રાકેશ રાજીવ પટેલ અમદાવાદમાં છેલ્લા કેટલાય વર્ષોથી સમાજસેવામાં જાણીતું નામ.તે હોલમાં અંદર આવ્યો.સફેદ ઝભ્ભો અને સફેદ લેંઘો પહેરેલો રાકેશ ઉર્ફે રોકી અંદર આવ્યો.તેણે પોતાના બે હાથ જોડીને બધાનું અભિવાદન કર્યું.
કુશને ખુબજ આશ્ચર્ય થયું તેને મન થયું કે તે જઇને રોકીને મળે અને નેહા તથાં રાજીવઅંકલ વિશે પુછે પણ તે વેશ બદલીને એક મિશન પર હતો અને રોકી સુધ્ધા તેના શંકાના ઘેરામાં હતો.
"ચિરાગ,આ રાકેશ ઉર્ફે રોકી બની શકે કે સમાજસેવા કરવાનું નાટક કરતો હોય .એક વાત સમજ આપણા શંકાના ધેરામાં તે પણ છે.ચિરાગ એક વાત સમજ હું રોકીને બહુ પહેલાથી ઓળખું છું તે કુતરાની પુંછડી જેવો છે તે ક્યારેય ના સુધરે.તેની પર પણ આપણે નજર રાખવી પડશે."
"સર,સોરી ટુ સે પણ રાકેશસર તો ખુબજ સારા છે.બધાની મદદ કરે છે,તે લોકોની ભલાઇનુ કામ કરે છે.તે ના હોઇ શકે. કઇ નહીં પણ આપણે તેમના પર નજર જરૂર રાખીશું.સર નાર્કોટીક્સ બ્યુરોના ઓફિસર્સ પણ વેશ બદલીને આવી રહ્યા છે.તે તમને અંદર આવીને તમને મળશે.હિમાંશુ વર્મા નામ છે તેમનું." ચિરાગ બોલ્યો.
થોડીક વારમાં રોકી સ્ટેજ પર આવ્યો અને હિમાંશુ વર્મા પણ વેશ બદલીને કુશની બાજુમાં આવીને બેસ્યો તે કુશના કાનમાં બોલ્યો,
"હેલો ઓફિસર,હિમાંશુ વર્મા એન.સી.બી ઓફિસર.એક વાત મને ના સમજાઇ આ ડ્રગ્સના કેસમાં મુંબઇ પોલીસ અને એ.ટી.એસ કેમ ઇન્ટરેસ્ટ લઇ રહ્યું છે?"
" હાય હિમાંશુ,આ ડ્રગ્સનો કેસ જેટલો લાગે છે તેટલો સહેલો નથી.તેનો એક છેડો મુંબઇ અંડરવર્લ્ડ અને બીજો છેડો ત્રાસવાદીઓ એટલે કે આતંકવાદીઓ સાથે જોડાયેલો છે."કુશ બોલ્યો.
રોકીએ સ્ટેજ પર અાવીને દિપક પ્રગટાવ્યો ,સ્તુતિ બોલી સ્ટેજ પર બેસેલા મહાનુભાવોનું અભિવાદન કર્યું અને પછી માઇક હાથમાં લીધું.
"નમસ્કાર ભાઈઓ અને બહેનો,આજે આપણા અહીં ભેગા થવાનું કારણ ગરીબ બાળકો છે,આ તે ગરીબ બાળકો છે જે ચાર રસ્તા પર સિગ્નલ પર ભીખ માંગતા હોય છે અથવા તો કોઇ ચીજવસ્તુઓ વેચવા માટે આવતા હોય છે.તેમની પાસે ના રહેવા માટે ઘર છે કે ના ખાવા માટે સારું ભોજન છે કે ના ભણવા માટે પુસ્તકો છે.
