Wanted Love ..... The Search for True Love. Part-2 - Part-39 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ - ભાગ--39

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ - ભાગ--39


અંશુમાને પોતાના ચહેરા પરથી સ્કાર્ફ હટાવ્યો અને તે કવર ખોલ્યુ.

તેમાં રહેલા ફોટોગ્રાફ્સ જોઇને તેને ખુબજ ખુશી થઇ.આ ફોટોગ્રાફ્સમાં રનબીર અને કાયના એકબીજાની ખુબજ નજીક દેખાતા હતા.તેમા વેલેન્ટાઇન્સ ડેની રાતે દરિયાકિનારે રનબીર અને કાયનાના નજીક હોવાનું સાફ દેખાતું હતું.

બીજા ફોટોગ્રાફ્સમાં કાયના ડાન્સ એકેડેમીમાં કેવીરીતે છુપાઇને જતી હતી તે સાફ દેખાતું હતું.

"અરે વાહ,કાયના ડાર્લિંગ તે અંશુમાનની સાથે બહુ પંગા લીધા.હવે તારો વારો સો સુનારકી એક લુહારકી.આ ફોટોગ્રાફ્સની બે કોપી કરાવીશ એક તારી એ.સી.પી કિનારા શેખાવતને અને બીજી કોપી તારા ફિયોન્સે કબીરને મોકલીશ."

તેણે આ બધી વાત હિયાને પણ કરી.

"વાહ અંશુમાન,પણ આની ત્રણ કોપી બનાવડાય ત્રીજી પ્રિન્સીપાલ સરને મોકલ અને આના પેમ્પલેટ બનાવીને કોલેજ સ્ટુડંટને વ્હેંચ."હિયાએ કહ્યું.

"અરે વાહ!હિયા તારું દિમાગ તો જોરદાર ચાલે છે.બિલકુલ,હું એમ જ કરીશ."

અંશુમાને ફોન કરીને તેનાએક મિત્રને કહ્યું કે તેને અમુક ફોટોગ્રાફ્સની તાત્કાલિક ૩ કોપી જોઇએ છે.જે વાત ખાનગી રાખવાની છે.જેના માટે અંશુમાને તેને તગડી રકમ આપી.

"કાયના,મારો બીજો પણ એક મકસદ છે.હું આ ફોટોગ્રાફ્સ થકી તને મારી બનાવીને જ રહીશ.કેવીરીતે અને કેમ તે તો સમય આવ્યે ખબર પડશે." અંશુમાનના ઇરાદા ખુબજ ગંદા અને ખતરનાક હતા.

******

અહીં રનબીર અને એલ્વિસ,એલ્વિસના ઘરના પ્રાઇવેટ બીચ એરિયામાં બેસીને ચીલ કરી રહ્યા હતા.

એલ્વિસને દારૂ ચઢી રહી હતી.તેણે કબીર વિશે નેગેટીવ બોલવાનું શરૂ કર્યું.

"રનબીર, તું મારો બેસ્ટ ફ્રેન્ડ આજથી.તું મારી આગળ સાચું બોલ.ડુ યુ લવ કાયના?યસ કે નો."એલ્વિસે પુછ્યું.

રનબીર તેની સામે જોઇ રહ્યો હતો.

"ચલ ટ્રુથ ઓર ડેર રમીએ."આમ કહીને એલ્વિસે બોટલ એ રીતે ધુમાવી કે તે સીધી રનબીરની સામે સ્ટોપ થઇ.

"ટ્રુથ ઓર ડેર?"

"યાર એલ,કેમ મારી પાછળ પડ્યો છે?શું સાંભળવું છે તારે?"રનબીરે પુછ્યું.

"સત્ય."એલ્વિસ

"હા તો સાંભળ,યસ....આઇ લવ કાયના...આઇ લવ હર અ લોટ.મારો પ્રથમ પ્રેમ,મારી કાયના જે ક્યારેય મારી નથી થવાની.તે કબીરની છે

યુ નો વોટ?મે મારા જીવનમાં એક નિર્ણય લીધો હતો કે હું ક્યારેય પ્રેમમાં નહીં પડું.મારી મોમ જે છોકરી સાથે કહેશે તેની સાથે લગ્ન કરીશ.

