Wanted Love 2 - 32 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-32

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-32


"આ કોમ્પીટીશનમાં ચાર સ્ટેજ છે,ઓડીશન,ટોપ ટેન રેસ,ટોપ ટેન અને ગ્રાન્ડ ફિનાલે.તેમા ગ્રુપ,જોડી અને સોલો પાર્ટીસીપેટ કરી શકાશે.વિચારીલે કાયના તારા અને રનબીર માટે આ ગોલ્ડન ચાન્સ છે અને રનબીર ફ્રેન્કલી સ્પીકીંગ યુ આર વેરી હેન્ડસમ.તું તો હીરો બની શકે છે.

ગાયઝ,કાલે આટલા જ વાગ્યે આપણે ફરીથી મળીશું અને તમારી એન્ટ્રી મોકલીશું.તેના માટે એક ફોર્મ ભરવાનું રહેશે અને તમારા પરફોર્મન્સનું વીડિયો રેકોર્ડિંગ કરવાનું રહેશે.સી યુ ટુમોરો."એલ્વિસ બોલ્યો.

રનબીર અને કાયના ઊભા થઇને બહાર આવ્યાં ,કાયનાની આંખમાં પાણી હતાં.એલ્વિસ તેને હંમેશાં દેખતો અને તેણે તેના વિશે કેટલું ખોટું વિચાર્યું?અને આજે કેટલો મોટો ચાન્સ આપ્યો.આ કોમ્પીટીશન જીતવાથી તેનું કોરીયોગ્રાફર બનવાનું સપનું પુરું થશે.તેણે રનબીરની સામે જોયું.

"શું !?આમ ના જોઇશ મારી સામે.જા અને જઇને ના પાડી દે હું નથી કરવાનો પાર્ટીસીપેટ.જા તારા સ્ટુડન્ટ્સ તારી રાહ જોવે અને મારે આ લખવાનું છે."રનબીર આટલું કહીને જતો રહ્યો.

"ડાન્સ તો હું કરાવીને જ રહીશ તારીજોડે."કાયના બોલી.

કાયનાએ રનબીરને અલગ જ રીતે મનાવવાનું નક્કી કર્યું,તેથી તેણે પુરા રસ્તે કે ઘરે આવીને કશુંજ ના કહ્યું તેને.રનબીરને ખુબજ આશ્ચર્ય થયું આ વાતનું.

અહીં ઘરે કાયના કિઆનના રૂમમાં આવી,તેને એલ્વિસે કહેલી વાત જણાવવા પણ તે મોઢું ચઢાવીને બેસેલો હતો.

"કિઅાન,શું થયું?મારો બેબી બ્રધર કેમ ઉદાસ છે?"કાયનાએ કિઅાનના માથામાં હાથ ફેરવતા કહ્યું.
"દી,કાલે તે ત્રણે મને બહુ હેરાન કર્યો.મારી તો કોઇ વેલ્યું જ નથી."કિઅાન દુખી થઇને બોલ્યો.કાયનાએ તેને હગ કર્યું.
"શું થયું ? મને કહે."કાયના.
"દી,કાલે પુરા દિવસ હું અદ્વિકાની પાછળ હતો.એક તો તેણે બહુ ભાવ ખાધો મારી સાથે ડેટ પર આવવા માટે.યુ નો આઇ લાઇક હર પણ તે મને જાણીજોઇને હેરાન કરે છે.

ફાઇનલી તે માની પણ આ કિયા અને કિઆરા પણ અમારી સાથે જ આવવાની જિદે ચઢ્યા.અદ્વિકા ના પાડી શકતી હતી પણ તેણે શું કહ્યું ખબર છે કે હા હા ચલો બહુ મજા આવશે.મારો તો વેલેન્ટાઇન ડે રક્ષાબંધન ડે બની ગયો.દી,હું તેની સાથે થોડો રોમેન્ટિક અને ક્વોલિટી ટાઇમ પસાર કરવા માંગતો હતો.આઇ લાઇક હર સો મચ તેને આ વાત ખબર છે એટલે મને હેરાન કરે છે.

તમને ખબર છે કે તે ગઇકાલની મને આ વાતને લઇને ચિઢવે છે."કિઆને કહ્યું.
"ઓહ ,મારો પુઅર બેબી બ્રધર ."કાયનાએ તેને કપાળે ચુંબન કર્યું.
"મારી પાસે સુપર્બ આઇડીયા છે.સાચું કહું તે અદ્વિકા થોડી નખચડી છે પણ તે સામે ચાલીને તારી પાસે આવશે.મારો ભાઇ કોઇ કમ થોડી છે.આટલો હેન્ડસમ અને સ્માર્ટ છે મારો વ્હાલું,સાંભળ."આટલું બોલી કાયનાએ કિઆનના કાનમાં કઇંક કહ્યું.

"દી,આર યુ શ્યોર કે આ કરવાથી કામ બની જશે?"કિઅાનને કાયનાના પ્લાનમાં શંકા હતી.

"શ્યોર.હવે હસ."કાયના બોલી.
"ઓહ દી, આઇ લવ યુ.યુ આર ધ બેસ્ટ."કિઆન બોલ્યો.કાયનાએ તેને આજે બનેલી વાત કહી.
"દી,તમે શું કરશો રનબીરને મનાવવા? અન મોમડેડને કેવીરીતે કહેશો?અગર તેમણે ના પાડી તો?"કિઆન.
"કિઆન,મને વિશ્વાસ છે કે મોમડેડ મને ના નહીં પાડે અને રહી વાત રનબીરની તો તેની હા કેવીરીતે પડાવવાની છે તે મને ખબર છે."કાયનાએ રહસ્યમય અને શરારતી હાસ્ય સાથે કહ્યું.
******

કુશ અને ચિરાગે તે માણસને પોતાનીપાછળ ખુબજ ફેરવ્યો.રાત પડવા આવી હતી.હવે તે લોકો જાણીજોઇને શહેરથી દુર સુમસામ વિસ્તારમાં અાવ્યાં.કુશે નોટિસ કર્યું કે તેમાણસ સતત કોઇના સંપર્કમાં હતો.અંતે તે બન્ને એક અવાવરી અંડરકંસ્ટ્રક્શન બિલ્ડીંગમાં ધુસ્યાં અને સંતાઇ ગયાં.

તે માણસ તેમનો પીછો કરીને સખત થાકી ગયો હતો તેને જમવા પણ નહતું મળ્યું અને થાકને કારણે બેહાલ થઇ ગયો હતો.તે અંદર ગયો પણ તેને તે બન્ને ઓફિસર ના દેખાયા.
"હે ભગવાન ,આ ઓફિસર્સ કયાં ગયા? બોસને ખબર પડશે તો મારી ખેર નથી."તે માણસ બોલ્યો.

તેટલાંમાં જ એક તરફથી કુશ અને બીજી તરફથી ચિરાગ આવ્યાં.

"બેન્ડ તો તારી આમપણ બજવાની જ છે.તારો બોસ નહીં બજાવે તો અમે બજાવીશુ."કુશ બોલ્યો.તેણે તેનુિ તરફ ગન તાકી
"બોલ,કોણ છે તારો બોસ અને અડ્ડો ક્યાં છે તમારો?તે અમને મુર્ખ સમજી રાખ્યા છે કે તું અમારી પાછળ આવેને અમને ખબર ના પડે."ચિરાગે પણ ગન તેની તરફ તાકતા કહ્યું.
"ચલ બેટા સસુરાલ.થોડાક જ સ્વાગતમાં તું બધું બકી દઇશ."કુશ તેની તરફ આગળ વધતા બોલ્યો.

તે માણસ જાણતો હતો કે હવે તે બચવાનો નથી.તેનો બોસ એક ખતરનાક માણસ હતો અગર તે પકડાઇ ગયો તો તે તો મરશે પણ તેની સાથે તેનો પરિવાર પણ તકલીફમાં મુકાશે.તેણે તે બન્ને આગળ વધે તેબપહેલા તે અંડરકંસ્ટ્રક્શન બિલ્ડીંગના નવમાં માળે જ્યાં તે ત્રણેય ઊભા હતા,ત્યાંથી કુદીને પોતાનો જીવ આપી દીધો અને નીચે પડતા પડતા પોતાનો ફોન નષ્ટ કરી દીધો.

કુશ અને ચિરાગ આશ્ચર્યાઘાત પામ્યાં.
"ચિરાગ,આ માણસ ખુબજ કામનો હતો.તે ઘણુંબધું જાણતો હતો પણ અફસોસ તે પોતાના માલિકને વફાદાર હતો જે નિભાવતા તે મરી ગયો."કુશ
"સર,મે આ વિસ્તારના પોલીસ સ્ટેશને કોલ કર્યો છે.તે હમણાં તેમની ટીમ સાથે આવશે.ત્યાંસુધી તેની તલાશી લઇએ."ચિરાગ બોલ્યો.

કુશ અને ચિરાગ નીચે ગયાં,થોડીવારમાં પોલીસ આવી ગઇ.કુશ અને ચિરાગે હાથમાં ગ્લોવઝ પહેરીને તેની તલાશી લીધી.તેના ખીસામાંથી ખાસ કઇ મળ્યું નહીં.
"ઇન્સપેક્ટર,આ ફોન આમતો તુટી ગયો છે પણ તેને ફોરેન્સિક લેબ મોકલો અને જુવો તેમાંથી કોઇ ડેટા મળે છે કે નહીં.બોડીને પોસ્ટમાર્ટમ માટે મોકલી દો."કુશ આટલું બોલીને જતો હતો ત્યાં અચાનક તેની બોડીથી દુર પડેલા એક કાર્ડ પર પડ્યું.તેણે તે કાર્ડ ઉપાડ્યું.તેને જોઇને તે ચોંક્યો.
"ચિરાગ,આ ઇનવીટેશન કાર્ડ છે.આ કાલે જે ચેરીટેબલ ઇવેન્ટ થવાની છે તેનું છે.બની શકે કે તેનો બોસ તે ઇવેન્ટમાં આવવાનો હોય."કુશ.
"પણ સર તે ખબર કેવીરીતે પડશે કે તેનો બોસ કોણ છે?"ચિરાગ
"ચિરાગ,આપણે ત્યાં વેશ બદલીને જઇશું.એના બોસને ખબર છે કે આપણે અહીં ઇન્કવાયરી કરીએ છીએ.કદાચ તેને પકડી શકીએ."કુશ
"ઓ.કે સર,તો ચલો હવે જઇએ.થાકી ગયા પહેલસ જમીએ પછી આરામ કરજો."ચિરાગ બોલ્યો.

*********

અહીં કિઆન કાયનાના આઇડીયા પર કામ કરી રહ્યો હતો.તે અદ્વિકાના રૂમ પાસે ગયો અને કાયનાને ફોન લગાવ્યો જે ત્યાં જ સંતાઇને વાત કરી રહી હતી.

"હાય પ્રિયા."કિઅાન જોરથી બોલ્યો.કિઆનનો અવાજ સાંભળીને વાંચી રહેલી અદ્વિકાએ સહેજ બારણું ખોલીને જોયું.
"હાય બેબી તું ક્યારે આવી ઇન્ડીયા.યુ નો હાઉ મચ આઇ મિસ્ડ યુ.આપણે ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધી સાથે હતા પછી તું અચાનક યુ.એસ જતી રહી.બટ આઇ એમ સો હેપી નાઉ કે તું પાછી આવી ગઇ.હવે અાપણે જુના દિવસો પાછા જીવી શકીશું." કિઆન આ બધું માત્ર આદ્વિકાને સંભળાવવા બોલી રહ્યો હતો.

"હવે બોલ કે શું ગર્લફ્રેન્ડ??મારે તો એક જ ગર્લફ્રેન્ડ હતી તે તો યુ.એસ. જતી રહી અને બીજી એક ગમી હતી એને હું ના ગમ્યો."કાયનાએ તેને સુચના આપી.

