"હવે શું કહેવાનું રહી ગયું છે તારે? એજ કે રોમિયો એટલે કે તારો બાપ જીવે છે?" જાનકીદેવી બરાડીને બોલ્યા.
"ના દાદી,પપ્પા તો જતા રહ્યા પણ તેમની પાછળ મારી સુંદર અને એકલી યુવાન માઁને મુકતા ગયા હતા.બસ સુંદરતા,યુવાની અને એકલતા જ તકલીફ બની ગઇ તેમના માટે પણ અને અમારા માટે પણ."અદ્વિકા દુખી થઇને બોલી
"અદ્વિકા,ગોળ ગોળ વાત ના કર.જે પણ હોય તે સ્પષ્ટ કહે."કુશે કડક શબ્દોમાં કહ્યું.
"પપ્પાના ગયા પછી મમ્મી ખુબજ દુખી હતી અને એકલી પણ.તે વખતે બરાબર શું થયું હતું તે તો મને નથી ખબર પણ આજથી એક વર્ષ પહેલા અમને એટલે કે મને,શિનામાઁને અને કિઆરાને ખબર પડી કે."અદ્વિકાની જીભ લથડીયા ખાવા માંડી.
"અદ્વિકા,આગળ બોલ."હવે કિનારા સાથે બધાંજ પોતાની ધિરજ ખોઇ ચુક્યા હતા.કિઆન જાણી ચુક્યો હતો કે પ્રેમ કરવો અને નિભાવવો સહેલો નથી હોતો તે તેણે સાંભળ્યું હતું અાજે તે સાચું થવા જઇ રહ્યું હતું.
"અમને જાણ થઇ કે મારી માઁ અને લવ અંકલનું અફેયર ચાલે છે એટલે મને બોલતા પણ શરમ આવે છે પણ મારી માઁ લવ અંકલની રખા..."અદ્વિકા આગળ બોલીના શકી બસ એક ડુસકુ બહાર આવ્યું જેની પાછળ કિઆરા પણરડવા લાગી.
જાનકીવીલામાં ભુકંપ આવ્યો હતો તે પણ એકદમ મોટો.બધા આઘાતમાં હતા.
"તમે આ શું બકવાસ કરો છો?અને એક વર્ષ થયું તો આ વાત શિનાએ કે તમે કોઇએ અમને જણાવી કેમ નહીં? મારો લવ આવો નહતો.તે શીનાને પ્રેમ કરતોહતો.એક પુરુષ એકસાથે બે સ્ત્રીને પ્રેમતે પણ સાચો પ્રેમ કેવીરીતે કરી શકે?"શ્રીરામ શેખાવતે માંડમાંડ સ્વસ્થ તા જાળવતા કહ્યું.
"દાદુ,તમને શું લાગે છે કે અદ્વિકાને તેની માઁ માટે અને મને મારા ડેડુ વિશે આવુ બધાની સામે બોલવાનું ગમે છે.અમે અમારી નજરો સામે બધું જોયું છે અને તેમણે સ્વિકાર્યું પણ છે કે તે અને અદાઆંટી આમજ રહેશે.તેમની વચ્ચે અવૈધ સંબંધ પણ છે.મોમએ તો આથી પણ વિશેષ બધું તેમની નજરે જોયેલું છે અને કેટલાય વર્ષોથી આ તકલીફ ભોગવેલી છે.અમને આ વાત ભલે હમણા ખબર પડી હોય પણ તે તો કેટલાય સમયથી આ વાત જાણતા હતા અને સહન કરતા હતા."કિઆરા રડતા રડતા બોલી.
"એક મીનીટ,આ વાત સાચી છે તો શિનાએ કેમ કશુંજ કહ્યું નહીં ?"જાનકીદેવીને હજી વિશ્વાસ નહતો આવતો.
"કેમકે ડેડુએ અમને બધાને ચેતવણી આપી હતી કે અગર અમે કોઇએ પણ આ વાત અહીં કરી તો તે મોમને તલાક આપીને અદાઆંટીની સાથે લગ્ન કરી લેશે."કિઆરા બોલી.
