Wanted Love 2 - 36 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-36

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-36


"રોમિયો ?અદ્વિકા તું રોમિયો અને અદાની દિકરી છો?હે ભગવાન."આટલું કહી લવે માથે હાથ મુક્યો.
"હા અંકલ,હું રોમિયો અને અદાની દિકરી છું.તમને યાદ છે આંટી જ્યારે તમે મારીમાઁને પહેલી વાર મળ્યાં ત્યારે તે પણ માઁ બનવાની હતી.તમે પણ ત્યારે પ્રેગન્નટ હતાને.મને માઁએ બધું જ જણાવ્યું હતું."અદ્વિકા બોલી.કિનારાની હાલત બેહાલ હતી.
"કુશને બોલવને લવ.તેને કહે કે તાત્કાલિક આવે.તે આવશે પછી જ આગળ કઇ વાત થશે.ત્યાંસુધી બધાં પોતપોતાના રૂમમાં જઇને સુઇ જાઓ."કિનારા માંડમાંડ આટલું બોલી.
ત્યાં હાજર બધાં જ આઘાતમાં હતા.કિઆનના પગ નીચેથી જમીન ખસી ગઇ હતી.તેને હવે વારંવાર અદ્વિકાના શબ્દો યાદ આવતા હતા.તેનો પ્રેમ શરૂ થતાંની સાથે જ કઠીન પરીક્ષાની કગાર પર આવીને ઊભો હતો.તે જાણતો હતોકે તેના દાદી જાનકીદેવી ક્યારેય તેના અને અદ્વિકાના પ્રેમને નહીં સ્વિકારે.અદ્વિકા માટે તેનો પ્રેમ એ હદ પાર કરી ગયોહતો કેતેના વગર રહેવાની તે કલ્પના પણ નહતો કરી શકે એમ.
લવ અને કાયના કિનારાને સહારો આપીને તેના રૂમમાં મુકવા ગયા,કિઆરા અદ્વિકાને લઇને તેના રૂમમાં ગઇ.કિયા પણ જતીરહી.રનબીર કિઆન પાસે આવ્યો.
"બ્રો,ચિંતા ના કર.બધું જ ઠીક થઇ જશે.કોઇ હોય ના હોય હું તારી સાથે છું."રનબીરે તેના ખભે હાથ મુક્યો.
કિઆન તેને ગળે લાગી ગયો.તે રડવા લાગ્યો.
"થેંક યુ રનબીર."

***
ક્યાંય સુધી કુશ અને રોકી એકબીજાની સામે ઊભા રહ્યા પછી રોકીએ પોતાની ચુપ્પી તોડી.
"કુશ,મારો વિશ્વાસ કર આ બધાંની પાછળ મારો હાથ નથી.મારી પાસે કોઇ સાબિતી નથી.કુશ,આટલા વર્ષો પછી મને કોઇ મારું પોતાનું કહી શકાય તેવું મળ્યું છે."રોકી ભાવુક થઇને બોલ્યો.તે વાત પર કુશ ચોંક્યો.
"કેમ,નેહા,રાજીવઅંકલ અને તારું બાળક?ક્યાં છે તે બધાં ?મિશન વોન્ટેડ લવ ખતમ થયું કિનારા માઁ બનવાની હતી તેને બેડરેસ્ટ હતો જેનાથી તે નેહાને મળવા અમદાવાદ ના આવી શકી થોડા સમય માં તેનો ફોન લાગતો બંધ થઇ ગયો અને પછી તો તે લોકો ક્યાંય ખોવાઇ ગયાં? ખબર જ ના પડી.બોલ રોકી તે ક્યાં છે?"કુશે પુછ્યું.
"કુશ,અમારું બાળક જન્મ નહતું લઇ શક્યું.નેહા મને મળવા આવી હતી જેલમાં એ વખતે હું ખુબજ ગુસ્સામાં હતો મે તેને ધક્કો માર્યો અને અમારું બાળક.."આટલું કહીને રોકી રડવા લાગ્યો.

