થોડા સમય પહેલા...
કબીર અને કાયનાએ ડાન્સ કર્યો,કબીર આજે ખુબ જ ખુશ હતો કાયના સાથે સમય વિતાવીને અને કાયના તેના ચહેરા પર ખુશી અને મનમાં સવાલો.
"કાયના,ચલ હું તને ઘરે મુકી જઉં.મે કિનુ મોમને કહ્યું હતું કે હું તને વહેલો મુકી જઇશ."કબીરે કહ્યું.
તે કાયનાને ઘરે મુકી ગયો રાતના બાર વાગવા આવ્યાં હતા.ઘરે બધાંજ ચિંતામા હતા.
"અરે મોમ,શું થયું ?બધાં હજીસુધી કેમ જાગે છે અને ચિંતામાં કેમ છે?"કાયનાએ બધાંને નીચે જોઇને પુછ્યું.
"કાયના,રનબીર..."કિનારા કઇ બોલે તે પહેલા કાયના ગભરાયેલા અવાજમાં બોલી,
"શું થયું રનબીરને?"
"બેટા,તે સવારનો ગાયબ છે ખબર નહીં ક્યાં ગયો છે.તેનો કોઇ અતોપતો નથી.તેના કઝીનને પુછ્યું તે તેની સાથે પણ નથી."કિનારા બોલી.
કાયના અત્યંત આઘાત પામી,
"ક્યાં ગયો હશે ?"કાયના માથું પકડીને બેસી ગઇ.તેણે પોતાની આંખો બંધ કરી.
તેને રનબીર સાથે વિતાવેલો સમય યાદ આવ્યો,તેની સાથે કરેલો ડાન્સ.
"ક્યાં હશે?"કાયના વિચારી રહી હતી.ત્યાં અચાનક તેને એક ઝબકારો થયો.
"મોમ,મને ખબર છે કદાચ તે ક્યાં છે.તમે બધાં સુઇ જાઓ હું તેને લઇને આવું છું.તે મળશે એટલે તમને મેસેજ કરી દઇશ."કાયના આટલું કહી ડ્રાઇવર સાથે કારમાં ક્યાંક જવા નિકળી ગઇ.તેણે ડ્રાઇવરને રસ્તો બતાવ્યો.તે દરિયાકિનારે પહોંચી અને અંતે તેને રનબીર મળી ગયો.
અત્યારે....
કાયના હજી ગુસ્સામાં કાંપી રહી હતી અને રનબીરના આંખમાં આંસુ હતા.
"તને કેવીરીતે ખબર પડી કે હું અહીં છું?અને કેમ માર્યું?"રનબીરે કહ્યું.
"ઇડીયટ છેને તું એટલે માર્યું અને આવી રીતે કોઇને કહ્યા વગર કોઇ જતુ રહે?પુરા દિવસ તું ગાયબ હતો.ના કોઇનો ફોન ના ઉઠાવે કે ના મેસેજનો રિપ્લાય આપે.
તને ખબર છે ઘરમાં બધાંજ કેટલા ટેન્શનમાં છે?હજી સુતા નથી કોઇ અને તું અહીં દેવદાસ બનીને કેમ બેસ્યો હતો?
આ તો સારું થયું મને યાદ હતું તે એક દિવસ મને આ જગ્યા બતાવી હતી અને કહ્યું હતું કે કેટલી શાંત જગ્યા છે.જ્યારે પણ મન અશાંત થાય ત્યારે હવે હું અહીંયા જ આવીશ.તો હું અહીં આવી અને તું મળી ગયો."કાયના ગુસ્સા સાથે બોલી.
તેટલાંમાં કિનારાનો ફોન આવ્યો,કાયનાએ જણાવ્યું કે તેને રનબીર મળી ગયો છે થોડીક વારમાં આવશે.
રનબીર નીચું જોઇ રહ્યો હતો.કાયનાની સામે જોવાની તેની હિંમત નહતી.તેના ગાલ લાલ થઇ ગયા હતા.તેનો આ દયામણો ચહેરો જોઇને કાયનાનો ગુસ્સો શાંત થયો અને તેના ગુસ્સામાટે તેને પસ્તાવો થયો.
તે રનબીરની નજીક ગઇ તેનો ચહેરો પોતાના બે હાથમાં પકડ્યો અને તેના બન્ને ગાલ પર કીસ કરી.રનબીર પોતાની ભાવના પર કાબુ ના કરી શક્યો અને કાયનાને ગળે લગાવી દીધી.
"સોરી."બન્ને એકસાથે બોલ્યા અને હસ્યા.
"હેપી વેલેન્ટાઇન ડે."ફરીથી બન્ને એકસાથે બોલ્યા અને હસ્યાં.
"કાયના,યુ લુક બ્યુટીફુલ.ખરેખર."રનબીર બોલ્યો.
"તને શું થયું કેમ આમ અચાનક અહીં આવી ગયો?કાયનાએ પુછ્યું.
"ખબર નહીં,મારાથી જ ભાગતો હતો.આઇ મિસ્ડ યુ."રનબીર અચાનક બોલ્યો.તેણે કાયનાનો હાથ પકડી લીધો.
"અાઇ મિસ્ડ યુ ટુ."કાયના તેની આંખોમાં જોતા બોલી
"હેય તારી ડેટ કેવી રહી?"રનબીરે વાત બદલતા કહ્યું.
"સરસ,કબીરે ખુબજસરસ એરેન્જમેન્ટ કર્યા હતા."કાયનાએ તેની સાંજ વીશે કહ્યું.રનબીરને કબીરની વાત કાયનાના મોઢે સાંભળવી ના ગમી.
"જઇશું?"કાયનાએ પુછ્યું.
"ના થોડીવાર બેસીએ?પછી જઇએ."રનબીરને હવે સારું લાગી રહ્યું હતું.કાયના અને રનબીર દરિયાકિનારે બેસ્યા,રાતનો સમય હતો,આકાશમાં સુંદર તારાઓ અને ચાઁદ,સામે સુંદર દરિયો અને તેની બાજુમાં કાયના.તેણે કાયનાનો હાથ ક્યારે પોતાના હાથમાં લઇ લીધો અને પોતાનો હાથ તેના કમર ફરતે મુકી દીધો તેને ખબર જ ના પડી.કાયનાએ પણ પોતાનું માથું તેના ખભે મુકી દીધું.
તે બન્ને કઇ જ સમજી નહતા શકતા કે આ શું હતું ?કેમ થઇ રહ્યું હતું ?પણ તેમના મનને આજે એક અલગ જ શાંતિ મળી રહી હતી એકબીજાના સ્પર્શમાં.કોઇક હતું જે તેમના ફોટોગ્રાફ્સ ખેંચી રહ્યું હતું.
******
સોમવારની સવાર આવી ગઇ,કુશ અમદાવાદ એ.ટી.એસ ઓફિસ પહોંચી ગયો હતો.ત્યાંના ઓફિસર ચિરાગે તેનું સ્વાગત કર્યું.
અહીં આવતા જ તેને જુની યાદો તાજી થઇ ગઇ.કિનારાને બીજી વાર આ જ ઓફિસમાં મળ્યો હતો.
"વેલકમ બેક સર."ચિરાગ બોલ્યો.
"થેંક યુ ચિરાગ."કુશ
"કુશ સર,સિધ્ધુભાઇ પકડાઇ ગયો તે ખુબ જ સારી વાત છે હવે આપણને ડ્રગ્સના પુરા નેટવર્ક વિશે જાણવા મળશે અને તે હાર્ટ વાળી મિસ્ટ્રી પણ સોલ્વ થશે."ચિરાગ બોલ્યો
"સાચી વાત છે ચિરાગ,પણ તે કેસની અમુક કડીઓ અહીં પણ જોડાયેલી છે.અહીં પણ તેમનું નેટવર્ક છે.આપણે તેમના અહીંના મેઇન માણસને પકડવાના છે." કુશ બોલ્યો.
"હા સર પણ અહીંના તે મુખ્ય માણસને આજસુધી કોઇએ નથી જોયો."ચિરાગ
"બની શકે કે તે જ આ હાર્ટ વાળો મુખ્ય માણસ હોય.તે જ આ ડ્રગ્સની ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીનો મુખ્ય ગુંડો હોય."કુશે કહ્યું.
"તો સર હવે શું કરીશું?"ચિરાગ બોલ્યો.
"ચિરાગ,આવતીકાલે એક ચેરેટી ફંકશન યોજાવાનું છે.સાંભળ્યું છે ત્યાં મોટા મોટા માણસો આવશે પોતાની અમીરી શો ઓફ કરવા.બસ આપણે ત્યાં જ જવાનું છે."કુશ બોલ્યો.
"પણ ત્યાં કેમ સર? ચેરીટી ફંકશન અને ડ્રગ્સને શું લેવા દેવા?"ચિરાગે પુછ્યું.
"ચિરાગ,ત્યાં અમુક એવા લોકો પણ આવશે જેમના તાર અંડરવર્લ્ડ સાથે જોડાયેલા છે.તેવું કોઇ એક સંદિગ્ધ વ્યક્તિ આપણને શોધી લઇશું તો આપણું કામસરળ."કુશ બોલ્યો.
"ઓ.કે,તો સર ચલો આજે આપણે અહીં મારા ખબરીઓને મળીએ.જાણીએ કે તે શું કહે છે?"ચિરાગ બોલ્યો.
કુશ અને ચિરાગ અહી એ.ટી.એસ. માટે કામ કરતા ખબરીઓને મળ્યાં.તેમને કઇ જ ખાસ જાણવા ના મળ્યું.અહીં તેમના અડ્ડા વિશે કેઅહીના મુખ્ય માણસ વિશે તે કશુંજ નહતા જાણતા.
"આ ખબરીઓને મળવાનું તો કઇ કામના લાગ્યું."ચિરાગ બોલ્યો.
તે લોકો એ ટીસ્ટોલ પર બેસેલા હતા.કોઇ હતું જે તેમની પર ધ્યાન રાખી રહ્યું હતું.
"હા બોસ,તે મુંબઇ એ.ટી.એસ.ઓફિસર કુશ શેખાવત અહીં અમદાવાદમાં છે,લાગે છે સિધ્ધુભાઇ પછી આપણો જ વારો છે."તે માણસે ફોન પર પોતાના બોસને કહ્યું.
"ચુપ મર,ક્યારેક તો સારું બોલ,ફોન મુક અને તેની પર નજર રાખ.ગમે તે કર પણ તે આપણ અડ્ડા પર ના પહોંચવો જોઇએ."સફેદ ઝભ્ભાલેંઘો પહેરેલો ચાલીસ વર્ષની આસપાસનો પુરુષ સામે છેડેથી બોલ્યો.
કુશનું ધ્યાન તે માણસ પર હતું.તેને અંદાજો આવી ગયો કે તે માણસ તેમનો પીછો કરી રહ્યો હતો.
"ચિરાગ,પાછળ ના જોતો પણ તે લાલ ટી શર્ટ વાળો સવારથી આપણી પાછળ છે."કુશ ધીમેથી બોલ્યો.
"તો ચલોને કુશસર તેમને પકડીએ."ચિરાગ બોલ્યો.
"ના તેને આપણી પાછળ ફેરવીએ ચલ."આટલું કહીને કુશ ઊભો થયો.
********
સોમવારની બપોર આવી ગઇ હતી.કાયના અને રનબીર કોલેજ ખતમ કરીને બોલીવુડ ડાન્સ એન્ડ ડ્રામા એકેડેમીમાં આવી ગયાં હતા.
"કાયના,તારે હવે આ વાત કિનુમોમ અને અંકલ કહી દેવી જોઇએ.મનેલાગે છે કે તે પણ તને સપોર્ટ કરશે."રનબીર.
"હા કહી દઇશ.બસ એક વાર પપ્પા અમદાવાદથી આવી જાય પછી વાત."કાયના બોલી.
તે લોકો જેવા અંદર ગયા તેમને કહેવામાં આવ્યું કે એલ્વિસ તેમની રાહ જોઇ રહ્યો હતો.
કાયના ખુબ જ એક્સાઇટેડ હતી.રનબીર અને કાયના એલ્વિસની કેબિનમાં ગયા.
એલ્વિસ પોતાની ચેયર પર બેસીને લેપટોપમાં કઇંક કામકરી રહ્યો હતો.બ્લુ જીન્સ અને ચુસ્ત વ્હાઇટ શર્ટ જેના ઉપરના બે બટન ખુલ્લા હતા.તેના વાળ બોલીવુડના ફેમસ હેર આર્ટીસ્ટે સ્ટાઇલ કરેલા હતા.તે ૩૦ થી ૩૨ વર્ષની ઊંમરનો જ હતો.નાની ઊંમરમાં બોલીવુડમાં તેનું નંબર વન કોરીયોગ્રાફર તરીકે નામ ગણાતું.
એલ્વિસે ઇશારાથી કાયના અને રનબીરે બેસવા કહ્યું.
"કાયના,ત્રણ વર્ષથી મારી એકેડેમીની વનઓફ ધ બેસ્ટ ડાન્સર અને હવે કોચ,સપનું બોલીવુડ કોરીયોગ્રાફર બનવાનું,સુંદર પણ છે.
તને એવું લાગતું હશે કે આજસુધી મે તને ક્યારેય નોટિસ નથી કરી,કે તને મારા એકપણ પ્રોજેક્ટમાં ચાન્સ નથી આપ્યો."એલ્વિસ બોલ્યો.
કાયના આશ્ચર્ય પામી.
"સર,મને એવું લાગતું કે તમે મને ઓળખતા પણ નહીં હોય."
"ખરેખર?કાયના હંમેશાં મારું ધ્યાન તારા ઉપર જ હતું.તું સુપર્બ ડાન્સર છે પણ તને ઇગ્નોર કરવાનું એક જ કારણ હતું આજસુધી."એલ્વિસ બોલ્યો.
"એ શું ?"કાયનાની આંખમાં અંગારા હતા.
"બસ આ જ આગ,આ જુનુન મીસીંગ હતું.તને ખબર છે તારા દરેક પરફોર્મન્સ મે એકદમ ધ્યાનથી જોયા હતા બસ એક જ વાતની કમી હતી.તે મને તે દિવસના તારા પરફોર્મન્સમાં દેખાયું.
ટ્રસ્ટ મી,તમારી જોડી ફાયર છે,ડાઇનામાઇટ છે.યોર કેમેસ્ટ્રી જસ્ટ રોક્સ ,તમે બન્ને એકસાથે સ્ટેજ પર આગ લગાવી દેશો."એલ્વિસ બોલ્યો.
રનબીર અને કાયના એકબીજાની સામે જોવા લાગ્યાં.થોડીક વાર તે એમ જ એકબીજાને જોયા કરતા હતા.
એલ્વિસ તેમને જોઇને હસ્યો અને બોલ્યો,
"ગાયઝ,એક્સ્યુઝમી."
રનબીર અને કાયનાએ એલ્વિસની સામે જોયું.
"મારી પાસે તમારા બન્ને માટે એક જોરદાર ઓફર છે.કે તમે બન્ને વર્લ્ડ ડાન્સ ચેમ્પીયનશીપમાં આપણી એકેડેમી તરફથી પાર્ટીસીપેટ કરશો."
રનબીર અને કાયના એકબીજાની સામે જોયું અને પછી આશ્ચર્ય સાથે એલ્વિસની સામે જોયું.
શું કુશ અમદાવાદમાં ડ્રગ્સ ઇન્ડસ્ટ્રીની ચેઇનના મુખ્ય માણસને પકડી શકશે?
સિધ્ધુભાઇ કિનારા અને લવને ઇનટરોગેશન દરમ્યાન શું જણાવશે?
વર્લ્ડ ડાન્સ ચેમ્પીયનશીપ શું તોફાન લાવશે કાયના અને રનબીરના જીવનમાં?
જાણવા વાંચતા રહો.