે અદાને મળીશ અને તેને વાત કરીશ પણ તેને મંજૂર નહીં હોય તો તેના હાથપગ નહીં જોડું.લવે આટલું કહીને ફોન મુકી દીધો.
"તમે આવીરીતે વાત કેમ કરી લવ?તમને તો મનમાં ફટાકડા ફુટ્યા હશે જ્યારે તમે સાંભળ્યું હશે કે અદ્વિકા અને કિઆન લગ્ન કરવા માંગે છે કેમકેતે અદા અને તમેઆ સંબંધ મંજૂર કરાવવા તે કિનારા પાસે પોતાના અવૈધ સંબંધ મંજૂર કરાવો અને કિનારાને દાબમાં રાખી શકો."શીના ગુસ્સામાં બોલી
"વાહ મારીશીના રાણી વાહ,એટલે જ હું તને ના છોડી શક્યો.મારી જંગલી બિલ્લી.તું સખત સ્માર્ટ છો.તારી હોશિયારીના કારણે જઆપણો આ બિઝનેસ ચાલે છે.નહીંતર મને તોબે જ વસ્તુ કરવી ગમે મારી અદાને પ્રેમ અને પડ્યું રહેવું.પિતાજીને લાગે છે કે આ બધો જમીનનોહિસાબ અને કારભાર હું જોઉં છું પણ હકીકતમાં તો તું જ છે જે બધું સંભાળે છે એટલે જ તોમાઁસાહેબ આટલા વર્ષોથી કહે છે કે મુંબઇ આવી જા પણ હું નથી જતો.
કેમકે જો હું એકવાર મુંબઇ ગયોતો ફરીથી મને કામધંધે લગાડવાનું નાટક ચાલશે.તે વખતે જે થયું તેમા કિનારાનો કોઇ દોષ નહતો પણ મારે કોઇનું સાંભળીને ફરીથી મહેનત કરવી એના કરતા મે કિનારાના માથે દોષ નાખ્યો.

આટલા વર્ષ રોમિયોને ત્યાં પડ્યાં પડ્યાં આળસું થઇ ગયો હતો અને અહીં પાછા આવવાનો ફાયદો તો થયોને એક તરફ ઘરવાલી સુંદર અને બહારવાલી મનમોહક.આહા ચલ મારી ડાર્લિંગને આ સમાચાર સંભળાવીને અાવું.થોડુંક સેલિબ્રેશન કરતો આવું.પછી આપણે સેલિબ્રેટ કરીશું હો.બાય લવ યુ."આટલું કહીને લવ શીનાના હોઠ ચુમીને જતો રહ્યો.શીનાની આંખમાં તિરસ્કારવાળા આંસુ હતા.

"તને શું લાગે છે માત્ર તારા પ્રેમ માટે અહીં આટલા વર્ષ ચુપચાપ સહન કરીને રહી...ના હું અહીં રહી કેમકે મારે પિતાજીની આ જમીન અને હવેલીને સાચવવાની હતી અને બીજું કિનારાને નિર્દોષ સાબિત કરવાનીહતી.

લવ,અદ્વિકા કિઆનના પ્રેમમાં પડી તે વાત તો ખુબ સારી થઇ કેમ કે તે વાતનો ઉપયોગ કરીને હું તને તે અદાના જીવનમાંથી દુર ફેંકીશ અને તારા બધાં કાળાકામ તું જાતે સ્વિકારીશ માઁસાહેબ અને પિતાજી સામે."શીના સ્વગત બોલી.

લવ શેખાવત અદાની હવેલી પર આવ્યો.અદાની હવેલી શાનદાર હતી હવે તે રોમિયો વાળા ઘરમાં નહતીરહેતી.લવે પોતાની જ એક જમીન પર તેના માટે સુંદર ઘર બનાવડાવ્યું હતું.તેની તમામ જરૂરિયાતો લવ શેખાવત પુરી કરતો.તેણે માત્ર પોતાની જાતનું ધ્યાન રાખવાનું હતું.

અદા નાહીને બહાર નિકળેલી હતી.તે ખુબજ સુંદર અને મોહક લાગતી હતી.કોઇપણ પ્રકારના મેકઅપ વગર તે અત્યંત સુંદર લાગતી હતી.તે તેના વાળ સરખા કરી રહી હતી.ત્યાં લવ આવીને તેને પ્રેમ કરવા લાગ્યો.
"આવી ગયો.મારો શેખું.શું વાત છે આજે આટલો ખુશ છે?"અદા બોલી.
"વાત જ એવીછે."આટલું બોલીને તેણે કિઆન અને અદ્વિકા વાળી વાત કરી.