"અને હજી તમે ઇચ્છો છો કે હું આ છોકરીને મારા કિઆન માટે પસંદ કરું?કેમ?મારાથી નહીં થાય.તેની હાજરી મને સતત યાદ દેવડાવશે કે રોમિયોના કારણે મે શું શું સહન કર્યું છે? તે રોમિયોના કારણે મારા કુશને તેની પત્ની અને છ મહિનાની દિકરી છોડવી પડી.મારો લવ કેદમાં રહ્યો..
બધું ઠીક થયા પછી તેના ગયા પછી તેની વિધવા મારા લવને તેના જાળમાં ફસવીને અનૈતિક સંબંધ બાંધે.આવી સ્ત્રીની દિકરી એવી જ હોય.કિઆન તારા માટે હું સારી છોકરી શોધીશ."જાનકીદેવી બોલ્યા
.
"ના,અગર હું લગ્ન કરીશ તો અદ્વિકા સાથે નહીંતર નહીં."કિઅાન ગુસ્સામાં બોલ્યો.
"હા તો કરજે."આટલું કહી જાનકીદેવી કેરોસીન અને દિવાસળી લાવ્યાં.
"લગ્ન કરજે પણ મારી લાશ પર જઇને.હું મરી જઇશ અગર આ છોકરી અહીંથી ના ગઇ તો."જાનકીદેવીએ ધમકી આપી.
"હું પણ સુસાઇડ કરીશ.અદ્વિકા મારો ફર્સ્ટ લવ છે અને હું તેને નહીં છોડું."કિઆને પણ સામે ધમકી આપી.
જાનકીદેવીએ કિઅાનને લાફો માર્યો અને અદ્વિકાને હાથ પકડીને બહાર લઇ જતા હતા.અદ્વિકાએ ટેબલ પરથી છરી ઉઠાવી.
"ખબરદાર,અગર કોઇએ મને આ ઘરમાંથી કાઢવાનીકોશીશ કરી કે કિઆનથી દુર કરવાની કોશીશ કરીને તો હું સુસાઇડ કરીશ અને સુસાઇડ નોટમાં તમારું નામ લખતીજઇશ દાદી."અદ્વિકાએ પોતાના હાથ પર છરીરાખીને કહ્યું.
"અત્યાર સુધી હું સાચા પ્રેમ,નિસ્વાર્થ પ્રેમ માટે તરસતી રહી અને હવે મને તે કિઆનના રૂપમાં મળ્યો છે તો હું તેને નહીં છોડું.શું મને પ્રેમ પામવાનો હક નથી?"અદ્વિકા રડતા રડતા બોલી.
અહીં આ બધાં નાટકનો અંત કેવીરીતે લાવવો તે વિચારમાં કિનારા પોતાના રૂમમાં આવી.તેને કઇંક દેખાયું જે લઇને તે નીચે ગઇ.નીચે હજીપણ સુસાઇડ સુસાઇડ ચાલતું હતું.કિનારાએ તેની ગન હાથમાં લીધી અને ઉપર હવામાં ગોળી ચલાવી
"એકદમ ચુપ બધાં.કોઇ એક શબ્દ નહીં બોલે.લવ ૩ દોરડા લાવ.કાયના ૩ ખુરશી લાવ."કિનારા બોલી.
તેના કહ્યા પ્રમાણે લવ અને કાયના દોરડું અને ખુરશી લાવ્યાં.
"કુશ,સુસાઇડ એટેમ્પટ એક ગુનો છે અગર તું ના ઇચ્છતોહોય કે હું આ ત્રણેયને એરેસ્ટ કરું તો બાંધ તેમને ખુરશી પર."કિનારા ગુસ્સામાં હતી.
કુશે કોપાયમાન પત્નીની વાત માનવી યોગ્ય સમજી.
કિનારાએ એક એક લાફો કિઆન અને અદ્વિકાને માર્યો.
"શું સમજો છો માતાપિતાને તમે?આ પ્રેમ માટે જીવ દઇ શકો છો તો માતાપિતાના પ્રેમ માટે જીવી નહીં શકો.તેમણે આજસુધીજે પ્રેમ આપ્યો છે તેનું શું ?કિઆન તને તારા મોમડેડ પર વિશ્વાસ નથી ?અને અદ્વિકા,માઁસાહેબ વડિલ છે તો તેમનું માન જાળવીને તું ચુપ ના રહી શકે.અમે કઇ જ ખોટું નહીં થવા દઇએ.
