Wanted Love 2 - 30 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-30

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-30


વેલેન્ટાઇન સ્પેશિયલ.

કાયનાની આંખો પર પટ્ટી બાંધીને કબીર તેને ટેરેસ પર લઇ ગયો.ટેરેસને ખુબ જ સુંદર રીતે સજાવેલો હતો.કબીરે ધીમેથી આંખો પરની પટ્ટી હટાવી.

ટેરેસ પરનું દ્રશ્ય જોઇને કાયના આશ્ચર્ય પામી,કબીરના ટેરેસ પર સુંદર ટેરેસ ગાર્ડન હતું જેમા વિવિધ પ્રકારના ફુલોના કુંડા હતા.એક હિચકો હતો જેની પર આરામદાયક પીલો હતા.એક ડાઇનીંગ ટેબલ હતું જેના પર રેડ રોઝ અને વ્હાઇટ રોઝનો બુકે હતો અને કેન્ડલ લાઇટ ડિનરની પુરી તૈયારી હતી.

ટેબલ પર બધી કાયનાની પસંદગીની વાનગીઓ હતી,સાથે ખુણામાં એક કોઝી કોર્નર તૈયાર કરેલો હતો. જેને સુંદર દુપટ્ટા વડે ઉપરથી કવર કરવામાં આવ્યો હતો,ગાદલા પર વ્હાઇટ બેડશીટ અને વ્હાઇટ પીલો,દુપટ્ટાની ઉપર લાઇટીંગ અને પોપકોર્નનું મોટું ટબ.

સામે દિવાલ પર પ્રોજેક્ટર કનેક્ટ કરેલું હતું.
"વાઉ,આ બધું તે જાતે કર્યું?"કાયના કબીરની મહેનતથી ઇમ્પ્રેસ હતી.
"હા આખો દિવસ તેમાગયો.તને એમલાગશે કે વેલેન્ટાઇન ડે નાદિવસે તો રેડ કલરનું ડેકોરેશન હોવું જોઇએ તો વ્હાઇટ કેમ?

કાયના,પ્રેમની શરૂઆત દોસ્તીથી થાય.તો હું પ્રેમનું પહેલું પગથિયું એટલે કે આપણી દોસ્તી પાક્કી કરવા માંગુ છું.અાજે અાપણે આપણો વેલેન્ટાઇન ડે પ્રેમીકે ફિયાન્સની જેમ નહીં પણ દોસ્તોની જેમ મનાવીશું.આપણે તારી અને મારી પસંદગીનું ડિનર કરીશું,ડાન્સ કરીશું અને આ કોઝી કોર્નરમાં મુવી જોઇશું."કબીર બોલ્યો તેની વાત સાંભળીને કાયનાને ઘણું રીલેક્ષ લાગ્યું.
"કબીર,આ ગિફ્ટ હું તમારા માટે લાવી હતી."કાયનાએ કબીરને રિસ્ટવોચ આપી જે કબીરને ખુબ જ ગમી.
"મારી ગિફ્ટ?"કાયના બોલી.
"ઓહ એ તો હું ભુલીગયો આ બધી તૈયારીમાં સોરી."કબીર ગંભીર ચહેરે બોલ્યો.
"ઓ.કે."કાયના
"ચલ ડિનર કરી લઇએ"કબીરે કહ્યું.

કબીર અને કાયના ડિનર કરવા બેસ્યા,કબીરે કાયનાને મોકટેલ સર્વ કર્યું જે કાયનાએ પીધું અને બીજી જ મીનીટે તેના મોઢામાં કઇંક આવ્યું.તે એક સુંદર રીંગ હતી.
"કબીર,આ રીંગ!?"કાયના બોલી
"મારી સ્વિટી માટે વેલેન્ટાઇન ગિફ્ટ ભુલી જઉં એટલો પણ ભુલક્કડ નથી."આટલું કહીને કબીરે તેને રીંગ પહેરાવી.કબીરનો પોતાના પ્રત્યેનો આટલો પ્રેમ અને કેયર જોઇને કાયનાની ભાવુક થઇ ગઇ.
"એક કબીર છે જે મને કેટલો પ્રેમ કરે છે.મારી બધી વાતો માને છે.મને અનકમ્ફર્ટેબલ ના ફીલ થાય માટે આટલું સરસ એરેન્જમેન્ટ કર્યું અને હું કેમ તેના માટે આવું નથી અનુભવતી? કેમ તેને પ્રેમ નથી કરી શકતી?"તેણે આંખો બંધ કરી અને તેને તેનો જવાબ દેખાયો તેણે તરત જ ચોંકીને આંખો ખોલી.

"કાયના આપણે મુવી જોઇએ પહેલા પછી ડાન્સ કરીશું."કબીરે કહ્યું.
કોઝી કોર્નરમાં ગોઠવાઇને કબીર અને કાયના મુવી જોઇ રહ્યા હતા,કબીરના હાથ કાયનાના ખભા પર આવી ગયા હતાં.કાયના થોડી અસહજ થઇ ગઇ.

*********
લવ આ વેલેન્ટાઇન ડે પર પોતાનો અને શિવાનીનો સંબંધ એક નવી તાજી લહેરથી ભરવા માંગતો હતો તે શિવાનીને એક રિસોર્ટમાં લઇ ગયો હતો,ત્યાં તેણે પુરો દિવસ મોબાઇલ અને કામ વગર શિવાની સાથે વિતાવવાનું વિચાર્યું હતું અને તે પ્રમાણે જ તેણે કર્યું.

શિવાની ખુબજ ખુશ હતી,લવ માટે તેની નારાજગી કદાચ આ પગલા પછી દુર થઇ જાય એમ હતી પણ કિનારા માટેની તેની નારાજગી કદાચ ક્યારેય દુર નહીં થાય.

કુશ અને કિનારા આ વેલેન્ટાઇન ડે એકબીજાથી દુર હતા.કુશ અને કિનારાએ આ વેલેન્ટાઇન ડે અલગ રીતે જ મનાવવાનો નક્કી કર્યો હતો.તેમના માટે વેલેન્ટાઇન ડે તો માત્ર એક સામાન્ય દિવસ હતો કેમ કે તેમનો પ્રેમ તો રોજ વેલેન્ટાઇન ડેના જેમ જ હતો.

કુશ અને કિનારાનો પ્રેમ અનન્ય હતો,કેટલી પણ તકલીફો ,કેટલી પણ અડચણો તેમને અલગ કરી શકે તેમ નહતી પણ તે આ વેલેન્ટાઇન ડે પર કાયના પાછી મળી જવાના અને બધાની સામે તેમનો સંબંધ ફરીથી પહેલ જેવો થઇ ગયો તે કારણોસર ખાસ મનાવવા માંગતા હતાં.

કિનારાએ પોતાનો બેડરૂમ રેડ રોઝ, રેડબલુન અને કેન્ડલ્સથી સજાવેલો હતો.સામે લેપટોપમાં તેણે વીડિયોકોલ કર્યો હતો કુશને.કિનારા રેડ કલરની સાડીમાં ખુબજ સુંદર લાગી રહી હતી.
"હેપી વેલેન્ટાઇન ડે માય લવ."કિનારાએ કહ્યું
"સેમ ટુ યુ માય ડાર્લિંગ.બાય ધ વે મારી પ્રિન્સેસ અને પ્રિન્સ શું કરે છે?"
"કુશ,તારી પ્રિન્સેસને તેનો પ્રિન્સ ચાર્મિંગ લઇ ગયો અને તારો કુંવર વેરી વેરી પુવર."આટલું કહીને કિનારા હસી.
"આઇ કાન્ટ બીલીવ કે તે રોમાન્સ કિંગ કુશનો દિકરો છે.બિચારો સવારથી અદ્વિકાને બહાર લઇ જવા માટે તેને મનાવતો હતો પેલીએ છેલ્લે કંટાળીને હા પાડી અને તને ખબર છે શું થયું તેની સાથે?"કિનારા બોલી.
"શું થયું?"કુશ
"કિયા અને કિઆરા તેને ખાસ પરેશાન કરવા તે બન્નેની સાથે ગયાં."કિનારા આટલું બોલીને હસી.
"એ હેલો તને હસવું કેમ આવે મારા બિચારા દિકરા પર તમે બધાં અત્યાચાર કરો છો."કુશ નારાજગી જતાવતા બોલ્યો.
"એ બધું છોડ.તને ખબર છે કુશ આજે મે ડિનર માટે શું બનાવ્યું હશે?"કિનારા બોલી.
"યસ અફકોર્ષ ,એ જ જે મે પહેલી વાર તારા માટે બનાવ્યું હતું અને મે શું ઓર્ડર કર્યો છે તે જ બટેકા પૌઆ અને ચા.તને યાદ છે હું તારી જોડે ભણવા આવતો ત્યારે તું લગભગ રોજ મને તે જ ખવડાવતી."કુશ બોલ્યો.
"એટલે મે બીજું કશુંજ નથી ખવડાવ્યું?"કિનારા ખોટી નારાજગી સાથે બોલી.
"ના પણ આ મારું ફેવરિટ હતું."કુશ બોલ્યો.
તેમણે ડિનર કર્યું,
"કિનારા,લેટ્સ ડાન્સ."કુશે ડિનર કરીને કહ્યું.
કુશ અને કિનારા ડાન્સ કરી રહ્યા હતા સોફ્ટ રોમેન્ટિક ગીત પર,કુશ અને કિનારા બન્ને અલગ અલગ જગ્યાએ એકલા ડાન્સ કરી રહ્યા હતા પણ તે એકબીજાનો સ્પર્શ ,હુંફ અને પ્રેમ અનુભવી શકતા હતા.

"કુશ,આપણે એકબીજાથી દુર છીએ પણ આપણી પાસે એકબીજાનો પ્રેમ હંમેશાં હોય છે જે અાપણને એકલા નથી અનુભવવા દેતા.બાય ગુડ નાઇટ આઇ લવ યુ."કિનારા બોલી
"આઇ લવ યુ ટુ માય સ્વિટહાર્ટ."કુશ બોલ્યો.

***
કાયના અને કબીરે મુવી પોપકોર્ન સાથે ખુબ જ એન્જોય કર્યું.કબીરે ખુબ ધ્યાન રાખ્યું કે કાયના અસહજ ના અનુભવે.કાયના કબીર સાથે આ સાંજ વિતાવી ખુશ હતી પણ કઇંક ખુટતું હોવાનો અહેસાસ અને અંદર કઇંક ખુંચી રહ્યું હતું.તેણે વોટ્સએપ પર રનબીરને પોતાના તૈયાર થયેલા ફોટા મોકલ્યા હતા જ્યારે તૈયાર થઇ ત્યારે પણ તે હજી તેણે જોયા નહતા અને ના તેનો કોઇ મેસેજ નહતો.

તે વારંવાર પોતાનો મોબાઇલ ચેક કરતી,તેને પોતાના આ વર્તન પર ખુબ આશ્ચર્ય થતું હતું.
કબીરે મ્યુઝિક ચાલું કર્યું સોફ્ટ રોમેન્ટિક સોંગ વગાડ્યું અને કાયનાનો હાથ માંગ્યો ડાન્સ માટે.કબીરને ડાન્સ નહતો આવડતો પણ આજે તે એ બધાં વિચારો છોડીને બસ કાયના સાથે આ પળને યાદગાર બનાવવા માંગતો હતો.

કબીર સાથે ડાન્સ કરતા સમયે તેને સતત તે ક્ષણ યાદ આવતી જ્યારે તેણે રનબીર સાથે ડાન્સ કર્યો હતો.

"મારા માટે કબીરે કેટલું બધું કર્યું અને હું તેની સાથે આ પળ માણવાની જગ્યાએ કેમ કોઇ બીજા વિશે વિચારું છું.મારે આવું ના કરવું જોઇએ"કાયનાએ વિચાર્યું તેણે પોતાના મનને મનાવી રનબીર વિશે વિચારવાનું બંધ કર્યું.

****

એક દરિયો સામે ઘુંઘવાટા મારતો હતો અને એક અંદર,મોજા સામે પણ ઉછાળા મારી રહ્યા હતા અને વિચારો મનમાં.ધોર અંધકાર છવાઇ રહ્યો હતો અને તેના અંદર પણ એક અંધકાર છવાઇ રહ્યો હતો.

આ વિચારો બસ તેનો પીછો જ નહતો છોડતા ,એક પ્રશ્નાર્થ તેના પુરા અસ્તિત્વને હચમચાવી રહ્યો હતો.

કેમ?આજ પહેલા પણ આટલા વેલેન્ટાઇન ડે આવ્યા અને ગયા,ક્યારેય કઇ ફરક નહતો પડ્યો.તે પોતાની મોમ અને દાદુ સાથે તે દિવસ મનાવતો.અનેક છોકરીઓ હંમેશાં તેની પાછળ પડેલી રહેતી પણ તે બધી તેના હેન્ડસમ ચહેરા અને કસાયેલા શરીરને જોઇ આકર્ષાતી.તેના હ્રદય કે મનને કોઇ જાણવા જ નહતું માંગતું.તેનો આ હેન્ડસમ ચહેરો અને શરીર તેની આજસુધીની એકલતાનું કારણ હતું.

જેની રોજ સવાર કાયના સાથે જીમ જવાથી થતી,બપોરે કાયના સાથે કોલેજમાં થતી,સાંજ તેની સાથે ડાન્સ એકેડેમીમાં થતી અને રાત તેની સાથે ભણીને પુરી થતી તે રનબીર આજે સવારે સુર્યોદય પહેલા જ ઘરેથી કોઇને કહ્યા વગર નિકળી ગયો.તેણે પુરો દિવસ કિનારાના સ્થાપેલા અનાથઆશ્રમમાં નાના બાળકો સાથે વિતાવ્યો.તેમની સાથે અલગ અલગ ગેમ્સ રમ્યો,ડાન્સ કર્યો,તેમને વાર્તા કહી અને તેમને સરસ ટ્રીટ અને ગિફ્ટ્સ આપી.

પુરો દિવસ પોતાની જાતને છેતરવામાં અને વ્યસ્ત રાખવામાં કાઢ્યો.કોઇનો પણ ફોન ના ઉપાડ્યો કે ના કોઇના મેસેજનો રિપ્લાય અાપ્યો અને અત્યારે રાત પડી ગઇ હતી.પોતાની સમુદ્ર જેવી ભુરી આંખોથી સામે રહેલા સમુદ્રને એકીટશે તાકી રહ્યો હતો.સાંજે ૭ વાગે અનાથઆશ્રમ માંથી નિકળીને તે દરિયાકિનારે ગયો ત્યારનો તે ત્યાં જ હતો.

શું ફાયદો થયો ?પોતાની જાતને છેતરવામાં નિષ્ફળ ગયો.આ વાત તે સમજ્યો અને પોતાની વ્હાલી ડાયરીને પણ સમજાવી.

કે પુરો દિવસ આટલું વ્યસ્ત રહેવા છતાં કેન્દ્રબિંદુમાં તો તે જ હતી.તેનો જ ચહેરો સતત દેખાયો.પણ કેમ?

આ સવાલ પોતાની જાતને પુછી રહેલા રનબીરને અચાનક સામે ગુસ્સામાં ચાલીને આવી રહેલી કાયના દેખાઇ.
"સાલુ,ફરીથી ભ્રમ?આજે કેમ મને પુરો દિવસ તે જદેખાયા કરે છે.આખો દિવસ તેનો હસતો ચહેરો દેખાતો આ અત્યારે કેમ ગુસ્સાવાળો ચહેરો દેખાય?"રનબીર સ્વગત બોલ્યો.

તેટલાંમાં કાયના વધારે નજીક આવી અને રનબીરની હ્રદયની ધડકન વધીગઇ.તે કાયનાને અડીને તે સાચે છે કે સ્વપ્ન તે જોવા જતી હતી ત્યાંજ સટાક કરીને એક થપ્પડ રનબીરના ગાલે ગુસ્સામાં કાંપી રહેલી કાયનાએ માર્યો.

"કાયના,તું સાચે છે? પણ તું તો કબીર સાથે હતી અહીં કેવી રીતે આવી? તને કેવીરીતે ખબર પડી કે હું અહીં છું?"રનબીરનો અવાજ આટલું બોલતા ભરાઇ ગયો.

રનબીર અને કાયના એલ્વિસને મળશે ત્યારે શું થશે?કુશ અમદાવાદમાં ડ્રગ્સના ડિલર અને પેડલર્સ સુધી પહોંચી શકશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 1 week ago

Vishwa

Vishwa 3 month ago

Himanshu P

Himanshu P 4 month ago

Kano

Kano 6 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago