કબીર અને રનબીર વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરે તે નોર્મલ વાત હતી પણ તે વાત રનબીરને સખત બેચેની કરાવી રહી હતી.તે લગભગ પુરી રાત સુઇ ના શક્યો.કાયના કબીરની મંગેતર હતી અને કદાચ આ ફાઇનલ યર ખતમ થતાં તેની પત્ની બની જશે,આ વાત બધાંને ખબર હતી રનબીરને પણ ખબર હતી.કાયના પ્રત્યેની તેની લાગણી બદલાઇ રહી હતી જે તે આજે આ ધડીએ સમજી ગયો હતો.
રનબીર પોતે ફાઇનલ યર પાસ કરતા જ પાછો અમદાવાદ જતો રહેશે પોતાના જન્મદાતા માતાપિતા વિશે જાણવા અને પોતાની નેહુમોમની સેવા કરવા.આ જ મકસદ હતો તેનો ખબર નહીં કેમ હવે તેનું હ્રદય બદલાઇ ગયું હતું.કાયના માટે આજે તે પોતે બલી ચઢવા જઇ રહ્યો હતો મીની જેવી સ્ત્રીના હાથે.
સવાર એમ જ પડી ગઇ રનબીર આ બધાં વિચારોનો સામનો ના કરી શક્યો.સવારે તેમને એક મહત્વનું કામકરવાનું હતું વર્ષોથી એક જ ઘરમાં એકસાથે રહેતા પણ હ્રદયથી વિખુટા પડેલા માઁ દિકરીનું મિલાપ કરાવવાનું હતું.
લવ-કુશ અને કબીર તૈયાર હતા.
"કાશ કે કિયાએ મારી મદદ કરી હોત અને તે શિવાની આંટીના કન્ફેશન વાળો વીડિયો લઇ આવી હોત પણ તેણે મદદ ના કરી."રનબીર નિસાસો નાખતા બોલ્યો.
તેટલાંમાં કિયા અંદર આવી,તે રનબીર સાથે નજર નહતી મિલાવી શકતી.
"રનબીર,આઇ એમ સોરી.તારી મદદ કરવાની ના પાડી દીધી.આ લે આ ઓડિયો છે મે મોમ પાસેથી કન્ફેસ કરાવી લીધું હતું કે તેણે જ કાયનાને કિનારા વિરુદ્ધ ભડકાવી હતી કેમકે તે કિનુમોમને પોતાના અને ડેડના બગડેલા સંબંધના જવાબદાર ગણતા હતા.આઇ એમ સોરી રનબીર.થઇ શકે તો મને માફ કરી દેજે."કિયાની વાત રનબીર સિવાય કોઇ સમજી શક્યું નહીં કિયા કેમ તેની માફી માંગી રહી હતી તે પણ ના સમજી શક્યું.
"ઓહ માય ડાર્લિંગ બેબી.આવી જા ડેડની પાસે ઇટ્સ ઓ.કે."આટલું કહી લવે પોતાની જાન સમી દિકરીને ગળે લગાવી દીધી.કિયાની આંખમાં પ્રશ્ચાતાપના આંસુ હતા.
કુશે બધાંજ ફેમિલી મેમ્બરને નીચે મેઇનહોલમાં ભેગા કર્યા.પહેલા તેણે સિધ્ધુભાઇ ઉર્ફે સુધીરનો વીડિયો અને તેના કાળ કામના ચિઠ્ઠા રજુ કર્યા ,તેના પિતા સાથે વાત કરાવી અને પછી કિયાએ આપેલો ઓડિયો સંભળાવ્યો
કુશે કિનારાના તરફથી વાત કાયના અને બધાં સમક્ષ રજુ કરી.કાયના અત્યંત આઘાતમાં હતી.આંસુઓ તેની આંખમાંથી અવિરત વહી રહ્યા હતા.પોતાની મોમ,પોતાની હિરો,પોતાનો રોલમોડેલ તેને પોતે આટલી ખોટી સમજી? તેને પોતાની જાત પર શરમ આવી રહી હતી.
તેને પોતાની જાત સાથે નફરત થઇ રહી હતી.કિનારાનું મન આજે શાંત હતું.તેણે આ સત્ય સાથે પુરા પરિવારને પોતાના અને કુશના સંબંધનું સત્ય પણ જણાવી દીધું હવે તે ઘણું હળવું અનુભવી રહી હતી.તે બસ તે જ રાહમાં હતી કે ક્યારે કાયના આવીને તેના ગળે લાગે.બધાં એ જ રાહમાં હતા.
શિવાની અને જાનકીદેવી ગુસ્સે અને નારાજ થઇને ત્યાંથી જતા રહ્યા હતા.બધાંની નજર કિનારા અને કાયના તરફ મંડાયેલી હતી. કાયના રડતા રડતા પોતાના રૂમમાં જતી રહી અને પોતાને અંદર લોક કરી દીધી.બધાંએ ખુબ જ પ્રયત્ન કર્યા પણ તે બહાર ના આવી.
અંતે રનબીર કાયનાના રૂમમાં બાલ્કનીમાંથી પાઇપ ચઢીને તેના રૂમમાં ગયો.કાયના એક ખુણામાં બેસીને રડી રહી હતી.રનબીરને જોઇને પોતાની લાગણીઓનેકાબુંમાં ના રાખી શકી.તેને ગળે લાગીને તે ખુબ રડી.રનબીરે પ્રેમથી તેના પીઠ અને માથા પર હાથ ફેરવ્યો.તે શાંત થઇ.
"કાયના,દરવાજો ખોલ અને નીચે જા.તારા મોમ તારી રાહ જોવે છે કે ક્યારે તું આવે અને તેમના ગળે લાગે."રનબીરે ધીમા અવાજે કહ્યું.કાયનાએ હકારમાં માથું હલાવ્યું.
"તું કોઇ જાદુગર છે? કે કોણ છે તું ? જ્યારથી આવ્યો ત્યારથી બસ તારો જ જાદુ ચાલે છેમારા ઘરમાં,પરિવારમાં અને મારા હ્ર..."તે હ્રદય બોલવા જતી હતી પણ અટકી ગઇ.રનબીરે તેના ચહેરાને પોતાના હાથમાં પકડ્યો અને તેના કપાળથી પોતાનું કપાળ અડાડ્યું.
"મારા માટે તો તું જાદુગર છો.યુ આર બેસ્ટ.તારું મન અને હ્રદય ખુબજ સુંદર છે.જા હવે નીચે.હું બહારથી આવું છું.નહીંતર બધાં ઊંધુ વિચારશે."રનબીર બોલ્યો.કાયના જતી હતી.રનબીરે તેને રોકી અને તેના ગાલ પર એક સુંદર ચુંબન કર્યું.કાયના હસી.
કાયના નીચે આવી અને રનબીર પણ ત્યાં આવ્યો.તેકિનારા પાસે આવી તેના પગે પડી ગઇ.
"મોમ,મને માફ કરી દે એવું કયા મોઢે કહું ?આટલો અવિશ્વાસ કર્યા પછી મારો વિશ્વાસ કર કે આઇ લવ યુ કયા મોઢે કહું ?ક્યાંથી લાવું હિંમત તારી આંખોમાં જોવાની?આટલા વર્ષોના મારા ખરાબ વર્તનની છાપ ભુસવા કયું રબર લાવું?"કાયના કિનારાથી નજર નહતી મિલાવી શકતી.કિનારા અને કુશની આંખમાં પાણી હતું.આજે તેમનું વર્ષોનું સ્વપ્ન પુર્ણ થયું.
"કશુંજ કહેવાની જરૂર નથી,જે પણ થયું તેમા તારી કોઇ જ ભુલ નહતી.તારી જગ્યાએ કોઇપણ હોય તે આ જ કરે.ઊંમર જ એવી હતી તારી,આ બધું માત્ર રનબીર અને કબીરના કારણે થયું.
કાયના,તું નસીબદાર છે કે તને કબીર જેવો જીવનસાથી મળ્યો અને રનબીર જેવો દોસ્ત મળ્યો.આવ મારી દિકરી મારા ગળે લાગી જા."કિનારા જેવી મજબુત સ્ત્રી આજે થોડી નરમપડી ગઇ હતી.કિનારા અને કાયના એકબીજાને ગળે લાગ્યાં અને રડવા લાગ્યાં.કુશે પોતાની બન્ને સ્વિટહાર્ટને ગળે લગાવી તેમને શાંતકર્યા.માઁ દિકરીનું આ અદભુત મિલન જોઇ ત્યાં હાજર બધાંની આંખ લાગણી અને ખુશીથી ભીની હતી.કિઆન પણ આ મિલનમાં સામેલ થઇ ગયો.અાજે કિનારાનો પરિવાર સંપૂર્ણ થઇ ગયો હતો.
"મોમ,હું જઉં હવે.કિનુમોમ કુશપાપા શું હું કાયનાને કાલે વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરવા બહાર લઇ જઇ શકું?"કબીરે પુછ્યું રનબીરને તે ના ગમ્યું.
"યસ અફકોર્ષ."કુશે પરમીશન આપી.
રવિવારનો દિવસ આવી ગયો હતો.રનબીર વહેલી સવારથી જ ગાયબ હતો.કાયનાની નજર તેને શોધી રહી હતી.તેનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો હતો.કાયના બેચેન થઇ રહી હતી.
સાંજ પડી ગઇ હતી પણ તેનો કોઇ જ અતોપતો નહતો.કાયના તૈયાર થઇ રહી હતી,જેમા અદ્વિકા અને કિયા તેને હેલ્પ કરી રહ્યા હતા.તેણે ઓફશોલ્ડર રેડ કલરનું ગોઠણ સુધીનું ગાઉન પહેર્યું હતું.તેણે વાળ કર્લી કર્યા હતા અને કાનમાં બ્લેક કલરના લોંગ ઇયરરીંગ્સ.કિયા આજે પુરા મનથી કાયનાને તૈયાર કરી રહી હતી.તેણે એક ખુબ જ સુગંધીદાર પરફ્યુમ તેની પર છાંટ્યું.પગમાં બ્લેક હાઇ હિલ્સ.અદ્વિકાએ કાયનાના મોબાઇલમાં તેના સુંદર ફોટોગ્રાફ્સ પાડ્યાં.
સુંદરતામાં કિયા,કિઆરા અને કાયનામાં કાયનાનો નંબર ત્રીજો આવતો હતો કિયા અને કિઆરા તેની સરખામણીમાં વધુ સુંદર હતી.
"વાઉ કાયના દી.આજે તો કબીર તને જોઇને પાગલ થઇ જશે."કિયા તેને ચિઢવતા બોલી.
"સાચી વાત છે કિયાની,કાયના યુ લુક્સ બ્યુટીફુલ એન્ડ ગોર્જીયસ.આજે કબીર તને જોતો જ રહી જશે"અદ્વિકા પણ તેને ચિઢવતા બોલી.તે બન્નેની વાતો તેને ગભરામણ કરાવી રહી હતી.કબીર આમપણ તેની નજીક આવવા ખુબ જ કોશીશ કરતો હતો અને આજે તેને ખુબ જ ગભરામણ અને ડર જેવું લાગતું હતું.
"હેય કાયનાદી,તમે કબીર જીજુ માટે ગિફ્ટ લીધી કે નહીં?"કિયાએ પુછ્યું
"ના એવું બધું મને નથી ફાવતું.આ વેલેન્ટાઇન અને આ બધું મને હકીકતમાં નથી ગમતું."કાયના કંટાળા સાથે બોલી.અંતે તે બન્નેના આગ્રહના કારણે તેણે સુંદર રિસ્ટવોચ લીધી.
અંતે કાયના કબીરના ઘરે પહોંચી.કબીરના ઘરે અંધારું હતું.કબીર તેના રૂમમાંથી બહાર આવ્યો તેણે સફેદ કલરનો લેંઘો અને પતલો વ્હાઇટ શર્ટ પહેરેલો હતો.તે એકદમ ફોર્મલ ઘરના કપડાંમાં હતો.કાયના તેને જોઈને ચોંકી ગઇ.
તેણે કબીરની સામે જોયું અને પછી પોતાની સામે જોયું.તેની આંખોમાં પ્રશ્ન હતો.
"હાય કાયના,આઇ નો મને જોઇને તારા મનમાં અસંખ્ય સવાલો હશે કે આપણે વેલેન્ટાઇન ડે સેલિબ્રેટ કરવાના હતા તો હું આ રીતે શું કરું છું?"કબીરે પુછ્યું
કાયનાએ હામાં માથું હલાવ્યું.
"તો સ્વિટહાર્ટ આપણે વેલેન્ટાઇન ડે પણ સેલિબ્રેટ કરીશું અને સાથે ક્વોલીટી ટાઇમ પણ પસાર કરીશું પણ ઘરે જ મોમ ડેડ પાર્ટીમાં ગયા છીએ અને મે તારા માટે ઓસમ સરપ્રાઇઝ પ્લાન કર્યું છે."કબીરે કહ્યું.
"ઓહ."કાયના બોલી.
"કાયના,યુ લુક બ્યુટીફુલ પણ તને કદાચ આ કપડાંમાં અસહજ લાગતું હોય તો તારા માટે તારા ફ્યુચર બેડરૂમમાં પલંગ પર થોડા કપડાં છે જોઇલે."કબીરે કહ્યું.
કાયના કબીરના બેડરૂમમાં ગઇ,પલંગ પર ગર્લ્સ પાયજામા અને ટીશર્ટ પડી હતી.તેમાંથી એક તેણે પહેરી અને તે બહાર આવી.તે ઘણી રીલેક્ષ હતી.
"વાઉ,ગ્રેટ હવે સરપ્રાઇઝનો વારો.ચલ ટેરેસ પર."આટલું કહીને કબીરે તેની આંખો પર એક પટ્ટી બાંધી.તેણે તેનો હાથ પકડ્યો અને તેને ટેરેસ પર લઇ ગયો.
અહીં કુશ અમદાવાદ જવા નિકળી ગયો હતો.મિશન વોન્ટેડ લવની નેક્સ્ટ કડી તેને અમદાવાદમાં મળવાની હતી.સુધીરને સોમવારે કોર્ટમાં રજુ કરીને રીમાન્ડ પર લેવાનો હતો.તે અંડરવર્લ્ડનો એક રીઢો અપરાધી બની ગયો હતો.
તેની પાસેથી પોલીસ ડ્રગ્સ ડિલર્સ ,તેના રેગ્યુલર અને મોટા કસ્ટમર્સ અને પેડલર્સની માહીતી મળવાની હતી.
તે લોકો સિધ્ધુ પાસેથી તે રહસ્ય જાણવાના હતા કે આ બધાનો મુખ્ય ડોન એટલે કે ડ્રગ્સ ઇન્ડસ્ટ્રીનો બેતાજ બાદશાહ કોણ હતો.સિધ્ધુ પાસેથી મળેલી માહિતીના આધારે તેમનું મિશન વોન્ટેડ લવ સરળ થવાનું હતું.કુશ અમદાવાદ પહોંચી ગયો હતોઆ શહેર સાથે તેની ઘણીબધી યાંદો જોડાયેલી હતી.તે અહીંની લોકલ પોલીસની મદદથી અહીં તપાસ કરવાનો હતો.
કુશ અમદાવાદમાં ડ્રગ્સના મુખ્ય સુત્રધાર સુધી પહોંચી શકશે?કાયના અને કબીરનું વેલેન્ટાઇન ડે સેલિબ્રેશન કેવું રહેશે?રનબીર ક્યાં ગયો હશે?.
જાણવા વાંચતા રહો.