તે શાંત થયો અને ફરીથી બોલવા લાગ્યો.
" આટલું થયું છતાપણ હું ગુસ્સામાં હતો અને એક એવી વાત બની કે મે તેની સામે શરત મુકી કે તેમણે અજાણ બનીને દુનિયાથી છુપાઇને,કિનારાથી દુર રહેવું પડશે.

હું મારા જેલ જવાનું કારણ તેને અને કિનારાને સમજતો હતો.હું તેને અને કિનારાને દુર કરવા માંગતો હતો.તો મે તેને કહ્યું હું તેના,પપ્પા અને તેના દિકરાના જીવનમાં ત્યારે જ દખલ નહીં કરું જ્યારે તે કિનારાને નહીં મળે."રોકી બોલ્યો.
"દિકરો!?એક મીનીટ.તારું બાળક તો?"કુશે પુછ્યું.
રોકીએ

રોકીએ રનબીરના નામ લીધાં વગર બધી જ વાત જણાવી.
"તે વખતે હું ગુસ્સામાં હતો અને તે બાળક ગુમાવવાના દુખમાં ગુસ્સે હતી.તેણે કહ્યું તારો કાળો પડછાયો મારા બાળક પર ના પડવા દેતીતો મેપણ શરત મુકી કે તમે લોકો ગુમનામી વાળું જીવન જીવશો.

કુશ,હવે હું મારા બાળકને મળવા માંગુ છું.વચ્ચે એક સ્કુલના ફંક્શનમાં નેહા મળી હતી પણ પછી હું ત્યાં ગયો તો તેણે તે નોકરી અને તે વિસ્તાર છોડી દીધો હતો.હવે તે ક્યાં છે મને નથી ખબર?"રોકી બોલ્યો

" વાહ,હવે તને ખરેખર પસ્તાવો થાય છે કે નાટક કરે છે રોકી.એક વાત કહું જ્યારે તને અહીંયા જોયો અને એ વાત મે કિનારાને કરીને ત્યારે તેણે પણ મને એ જ કહ્યું કે રોકી ક્યારેય ના સુધરે અને હવે તેને આવાતની ખબર પડશે ને કે તારા કારણે તેની બહેન જેવી ફ્રેન્ડ નેહા દુર થઇ તો તે વધુ નારાજ થશે તારાથી."કુશને હજીપણ રોકી પર વિશ્વાસ નહતો.
"સોરી કુશ,પણ હું વચન આપું છું એક દિવસ હું જ તેમને ફરીથી એક કરીશ અથવા હું જ તેમના એક થવાનું કારણ બનીશ.જાઉં છું.આ મારું કાર્ડ છે ક્યારેક મારી યાદ આવે કે કોઇ કામ હોય તો ફોન કરજે."આટલું કહીને રોકી જતો રહ્યો.

કુશ ગેસ્ટ હાઉસ પર આવીને સતત આ વિશે વિચારી રહ્યો હતો.તે કિનારાને આ બધું જણાવવું કે નહીં તેની અવઢવમાં હતો.મોડી રાત સુધી તે સુઇ શક્યો નહીં.અચાનક મોડીરાતે લવનો ફોન આવ્યો.
"કુશ,તારે અર્જન્ટ પાછું આવવું પડશે.પ્લીઝ ચિંતા ના કરીશ.બધાં ઠીક છે પણ અમુક પરિસ્થિતિ એવી થવાની છે જેમા કિનારાને તારી જરૂર પડશે.તો નેક્સ્ટ જે ફ્લાઇટ મળે તેમા પાછો આવ."લવે કહ્યું
"પણ શું થયું ?વાત શું છે?મને કઇંક કહીશ?"કુશે પુછ્યું.
"કુશ,પ્લીઝ ફોન પર કશુંજ નહીં જણાવી શકું.બસ આવી જા."લવે ફોન મુકી દીધો.

