Wanted Love 2 - 27 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-27

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-27


કબીર અને રનબીર સુધીરના મિત્રે આપેલા એડ્રેસ પર આવ્યાં.
"બ્રો,અહીં તો ક્યાંય સિતારા ડાન્સબાર એવું બોર્ડ નથી માર્યું અને એક મીનીટ આપણે તે સુધીરને ઓળખીશું કેવીરીતે?આપણે તેને ઓળખતા નથી કે તેનો ફોટો પણ નથી આપણી પાસે."રનબીર બોલ્યો.

"રનબીર મારા ભાઇ,જેમ કે તું જાણે છે કે ડાન્સબાર ગેરકાયદેસર છે તો આ બધું છુપાઇને ચાલતું હોય અંડરગ્રાઉન્ડ.રહી વાત સુધીરના ફોટોની તો તે મે મેળવી લીધો છે કાયનાની સ્કુલમાંથી,મારો એક મિત્ર ત્યાં નોકરી કરે છે તેણે લાવીને આપ્યો.ચલ હવે."કબીરે કહ્યું,રનબીર તેનાથી ઇમ્પ્રેસ થયો.

"તો એડ્રેસ છે વંડર ક્લબ,ચલ."રનબીર બોલ્યો.

રનબીર અને કબીર વંડર ક્લબમાં અંદર ગયા,અહીં તેમના અંદર ગયાના થોડા સમયમાં લવ અને કિનારા પણ અંદર ગયાં.બારનું અંદરનું દ્રશ્ય ખુબ જ ભડકાઉ હતું.એક સાઇડ બાર હતું જેમા દેશ વિદેશનો દારૂ હતો અને એક બાર ટેન્ડર જે બધાને દારૂ સર્વ કરતો હતો.

બીજી તરફ થોડા સોફા હતા અને એક તરફ ડાન્સફ્લોર હતો.
"કબીર,આ કેવી જગ્યા છે.લુક એટ ધીસ કોઈને શરમ જ નથી."રનબીર બોલ્યો તેની વાત પર કબીર હસ્યો.
"બ્રો,પેલો બાઉન્સર દેખાય છે હટ્ટો કટ્ટો? તે જ આપણને નીચે અંડરગ્રાઉન્ડ સિતારા ડાન્સબારમાં લઇ જશે અને ત્યાં જ મળશે સુધીર જેને આપણે પકડીશું અને તેના મોઢેથી બધું કબુલાવીને રેકોર્ડ કરીશું."કબીર બોલ્યો.
"ગ્રેટ,લેટ્સ ગો ધેન."રનબીર બોલ્યો.
તે બન્ને નીચે જતાં હતા તેટલાંમાં અચાનક જ કિનારા અને લવ ,કબીર અને રનબીર એકબીજાને ભટકાઇ ગયા.તે ચારેય જણા એકબીજાને જોઇને આશ્ચર્ય પામ્યાં.

"રનબીર અને કબીર , તમે બન્ને અહીં શું કરી રહ્યા છો?"કિનારાએ પુછ્યું.
"સેઇમ ક્વેશ્ન કિનુમોમ."રનબીર બોલ્યો.
"વી આર ઓન અવર ડ્યુટી,એક મોટો કેસ છે તેના પર કામ કરી રહ્યા છીએ.બટ વોટ અબાઉટ યુ?આવી ચીપ જગ્યાએ તમે બન્ને શું કરો છો"લવે પુછ્યું.
કબીર અને રનબીર એકબીજાની સામે જોવા લાગ્યા.
"મોમ,અમે સુધીરને શોધવા આવ્યાં છીએ,અમે તેની અસલીયત કાયના સામે લાવી તેની અને તમારા વચ્ચેની ગેરસમજ દુર કરવા માંગીએ છીએ."કબીર બોલ્યો.
કિનારા ભાવુક થઇ ગઇ.
"તમારી પાસે તેનો ફોટો છે?મતલબ તેને કેવી રીતે ઓળખશો?"કિનારા બોલી.
કબીરે લવ અને કિનારાને સુધીરનો ફોટો બતાવ્યો જે જોઇને લવની આંખો પહોળી થઇ ગઇ
"દુર્ગ‌ા,આ જ સિધ્ધુભાઇ છે."લવની વાત પર બધાં ચોંક્યાં.
"હા,સુધીરનો મિત્ર પણ એજ કહેતો હતો કે તે હવે ખોટા કામનો બેતાજ બાદશાહ બની ગયો છે.તે સુધીરે તેની પ્રેમિકાની પણ ખરાબ હાલત કરી હતી.તે અમારી મદદ કરવા તૈયાર છે કેમ કે તે અંદરખાને તેની સાથે બદલો લેવા માંગે છે."રનબીર બોલ્યો.
"તો આપણે ચારેય જણા એક જ વ્યક્તિને શોધવા આવ્યા છીએ,સુધીર ઉર્ફે સિધ્ધુભાઇ.લેટ્સ વર્ક એસ અ ટીમ ગાયઝ.અાજે તમને પોલીસની મદદ કરવાનો મોકો મળ્યો છે.આ લો આ બ્લુટુથ લગાવી લો આપણે ચારેય તેનાથી કનેક્ટેડ રહીશું.સો આર યુ રેડી ,ગાયઝ?"કિનારા બોલી
"યસ,વી આર રેડી."કબીર અને રનબીર એકસાથે બોલ્યા.તે ખુબ જ એક્સાઇટેડ હતાં.
"તો આપણું નેક્સ્ટ સ્ટેપ?"કિનારા બોલી.
"સૌથી પહેલા અલગ અલગ વહેંચાઇ જાઓ અને તે લફંગો આપણને સિતારા ડાન્સબારમાં મળશે,જે અંડરગ્રાઉન્ડ છે."લવ બોલ્યો.
"ડાન્સબાર,લવ મને બહુ ગુસ્સો આવે છે એકવાર આ લફંગો પકડાયને પછી આ ડાન્સબારના માલિકની તો હું બેન્ડ,બાજા અન બારાત કરીશ."કિનારા ગુસ્સે થઇ.

"હા એ બધું પછી,પહેલા ચાર જણ અલગ અલગ થઇ જાઓ.રનબીર તું છેલ્લે આવ તું અહીં ઉપર ચેક કર તે મળી જાય તો બોલજે.બેસ્ટ ઓફ લક ગાયઝ."લવ બોલ્યો.
કબીર અને રનબીર ખુબજ એક્સાઇટેડ હતા,આજે તે પોલીસની સાથે ટીમ અપ થઇને એક ગુનેગારને પકડી રહ્યા હતા.રનબીર કાયનાના ચહેરા પર ખુશી જોવા માંગતો હતો.

કિનારા,લવ અને કબીર નીચે સિતારા ડાન્સબારમાં દાખલ થયાં.જ્યાં બાર ડાન્સરનો ડાન્સ શરૂ થવામાં જ હતો.
મ્યુઝિક શરૂ થયું અને ટુંકા કપડાંપહેરેલી બાર ડાન્સર આવીને ડાન્સ કરવાનું શરૂ કર્યું.ગીત શરૂ થયું અને સાથે કબીર,કિનારા અને લવનું મિશન સિધ્ધુભાઇ શરૂ થયું
है इश्क तो, इश्क तो

है इश्क तो इश्क तो, गले से लगा ले
इक झलक को, अँख तरस गयी
आ सामने और थाम ले
तेरी आमानत यार वे
दीदार दे
दीदार दे, दीदार, दे दीदार ले, दीदार दे
है इश्क तो...

મુખ્ય બાર ડાન્સર મીનીએ ગીત પર ઠુમકા લગાવવાનું શરૂ કર્યું.કબીર,કિનારા અને લવ તેને અલગ અલગ દિશામાં શોધી રહ્યા હતા પણ આટલી ભીડમાં તેને શોધવો મુશ્કેલ હતો.

સુધીર આ મીનીનો ડાન્સ જોવા ખાસ પોતાના માણસો સાથે સાવ સાદા અને ઓળખાય નહીં તેવા કપડાંમાં આવ્યો.સુધીર અંડરવર્લ્ડમાં મોટું નામ બની ચુક્યો હતો,ડ્રગ્સ તેનું મેઇનકામ હતું સાથે તે કિડનેપીંગ અને ખંડણી જેવાકામ પણ દેખતો.અહીં કાયના માટે તેના મનની ખરાબ ભાવના પુરીના થતાં અને બેઇજ્જતી થતાં તે ગામગયો જ્યાં પોતાના આ જ કામ ચાલું રાખતા અંતે તે અહીં મુંબઇ ભાગીને આવી ગયો અને અંડરવર્લ્ડમાં જોડાઇ ગયો.પોતાના કામમાં હોશિયારીના કારણે તે ડ્રગ્સ ઇન્ડસ્ટ્રીનો એક અગત્યનો હિસ્સો બની ગયો હતો.મીની તેની ખાસ હતી.તેની ઘણીબધી સાંજ તેની સાથે વીતતી ,અહીં સિધ્ધુભાઇ ક્યાં મળશે તે માત્ર તે જ જણાવી શકતી હતી.ડાન્સ કરી રહેલી મીનીની નજર પોતાના આશીક પર પડી અને તેણે હસીને જોરદાર ઠુમકો લગાવ્યો.

अभी कोई अरमां रंग न लाया
अभी कोई दिल को छल नहीं पाया
अभी कोई आँखों में सपना नहीं है
अभी कोई जादू चल नहीं पाया
तू प्यार की ये कश्तियाँ
कर दे ज़रा वे पार रे
दीदार दे, दीदार दे...

અહીં રનબીર ઉપર શોધખોળ કરી રહ્યો હતો,તેટલાંમાં એક લેડી બાર એટેન્ડર તેના પર મોહી પડી.રનબીરે તેને થોડા રૂપિયા આપ્યા અને સિધ્ધુભાઇ ઉર્ફે સુધીર ક્યાં મળશે તે પુછ્યું.તે બાર એટેન્ડરે કહ્યું કે તે ક્યાં મળશે તે બાર ડાન્સર મીની જ જણાવી શકશે.તેણે કહ્યું કે તે નીચે ડાન્સબારમાં જ હશે પણ મીનીની મદદ વગર તેને મળી શકવું અશક્ય હતું.આ વાત રનબીરે બ્લુટુથ વળે બધાંને જણાવી.કિનારાએ તેને નીચે આવવા કહ્યું ,રનબીર નીચે આવ્યો.બાર ડાન્સર મીનીની નજર અનાયાસે જ રનબીર પર પડી તે તેના પર મોહિત થઇ ગઇ.તે તેની પાસે જઇને ડાન્સ કરવા લાગી.રનબીર ખુબ જ અસહજ અનુભવી રહી હતી.

अभी कोई दिल में जश्न हुआ है
अभी कोई ताज़ा ज़ख्म मिला है
अभी ख़ामोशी भी खामोश सी है
अभी कोई मुझको सोच रहा है
बेचैनियाँ, बेताबियाँ
करने लगी सृंगार वे
दीदार दे, दीदार दे...

તે રનબીરની આસપાસ જ ફરીરહી હતી.કિનારા,લવ અને કબીર આ વાત જાણી રહ્યા હતાં..
"સાંભળ રનબીર,તે મીની તને ઇશારો કરી તેની સાથે લઇ જવા માંગે છે."કિનારા બોલી.
"દુર્ગા,તું પાગલ છો.તને ખબર છેને જો રનબીર તેની સાથે ગયો તો તેના શું હાલ થશે?"લવે કહ્યું.
"હા બ્રો,તે ડાન્સર તારા પર ટોટલી ફિદા થઇ ગઇ છે.જો અત્યારે પણ તેને આટલા બધાંમાં તું જ દેખાય છે.જા તેની પાસે અને પુછ કે સુધીર ક્યાં મળશે."કબીર બોલ્યો તેની વાત પર લવને હસવું આવ્યું.
"તમને લોકોને હસવું આવે છે,અહીં મારી હાલત ખરાબ છે.આ ડાન્સર અહીં આવું કરે છે તો એકલામાં મને કાચો ખાઇ જશે.ના હું નહીં જઉં."રનબીર રડવા જેવો થઇ ગયો.
"લિસન,રનબીર તને તારી કિનુમોમ પર વિશ્વાસ છેને?હું તને કશુંજ નહીં થવા દઉં.તે તને આંગળી પણ નહીં અડાડી શકે.તું તેને અહીંથી લઇ જા અમે તારી પાછળ છુપાઇને આવીએ છીએ એકવાર તે મીની એકલામાં મળશે અને મારા હાથમાં આવશે પછી પોપટની જેમ મોઢું ખોલશે.આજે તે સિધ્ધુભાઇ પકડાઈ જશે."કિનારાએ રનબીરને વિશ્વાસ દેવડાવ્યો,રનબીરને કાયનાની માસુમ આંખો દેખાઇ અને તેના માટે તે આ રિસ્ક લેવા પણ તૈયાર થઇ ગયો.તે મીની તેને પોતાની સાથે અંદર મેકઅપ રૂમમાં લઇ ગઇ.
"હાય સુપર હેન્ડસમ,તારા જેવો મે અાજસુધી નથી જોયો,વાઉ તારું બોડી અને મશલ્સ એકદમ સુપર છે.હું તો તારી ફેન થઇ ગઇ."આટલું કહીને મીનીએ રનબીરના ગાલ પર આંગળી મુકી.રનબીર તેને દુર હટાવી પાછળ ગયો.
"સિધ્ધુભાઇ...સિધ્ધુભાઇ ક્યાં મળશે?"રનબીરે પુછ્યું
"ઓહ.તો તું સિધ્ધુને શોધવા મીની પાસે આવ્યો છે.સેલ્ફીશ...તો હું પણ સેલ્ફીશ બનીશ.સિધ્ધુની જાણકારી મેળવવા તારે પણ કઇંક આપવું પડશે."અાટલું બોલી તે બાર ડાન્સર રનબીરની ઉપર ઝુકી તેણે રનબીરને બેડ પર ધક્કો માર્યો.રનબીર ખુબ જ ડરેલોહતો.

"જુવો ,હું આ બધું કોઇની મદદ માટે કરી રહ્યો છું ,એક માઁ દિકરી આ સિધ્ધુભાઇના કારણે અલગ થઇ ગયા છે તેમને એક કરવા માટે,પ્લીઝ હેલ્પ મી."રનબીર બોલ્યો.તે ઉભો થવા ગયો પણ તેણે ફરીથી તેને ધક્કો માર્યો.

અહીં કાયના જ્યારથી કબીર અને રનબીર ગયા ત્યારથી બેચેન હતી.કિઆન અને અદ્વિકા તેની પાસે જ બેસેલા હતા.
"દી,કેટલું મોડું થયું છે,પ્લીઝ સુઇ જઇએ.રનબીર અને કબીર સાથે ગયા છે તેમા તમને આટલું ટેન્શન કેમ થાય છે?"કિઆન બોલ્યો

"મને નથી ખબર ,પણ મને એવું લાગે છે કે મારું કઇંક મારાથી છીનવા કોઇ કોશીશ કરી રહ્યું છે."કાયના બોલી.
"તમને ચિંતા કબીરની છે કે રનબીરની?"અદ્વિકા બોલી કિઆન અને કાયના તેની સામે જોઇ રહ્યા હતાં.

અહીં મીની રનબીરની નજીક જવાની જ હતી ત્યાં જ દરવાજો તુટ્યો અને દબંગ અવતારમાં કિનારા અને લવ અંદર દાખલ થયા.તેમના હાથમાં ફુલ્લી લોડેડ ગન હતી.

શું સિધ્ધુભાઇ ઉર્ફે સુધીર તેમને મળશે?શું કાયના અને કિનારા વચ્ચે ગેરસમજ સમજ દુર થશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 1 week ago

Vishwa

Vishwa 3 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Deboshree Majumdar
Kitu

Kitu 9 month ago