Wanted Love 2 - 35 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-35

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-35


"રાકેશ રાજીવભાઇ પટેલ ઉર્ફે રોકી,યુ આર અન્ડર એરેસ્ટ.ડ્રગ્સની હેરાફેરીના આરોપમાં."કુશ ધૃણા સાથે બોલ્યો.

જવાબમાં રોકી ગભરાવવા કે કોઇ સફાઇ આપવાની જગ્યાએ માત્ર હસ્યો.
"હા કરી લે મને એરેસ્ટ.આટલા વર્ષો પછી મળેલા ખાસ મિત્રના હાથે વગર ગુનાએ પણ એરેસ્ટ થવામાં પણ ખુશી મળશે."રોકી બોલ્યો.
" વગર ગુનાએ રોકી??આટલું મોટું ડ્રગ્સનું નેટવર્ક ચલાવે છે અને તે પણ સમાજસેવાના ઢોંગ કરીને?આવી કેટલીય ચેરિટી ઇવેન્ટમાં આવા કામ થયા હશે.તારા સુપરવાઇઝેશન હેઠળ.

બોલ તારો બોસ કોણ છે?અને તે હાર્ટના સિમ્બોલની પાછળ શું રહસ્ય છે?આજે પણ આ બધી પેઇન્ટિંગ્સમાં ડ્રગ્સ છુપાવીને સપ્લાય કરતો હતો.વોટ અ ગ્રેટ પ્લાન પણ તને શું લાગે છે કે એન.સી.બી,એ.ટી.એસ અને પોલીસ મુર્ખ છે.વી આર મોર સ્માર્ટ ધેન યું.ઇન્સપેક્ટર એરેસ્ટ હીમ."કુશ એકદમ ગુસ્સામાં બોલી રહ્યો હતો.સામે રોકીની આંખમાં પાણી હતા પોતાના ખાસ મિત્રને આટલા વર્ષ પછી જોવાની ખુશીના.

"કુશ,તે ભલે મારી સાથે વર્ષો પહેલા તારા સ્વાર્થ માટે દોસ્તી કરી હોય પણ મે તો તારી સાથે સાચી દોસ્તી કરી હતી અને મારી સાથે દોસ્તી તે જ તોડી હતી."રોકી અલગ જ વાત કરતોહતો.
"તને સમજ પડે છે? સંભળાય છે? યુ બ્લડી ક્રીમીનલ.સમાજને ડ્રગ્સને જેવા દુષણના હેઠળ બરબાદ કરનાર ઢોંગી સમાજસેવી."કુશ અત્યંત ગુસ્સામાં બોલ્યો.

તેટલાંમાં એક પોલીસ ઓફિસર અને બે હવાલદાર એક ચાલીસ વર્ષની આસપાસના એક પુરુષને પકડીને લાવ્યાં.જેણે સફેદ ઝભ્ભો અને લેંઘો પહેર્યો હતો.તે છુટવા મથી રહ્યો હતો.તેને જોઇને ત્યાં હાજર બધાંજ આશ્ચર્યમાં પડી ગયાં.
"આ કોણ છે ,ઓફિસર?"હિમાંશુએ પુછ્યું.
"સર,અમદાવાદમાં ડ્રગ્સ ઇન્ડસ્ટ્રીનો મુખ્ય સુત્રધાર અને આજની આ તમામ હેરાફેરી કરવા વાળો ડ્રગ્સ સ્પલાયર પ્રેમ સિન્હા."તે ઓફિસર બોલ્યો
"ઓ.કે.અને આ વાત તમને કોણે કીધી?શું સાબિતી છે આ વાતની?"કુશને આ વાતનો વિશ્વાસ નહતો.
"સર,અમે તેને રેડ હેન્ડેડ પક્ડ્યો છે.તે તેના મુખ્ય આકા કે બોસ સાથે વાત કરતા ઝડપાયો.તે કહી રહ્યો હતો કે પ્લાન ફ્લોપ થયો છે N.C.B અને A.T.Sએ મળીને બધી ડ્રગ્સ પકડી લીધી છે પણ તમે ચિંતા ના કરો તે N.C.B અને A.T.Sવાળા રાકેશસરને આરોપી સમજી રહ્યા છે.બિચારા રાકેશસર પોતાના ભુતકાળના ગુનાને લાખ સમાજસેવા કે સારા કામ કરીને પણ ધોઇના શક્યા કેમ કે તે એ.ટી.એસ વાળા ઓફિસર કુશ તેમને જ પકડી રહ્યા છે.અત્યારે થોડો સમય શાંત રહેવું પડશે.ભારે નુકશાન થયું."