"અરે વાહ,ખુબ સરસ.આ થઇને વાત હવે તું જો આપણે કેવીરીતે અદ્વિકાની મદદથી આપણા સંબંધ કાયમી બનાવડાવીશુ.હું શરત રાખીશ અને કિનારાને તે મંજૂર કરાવવા જ પડશે.શીના જે કિનારા માટે આટલી દુખી થાય છે તે જ તેની દુશ્મન બનશે."અદા બોલી

"એવું નહીં થાય અદા."શીના અંદર આવતા બોલી.
લવ અને અદા તેને જોઇને આશ્ચર્ય પામ્યાં.

" એવું ક્યારેય નહીં બને,કેમ કે વાત ત્યાંસુધી નહીં પહોંચે.તને ખબર છે એવું કેવીરીતે થશે?ના તો જણાવું.અદ્વિકા અને કિઆન એકજ ઘરમાં રહે છે અને બે પ્રેમ કરવા વાળા એકબીજાથી કેટલા દુર રહી શકે?તમે આ ઊંમરમાં પણ તમારી વાસના નથી છોડી શકતા તો એ તો એમનો સાચો પ્રેમ છે.આગ અને ઘીના મિલમથી ભડકો તો થશે જ."શીના સ્ટાઇલમાં બોલી.

"એય મારી દિકરી એવી નથી.તું તો અદ્વિકાને પોતાની દિકરી માનતી હતી તો આવું બોલે છે તેના વિશે?"અદા ગુસ્સામાં બોલી.
"મને પુરો વિશ્વાસ છે કે અદ્વિકા તેની સીમા નહીં ઓળંગે પણ લોકોનું શું જ્યારે આ નાના ગામમાં આ વાત ફેલાશે તો?આમપણ તું બદનામ છે વધારે બદનામ થઇશ પછી કોણ પકડશે તેનો હાથ?"શીના બોલી
અદા અને લવ ઢીલા પડ્યાં.
"જો એય અદા,અગર તું ઇચ્છતી હોયને કે અદ્વિકાના અને કિઆનના લગ્ન થાય તો લવને છોડી દે નહીંતર તારી અદ્વિકાને એવી બદનામ કરીશ કે તું અને તારી દિકરી મોઢું દેખાડવા લાયક નહીં રહો."શીના એટીટ્યુડ સાથે બોલી.

"શીના,આ શું બકવાસ કરે છે?માફી માંગ અદાની.નહીંતર ..."લવ ગુસ્સામાં બોલ્યો.

"નહીંતર તું મને તલાક આપીશ.અત્યાર સુધી કિઆરા માટે ચુપ હતી પણ કિઆરા તો મુંબઇમાં સેટ છે.હવે મને ડર નથી.આટલા વર્ષો જે તમે બન્નેએ મારી સાથે કર્યું તેનો હિસાબ હું ચુકતે કરીશ."શીના આજે અલગ અંદાજમાં હતી.

તે બન્ને તેનું આ રૂપ જોઇને આઘાતમાં હતા.
"તો અદા હવે તું આ સંબંધ માટે રાજી છે કે નહીં?"શીનાએ તેની સામે જોઇને પુછ્યું.
અદાએ માત્ર હકારમાં માથું હલાવ્યું.
"અને લવ તમે અગર ઇચ્છતા હોવને કે તમારી માઁ અને પિતા સામે તમારી ઇજ્જત જળવાઇ રહે તો આજ પછી તમે અદાને ના મળતા.જો મારા ધ્યાનમાં આવ્યું કે તમે અદાને મળ્યાં છો.તો પછી જે થશે તેની જવાબદારી તમારી.આટલા વર્ષ મે બહુ સહન કર્યું વિચાર્યું કે તમે બદલાઇ જશો મારા પ્રેમથી પણ હવે લાગે છે કે ટેઢા લોકો જોડે તેમના જેવા જ બનવું થશે."શીના બોલી.

શીનાએ બહાર નિકળતા વિચાર્યું.
"બહુ સારી બનીને જીવી હવે લાગે છે કે પહેલા વાળી સ્વાર્થી શીના બનવું પડશે.રોકીની ગર્લફ્રેન્ડ શીના જે ખુબજ ચાલબાઝ હતી.તો જ મારી તકલીફોનો અંત થશે અને હું લવની સચ્ચાઇ સામે લાવીને કિનારાને નિર્દોષ સાબિત કરીશ."
"લવ તમે આવો છો કે પછી."શીનાએ બુમ મારીને કહ્યું "અદા ડાર્લિંગ,તું ચિંતાના કર ઘરે જઇને તેનો વારો નિકળશે.કાલે મળીશ આ જ સમયે."લવ આટલું બોલીને શીના પાછળ નિકળ્યો.
******
અહીં એલ્વિસ કિઆરાના વિચારોમાં જ ખોવાયેલો હતો.કાયનાએ આજે તેની પુરી ટીમ સાથે પહેલી મીટીંગ રાખી હતી
તેણે સોંગનું સિલેક્શન અને તેમા બીટ્સ ડી.જે પાસે એડ કરાવી દીધાં હતા.તેણે આ ગીત પર કયો ડાન્સ ફોર્મ કરવો અને કયા સ્ટેપ્સ કરવા તે નક્કી થઇ ગયું હતું.