આજે અહીં આપણા શહેરના મોટા મોટા ચિત્રકારો તેમના ચિત્રો વિનામૂલ્યે ઑક્શનમાં અાપવા તૈયાર થયા છે.આ ઑક્શનમાંથી જે પણ કમાણી થશે,તેની મદદ વડે તે બાળકો માટે એક આશ્રમ તૈયાર કરવામાં આવશે કે જેમા તેમને રહેવા,ખાવા અને ભણવાની સારામાં સારી વ્યવસ્થા ફ્રીમાં આપવામાં આવશે.સાથે તેમણે તેમની આવડત પ્રમાણે એક્સ્ટ્રા ઍક્ટિવિટી પણ શીખવાડવામાં આવસે. તો આ ઑક્શન શરૂ કરીએ." રોકીનુ ભાષણ પુરું થતાં જ તે હૉલ તાલીઓથી ગુંજી ઉઠ્યો.આ ઑક્શનની તમામ વ્યવસ્થા રોકીએ કરાવી હતી.કુશના આશ્ચર્યનો પાર નહતો કે અા તે જ રોકી છે?
કુશ અને હિમાંશુ સતત નજર રાખી રહ્યા હતા.એકપછી એક ચિત્રો વેંચાઇ રહ્યા હતા પણ પુરી ટીમ ડ્રગ્સની હેરાફેરી થતી અટકાવવા માંગતા હતા પણ તેમને સફળતા હાથ નહતી લાગી રહી.કુશે કિનારા અને લવને કોન્ફરન્સ ફોન કર્યો અને આ પુરી વાત જણાવી.રોકી વિશે સાંભળી કિનારાને ગુસ્સો પણ આવ્યો અને આશ્ચર્ય પણ થયું.
"કુશ,આ રોકીને હું બાળપણથી ઓળખું છું તે કુતરાની પુંછડી જેવો છે ક્યારેય નહીં સુધરે."કિનારા બોલી.
"ચિંતા ના કર કિનારા,મારી નજર સતત તેના પર જ છે પણ ચિંતા એ વાતની છે કે હજી સુધી તે ડ્રગ્સની હેરાફેરી વિશે કોઇ ક્લુ નથી મળ્યો.હવે તો બહુ પેઇન્ટિંગ્સ પણ નથી બચી." કુશ બોલ્યો.
" કુશ,તે પેઇન્ટિંગ્સનો ફોટો પાડીને મોકલ તો." લવે કહ્યું.કુશે હળવેથી છુપાઇને તે પેઇન્ટિંગ્સના ફોટો લઇને લવને મોકલ્યા.લવે તે ફોટા ઝુમ કરીને એકદમ ધ્યાનથી જોયા અને ફરીથી ફોન કર્યો.
"કુશ,આ તો સાવ મામુલી પેઇન્ટિંગ્સ છે તેના માટે આટલી મોટી રકમની બોલી કેમ લાગી તે આશ્ચર્ય થાય છે." લવે કહ્યું.તે ત્રણેયને એકસાથે જ ઝબકારો થયો.
"પેઇન્ટિંગ્સમાં જ કઇંક ગડબડ છે." ત્રણેય એકસાથે બોલ્યો.
કુશ હિમાંશુ પાસે ગયો તેને જણાવ્યું કે પેઇન્ટિંગ્સમાં જ કઇંક ગડબડ હતી.ધીમે ધીમે આ કમ્યુનિટી હૉલને ચારેતરફથી પોલીસે ધેરી લીધી હતી.ધીમેધીમે પેઇન્ટિંગ્સ જેણે બોલી લગાવી હતી તેને ડીલિવર કરવામાં આવી રહી હતી.
"હિમાંશું,ચલ આઇ થીંક ડ્રગ્સ આ પેઇન્ટિંગ્સમાં જ છે.તું અને ચિરાગ જઇને ચેક કરો.હું હમણાં આ રોકી સામે નથી આવવા માંગતો." કુશે કહ્યું.
હિમાંશુ અને ચિરાગ એક એક કરીને પેઇન્ટિંગ્સ ચેક કરવા લાગ્યાં,પુરા કમ્યુનિટી હૉલમાં અફરાતરફી મચી ગઇ.પોલીસે અંદર આવીને બધાને પોતાની જગ્યાએ રહેવા કહ્યું.રોકી પણ આશ્ચર્ય પામ્યો કે આ બધું શું થઇ રહ્યું હતું.
