રનબીર એલ્વિસની વાત પર આશ્ચર્ય પામ્યો,વાત તો સાચી હતી એલ્વિસની પણ રનબીર માટે તે સ્વિકારવું અઘરું હતું. પોતાના મનમાં પણ આ વાત તે સ્વિકારી નહતો શકતો.તે નીચું જોઇ ગયો અને ફિક્કુ હસ્યો.
"એલ્વિસ સર,કાયના પહેલેથી કમીટેડ છે.તેની સગાઇ કબીર સાથે થયેલી છે."રનબીરે કહ્યું.
"કબીર ...?પેલો યંગ અચીવર એવોર્ડ જીતેલો બિઝનેસમેન ?પણ કાયનાએ આટલી નાની ઉંમરમાં કેમ લગ્ન કરવાનો નિર્ણય લીધો?તેને તો કોરીયોગ્રાફર બનવું હતુંને?"એલ્વિસને આશ્ચર્ય થયું.
રનબીરે કાયનાની પરિસ્થિતિ જણાવી અને તેનું સગાઇ કરવાનું કારણ પણ જણાવ્યું.
"ઓહ..મતલબ તે કબીરને પ્રેમ નથી કરતી અને રનબીર તેજે જવાબ આપ્યો.તે મારા સવાલનો જવાબ નહતો." આજે પહેલી વાર તેના કોઇ ટીમના સભ્યની પર્સનલ લાઇફમાં રસ લઇ રહ્યો હતો.
"હેય રનબીર,તારી સાથે વધારે વાતો કરવી છે પણ અહીં નહીં ક્યાંક શાંતિ વાળી જગ્યાએ ."એલ્વિસે કહ્યું.
"ઓ.કે.તો.દરિયાકિનારે જઇએ.મને બહુ જ ગમે છે દરિયો.."રનબીરે કહ્યું.
"હા તે સારું રહેશે.મારો બંગલો દરિયાકિનારે છે અને મારો પ્રાઇવેટ બીચ એરિયા છે તેમા બેસીશું.એક વાત કહું આ ઇન્ડસ્ટ્રી જેટલી આકર્ષક છે ને તેમાના લોકો એટલા જ એકલા,દુખી અને સ્વાર્થી છે.આટલી મોટી ઇન્ડસ્ટ્રીમા મારો ખાસ કહી શકાય તેવો એકપણ મિત્ર નથી .મને તારા જેવા સારા દોસ્તની દોસ્તી કરવી ગમશે."એલ્વિસે કહ્યું.
"મને પણ ગમશે.સર હું જઉં.પ્રેક્ટિસ કરવાની છે."રનબીર આટલું કહીને જતો રહ્યો.
અહીં કાયનાની ટીમ બની ગઇ હતી,કુલ પંદર લોકો હતા બધાં એકથી એક ચઢિયાતા ડાન્સર.એલ્વિસની એકેડેમીમાં જ કોચ મીહીર વર્ષોથી આ કોમ્પીટીશનમાં ભાગ લેવા રાહ જોઇ રહ્યો હતો.તેને આ વખતે પણ એલ્વિસે ચાન્સ ના આપ્યો તે વાત પોતાના અપમાન જેવી લાગી.તે ખુબજ અનુભવી ડાન્સર અને કોરીયોગ્રાફર હતો.તેણે એલ્વિસ પાસે જઇને આ વાત વિશે ચર્ચા કરવાનું નક્કી કર્યું.
"એલ્વિસ સર,મે આઇ કમ ઇન."મીહીરે દરવાજા પાસે ઊભા રહીને પુછ્યું
"આવ મીહીર,બોલ શું વાત હતી ?"એલ્વિસે કામકરતા પુછ્યું.
"એલ્વિસ સર,તમે મને પ્રોમિસ કર્યું હતું કેઆ વખતે તમે મને હેડ કોરીયોગ્રાફર બનાવશો આ કોમ્પીટીશન માટેની ટીમમાં પણ તમે તો પેલી બિનઅનુભવી કાયનાને હેડ બનાવી."મીહીરે ફરિયાદ કરી.
"ઓહો...મીહીર,શું મહત્વનું છે? તારું પાર્ટીસીપેટ કરવું કે આપણી એકેડેમી જે એકેય વાર આ સ્પર્ધા નથી જીતીતે જીતવું.તને ખબર છે રનબીર અને કાયનાની જોડી ફાયર છે.જીતીને જ આવશે.એવું હોય તો હુંકાયનાને કહીને તને પણ તે ટીમનો એક ભાગ બનાવી દઉં."એલ્વિસે કહ્યું.
મીહીર એલ્વિસની વાત પર સમસમી ગયો.તેને સખત ગુસ્સો આવ્યો,તે નાપાડવા જતો હતો પણ તેણે વિચાર્યું ,
"આ એલ્વિસે સારું નથી કર્યું અને આ બધાનું કારણ પેલી કાયના છે.કાયના તારું કોરીયોગ્રાફર તરીકેનું કેરિયર શરૂ થતા પહેલા જ હું ખતમ કરી નાખીશ.તને બરબાદ કરી નાખીશ.તેના માટે મારે તારી સાથે તારી ટીમમાં રહેવું પડશે."
"હા સર,પ્લીઝ મને પણ આ ટીમનો ભાગ બનાવોને હું કાયનાને મદદ કરીશ અને અગર મારા થોડા પ્રયત્નથી આપણી એકેડેમી જીતી તો મને સંતોષ થશે."મીહીરે સારા બનવાનું નાટક કર્યું.
"ધેટ્સ ગ્રેટ. ચલ મારી સાથે આ વાત આપણે કાયનાને જણાવીએ."એલ્વિસે ખુશી સાથે કહ્યું.તે મીહીરને લઇનેનીચે ગયો.મીહીરે લુચ્ચું સ્મિત કર્યું.એલ્વિસ મીહીરને કાયના પાસે લઇને ગયો.
"હેય કાયના,મીહીર પણ આજથી તમારી ટીમ જોઇન કરશે.મીહીર ખુબજ સીનીયર છે અને તેમને ઘણો અનુભવ છે."એલ્વિસે કહ્યું.
"ઓહ વાઉ,ધેટ્સ ગ્રેટ હવે તો આપણી ટીમને જીતતા કોઇ જ નહીં અટકાવી શકે.મીહીરભાઇ તો એક્સપર્ટ છે.વેલકમ મીહીરભાઇ."કાયના બોલી.
"થેંકયુ કાયના,તું ચિંતા ના કર.તારી મદદ કરવા જ હું આવ્યો છું.આ કોમ્પીટીશન ખુબજ યાદગાર બની રહેશે."મીહીરે કહ્યું.તેના મનમાં વિચારો શરૂ થઇ ગયા હતા કે તે કેવીરીતે કાયનાને પરાસ્ત કરી શકે.
અહીં પ્રેક્ટિસ પતી ગઇ હતી પણ કાયના થોડી ચિંતામાં હતી.
"શું થયું કાયના?" રનબીરે પુછ્યું.
"રનબીર, આજે આ કિઆનવાળો જે ઇશ્યુ થયો પછી મને ડર લાગે છે કે મોમડેડ મારા આ ડ્રિમ વિશે શું વિચારશે? ."કાયના બોલી.
"હા તારી વાત તો સાચી છે.કિઆનના પ્રેમની શરૂઆત ખુબજ અઘરી રીતે થઇ પણ એક વાર તારું પરફોર્મન્સ અને કોરીયોગ્રાફી બધાં જોશેને તો છક થઇ જશે."રનબીરે કહ્યું.
"હા,મારું પરફોર્મન્સ અને કોરીયોગ્રાફી એટલી જોરદાર કરીશ કે કદાચ મોમ ડેડ અને બાકી તે જોઇને એગ્રી થઇ જાય.ગુડ ચલ ઘરે જઇએ."કાયના બોલી.
તેટલાંમાં એલ્વિસ આવ્યો.
"જઇએ રનબીર?"તેણે પુછ્યું.
"યસ ચલો સર." રનબીરે કહ્યું.
"હેય નો સર.કોલમી એલ.મારા અંગત મિત્રો મને એલ કહે છે અને હવે તું મારા અંગત મિત્રોમાં એક છે."એલ્વિસ બોલ્યો.
કાયના આ વાતો ખુબજ આશ્ચર્ય સાથે સાંભળી રહી હતી.
"રનબીર!?"કાયના પુછ્યું.
"કાયના,હું એલ સાથે તેમના ઘરે જઉં છું.રાત્રે આવી જઇશ.તું ઘરે જા અને હા કિનુમોમને કહેજે કે મારી જમવામાં રાહ ના જોવે."રનબીરે કહ્યું.
"ઓ.કે પણ તારું આજનું જે સ્ટડી મીસ થશે તે કાલે ભણવું પડશે."કાયના આટલું કહીને જતી રહી.
રનબીર કાયનાને જતા ક્યાંય સુધી જોઇ રહ્યો હતો.
એલ્વિસનું ધ્યાન હતું તેણે ચપટી વગાડીને રનબીરને જગાડ્યો જાણે.રનબીર એલ્વિસની મોંઘી કારમાં તેના ઘરે જવા નિકળ્યો.એલ્વિસની કાર ખુબજ મોંઘી અને શાનદાર હતી.ઇન્ડિયામાં આ બ્રાન્ડ અને મોડેલની કુલ પાંચ કાર હતી જેમાની એક તેની પાસે હતી.રનબીર પહેલી વાર આવી શાનદાર કારમાં બેસ્યો.એલ્વિસ સતત ફોન પર વ્યસ્ત હતો એટલે કારમાં તેમની વચ્ચે કોઇ વાતચીત ના થઇ.
અંતે કાર એક શાનદાર બંગલાની અંદર દાખલ થઇ બંગલો ખુબજ આલીશાન હતો.ઘરમાં દાખલ થતાં એલ્વિસે ફોન સોફા પર ફેંકયો અને પોતે પણ સોફા પર ફેલાયો.રનબીરની નજર ઘરમાં કોઇ અન્યને શોધતી હતી.
"બ્રો,કોઇ નહીં મળે."એલ્વિસ બોલ્યો
"મતલબ,બહાર ગયેલા છે?"રનબીર
"ના કોઇ નથી મારું.હું સાવ એકલો છું.ના માતાપિતા,ના ભાઇબહેન ,ના ગર્લફ્રેન્ડ કે ના વાઇફ.તું એક કામ કર સર્વન્ટ તને ગેસ્ટ રૂમમાં લઇ જશે ત્યાં હું મારા કપડાં મોકલાવું છું થોડો ફ્રેશ થઇને આવ પછી બીચ પર બેસીએ.
એ પહેલા કહી દે કે ડિનરમાં શું ખાવું છે?"એલ્વિસે કહ્યું.
"કઇપણ રોજ તો કિનુમોમ જે પણ બનાવે તે ખાઇ લઉ છું કેમ કે તેમના હાથમાં જાદુ છે.કિનુમોન કાયનાના મોમ શી ઇઝ એ.સી.પી."રનબીરે કહ્યું.
" પીઝા ખાઇશ?"એલ્વિસે પુછ્યું.રનબીરે હકારમાં માથું હલાવ્યું.
"હેય રનબીર ફીલ ફ્રી તારું જ ઘર સમજજે."એલ્વિસ જતો રહ્યો.થોડીક વાર પછી તે લોકો એલ્વિસના પ્રાઇવેટ બીચ એરિયામાં બેસેલા હતા.રનબીરે એલ્વિસના શોર્ટ્સ અને ટીશર્ટ પહેરી હતી
તેટલાંમાં સર્વન્ટ એક વાઇનની બોટલ બે ગ્લાસ અને થોડા મંચકીન મુકી ગયો.
"હેય રનબીર,તારો ગ્લાસ બનાવુંને?" એલ્વિસે પુછ્યું.
"એલ,સોરી હું તમને કંપની નહીં આપી શકું કેમ કે આઇ ડોન્ટ ડ્રિન્ક ."રનબીરે કહ્યું
"વોટ!!!યુ ડોન્ટ ડ્રિન્ક.વાઉ ધેટ્સ ગ્રેટ.હેય રનબીર.હું ડ્રિન્ક કરું તો તને વાંધો નથીને?એલ્વિસે પુછ્યું.