અહીં આવ્યાં બાદ કાયનાને મળ્યો,ત્યારે પણ પોતાની જાતને ખુબજ સમજાવ્યો હતો કે તેના પ્રેમમાં નથી પડવાનું પણ પડી ગયો.તે છે જ એવી કે તેના પ્રેમમાં પડીજ જવાય.

તને હમણાં કહ્યું ને એલ કે મારી મોમ મારી રિયલ મોમ નથી અને મારા ડેડ મારા જ શહેરમાં છે જીવતા છે તો પણ હું તેમને નથી ઓળખતો.મારો એક જ મકસદ છે કે હું આ ફાઇનલ યર ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરું અને મારી મોમ મને મારા ડેડ વિશે જણાવે.તેમાં મને કાયના જ મદદ કરી શકશે કેમ કે હું ભણવામાં સાવ ડબ્બો છું.

જ્યારે કબીર કાયનાની નજીક આવે તેને કીસ કરે મારા રોમરોમમાં દાવાનળ ફાટે છે.મન થાય કે તેને ખુબ મારું." રનબીર આટલું કહીને ખુબજ ગુસ્સે થઇ ગયો.
"હા, હવે આવી અસલી વાત મોંઢા પર બટ આઇ એમ ફીલીંગ લૉ ફોર યુ.સો સેડ.તારો પહેલો પ્રેમ કમ્પલીટ નહીં થાય બ્રો."આટલું કહીને એલ્વિસ તેને ગળે લાગીને રડવા લાગ્યો.

તેણે ખુબજ દારૂ પીધો હતો,તે ખુબજ નશામાં હતો.તે બેભાન થઇ ગયો.રનબીરે નોકરની મદદથી તેને તેના રૂમમાં લઇ જઇને સુવાડ્યો.રનબીર તેને સુવાડીને પોતાના ઘરે જઇ રહ્યો હતો.ત્યાં અચાનક એલ્વિસ ઊઠીને રડવા લાગ્યો,રડતા રડતા તેણે ઉલટી કરી.
તેની હાલત રનબીરને ઠીક નાલાગી.નોકરની મદદ વળે તેણે એલ્વિસને દવા આપી અને પાછો સુવાડ્યો.
નોકરે તેને વિનંતી કરી કે ત્યાં જ રોકાઇ જાય.નોકરે તેને જમવાનું આપ્યું અને તે ત્યાં જ સોફા પર સુઇ ગયો.

સવારે એલ્વિસ ઉઠ્યો અને તેણે રનબીરને ત્યાં જોયો.રનબીર પણ ઉઠ્યો.
"સોરી રનબીર,મે વધારે ડ્રિન્ક કરી લીધી અને સેન્ટી થઇ ગયો.તારે અહીં જ રોકાવવું પડ્યું."એલ્વિસ બોલ્યો.
"હેય ઇટ્સ ઓ.કે,પણ હવે તને કેવું છે? રાત્રે તને તારા નોકરે કહ્યું એમ દવા આપી હતી.તારી તબિયત ખરાબ હતી."રનબીરે પુછ્યું.
"હું ઠીક છું.એક્ચયુલી મારી ડિપ્રેશનની દવા ચાલે છે.તો વધારે ડ્રિન્ક થઇ જાય તો આવું થાય છે.ચલ બ્રેકફાસ્ટ કરીને તને ઘરે મુકીજઉં."એલ્વિસે કહ્યું.
એલ્વિસ અને રનબીરે બ્રેકફાસ્ટ કર્યો અને રનબીરને મુકવા જાનકીવિલા ગયા.
"હેય એલ.અંદર ચલ તને બધાને મળીને ખુશી થશે."રનબીરે કહ્યું.
"હેય પણ કાયનાએ અહીં જણાવ્યું નથી કે તે ડાન્સ કરે છે તો તું શું કહીશ?"એલ્વિસે પુછ્યું.
"અરે કહી દઈશ કે મારો ફ્રેન્ડ છે મનેજીમમાં મળ્યો હતો."રનબીરે આટલું કહી તેને અંદર લઇ ગયો.
અહીં બ્રેકફાસ્ટ ટેબલ પર કિઆરા સિવાય બધાં બ્રેકફાસ્ટ કરી રહ્યા હતા.એલ્વિસ અને રનબીરને સાથે જોઇને કાયનાના ગળમાં નાસ્તો અટકી ગયો અને તેને અંતરસ ગઈ.તે ખાંસી ખાવા લાગી.કિનારાએ તેને પાણી પિવડાવ્યું અને તેની પીઠ પર હાથ ફેરવ્યો.
"અરે રનબીર,ચલ નાસ્તોકરવા અને આ કોણ છે? ક્યાંક જોયા હોય તેવું લાગે છે?"કિનારાએ પુછ્યું.
"કિનુ મોમ,આ મારો જીમ ફ્રેન્ડ એલ્વિસ છે.તે નંબર વન બોલીવુડ કોરીયોગ્રાફર છે.હું કાલે તેના ઘરે જ ગયો હતો રાત્રે ત્યાં જ રોકાયો હતો."રનબીરે કહ્યું.
"ઓહ વાઉ.હું તમને ઓળખું છું."શિવાનીબોલી.
કાયનાને રાહત થઇ.બધાએ ખુબજ સરસ રીતે તેની સાથે વાતો કરી અને તેને પોતીકાપણું આપ્યું.એલ્વિસને ખુબજ સારું લાગ્યું.તે લોકોએ એલ્વિસને ફરીથી પરાણે પ્રેમપુર્વક જમાડ્યું.પહેલી વાર નાસ્તો કર્યો હોવા છતા ડાયેટની ચિંતા કર્યા વગર એલ્વિસે માઁના હાથનું ભોજન ખાધું.
"તમને બધાંને મળીને ખુબજ આનંદ થયો.હું રજા લઉં.બાય રનબીર."એલ્વિસે કહ્યું.તેણે આંખના ઇશારેથી કાયનાને પણ બાય કહ્યું.તે બહાર નિકળતો જ હતો અને હાથમાં બુક્સના થપ્પા લઇને કિઆરા અંદર આવી.કિઆરાનું ધ્યાન તેની બુક્સમાં અને એલ્વિસનું ધ્યાન તેના મોબાઇલમાં હતું.તે બન્ને ભટકાયા.બુક્સ અને મોબાઇલ નીચે પડી ગયો.જ્યારે કિઆરા એલ્વિસને લઇને નીચે પડી.કીઆરા એલ્વિસ ઉપર હતી.એલ્વિસે આજસુધી મોટી મોટી અને અત્યંત સુંદર હિરોઇનો અને મોડલ્સ જોઇ હતી પણ આવી સાદગી ભરી સુંદરતા,જાણે કે સ્વર્ગની કોઇ અપ્સરા હોય.તે ક્યારેય નહતી જોઇ.તે તેને જોતો જ રહી ગયો.
કિઆરા ઊભી થવાની કોશીશ કરી રહી હતી અનાયાસે એલ્વિસના હાથ તેના ફરતે વિટંળાઇ ગયા.કિઆરા બેલેન્સ ગુમાવીને ફરીથી તેના પર પડી.આકસ્મિક તેના ગાલ પર કિઆરાના હોઠ અડી ગયા.
કિઆરા ઝટકા સાથે ઊભી થઇ.એક નજર એલ્વિસ પર નાખી અને બુક્સ ઉપાડીને જતી રહી.એલ્વિસ તેને જોતો જ રહી ગયો.
"સો ક્યુટ."તેણે છુપાઇને પોતાના મોબાઇલમાં કિઆરાનો ફોટો પાડી લીધો...
તેણે વિચાર્યું
"આ મને શું થઇ રહ્યું છે.આજે આટલા વર્ષો પછી હ્રદય કેમકોઇને જોઇને આટલું જોરથી ધડકી રહ્યું છે? ના એલ તે છોકરી નહીં નહીં તો તારાથી દસ વર્ષ કે તેનાથી વધુ નાની હશે પણ હું શું કરું આઇ કાન્ટ સ્ટોપ સ્ટેરીંગ હર."
અહીં એલ્વિસના ગયા પછી જાનકીદેવી કઇંક વિચારીને કહ્યું.
"કિનારા,તે અમારીજોડે તો પરાણે પરવાનગી લઇ લીધી પણ શું તે અદ્વિકાની માઁની પરવાનગી લીધી?શું તે પોતાની દિકરીના લગ્ન તેના પતિના કાતીલની દિકરી સાથે કરાવશે?"જાનકીદેવીએ પુછ્યું.
"કિનારા,જાનકીદેવીની વાતતો સાચી છે.આ બાબતે પહેલા તમે લવ અને શીના સાથે વાત કરો અને તમે તે બાબતે અજાણ હોવાનું નાટક કરજો કે તમને તેના અને અદાના અવૈધ સંબંધ વિશે ખ્યાલ છે.તે બાબત આપણે અલગ રીતે ઉકેલીશું."શ્રીરામ શેખાવત બોલ્યા.

"સારું,હું હમણાં જ ફોન લગાવું છું લવભાઇને"કિનારા આટલું કહીને લવને ફોન લગાવીને સ્પિકર પર મુક્યો.
"ઓહો કિનારાભાભીજી,નમસ્કાર અમારા જેવા લોકોની યાદ પણ આવે છે તમને એમને?"લવે કટાક્ષ કર્યો.

"લવભાઇ,મારા ભગવાન સાક્ષી છે કે મેતમને હંમેશાં મોટાભાઇ માન્યા છે."કિનારા બોલી.
"હા હા મને ભાઇ અને લવ મલ્હોત્રાને...."આટલું કહીને લવ શેખાવત અટકી ગયો અને હસ્યો.
કુશ અને લવને તે વાત પર ગુસ્સો આવ્યો.
"લવભાઇ,મે આજે એક અગત્યની વાત કહેવા ફોન કર્યો છે.કિઆન અને અદ્વિકા એકબીજાને પ્રેમ કરે છે અને અમે આ સંબંધ અમારી તરફથી મંજૂર કર્યો છે.હવે અમે ઇચ્છીએ છે કે તમે અને શીના અદા પાસે જઇને અદ્વિકાનો હાથ માંગો.હા અમને ખબર છે કે તે અદા અને રોમિયોની દિકરી છે."કિનારા સીધા મુદ્દા પર આવી ગઇ.તેની વાત સાંભળીને લવ અને શીના ડરી ગયાં.

"લવભાઇ,પ્લીઝ કઇંક બોલોને.તમે પણ તો પ્રેમલગ્ન કર્યા છે.તો શું તમેતમારા નાનાભાઇના દિકરાના પ્રેમને સપોર્ટ નહીં કરો?"કિનારાએ વિનંતી કરી.

અહીં લવના દિમાગમાં કઇંક કારસ્તાન ચાલું થઇ ગયા.તેણે વિચાર્યું.
" અબ આયા ઊંટ પહાડ કે નીચે.હવે હું કઇપણ કરાવી શકીશ આ સંબંધ નક્કી કરાવવાની બદલીમાં."
"મને મંજૂર નથી આ સંબંધ,જે રોમિયોએ મારું બાળપણ અને જુવાની બગાડી.મને કેદી બનાવીને રાખ્યો તેની દિકરીને મારા પરિવારની વહુ નહીં બનાવું. આ ઘરનો મોટો દિકરો હોવાના હિસાબે હું આ સંબંધ નામંજૂર કરું છું."લવે ફોન મુકી દીધો.
અહીં બધાં ખુબજ આઘાતમાં હતા.

શું એલ્વિસને કિઆરા સાથે પહેલી નજરનો પ્રેમ થયો છે?
શું કાવાદાવા ચાલી રહ્યા છે લવ શેખાવતના મગજમાં?
જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 1 week ago

Vishwa

Vishwa 3 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Jinu Kapuriya

Jinu Kapuriya 9 month ago

Deboshree Majumdar