રનબીર કાયનાને આશ્ચર્ય સાથે જોઇ રહ્યો.
"શું આવા કપડામાં શું કરી રહી છે અત્યારે ?ડાન્સ કરવાની છે?"રનબીરે બગાસું ખાતા કહ્યું.
કાયના તેના ડાન્સ શીખવતી વખતે પહેરતી હતીતે કપડાંમાં હતી.
"હા હું ડાન્સ કરવાની છું અને મારી સાથે તું પણ કરીશ અને કોમ્પીટીશનમાં ભાગ લઈશ."કાયના મક્કમ અવાજે બોલી.
"પાગલ છે તું ,આટલી રાત્રે આ કહેવા આવી છો.મેં તને કહ્યું હતું ને કે હું પાર્ટીસીપેટ નહીં કરું એ કોમ્પીટીશનમાં.જા સૂઈ જા અને સૂવા દે ગુડ નાઈટ." રનબીર કાયનાનો હાથ પકડીને તેને રૂમમાંથી બહાર કાઢવા માંગતો હતો.કાયના હાથ છોડાવીને તેના બેડ પર લાંબી થઇને બેસી ગઇ.
"હું નહીં જઉં જ્યાં સુધી તું હા નહીં પાડે."કાયના બોલી.તેટલાંમાં તેના ફોનમાં રીંગ વાગી.
"હા,ક્યાં છે તું?નીચે.વોટ ડુ યુ મીન કે હું કેવીરીતે આવું ? અફકોર્ષ તે રનબીરના રૂમમાં આવે છે તે પાઇપ ચઢીને આવીજા.આટલી રાત્રે દરવાજાથી ના અવાય."કાયના બોલી.
"અને આ તું કોને બોલાવી રહી છો મારા રૂમમાં?"રનબીર પુછ્યું.
"આવે એટલે જોઇ લે."કાયના.
થોડીક વારમાં હાંફતો અને ડરતો કબીર બારીમાંથી કુદીને અંદર આવ્યો.તેને જોઈ રનબીર આશ્ચર્ય પામ્યો.
"આ બધું શું ચાલી રહ્યું છે?કબીર કેમ અહીં આવ્યો છે?" રનબીર.
"જો ભાઇ પ્રેમ શું શું કરાવે છે,માનીજા તેની સાથે કોમ્પીટીશનમાં ભાગ લેવા.તો હું અને તું બન્ને શાંતિપૂર્ણ ઉંઘ લઇ શકીશું.જો તું હા નહીં પાડે તો તે તને કે મને કોઇને ચેનથી સુવા નહીં દે."કબીર કંટાળા સાથે બોલ્યો.
"કબીર અને રનબીર,તમને લોકોને આ મજાક લાગતી હશે પણ તે મારા માટે મારા સ્વપ્નનો સવાલ છે.તમે સમજતા કેમ નથી કે અગર આ કોમ્પીટીશનમાં હું જીતી ગઈ તો મારા માટે કોરીયોગ્રાફર બનવાના દ્રાર ખુલી જશે.કદાચ મોમડેડને પણ મારા માટે ગર્વ અનુભવાશે.પ્લીઝ રનબીર મને લાગ્યું કે તું કબીરને તારો ભાઇ કમ દોસ્ત માને છે તો તું તેની વાત નહીં ટાળે એટલે મે તેને બોલાવ્યો."કાયના થોડી ભાવુક થઇ ગઇ.તેને આમ ઇમોશનલ જોઇને તે બન્ને પણ ઇમોશનલ થઇ ગયા.
"રનબીર,હવે મારી સ્વિટહાર્ટને રડાવીશ કે શું ?"કબીરે કડક અવાજમાં કહ્યું.
"સ્વિટહાર્ટને તો ના રડાવાય પણ મારી સ્ટડીનું શું?"રનબીરે પુછ્યું.
"રનબીર,તનેે યાદ છે કે તે આપણી પહેલી મુલાકાતમાં કહ્યું હતું કે અગર હું તને પાસ કરાવી દઉં તો તું હું જે કહીશ તે કરીશ.તો તે ગિફ્ટ મને એડવાન્સમાં આપીદે.તને ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરાવવાની જવાબદારી કાયના શેખાવતની."કાયના રનબીરનો હાથ પકડતા બોલી.
"સે યસ બ્રો."કબીર.