મિહિર તેના પ્લાન સાથે રેડી હતો.તેને કાયનાનોપ્લાન જોઇને ખબર પડી ગઇ કે અગર કાયનાએ આ પ્લાન સાથે પ્રેક્ટિસ કરી અને પરફોર્મન્સ આપ્યું તો તે સિલેક્ટ જ થશે.તેણે વિચાર્યું,
"હું ઇચ્છુંને તો આમાં ખોટા સ્ટેપ્સ અને ઢીલી કોરીયોગ્રાફી બતાવીને તેમને સિલેક્ટ થતાં જ અટકાવી દઉં.ના એવું કરીશ તો શંકા મારા પર જ જશે.હું એનાથી ઉંધુ કરીશ હું કાયનાને આમા ઇમ્પ્રુવમેન્ટ માટે મદદ કરીશ.મારે તેનો એટલો વિશ્વાસ જીતવાનો છે કે તે મારા પર આંખો બંધ કરીબે વિશ્વાસ કરતી થઇ જાય પછી હું મારો વાર કરીશ."

"કાયના,ખુબજ સરસ છે પણ જજીસની આંખોમાં વસી જવા અને પોતાનું સ્થાન મક્કમ કરવા આમા થોડાક ચેન્જીસ કરી દઈશું તો ઇટ વીલ બી પરફેક્ટ."મિહિર બોલ્યો.

તેના કહ્યા પ્રમાણે બદલાવ કરવાથી આ પરફોર્મન્સ વધુ સારું લાગી રહ્યું હતું.એલ્વિસ પણ આ જોઇને ખુશ થયો.તેણે રનબીરને તેની કેબિનમાંબોલાવ્યો
"વાઉ!વોટ અ પરફોર્મન્સ.મને લાગે છે કે આવખતે આપણે જ જીતીશું.કાયનાનું આ પરફોર્મન્સ તેના પરિવાર વાળા દેખશેને તો તેમની ફરિયાદ દુર થઈ જશે"એલ્વિસે કહ્યું.એલ્વિસ ખોવાયેલો હતો.રનબીર જતો રહ્યો.
એલ્વિસ છુપાઇને પાડેલા કિઆરાના ફોટા સામે જોઇ રહી હતી.
"શું નામ હશે તારું? કોને પુછુ પણ હવે તને મળવું જ પડશે.આઇ થીંક આઇ એમ ઇન લવ...લવ એટ ફર્સ્ટ સાઇટ."એલ્વિસે કહ્યું.

"હમ્મ,મળવું પડશે તને ફરીથી અને હા રનબીરને પણ તેનો પ્રેમ કાયના મેળવી આપવામાં હું તેની મદદ કરીશ.તે કબીર હી ઇઝ નોટ ગુડ.કાયનાને જોઇને મને કોઇકની યાદ આવે છે.જ્યારથી તે આ એકેડેમીમાં આવી ત્યારથી તેને જોઇને મને તેની યાદ આવે છે.હું કાયનાની મદદ જરૂર કરીશ."એલ્વિસ બોલ્યો.

અહીં અંશુમાને કાયના અને રનબીરના ફોટોગ્રાફ્સના બે કવર બનાવ્યા અને તેનું પાર્સલ તેણે જાનકીવિલા અને કબીરના ઘરે મોકલી દીધું.

કાયના,બસ હવે થોડાક જ સમયમાં તારા જીવનમાં ધમાકો થશે.અહીં જાનકીવીલાનો અને કબીરના ઘરનો બેલ વાગ્યો.કુરિયર બોય એક કવર ડીલીવર કરીને ગયો.જાનકીવીલામાં તે કુરીયર શિવાનીએ લીધું અને કબીરના ઘરે કબીરના મમ્મીએ લીધું.

શું અંશુમાનના આ વારથી કાયના બચી શકશે?.
એલ્વિસ કિઆરા વિશે જાણી શકશે?
શું કારણ છે એલ્વિસનું કબીર માટેના અણગમાં નું?.
જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 4 day ago

HETAL

HETAL 2 month ago

Nimish Thakar

Nimish Thakar Matrubharti Verified 2 month ago

Vishwa

Vishwa 3 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago