Wanted Love 2 - 28 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-28

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-28


કિનારાએ ગન ખીસામાં મુકી,રનબીરને કિનારા,લવ અને કબીરને જોઇને રાહત થઇ.રનબીર તેને ધક્કો મારીને ઊભો થયો.તેને હવે રાહત અનુભવી રહ્યો હતો.કિનારા મીનીની પાસે ગઇ અને તેને જોરદાર લાફો માર્યો.

મીની આઘાત પામી અને નીચે પડી ગઇ.
"કોણ છો તમે લોકો?"તે ડરેલી હાલતમાં બોલી.

"તારા જેવાના સાસરી વાળા."લવ બોલ્યો.
"મુંબઇ પોલીસ."કિનારા બોલી.
"શું જોઇએ છે તમને? અને મને કેમ માર્યુ?"મીની ગભરાયેલા અવાજમાં બોલી.
"સિધ્ધુભાઇનું સરનામું જોઇએ અને માર મારા દિકરા જોડે જબરદસ્તી કરવાની કોશીશ કરવા માટે.તે તારી સ્ત્રી હોવાનું માન જાળવતો હતો નહીંતર તે પણ ખુબ તાકતવાર છે."કિનારા બોલી.
"બોલ હવે સિધ્ધુ ક્યાં છે?"લવે કડક અવાજમાં પુછ્યું.
"મને નથી ખબર અને કોણ સિધ્ધુ?"તેણે નાટક કર્યું.
કિનારાને લવે ઇશારો કર્યો.કિનારા હસી અને તેની પાસે ગઇ તેને લાફો મારીને જમીન પર ઉંધી પાડી દીધી અને તેનો હાથ મરોડ્યો પાછળ તરફ તેને અસહ્ય પીડા થઇ રહી હતી.મીનીની આંખમાંથી પાણી નિકળી રહ્યું હતું.

કબીર અને રનબીર કિનારાનું આ રૂપ પહેલી વાર જોઇ રહ્યા હતા,કિનારાને એક કડક પોલીસ ઓફિસરના રૂપમાં જોઇને તે આશ્ચર્ય પામ્યા.

"બોલ,નહીંતર તારી જેવી કેટલીઓના મોઢા ખોલાવ્યા છે તે તને ભારે પડશે."આટલું કહીને કિનારાએ તેને વધુ ટોર્ચર કરી.
"કહું છું પ્લીઝ વધુ ના મારો.મારી સુંદરતા ખરાબ થઇ જશે તો અહીં મને કામ પરથી નિકાળી દેશે."મીની બોલી.
"આ ડાન્સબાર પણ ગેરકાયદેસર છે.અત્યારે અમારે તમાશો નથી કરવો એટલે તેના માટે કોઇ કાર્યવાહી નથી કરી રહ્યા અને તું એક કામકર ઊભી થા તારો ચહેરો સરખો કર અને તેને અહીં જ બોલાવ."કિનારાએ કહ્યું .

"હા બોલાવું."મીની આટલું કહીને ઊભી થઇ માંડ માંડ અને પોતાના વાળ અને મેકઅપ સરખો કર્યો.તેણે સિધ્ધુ ઉર્ફે સુધીરને સ્પીકર પર રાખી ફોન લગાવ્યો.
"હાય મીની ડાર્લિંગ."સિધ્ધુ બોલ્યો.તેનો અવાજ કિનારા ઓળખી ગઇ.

"સિધ્ધુ ડાર્લિંગ,જલ્દી મેકઅપ રૂમમાં આવ.તારી બહુ યાદ આવે છે.મીસ્ડ યુ સો મચ."મીની લટકાડા અવાજમાં બોલી.તેની આ અદા જોઇ બધાને આશ્ચર્ય થયું.
"આવ્યો ડાર્લિંગ લાગે છે બહુ મીસ કર્યો મને."સિધ્ધુ બોલ્યો.મીનીએ ફોન મુકી દીધો.
રનબીર અને કબીર બહાર સંતાઇ ગયા જ્યારે લવ અને કિનારા અંદર રૂમમાં જ સંતાઇ ગયા.થોડી વારમાં સુધીર ઉર્ફે સિધ્ધુ આવ્યો.

"હાય મીની ડાર્લિંગ.તારા ચહેરા પર કેમ બાર વાગેલા છે?"સિધ્ધુએ પુછ્યું.

"કેમ કે તારી ડાર્લિંગને અમે ખુબ માર માર્યો છે."કિનારા અને લવ ગન તેની તરફ તાકીને બહાર આવ્યાં.
"ઓહો કિનારાજી તમે?ફાઇનલી આટલા વર્ષો પછી આપણે મળ્યાં ખરાં."સિધ્ધુ બોલ્યો.
"હા અને હવે યુ આર અન્ડર એરેસ્ટ.તારી વિરુદ્ધ ઘણીબધી ફરિયાદ અને સાબિતી છે અમારી પાસે હવે તું નહીં બચે અને તારી ડ્રગ્સની ગેંગ પણ નહીં બચે."કિનારા બોલી
"જોઇએ કે તમે અહીંથી મને કેમલઇ જાઓ છો.બહાર બધે મારા માણસો છે હથિયાર સાથે અને અગર કઇ ચાલાકી કરી તો આ મીનીને ઉડાઇ દઇશ."સિધ્ધુ આટલું કહીને મીનીના કપાળે બંદૂક મુકી.

લવે તેના હાથ પર ગોળી મારીને ગન પાડી દીધી.લવ અને કિનારા તેને ઘેરી વળ્યા.સુધીર પણ ખાસો તાકાતવાર હતો.આટલા સમય અંડરવર્લ્ડમાં રહીને તર ખુબ જ મજબુત થઇ ગયો હતો.તેણે લવને પેટમાં લાત મારી અને મોઢા પર મુક્કો માર્યો,લવને પેટમાં જોરદાર લાત પડતા તે નીચે પડી ગયો કિનારાએ તેને મોઢા પર બોક્સીંગ પંચ માર્યા તેણે ગન તેની તરફ તાકી પણ તેણે કિનારાની ગનને પણ લાત મારીને નીચે પાડી અને તેને પણ ધક્કો મારીને ભાગ્યો પણ જેવો તે બહાર ગયો તેની સામેગન તાકીને રનબીર ઊભો હતો.આ ગન કિનારાએ તેને રક્ષણ માટે આપી હતી.

તેટલાંમાં જ પાછળથી લવ અને કિનારા આવીને સિધ્ધુને પકડી લીધો.તે લોકો તેને પોલીસ હેડઓફીસ લઇ ગયાં.કુશ પણ ત્યાં આવી ગયો હતો.તેણે સિધ્ધુ ઉર્ફે સુધીરને બે લાફા માર્યા.
"કેટલીય છોકરીઓની જિંદગી બરબાદ કરી,ડ્રગ્સ વેંચીને કેટલા યુવાનો અને તેના પરિવારને બરબાદ કર્યા ,કેટલા અપહરણ,ખંડણી અને મારી કિનારા અને કાયનાને અલગ કર્યા તારા વિરુદ્ધ મારી પાસે એટલા પુરાવા છે કે તું જેલની બહાર નહીં આવી શકે આજીવન.

બસ અત્યારે સુધી તને પકડીના શકવાનું એક જ કારણ હતું કે તને કોઇએ જોયો નહતો.હવે તું નહીં બચે."કુશ બોલ્યો.
"અંકલ,કાયના અને તેની મોમને મે દુર કર્યા.તમને ખબર છે કે જ્યારે કિનારાજીએ મને અને મારા પરિવારને અહીં ઇજ્જતથી જવા કહ્યું તો મારું તો સપનું તુટી ગયું.

મારું સપનું કાયનાને પામવાનું તો હતું જ સાથે જાનકીવિલાનો મોટો જમાઇ બનવાનો પણ હતો અઢળક સંપત્તિનો વારસ અને ત્રણ ત્રણ પોલીસ ઓફિસરનો જમાઇ અને કાયનાથી કંટાળત તો બહાર મને હજારો મીની મળી જ જાત.

પણ આ બધું ના થઇ શક્યું.તો મે જતા જતા કાયનાને મળીને તેની મોમ વિરુદ્ધ ભડકાવી અને કિનારાજીના બેડલક તેમના પરિવારના ઘણા સભ્યોએ બળતામાં ઘી હોમ્યું.હા હા મારા હ્રદયને ઠંડક વળી આ સાંભળીને કે તે ખટરાગ આ માઁ દિકરી વચ્ચે હજીપણ છે."સુધીર ખંધુ હસ્યો અને કિનારાએ તેને બે થપ્પડ મારી દીધા.તેને કડક સુરક્ષા વચ્ચે કેદ કરવામાં આવ્યો.