કુશ તુરંત જ ઊભો થયો અને ચિરાગને જાણ કરીને એરપોર્ટ રવાના થયો.ત્યાં તેને પહેલી જે ફ્લાઇટ મળી તે લઇને તે મુંબઇ જવા નિકળ્યો.

અહીં કાયના અને કિઆન કિનારા પાસે જ હતા તેના બેડરૂમમાં.કિનારા પુરી રાત સુઈના શકી.કિઆન તેના ખોળામાં અને કાયના તેની છાતી પર માથું રાખીને સુઇ ગયા હતા.
કિનારાએ તેમને માંડમાંડ સુવાડ્યાં હતા.તે કુશની રાહ જોઇ રહી હતી.તે રોમિયો ફરીથી તેના જીવનમાં જાણે દસ્તક દઇ રહ્યો હતો.આવવાવાળું તોફાન તેને સાફ દેખાઇ રહ્યું હતું.

કિનારાની આંખ માંડ માંડ બંધ થઇ હતી.વહેલી સવારે કુશ હાફળોફાફળો થઇને આવ્યો.તે સીધો પોતાના રૂમમાં ગયો.કિનારા બેઠાબેઠા સુઇ રહી હતી ખોળામાં માથું રાખીને કિઆન અને છાતીએ વળગીને કાયના સુતેલી હતી.કુશને ફાળ પડી કે શું થયું?તે કિનારા પાસે ગયો.
"કિનારા."કુશ બોલ્યો.
તેના અવાજથી ત્રણેય ઊઠી ગયા.
"ડેડી."કિઆન અને કાયના નાના બાળકનીવજેમ પોતાના પિતાને વળગી પડ્યાં.કિનારા પણ કુશને ગળે લાગી.
"વાત શું છે? મને ચિંતા થાય છે."કુશે ચિંતાતુર અવાજે પુછ્યું.
"ડેડી,હું જણાવું."કાયનાએ શરૂઆતથી અત્યાર સુધી બનેલી વાત જણાવી.
"ડેડી,હું બીજા બધા પ્રેમીઓની જેમ એમ નહીં કહું કે હું તેના વગર મરી જઇશ પણ ડેડી,હું તેની સાથે જીવવા માંગુ છું.તેને આપણા પરિવારમાં સામેલ કરવા માંગુ છું.હું પોલીસ ઓફિસર બનીને જ્યારે મારો પહેલો મેડલ સ્વિકારું ત્યારે સામેતેને મારી પત્ની તરીકે ગર્વ લેતા જોવા માંગુ છું."કિઆન બોલ્યો.
"ડોન્ટ વરી,હું આવી ગયો છું ને હવે બધું ઠીક થઇ જશે ચલો સુઇ જાઓ હજી વાર છે સવાર થવામાં."કુશે કહ્યું.
"ડેડી,અમેપણ અહીં જ સુવા માંગીએ છીએ તમારી સાથે"કિઆન અને કાયના બોલ્યા.કુશે માથું હકારમાં હલાવ્યું.કાયના કિનારાને અને કિઆન કુશને નાનકડા કાયના અને કિઆન બની વળગીને સુઇ ગયાં.

સવારના નવ વાગ્યાની આસપાસ બધાંજ બ્રેકફાસ્ટ ટેબલ પર બેસેલા હતા.જાનકીદેવી,શ્રીરામ શેખાવત અને શિવાની સિવાય બધાં ખુબજ ગંભીર હતા.કુશની સુચના મુજબ આ વાતની ચર્ચા બ્રેકફાસ્ટ પછી જ કરવાની હતી.
"શું વાત છે?આજે બધાં આટલા ગંભીર કેમ છે? અને કોઇ સરખી રીતે નાસ્તો પણ નથી કરી રહ્યા.શું છુપાવો છો અમારાથી?"જાનકીદેવીએ પુછ્યું.બધાં એકબીજાની સામે જોવા લાગ્યાં અંતે લવ બોલ્યો,
"મમ્મી,પહેલા બધાં નાસ્તો કરી લઇએ પછી વાત."
બાકી બધાં ના ગળાની નીચે નાસ્તો માંડ માંડ ઉર્તયો.