અંતે કુશ,કિનારા અને લવની શંકા સાચી પડી.તે પેઇન્ટિંગ્સની અંદર હેવી ક્વોલિટીનાં કરોડોની કિંમતના ડ્રગ્સ હતા.તે તમામ પેઇન્ટિંગ્સ ચેક કરવામાં અાવ્યાં.એન.સી.બી અને એ.ટી.એસે મળીને કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડ્યા આ વાત બ્રેકિંગ ન્યુઝ બની ગઇ.તે તમામ પેઇન્ટિંગ્સ ખરીદનારને એરેસ્ટ કરવામાં અાવ્યાં.આ સમાચાર જોતજોતામાં પુરા દેશમાં ફેલાઇ ગઇ.તે તમામ ખરીદનાર આરોપો નકારી રહ્યા હતા.રોકી ખુબજ આઘાતમાં હતો.
"હવે સમય આવી ગયો છે કે મારે રોકી સામે અાવવું પડશે."કુશે હિમાંશુને કહ્યું.
કુશ હજીપણ તે જ વેશમાં હતો.તે રોકીની સામે જઇને ઊભો રહ્યો જે ખુબજ ચિંતામાં હતો.
"હા ભાઇ,તમને શું કામ છે?"રોકી કુશને ઓળખી ના શક્યો.
કુશે હળવેથી તેની પાઘડી ઉતારી અને નકલી દાઢી મુંછો નિકાળી.આટલા વર્ષો પછી કુશને પોતાની સામે જોઇને રોકી આશ્ચર્ય અને આઘાત પામ્યો.અહીં કુશને પુરો વિશ્વાસ હતો કે રોકી જ છે આ બધાંની પાછળ અને તે તેને એરેસ્ટ કરવાનો હતો.લગભગ બધાંની શંકાની સોય રાકેશ પટેલ ઉર્ફે રોકી પર હતો.
********
અહીં પુરો દિવસ કિઆને ધરાર અદ્વિકાને ઇગ્નોર કરી.અદ્વિકાએ સવાર થતાં જ કિઆનને બોલાવવાની અને વાત કરવાની કોશીશ કરી પણ તેને મોડું થાય છે કહીને તે જતો રહ્યો.પહેલા તેનો ખુબ જ જીવ બળી રહ્યો હતો પણ હવે અદ્વિકાને પોતાના માટે આમ બેચેન જોઇને હવે તેને સારું લાગી રહ્યું હતું.તેને વિશ્વાસ આવી ગયો હતોકે અદ્વિકાના મનમાં તેના માટે પણ લાગણીઓ હતી.
"હમ્મ,તો મિસ.અદ્વિકા તમને આમ બેચેન થયેલી જોઇને મને સારું લાગે છે."કિઆને વિચાર્યું.
કાયના અને તેની બેસ્ટ ફ્રેન્ડ રીયા કિઆન પાસે આવી.
"તો મારો છોટુ,કેવો રહ્યો દિવસ?અદ્વિકાએ કેટલા ફોન અને મેસેજ કર્યા ?કાયનાએ પુછ્યું.
"દીદી,તે ખુબજ બેચેનીથી મને મેસેજ કરી રહી હતી પણ મે એકનો પણ જવાબના આપ્યો.હવે શું કરવાનુ છે?"કિઆને પુછ્યું.
"નાટક..મે આપણા પ્લાનમાં રનબીરને પણ સામેલ કર્યો છે.તે હમણાં અદ્વિકાને પેલી બાલ્કનીમાં લઇને આવશે.તું ત્યારે રીયા સાથે ક્લોઝ થવાનું નાટક કરજે અને પછી જોજે કમાલ.તેના હોઠો પર તેન હ્રદયની વાત આવી જશે."કાયના બોલી.તેણે રનબીરને ફોન લગાવ્યો.
"કાયના,અા બધું શું શું કરાવે છે?નચાવે છે,ભણાવે છે અને હવે આ બીજાના સેટીંગ પણ કરાવે છે.મને લાગે છે કે હું તારા હાથની કઠપુતળી બની ગયો છું."રનબીર કંટાળાના ભાવ સાથે બોલ્યો.