"યસ.ઓ.કે ધેન."રનબીરે તેની આંખમાં જોતા કહ્યું.કબીર ખુશ થઇને તે બન્નેને ગળે લાગી ગયો.
"ચલો એક ડાન્સ તો બતાવી દો.તો મારો પાઇપ ચઢવાનો સાહસ સફળ થાય.હું મ્યુઝીક વગાડું."કબીરે કહ્યું.
शुर्ख वाला, सौज वाला, फैज़ वाला लव
होता है जो लव से ज्यादा वैसे वाला लव
इश्क़ वाला लव
हुआ जो दर्द भी तो हमको आज कुछ ज़्यादा हुआ इश्क़ वाला लव
ये क्या हुआ है क्या खबर येही पता है ज्यादा हुआ इश्क़ वाला लव
अगर ये उस्क्को भी हुआ है
फिर भी मुझको ज्यादा हुआ
इश्क़ वाला लव
मेरी नींद जैसे पहली बार टूटी है
आँखें बंद कर के देखी है मैंने सुबह
हुई धुप ज्यादा लेके तेरी रौशनी दिन चढ़ा
इश्क़ वाला लव
झांके बादलों की जाली के पीछे से
करे चांदनी ये मुझको इत्तला
लेके नूर सारा चाँद मेरा एहीं पे है छुपा छुपा हुआ इश्क़ वाला लव
કાયના અને રનબીર કબીરની રિકવેસ્ટ પર ડાન્સ તો કરી રહ્યા હતા પણ તે ડાન્સમાં અને ગીતમાં એટલા ખોવાઇ ગયા કે સામે કબીર બેસેલો છે તે વાત તેમને યાદ જ ના રહી.કબીર તેમની આવી અદભુત કેમેસ્ટ્રી જોઇને આશ્ચર્યચકિત હતો.
પરફોર્મન્સ પતી ગયું પણ હજી બન્ને એકબીજાની આંખોમાં જોઇ રહ્યા હતા કબીરની તાલીઓથી તેમનું ધ્યાન ગયું.
"વાઉ,સુપર્બ,એલ્વિસની વાત સાચી છે તમારા બન્નેની કેમેસ્ટ્રી અને એક્સપ્રેશન અદભુત છે.મજા આવી ગઇ.મારી કાયના જોરદાર છે.થેંક ગોડ કે તે મને મળી."કબીર બોલ્યો.રનબીર થોડો અસહજ થયો.
"કાયના, તો હું જઉં હવે.રનબીર અમને થોડીક મીનીટ એકલતા આપીશ?"કબીરે રનબીર સામેજોઇને કહ્યું.રનબીર એકદમ અસહજ થઇને બાલ્કનીમાં જતો રહ્યો.કબીર કાયનાની પાસે આવ્યો.
"આટલી મહેનત કરી તો કઇંક ઇનામ તો મળવું જોઇએને?"આટલું કહી તેણે કાયનાને ગળે લગાવી અને તેને કીસ કરી.કબીર જતો રહ્યો.કાયના પણ પોતાના રૂમમાં જતી રહી.
રનબીર પરેશાન થઇને પોતાના રૂમમાં આમથી તેમ આંટા મારી રહ્યો હતો.
"હું કેમ તેને દુખી નથી જોઇ શકતો ?કેમ તેની ખુશી માટે આટલું બધું કરું છ?કાયના કબીરની ફિયાન્સી અને થવાવાળી પત્ની છે.તે તેને કીસ કરે હગ કરે સામાન્ય છે,તો મને કેમ તકલીફ થાય છે?
કદાચ હું કાયના સાથે પ્રેમમાં તો નથી પડી રહ્યોને?જે પણ હોય મારે મારી આ ભાવનાઓને કાબુમાં રાખવી પડશે. નહીંતર બધું જ ખરાબ થઇ જશે.કાયના મારી ક્યારેય નહીં થાય કેમકે તે કબીરની છે."
******
બીજા દિવસે સવારે કુશ તે ચેરિટી ફંકશનમાં જવા તૈયાર થયો તેણે દાઢી અને પાઘડી પહેરીને તે એક દેશી ગામડીયાનો વેશ ધારણ કરીને તે ચેરિટી ફંકશનમાં ગયો જ્યારે ચિરાગ સિક્યુરિટી ગાર્ડના વેશમાં ગયો.
આ ચેરિટી ફંક્શનમાં મોટા મોટા ચિત્રકાર તેમના ચિત્રો ચેરિટી માટે ઓકશન કરવાના હતા આ દ્રારા મળેલી તમામ રકમ અનાથઆશ્રમને દાન મળવાની હતી.દરેક ઇન્ડસ્ટ્રીની મોટી મોટી હસ્તી આવેલી હતી.
કુશની નજર ચારે તરફ ફરી રહી હતી.અત્યાર સુધી કોઇ શંકાસ્પદ દેખાયું નહીં તેને સામે ચિરાગની પણ એ જ હાલત હતી.અહીં આવેલી મોટા ભાગની વ્યક્તિ વ્યક્તિગત આમંત્રણ અને ભલામણ સાથે આવેલી હતી.
તેટલાંમાં ચિરાગને એક અર્જન્ટ મેસેજ આવ્યો જે તેણે કુશને આપ્યો.
"કુશ સર,મને હમણાં જ એક મેસેજ આવ્યો છે નાર્કોટીક્સ વિભાગ દ્રારા કે આજે અમદાવાદમાં આજે ડ્રગ્સની ખુબજ મોટી હેરાફેરી થવાની છે."ચિરાગ.
"ચિરાગ,તારી ટીમ અને પોલીસ ફોર્સ રેડી રખાય અને બધાંને આ ફંકશનની આસપાસ રહેવા કહેજે કેમ કે જે કઇપણ ગડબડ થશે તે અહીં જ થશે."કુશ
"પણ સર અત્યાર સુધી કોઇ જ એવું નથી આવ્યું કે જે શંકાસ્પદ હોય.આ બધી શહેરની મોટી મોટી હસ્તીઓ છે."ચિરાગ.
"ચિરાગ, આ મોટી મોટી હસ્તીમાંથી જ કોઇ આપણું ગુનેગાર છે.ચિરાગ એક વાત કહે કે આ હજી સુધી ઓકશન શરૂ કેમ નથી થયું?"કુશ
"સર,શહેરના મોટા સમજાસેવી જે છેલ્લા કેટલાય વર્ષોથી નિસ્વાર્થ ભાવે સેવા કરે છે તે હજી સુધી આવ્યાં નથી."ચિરાગ.
"અચ્છા,કોણ છે તે?"કુશ
"રાકેશ રાજીવભાઇ પટેલ." ચિરાગની વાત સાંભળી કુશ આઘાત પામ્યો.
"રોકી..."
"શું થયું સર?"ચિરાગ
"કશુંજ નહીં,ધ્યાન રાખજે."કુશ.
કુશ વિચારમાં પડી ગયો
"રાકેશ રાજીવ પટેલ ઉર્ફ રોકી એ પણ સમાજ સેવક આ કઈ રીતે શક્ય છે? રોકી જેલમાંથી ક્યારે આવ્યો અને તે સુધરી ગયો!! તો તો નેહા નેહા પણ અહીં જ હશે અને રાજીવ અંકલ પણ કિનારા કેટલાય વર્ષોથી નેહા અને રાજીવ અંકલને શોધી રહી હતી.
આજે મારે રોકીને મળવું પડશે તો જ હું નેહા અને રાજીવ અંકલ સુધી પહોંચી શકીશ? પણ મારે અહીં ડ્રગ્સની હેરાફેરી પણ અટકાવવાની છે હું બધે કેવીરીતે પહોંચીશ.એક કામ કરીશ હું રોકી જોડેથી તેનો નંબર લઈને પછી મળીશ તેને."
તેટલામાં એક ચેરિટી ફંકશન હોલમાં દોડાદોડ થઈ અને સંભળાયું કે રોકી એટલે કે રાકેશ રાજીવભાઈ પટેલ આવી ગયા. કુશ આટલા વર્ષો પછી રોકીને જોવા માટે ઉત્સુક હતો.આજે કિનારાની નેહાની શોધ પુરી થશે તેવું તેને લાગ્યું.
******
કાયના અને રનબીર બીજા દિવસે કોલેજ ખતમ કરીને બોલીવુડ ડાન્સ એન્ડ ડ્રામા એકેડેમીમાં ગયા ,તે બંને એલ્વિસની કેબિનમાં ગયાં.