ત્યારબાદ બધાંજ ડ્રોઇંગરૂમમાં બેસેલા હતા,કુશ આગળ આવ્યો અને તેણે બોલવાની શરૂઆત કરી
"માઁસાહેબ,કિઆન હવે મોટો થઇ ગયો છે.બે વર્ષમાં તેની કોલેજ પતી જશે અને તે આઇ.પી.એસની તૈયારીમાં લાગશે.તેને પ્રેમ થઇ ગયો છે."
જાનકીદેવી મલકાતા બોલ્યા,
"એ હા,એ વાતનો અંદાજો તોઅમને પણ છે.કે છોકરી કોણ છે? તે અમને પણ પસંદ છે."આટલું કહી તેણે અદ્વિકા સામે જોયું.
" હા બરાબર સમજ્યાં તમે કિઆન અને અદ્વિકા એકબીજાને પ્રેમ કરે છે પણ આ સંબંધ વિશે કઇંક સત્ય મારે જણાવવું છે."કુશ બોલ્યો.
"અને તે શું કુશ?" શ્રીરામ શેખાવતે પુછ્યું
"તે એ છે કે અદ્વિકા રોમિયો અને અદાની સૌથી નાની દિકરી છે."કુશે ઘસ્ફોટ કર્યો.જાનકીદેવી અને શ્રીરામ શેખાવત ધ્રુજી ગયા.જ્યારે શિવાનીના ચહેરા પર કુટીલ હાસ્ય આવ્યું કેમકે કિનારાને તકલીફમાં જોઇ તેને ખુશી થતી હતી.

જાનકીદેવી લથડીયું ખાઇ ગયા પરંતુ તુરંત જ પોતાની જાતને સંભાળતા બોલ્યા,
"આ સંબંધ અહીં જ સમાપ્ત થવો જોઇએ અને કુશ અદ્વિકાની જવાની તૈયારી કરો.કિઆન આ નાદન ઊંમરનો પ્રેમ નહીં પણ આકર્ષણ છે તું જલ્દી જ તેને ભુલી જઈશ."જાનકીદેવી બોલ્યા.

"માઁ તે શક્ય નથી,અદ્વિકા ક્યાંય નહીં જાય.કિઆન અને અદ્વિકાનો સંબંધ મે અને કુશે મંજૂર કર્યો છે.કિઆન અમારો દિકરો છે અને ક્યાંસુધી માઁબાપના કર્યાની સજા નિર્દોષ બાળકને મળે? ભુતકાળમાં જે પણ થયું તેમા અદ્વિકાનો કોઇ દોષ નથી."કિનારા બોલી.

"હા જાનકીદેવી,કિનારા સાચું કહે છે.રોમિયો ગયો તેને તેના કર્યાની સજા મળી ગઇ."શ્રીરામ શેખાવત બોલ્યા.

"મારે કઇંક બીજી વાત પણ કહેવી છે જેના માટે અમે એટલે કે હું અને કિઆરા અહીં આવ્યાંહતા."અદ્વિકાની વાત પર કિઆરા ખુબજ ડરી ગઇ.બાકી બધાં હવે ચુપ થઇ ગયા કે હવે શું વાત આવી રહી છે.જાનકીવીલામાં શાંતિ છવાઇ ગઇ તોફાન પહેલાની શાંતિ.
શું તોફાન લાવશે અદ્વિકાની વાત? કિઆરા અને અદ્વિકાના અહીં આવવાનું કારણ શું હશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 1 week ago

Bhart sadhu

Bhart sadhu 2 week ago

Vishwa

Vishwa 3 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Tejal Vachhani

Tejal Vachhani 9 month ago