પોલીસ ઓફિસરની વાત સાંભળીને કુશ આશ્ચર્ય પામ્યો અને રોકી આઘાત પામ્યો તેણે તે પ્રેમને લાફો માર્યો.
"કેમ?મારી આટલા વર્ષની મહેનત પર કેમ પાણી ફેરવ્યુ? મારા કરેલા એક ગુનાના પાપને ધોતા વર્ષો લાગ્યાં અને તે મારા બધાં પુણ્યના કામને માટીમાં મેળવ્યાં.વાંક મારો જ છે કે મે તારા પર વિશ્વાસ કર્યો અને આજ સુધીમારી તમામ ચેરિટી ઇવેન્ટની તમામ જવાબદારી તને સોંપી.

કુશ,તું મને જ એરેસ્ટ કર.હું જવાબદાર છું આ બધું મારા નાક નીચે થયું અને મારી ચેરિટી ઇવેન્ટમાં થયું."રોકી ભાવુક થઇને બોલ્યો.
"સર,આ પ્રેમ સિન્હા વિરુદ્ધ આપણી પાસે પુરા પુરાવા છે અને હા રાકેશસર નિર્દોષ છે."ચોરાગ બોલ્યો .

"હા,રાકેશસર નિર્દોષ છે પણ એક વાત કહું તે મહામુર્ખ છે.આટલા વર્ષોમે તેમના નાક નીચે આ ડ્રગ્સનો કારોબાર ચલાવ્યો તેમને ખબર જ ના પડી."પ્રેમની વાતે સાબિત કરી દીધું કે રોકી નિર્દોષ હતો.
"પણ હવે તું અમને તારા આકા અને તારા અન્ય ભાઇઓ સુધી પહોંચાડીશ."હિમાંશુએ કહ્યું.
જવાબમાં પ્રેમે અટહાસ્ય કર્યું
"અહીંથી મને લઇ જઇ શકશો તોને?" પ્રેમ બોલ્યો
"ચારે તરફ પોલીસ છે.તારું ભાગવું ઇમ્પોસીબલ છે.એકવાર તું અમારી કસ્ટડીમાં આવ પછી તું પોપટની જેમ બધું બકીશ."કુશ બોલ્યો.
"ઓહ,ઇન્સપેક્ટર તમે મને લઇતો મને જશો પણ જીવતો નહીં.હા અમારા ત્યાં નિયમ છે કે જે પકડાઇ જાયને તે પોતે કુરબાન થાય પોતાના હાથે કાલે મારા માણસે એજ કર્યું હતું અને આજે પણ હું એ જ કરીશ.મે ઝહેર ખાઇ લીધું છે બસ હવે થોડા જ સમયનો મહેમાન છું હું ."પ્રેમ બોલ્યો.
"જલ્દી આને હોસ્પિટલ લઇ જાઓ આ મરવો ના જોઇએ."કુશ બોલ્યો.

પ્રેમને હોસ્પિટલ લઇ જવા લાગ્યાં પણ તેણે ત્યાં જ શ્વાસ છોડી દીધાં.બધાં ખુબજ આઘાત પામ્યાં.તેની બોડીને લઇ જવામાં આવી.બધાં જતા રહ્યા હતા કુશ અને રોકીને છોડીને તે બન્ને એકબીજાની સામે જ જોઇ રહ્યા હતાં.

********
અહીં જાનકીવીલામાં અદ્વિકાએ તેના આંસુ લુછ્યાં અને ભાગી,રનબીર પણ તેની પાછળ ભાગ્યો.કિઆન,રિયા અને કાયના ખુશ થયા.થોડીક જ વારમાં અદ્વિકા ગુસ્સામાં કાંપતી નીચે આવી.કિઆને તે નાટક ચાલું જ રાખ્યું હતું.અદ્વિકાએ આવીને કિઆન અને રિયાને દુર કર્યા અને રિયાના ગાલ પર સટાક કરીને બે લાફા મારી દીધાં.રિયા સહીત બધાં ગભરાઇ ગયા અદ્વિકાના આ રૂપથી.

"પ્રિયાની બચ્ચી,તારી હિંમત કેવીરીતે થઇ મારા કિઆનને મારાથી છીનવાની."અદ્વિકા બોલી.
"અદ્વિકા,મારી વાત સાંભળ."કિઆને તેને પકડીને સાચી વાત કહેવાની કોશીશ કરી.આટલા અવાજથી કિયા અને કિઆરા પણ આવી ગયા.તે લોકો અદ્વિકાના આ રૂપથી ડઘાઇ ગયાં.
"મારે કશુંજ નથી સાંભળવું."એમ બોલીને અદ્વિકાના માથા પર ગુસ્સો સવાર થઇ ગયો.તેણે રિયાને નીચે પાડી દીધી.

"હું તને નહીં છોડું.તને કિઆને કહ્યું હતું ને કે તેના જીવનમાં કોઇ બીજી છોકરી છે તો તું કેમ તેની પાછળ પડી."અદ્વિકા બોલી રહી હતી.કિઆને તેને રિયાથી માંડમાંડ દુર કરી.તે બધાં અંદર કિઆનના રૂમમાં ગયાં.
"અદ્વિકા,આ પ્રિયા નથી મારી ફ્રેન્ડ રિયા છે અને હકીકતમાં કોઇ પ્રિયા જેવું છે જ નહીં.આ અમારો પ્લાન હતો તારા મોઢાં પર તારા હ્રદયની વાત લાવવા માટે."કાયના બોલી.
"શું આ બધું નાટક હતું?"અદ્વિકા આશ્ચર્ય પામી.
અદ્વિકાને કાયનાએ બધી વાત જણાવી,જે જાણીને અદ્વિકાને પોતાના આ વર્તન પર પસ્તાવો થયો.કિઆન ખુશ હતો કે અદ્વિકાના મોં પર સચ્ચાઇ આવી ગઇ હતી.

"અદ્વિકા,તું સ્ટુપીડ છે તને મારી વાતો પરથી અને મારા વર્તન પરથી કેમ સમજાયું નહીં કે હું તને પસંદ કરું છે."કિઆન શરમાતા બોલ્યો.
"બસ ખાલી પસંદ કરે છે બ્રો? એના માટે બિચારી રિયાને આટલો માર ખવડાવ્યો?"રનબીર બોલ્યો.
રનબીરની વાત પર બધાં હસવા લાગ્યાં.
"કિઆન,છોકરીઓ પહેલા ના બોલે."કિયા બોલી.
"કિયા અને કિઆરાની બચ્ચી,મારા બિચારા ભાઇને હેરાન કરો છો.તમારા બન્નેને તો હું નહીં છોડું.તેનો વેલેન્ટાઇન ડે રક્ષાબંધન ડે બનાવી દીધો."આટલું કહીને કાયનાએ કિયા અને કિઆરાના કાન મરોડ્યા.

"હે કાયના દીદી,તે અમારો પણ ભાઇ છે અને તેને થોડોક જ તો હેરાન કર્યો છે.અને કિઆન અદ્વિકા તો નહીં બોલે પહેલા તો તારે જ બોલવું પડશે."કિઆરા બોલી..
"બધાની સામે?"કિઆને પુછ્યું.
"હા તો આ બધાં નાટક પણ બધાની સામે જ થયા,બિચારી રિયાએ માર ખાધો, તો અમે હેપી એન્ડીંગ તો જોઇને હવે."રનબીર બોલ્યો.

કિઆન અદ્વિકા પાસે ગયો અને ઘુંટણીયે બેસ્યો.
"અદ્વિકા,તને જ્યારથી જોઇ ત્યારથી હું તને પ્રેમ કરવા લાગ્યો છું.મારા જીવનમાં આવવાવાળી તું પહેલી અને છેલ્લી છોકરી હોઇશ.આઇ લવ યુ.શું તું મારો પ્રેમ સ્વિકારીશ?"કિઆને પોતાનો હાથ અદ્વિકા તરફ લંબાવતા કહ્યું.