માઁસાહેબ તમે,આપણું પરિવાર પ્રેમલગ્ન અને ન્યાય માટે જાણીતું છે.તો શું અદ્વિકાને તેના માતાપિતા ના ગુનાની સજા આપવી યોગ્ય છે?શું તેણે કહ્યું હતું કે ડેડીજી અને લવભાઇને કિડનેપ કરો? શું તેણે તેનીમાઁને લવભાઇ સાથે અનૈતિક સંબંધ બાંધવા કહ્યું હતું?ના ને.તો તમે અને અદ્વિકા આજથી એકબીજાને સમય આપશો અને ચાન્સ આપશો એકબીજાને સમજવાનો અને અપનાવવાનો?
આ સંબંધ તારા માતાપિતા હોવાના અધિકારથી હું અને કુશ મંજૂર કરીએ છે કિઆન પણ તારા લગ્ન જ્યાસુધી તું પોલીસઓફિસર નહીં બને ત્યાં સુધીનહી થાય આ ફાઇનલ છે."કિનારા સોફામાં ફસડાઇ ગઇ.
"કિઆરા,બેટા,તું ચિંતા ના કર ,અહીં જે વાત થઇ છે તે તારા ડેડુ સુધી નહીં પહોંચે અને તે પ્રોબ્લેમ પણ અમે જલ્દી જ સોલ્વ કરી દઇશું."કિનારાએ કહ્યું.
કિઆન,કુશ,કિનારા ,જાનકીદેવીઅને અદ્વિકા સિવાય બધાં ત્યાંથી જતા રહ્યા.
"માઁ સાહેબ,મને માફ કરજો પણ તમને બધાને શાંત કરવાનો મને તે સમયે એ જ ઉપાય જણાયો.તમારું અપમાન કરવાનું તો હું સપનામાં પણ ના વિચારું.મને ડર હતો કે આવેશમાં તમે ત્રણેય માંથી કોઇપણ અનિચ્છનીય પગલું ભરે તો અમારું શું થાય?બસ એટલે જ મે આ કર્યું.માઁ મને ખબર છે કે તમે મારાથી નારાજ છો પણ તે વાત એકબાજુએ રાખીને મારી એક વિનંતી સ્વિકારો કે અદ્વિકાને એક મોકો આપો."કિનારાએ જાનકીદેવીના પગે પડીને કહ્યું.
"અદ્વિકા,તું આગળ શું કરવા માંગે છે.કોલેજ પત્યા પછી તું શું ભણવા માંગે છે?"કુશે પુછ્યું.
"અંકલ,મારે ગ્રેજ્યુએટ થયાં પછી ઘરે રહીને ઘરનું મેનેજમેન્ટ જ કરવું છે.શાંતિપૂર્ણ જીવન જોઇએ છે મને."અદ્વિકા બોલી.
"તો માઁસાહેબ ,મારી પાસે એક ઉપાય છે કે તમે આવતીકાલથી જ અદ્વિકાને તમારી સાથે રાખી આપણા ઘરના નીતી નીયમો અને મેનેજમેન્ટ શીખવાડો.તેનાથી તે ભવિષ્યમાં સારી રીતે આ ઘરનું મેનેજમેન્ટ કરી શકશે અને તમારા બન્ને વચ્ચે મતભેદ દુર થશે."કુશે ઊપાય સુજવ્યો અને પોતાના માઁને હાથ જોડીને કહ્યું.જાનકીદેવી મુક સહમતી આપીને પોતાના રૂમમાં જતા રહ્યા,તે હજી નારાજ જણાતા હતા.
તેમના ગયા પછી કિનારાએ અદ્વિકા અને કિઆનના હાથને એકબીજાના હાથમાં મુક્યો.
"જુવો,તમારો સંબંધ ભલે અત્યારે મંજૂર થયો હોય પણ તેનો અર્થ એ નથી કે તમને આઝાદી મળી ગઇ છે કઇપણ કરવાની.તમારે તમારા સંબંધની મર્યાદા અને સીમા જાળવવાની છે જ્યાસુધી તમારા લગ્નના થાય."કિનારા આટલું કહીને જતી રહી.