"ના બિલકુલ નહીં."રનબીરે કહ્યું.
એલ્વિસે પોતાનો ગ્લાસ રેડી કર્યો અને ધીમેધીમે પીવાનું શરૂ કર્યું.
"રનબીર,ટેલમી સમથીંગ અબાઉટ યોર સેલ્ફ."એલ્વિસે કહ્યું
રનબીરે કહ્યું કે કેમ તે અમદાવાદ છોડીને અહીં મુંબઇ આવ્યો.કાયનાને તેનું મેન્ટરીંગ સોપાયુ અને તે તેના ઘરે જ રહેતો હતો.
"ઓહ.રનબીર એક વાત કહું.હું કબીરને ઓળખું છું.તેના કરતા કાયના તારી સાથે વધારે ખુશ રહેશે.કબીર ડ્રિન્ક કરે છે.તે સિવાય તે ખુબજ એમ્બીશીયસ અને થોડો સેલ્ફીશ છે.મારા પ્રોડ્યુસર ફ્રેન્ડ એની વાત કરતા હોય છે."એલ્વિસની વાતે રનબીરને સ્તબ્ધ કરી દીધો.
"હા હા...એલ્વિસ ક્યાં કબીર અને ક્યાં હું.તે એક વેલસેટ પરિવારમાંથી છે તેના અંકલ કમીશનર છે.તે પોતે આટલું ભણેલો છે અને પોતાનો બિઝનેસ છે.સક્સેસફુલ બિઝનેસમેન,કાયનાને ખુબજ પ્રેમ કરે છે.શું ખરાબી છે તેમા અને રહી વાત એમ્બીશનની તો તે તો સારી વાત છે.
ક્યાં હું મારા તો પોતાના જ ઠેકાણા નથી.મારી રિયલ મોમ મને છોડીને ભગવાન પાસે જતી રહી,મારા ડેડ જીવતા હોવા છતા એક જ શહેરમાં હોવા છતા હું ઓળખતો પણ નથી અને મારો ગોલ કે એમ્બીશન શું છે ?તે મને નથી ખબર. આ કોલેજ પતે પછી હું શું કરીશ તે પણ મને નથી ખબર.તો કાયના મારી સાથે ખુશ કેવીરીતે રહે?" રનબીર.
"રનબીર,એમ્બીશન,વેલસેટ હોવું કે અઢળક રૂપિયા હોવા જ ખુશ રહેવાની જરૂરિયાત હોય તો મારી પાસે તો તે બધું જ છે પણ હું ખુશ છું?"એલ્વિસે બીજો ગ્લાસ ભરતા રનબીરને પુછ્યું.
"ના નથી."એલ્વિસે પોતે જ જવાબ આપ્યો જેના પર રનબીર આશ્ચર્ય પામ્યો.
"તો એટલે જ કહું છું કે કાયના જેટલી ખુશ તારી સાથે રહેશે એટલી કબીર સાથે નહીં.કેમ કે તું તેને વધારે પ્રેમ કરે છે."એલ્વિસ પોતાના અને કાયના વિશે આટલું બધું જાણતો હતો તે વાત રનબીર માટે આશ્ચર્ય પમાડનાર હતી.
અહીં કેફેમાં એક યુવાનમોઢા પર સ્કાર્ફ બાંધીને બેસેલો હતો.એક બીજો યુવાન આવ્યો તેણે એક કવર મુક્યું અને બીજું કવર ઉપાડીને જતો રહ્યો.તેના ગયા પછી તે બહાર આવ્યો એક એકાંત વાળા ખુણામાં તેણે પોતાના ચહેરા પરથી સ્કાર્ફ ઉતાર્યો.તે અંશુમાન હતો.
શું રનબીર પોતઅ હ્રદયની વાત એલ્વિસ સામે સ્વિકારી લેશે?
શું કબીર વિશે કહેલી વાત સાચી હશે?એલ્વિસ કેમ રનબીર અને કાયનાની લાઇફમાં રસ લઇ રહ્યો છે?
જાણવા વાંચતા રહો.