"વિચારી લે કિઆન.આજે ફરીથી એકવાર કદાચ છેલ્લી વાર પુછીશ.મારી સાથે દોસ્તી કે પ્રેમ તને બહુ મોંઘો પડશે?"અદ્વિકાએ ફરીથી તે જ કહ્યું.
"હા હવે જે પણ થાય લડી લઇશું અને હા તારે મારા માટે રાહ જોવી પડશે તને ખબર છે કે મારે આઇ.પી.એસ બનવું છે.પોલીસ ઓફિસર બનવું છે,મારી મોમની જેમ.તેમાં કદાચ ઘણો સમય જતો રહે.રાહ જોઇશને મારી?"કિઆને પુછ્યું.
"તે કિધુંને એમ હવે જે પણ થાય લડી લઇશું.આઇ લવ યુ ટુ સ્ટુપીડ."આટલું કહીને અદ્વિકાએ કિઆનનો હાથ પકડી લીધો.

બધાએ ચીચીયારી પાડીને તેમને વધાવી લીધાં.
"અરે વાહ,એકબીજાને આઇ લવ યુ કહી દીધું મમ્મીને નહીં કહેવાનું?" કિનારા અંદર આવતા બોલી.
તેને જોઇને બધાં ડરી ગયા.
"અરે મને જોઇને આમડરી કેમગયા? હું કોઇ ભૂત છું?"કિનારાએ ત બન્નેને ગળે લગાવ્યાં.

"પણ અદ્વિકા તે એમ કેમ કહ્યું કે તારી દોસ્તી કે પ્રેમ કિઆનને મોંઘી પડશે? કોઇ વાત હોય કે જેનાથી તને ડર લાગતો હોય.તો મને કહે ડરવાની જરૂર નથી."કિનારાએ પુછ્યું

"સારું થયું આંટી તમે આવી ગયા.આજે હું મારા જીવનના આ સૌથી મહત્વના સંબંધની શરૂઆત સચ્ચાઈથી કરવ માંગુ છું."અદ્વિકા બોલી જેની વાતથી કિઆરાને ડર લાગ્યો.

"અદ્વિકા,આર યુ શ્યોર? તું આ વાત કહેવા માંગે છે?આઇ મીન તને ખબર છેને કે શું થશે પછી?કિઆરા ડરીને બોલી.
"કિઆરા-અદ્વિકા,વાત શું છે?કોઇ ગંભીર વાત છે?"કિનારાના સવાલ પર તે બન્ને નીચું જોઇ ગયાં.

"એક મીનીટ ,હું લવને બોલાવું."કિનારાએ લવને કિઆનના રૂમમાં બોલાવ્યો અને તેને બધું કહ્યું.હવે બધાને થોડી ગભરામણ થવા લાગી.કિઆન સખત ચિંત‍માં હતો.

"કિઆરા-અદ્વિકા,જે પણ હોય નિશ્ચિત થઇને કહો.અમે બેઠા છીએને બધું સંભાળી લઇશું." લવે તેમની જઇને કહ્યું

"અંકલ,હું જે પણ કહીશ તેના પછી મને પુરો વિશ્વાસ છે કે તમે બધા મને નફરત કરશો અને મને આ ઘરમાંથી કાઢી મુકશો."અદ્વિકા બોલી.

"અદ્વિકા,તે તમને નક્કી કરીશું."કિનારા બોલી.

"આંટી,તમે ક્યારેય મારું પુરું નામ ના જાણ્યું.મારું પુરું નામ છે.અદ્વિકા રમણીક લાલ એટલે કે.."અદ્વિકાની અડધી વાતમાં કિનારા અને લવ સિવાય કોઇને સમજ ના પડી.કિનારા અને લવ સખત આઘાતમાં હતા.કિનારા લથડીયું ખાઈ ગઇ,લવે તેને પકડી લીધી.

કિનારા માંડમાંડ એટલું બોલી શકી.
"રોમિયો."

રોકી અને કુશની આટલા વર્ષો પછીની મુલાકાત કેવી રહેશે?
અદ્વિકા અને કિઆનનો પ્રેમ શું જાનકીવીલામાં તોફાન લાવશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 1 week ago

HETAL

HETAL 2 month ago

Vishwa

Vishwa 3 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Tejal Vachhani

Tejal Vachhani 9 month ago