કાયના અને રનબીર કોલેજ પછી બોલીવુડ ડાન્સ એન્ડ ડ્રામા એકેડેમીમાં આવ્યાં હતાં.આજનો દિવસ ખુબજ સ્ટ્રેસભર્યો હતો.આજે જે સત્ય બહાર આવ્યાં તે આચંકો આપનાર હતા.
"રનબીર,આજે જે થયું તેના પછી મને મોમડેડને મારા ડ્રિમ એટલે ડાન્સ વિશે કહેવામાં ડર લાગે છે."કાયનાએ કહ્યું.
"હમ્મ,તારી વાત તો સાચી છે પણ આ વાત વધુ સમય છુપાવવી પણ યોગ્ય નથી.એક કામ કરીએ તો આપણે આપણા ઓડીશનના પરફોર્મન્સ વખતે તેમને બોલાવીને તેમને દેખાડી દઇએ કે તું કેટલી સરસ કોરીયોગ્રાફી અને ડાન્સ કરે છે."રનબીરે કહ્યું.
તેટલાંમાં એલ્વિસ આવ્યો.તેણે આ કોમ્પીટીશનમાં પાર્ટ લેવાવાળા બધાં ડાન્સર્સની સાથે મીટીંગ કરવાનું નક્કી કર્યું.
"હેલો ગાયઝ,આટલી મોટી એકેડેમી છે મારી,હું આટલો મોટો કોરીયોગ્રાફર છું પણ મારી એકેડેમીના એકપણ સ્ટુડન્ટ હજીસુધી આ કોમ્પીટીશનના ટોપ ફાઇવ સુધીપણ નથી પહોંચ્યા.આ વખતે મને પુરી આશા છે કે આપણે જીતીશું.
આ કોમ્પીટીશનમાં ગ્રુપ,સોલો અને કપલ પરફોર્મન્સ થશે.જેની કોરીયોગ્રાફી કાયના કરશે.કપલ પરફોર્મન્સમાં કાયના અને રનબીર એક કપલ તરીકે પરફોર્મન્સ આપશે.દસ દિવસ પછી ઓડીશન છે જેમા એન્ટ્રી પરફોર્મન્સ આપણે ગ્રુપ પરફોર્મન્સ આપીને નોંધાવવાની છે.તો આજથી જ પ્રેક્ટિસ શરૂ કરો.મે બોલીવુડના ટોપ મોસ્ટ ડી.જે સાથે કાયના અને રનબીરની એપોઇન્મેન્ટ ફિક્સ કરી છે.જે તમને સોંગમાં પ્રોપર બિટ્સ એડ કરી દેશે.કોઇપણ બે સોંગ ફાઇનલ કરીને મને કહો જેથી તેમાંથી કયા સોંગ પર તમે ડાન્સ કરશો તે હું નક્કી કરીશ."એલ્વિસ આટલું કહીને તેની કાચની કેબિનમાંથી તેમનું ડિસ્કશન અને પ્રેક્ટિસ જોઇ રહ્યા હતા.
રનબીર અને કાયનાએ ડાન્સ પ્રેક્ટિસ કરી,તેમનું પરફોર્મન્સ જોવું એલ્વિસને ખુબજ ગમતું.તેમની કેમેસ્ટ્રી અને એક્સપ્રેશન અદભુત હતા.રનબીર એલ્વિસને સોંગ આપવા ગયો તેની કેબિનમાં ત્યારે તેણે રનબીરને કહ્યું,
"રનબીર,એક વાત કહું તારું અને કાયનાનું પરફોર્મન્સ એક વિઝ્યુઅલ ટ્રીટ હોય છે.એક વાત પુછુ?આર યુ ગાયઝ ઇન લવ વીથ ઇચ અધર"..રનબીર એલ્વિસની વાત પર ચોંકી ગયો.
શું કાયનાના ડ્રિમની વાત જાણીને કિનારા અને કુશ ગુસ્સે થશે?
જાનકીદેવી અને અદ્વિકા વચ્ચે તાલમેલ સંધાશે?
લવ અને શિનાના લગ્નજીવનને કિનારા કેવીરીતે બચાવશે?
જાણવા વાંચતા રહો.