તે પાંચેય જણા ઘરે ગયાં.રાત્રીના ખુબ જ મોડું થયું હોવાના કારણે આજે કબીર પણ અહીં જાનકીવીલામાં રોકાવવાનો હતો.અહીં કાયના હજીપણ બેચેનીમાં આમથી તેમ આંટાફેરા કરી રહી હતી. કિઆન અને અદ્વિકા બગાસા ખાતા ખાતા તેને જોઇ રહ્યા હતા.તે બધાને એકસાથે આવતા જોઇને તે ત્રણેય ઊભા થયા.તેમના ચહેરા પર ખુબ જ ખુશી હતી.

કાયનાને આમ બેચેન જોઇને તેમને ચિંતા થઇ.
"કાયના,શું થયું ? હજીસુધી કેમજાગે છે?કિઆન અને અદ્વિકા વાત શું છે?"કુશે પુછ્યું.
કિઆને કાયનાને થઇ રહેલી બેચેની વિશે જણાવ્યું.કાયનાનું ધ્યાન માત્ર રનબીર તરફ હતું અને રનબીર કબીરની સાથે વાતો કરવામાં વ્યસ્ત હતો તેણે એકવાર પણ કાયનાની સામે ના જોયુ.
"કાયના,વિ આર ફાઇન.સુઇ જા બેટા."કુશે પોતાની લાડલીને ગળે લગાડીને કહ્યું.કાયના નારાજ થઇને પોતાના રૂમમાં જતીરહી.
કિઆન અને અદ્વિકા પણ પોતપોતાના રૂમમાં ગયા.અહીં કુશ,કબીર,લવ અને રનબીર રનબીરના રૂમમાં એકઠા થયેલા હતા અને આજે બનેલી ઘટના વિશે અને કેવીરીતે લવ અને કિનારા તેમને મળ્યાં તે વાત કરી.

"ફાઇનલી હવે કિનારા અને કાયના વચ્ચેની ગેરસમજ દુર થઇ જશે."લવે કહ્યું.
"હા અંકલ,મે આ વીડિયો બનાવ્યો છે આ સિધ્ધુને પકડ્યો તેનો અને તેના કન્ફેશનનો "કબીરે કહ્યું.

"વાહ,રનબીર અને કબીર તમે બન્ને ખુબજ બહાદુર છો."કુશે કહ્યું.
"હા ખાસ તો રનબીર,આજે તો તેની ઈજ્જત સહેજમાં લુંટાતા રહી ગઇ."લવ હસ્યો.તેની વાત પર કુશ અને કબીર પણ હસ્યા.
" હા ઉડાવો મજાક.તે મીની તો હાથ ધોઇને પાછળ પડી ગઇ હતી અને મારી હાલત ખરાબ.કિનુમોમને એક મીનીટ પણ લેટ થાત તો ....હું સ્ત્રીઓ પર હાથ નથી ઉપાડતો.એટલે હું તેને કઇ કરી પણ ના શકત.આ તો કાયના માટે..."આટલું બોલીને તે અટકી ગયો કબીર થોડો ગંભીર થઇ ગયો.
"એટલે કાયના અને કિનુમોમ માટે કરતોહતો."રનબીરે વાક્ય સુધાર્યું.કબીરને હાશ થઇ.
"રનબીર એક વાત તો છે તું હેન્ડસમ તો ઘણો છે તો તારી કોઇ ગર્લફ્રેન્ડ કેમ નથી? તું જે રીતે તે મીનીની નજીક આવતા ડર્યો હતો તે પરથી લાગે છે કે તારે કોઇ ગર્લફ્રેન્ડ નથી."કબીરની વાત પર રનબીર થોડો ગંભીર થઇને બોલ્યો,
"બ્રો મારી લાઇફ બહુ કોમ્પલીકેટેડ છે.મારી મોમે મારી જોડેથી વચન લીધું છે અને નાનપણથી એક જ વાત ખાસ શીખવાડી છે કે ગર્લ્સની રીસ્પેક્ટ કરવી,તેમની રક્ષા કરવી અને રહી વાત મારી લાઇફમાં કોઇ ગર્લફ્રેન્ડની તો હજીસુધી તો કોઇ મળી નથી.હું પ્રેમમાં બહુ વિશ્વાસ પણ નથી કરતો અને જે દિવસે મને કોઇસાથે પ્રેમ થશેને તે જ મારી ગર્લફ્રેન્ડ નહીં પણ મારી લાઈફ અને વાઇફ બનશે."રનબીરે કહ્યું
"વાહ...ગ્રેટ વિચારો..સુઇ જાઓ બોયઝ."આટલું કહીને કુશ અને લવ ત્યાંથી જતાં રહ્યા.

કબીરે રનબીરના કપડા પહેર્યા હતા અને તે રનબીર સાથે જતેના રૂમમાં સુઇ ગયો હતો.તે કાયનાને એક વાર મળવા ઇચ્છતો હતો પણ રાત ઘણી થઇ ગઇ હતી.અહીં રનબીરને પણ વારંવાર કાયનાના વિચારો જ આવી રહ્યા હતાં.તે જલ્દીથી કિનારા અને કાયનાને એક જોવા માંગતો હતો.તે પણ અત્યારે કાયનાને મળવા માંગતો હતો.

અંતે કબીર બહાનું બનાવીને કાયનાના રૂમમાં જતો રહ્યો,અંધારામાં રનબીરના કપડાંમાં અાવેલો કબીર કાયનાને રનબીર લાગ્યો.તે ખુશ થઇને તેના ગળે લાગી ગઇ.
"આવી ગયો તું.મને ખબર જ હતી કે તું મને મળવા જરૂર આવીશ.આઇ મિસ્ડ યુ સો મચ.તે ઘરે આવીને એકવાર પણ મારી સામે ના જોયું."કાયના બોલી અંધારું હોવાના કારણે તે માત્ર રનબીરનું ટીશર્ટ જ જોઇ શકી.
"ઓહ માય સ્વિટી.આઇ ઓલ્સો મિસ્ડ યુ.સોરી આજે તને બહાર ના લઇ જઇ શક્યો."કબીર બોલ્યો.કબીરનો અવાજ સાંભળીને કાયના તેનાથી દુર થઇ તે ચોંકી ગઇ.
"તું!"કાયના

"હા તો કોણ હોય આ સમયે."કબીર કાયનાને પોતાના આલીંગનમાં જકડતા બોલ્યો.
કાયના તેને રનબીર સમજી હતી.તે સમજી ના શકી કે તે આ બધું રનબીર માટે કેમ બોલી.રનબીર પણ કાયનાને મળવા તેના રૂમમાં આવ્યો પણ કબીર અને કાયનાને એકબીજાના ગળે લાગેલા જોઇને તે અટકી ગયો.
."કબીર,બહુ મોડું થઇ ગયું છે સુઇ જા.કોઇ તને અહીં જોશે તો ખોટું પ્રોબ્લેમ થશે."કાયના પોતાની જાતને તેના આલીંગનમાંથી છોડાવતા બોલી.
"અત્યારે તો છોડી દઉં છું પણ રવિવારે નહીં છોડું આ રવિવારે વેલેન્ટાઇન ડે છે અને મે આપણો પહેલો વેલેન્ટાઇન સ્પેશિયલ બનાવવા ખાસ એરેન્જમેન્ટ કરી છે.તે દિવસે તારેમારી સાથે તારો સમય ગાળવો જ પડશે.ગુડ નાઇટ સ્વિટી."આટલું કહી તેના ગાલ પર કિસ કરીને કબીર બહાર નિકળ્યો.બહાર આ સાંભળી રહેલો રનબીર રૂમમાં જતો રહ્યો તે દુખી હતો પણ કેમ તે તેને પણ નહતી ખબર.

કેવો રહેશે આ વેલેન્ટાઇન ? શું બે હૈયા એકબીજાની નજીક આવશે? કાયનાને તેના સાચા પ્રેમનો અહેસાસ થશે?કિનારા અને કાયના વચ્ચે મતભેદ દુર થશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 1 week ago

Vishwa

Vishwa 3 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Tejal Vachhani

Tejal Vachhani 9 month ago

Deboshree Majumdar