" આવી ગયા, તમે શું નિર્ણય લીધો?"એલ્વિસ બોલ્યો
"એલ્વિસ સર ,અમે તૈયાર છીએ.શું કરવાનું છે અમારે? "
"ધેટ્સ ગ્રેટ ન્યુઝ.તો પહેલા આ ફોર્મ ફીલઅપ કરો."એલ્વિસ બોલ્યો
કાયના અને રનબીરે ફોર્મ ભર્યું અને એલ્વિસને આપ્યું.એલ્વિસે તે જોયું અને પછી રનબીર સામે જોયું.
"રનબીર,ફાધરના નામની જગ્યાએ મધરનું નામ?એટલે મને કોઇ વાંધો નથી પણ જસ્ટ જાણવું છે."એલ્વિસે પુછ્યું.
રનબીર થોડો ગંભીર થયો.
"સર,મારા ફાધર વિશે મને ખબર નથી.મારું જીવન મારી મોમ અને મારા દાદુ છે આઇ એમ પ્રાઉડ ઓફ હર.કેમકે તેમારા રિયલ મોમ નથી.હા મારા ડેડ મારા રિયલ ડેડ છે પણ તે ક્યાં છે તે મને નથી ખબર અને મને જન્મ દેવવાળી મોમ તો ભગવાનના ઘરે છે."રનબીર ભાવુક થઇને બોલ્યો.કાયના પણ ભાવુક થઇ ગઇ.એલ્વિસ રનબીરની પાસે આવ્યો અને તેને ગળે લગાવ્યો.
"યુ શુડ બી પ્રાઉડ ઓફ યોર મધર."તે બોલ્યો.
"યસ આઇ એમ પ્રાઉડ ઓફ હર."રનબીર બોલ્યો.
"તો ગાયઝ આ એન્ટ્રી તો સબમીટ થઇ જશે પણ તેની સાથે તમારો એક ડાન્સ વીડિયો મોકલવાનો છે.જે તમેઆજ સાંજ સુધીમાં રેકોર્ડ કરીલેજો અને પછી તમે કપલ ડાન્સ કરવા માંગો છો કે ગ્રુપ તે નક્કી કરી લેજો."એલ્વિસ બોલ્યો.
"સર,તમે શું સજેસ્ટ કરો છો?"કાયનાએ પુછ્યું
"કાયના,મને સર નહીં પણ એલ્વિસ કહે અને બીજી વાત કર મારું માનો તો તમારે ગ્રુપ પરફોર્મન્સ કરવું જોઇએ.તમે તમારી ટીમમાં પાંચ કે છ મેમ્બર્સ એડ કરી શકો છો, ગ્રુપ પરફોર્મન્સ હંમેશા ખુબ જ મજબુત હોય છે. તેમાં તમને કરવા માટે ઘણું બધું મળે છે."એલ્વિસ બોલ્યો.
"તો અમે ગ્રૂપ પર્ફોર્મન્સ કરીશું અમે કાલ સુધીમાં અમારી ટીમ બનાવી લઇશું."કાયના બોલી.
"ઓકે ડન, પણ અત્યારે તમારો વીડિયો આ એન્ટ્રી સાથે મોકલવો પડશે."એલ્વિસ બોલ્યો.
રનબીર અને કાયના એલ્વિસની કેબિનમાંથી બહાર આવ્યાં. કાયનાએ પોતાના સ્ટુડન્ટ્સમાંથી બેસ્ટ એવા ૬ જણાને આ કોમ્પિટિશન માટે સિલેક્ટ કર્યા અને તેમની સાથે વાત કરીને તેમની સહમતી લીધી
બધાં એક ટીમ બનીને કામકરવાના હતા.તેમણે બધાંએ હાથ એકબીજાના હાથ પર મુક્યો અને બોલ્યા.
"લેટ્સ રોક ઇટ."
એલ્વિસ આ બધું જોઈ રહ્યો હતો,તે ખુશ થયો.
"યસ,આ વખતે મારી એકેડેમીને જીતતા કોઈ નહીં રોકી શકે."તે બોલ્યો.
શું કુશ રોકીને મળી શકશે?કુશ તે ડ્રગ્સની હેરાફેરી અટકાવી શકશે?કિઆન અને અદ્વિકા પર કાયનાનો પ્લાન કામકરશે?
જાણવા વાંચતા રહો.