"હા તો?ચુપચાપ હું જેમ કહું છુંને તેમ કર.જા અદ્વિકાને લઇને આવ."કાયના બોલી
રનબીર અદ્વિકા પાસે ગયો.અદ્વિકા ઉદાસ હતી આજે પુરા દિવસ કિઅાને તેને ઇગ્નોર કરી.તેને પોતાની જાત પર ગુસ્સો અાવી રહ્યો હતો.તેને લાગતું હતું કે અગર તે આ બધું ના કરતી વેલેન્ટાઇન ડે પર તો કિઆન તેનાથી દુર ના જાત.તેને સમજાઇ ગયું હતું કે આટલા સમયમાં કિઆન તેના માટે દોસ્તથી વિશેષ બની ગયો હતો.તેના સાથની ,વાતોની તેને અાદત પડી ગઇ હતી.તેટલાંમાં રનબીર આવ્યો અને બોલ્યો,
"હાય અદ્વિકા,શું થયું?કેમ ઉદાસ છે?ચલને બહાર બાલ્કનીમાં થોડી ફ્રેશ હવા લઇશ તો સારું લાગશે."તે જવા નહતી માંગતી પણ રનબીર તેને ખેંચીને લઇ ગયો.બાલ્કનીમાં આવીને પણ તેને સારું નહતું લાગી રહ્યું બસ કિઆન અને તેના વિચારોએ જ દિલદિમાગ પર કબ્જો કરેલો હતો.
તેટલાંમાં તેને કિઆન દેખાયો.તે બગીચાના એક ખુણામાં હતો અને તેની સાથે એક છોકરી પણ હતી.કિઆન તેની ખુબજ નજીક હતો.કિઆન તે છોકરીની એકદમ નજીક હસી હસીને વાતો કરતો હતો.અંતે પુરા દિવસની પીડા આંખોમાંથી આંસુ બનીને બહાર આવી ગઇ અદ્વિકા રડવા લાગી.રનબીરે કાયનાને મેસેજ કરીને કહ્યું.
"અદ્વિકા,શું થયું કેમ રડે છે?" રનબીરે પુછ્યું.
અદ્વિકાએ કિઆન તરફ ઇશારોકર્યો.
"ઓહ કિઆન કોઇ છોકરી સાથે? ઇન્ટરેસ્ટીંગ,લાગે છે કે તે તેની ગર્લફ્રેન્ડ છે."રનબીર બોલ્યો.
આ વાત સાંભળીને તે વધુ જોરથી રડવા લાગી.તેણે રનબીરને રડતા રડતા બધું જણાવ્યું.
અહીં કિઆન બહુજ અસહજ અનુભવી રહ્યો હતો.
કાયના છુપાઇને ઊભી હતી.
"કિઆન,થોડો વધુ ક્લોઝથા.ત્યાંથી તેને એવું લાગવું જોઇએ કે તું રીયાને કિસ કરે છે."કાયના બોલી.
"દી,તમે મરાવશો મને."કિઆન બોલ્યો અને તે રીયાની વધુ ક્લોઝ ગયો.જે જોઇ અદ્વિકા ખુબજ ગભરાઇ ગઇ.
"અદ્વિકા,મને લાગતું હતું કે તું અને કિઆન ગર્લફ્રેન્ડ-બોર્યફ્રેન્ડ હશો પણ આ સામેનું દ્રશ્ય જોઇને તો કઇ અલગ જલાગે છે.જો તું ખરેખર તેના માટે લાગણી ઘરાવતી હોય તો જા અને રોક તેને,નહીંતર આખી લાઇફ અફસોસ કર્યા કર.કે કિઆન મારો બની શકતો હતો."રનબીર આટલું કહીને જતો રહ્યો અને અદ્વિકાએ આંસુ લુછ્યાં.
શું રોકી જ સાચો ગુનેગાર છે? આ વિશાળ ડ્રગ્સ ઇન્ડસ્ટ્રીનો મુખ્યા તે જ છે?કિઆનનો પ્લાન શું અદ્વિકા પર સાચી અસર કરશે કે તેનો પ્લાન તેને માથે પડશે?
જાણવા વાંચતા રહો.