કિઆન તેની સુચના પ્રમાણે જ બોલતો હતો.પહેલા તો અદ્વિકાને લાગ્યું કે કિઆન તેને પરેશાન કરવા આ કરતો હતો પણ જ્યારે તે એકદમ ગંભીર થઇને વાત કરવા લાગ્યો ત્યારે તેને ગભરાટ થવા લાગી.

"પ્રિયા,મને લાગ્યું કે આપણે ક્યારેય નહીં મળી શકીએ.હું તો તને ભુલવાની કોશીશ કરતો હતો.હા બેબી મને એક છોકરી પસંદ આવી હતી પણ તેને હું નથી ગમતો બહુ કોશીશ કરી તેને મનાવવાની પણ દરેક વાતની એક હદ હોય.મે વિચારી જ લીધું હતું કે હું મુવ ઓન કરીશ અને તું ત્યારે જ આવી."કિઆન આ પોતાના મનથી બોલ્યો જેની અસર અદ્વિકા પર થઇ.તેને હવે કિઅાનને હેરાન કરવા માટે અફસોસ થયો પણ હવે કશુંજ થઇ શકે એમ નથી.તેણે કઇંક વિચાર્યું .

કિઆન ફોન પતાવીને કાયના પાસે આવ્યો.
"કિઆન,હવે જ્યાંસુધી તે તારી પાસે સામે ચાલીને ના આવે ત્યાં સુધી ઇગ્નોર કર તેને અને હા કાલે આખો દિવસ બહાર રહેજે.આમ તો એ નખચડી મને બિલકુલ નથી ગમતી આ પણ તારા માટે કરું છું."કાયનાએ સુચના અાપતા કહ્યું.

રાત્રે લગભગ સાડા અગિયાર બારની વચ્ચે જાનકીવીલામાં સન્નાટો છવાઇ ગયો હતો.બધાં સુઇ ગયા હતા.ધીમેથી કાયનાના રૂમનો દરવાજો ખુલ્યો.તેણે આજુબાજુ જોયું કોઇ ના દેખાતા હળવેથી સીડી ચઢીને ઉપર ગઇ.રનબીરના રૂમની બહાર આવીને ઊભી રહી.

"હવે તું કેવીરીતે બચીશ,રનબીર? તું ના પાડી જ નહી શકે હવે ચાલશે કાયનાનો મેજીક અને તું ફ્લેટ થઇ જઇશ."તે સ્વગત બોલી

તેણે દરવાજો ખખડાવ્યો,અહીં રનબીર પુરા દિવસ કોલેજમાં અને કાયના પાસે ભણ્યા પછી ધસધસાટ સુઇ ગયો હતો.અચાનક તેની મીઠી નિંદરમાં ખલેલ પહોંચી.તેણે પરાણે આંખો ખોલી.
"અત્યારે કોણ છે?"

તેણે દરવાજો ધીમેથી ખોલીને મોઢું બહાર કાઢ્યું.સામેકાયના દેખાતા તેને આશ્ચર્ય થયું.
"કાયના,અત્યારે આટલી રાત્રે શું છે?રનબીર માંડ માંડ બોલ્યો.
"અંદર આવવા દે પહેલા."આટલું કહીને તે અંદર આવીગઇ.
રનબીર ઊંઘમાં હતો.તેની આંખો વારંવાર બંધ થઇ જતી હતી.સામે કાયના ઊભી હતી.
"એક વાર મારી સામે જો તો ખરા."કાયના બોલી.
રનબીરે આંખો ચોળી અને કાયનાની સામેજોયું.કાયનાને જોઇને તે છક થઇ ગયો.તેનું મોઢું ખુલ્લું જ રહી ગયું.
કાયનાએ એક મોહક સ્મિત ફરકાવ્યું.

શું કુશ અમદાવાદમાં ડ્રગ્સના ડિલરને પકડી શકશે?અદ્વિકા શું કરશે કિઆનને મનાવવા?કાયના કેવીરીતે રનબીર જોડેથી હા પડાવશે?.
જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 1 week ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Deboshree Majumdar
Kitu

Kitu 9 month ago

Dipti Koya

Dipti Koya 10 month ago