બોલીવુડ ડાન્સ એન્ડ ડ્રામા એકેડેમી તાલીઓ અને ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો.રનબીરે કાયનાને પોતાના બે હાથોમાં ઉચકેલી હતી અને કાયનાએ તેના બે હાથ રનબીરના ગળામાં ભરાવેલા હતા.ડાન્સ કરવું તેનું પેશન હતું પણ ડાન્સ કરતા કરતા આજે તેને રનબીરના સાથ અને સ્પર્શ વધારે ગમ્યો.
એકબીજાની આંખોમાં જોઇ રહેલા રનબીર અને કાયનાને આસપાસના લોકોની તાલીઓ અને ચીચીયારી નહતી સંભળાઇ રહી.કબીરને થોડુંક અસહજ લાગ્યું થોડું તે તેમની પાસે જતો જ હતો ત્યાં જોરજોરથી તાલી પાડીને એલ્વિસ તેમની પાસે ગયો.રનબીરે કાયનાને નીચે ઉતારી.
"યુ ગાયઝ આર ફેબ!તમારો ડાન્સ,તમારી કેમેસ્ટ્રી અને તમારા એક્સપ્રેશન ઓસમ.શું નામ છે તારું છોકરી? જે પણ હોય તમે બન્ને મંડે આ સમયે મારી કેબીનમાં મને મળવા આવજો આઇ હેવ સમથીંગ ઇન્ટ્રેસ્ટીંગ ફોર યુ."આટલું કહીને એલ્વિસ જતો રહ્યો જે પળનો કાયના વર્ષોથી ઇંતજાર કરતી હતી તે આવી ગયો.તે ખુબ જ ખુશ થઇ અને ખુશીમાં રનબીરને ભેંટી પડી તે પણ કબીરની સામે.કબીર તેમની પાસે આવ્યો અને ખોંખારો ખાધો.
"ગાયઝ,હું પણ છું અહીંયા."કબીર બોલ્યો.
કાયના અને રનબીર અલગ થયા.
" સોરી બ્રો."રનબીર બોલ્યો.
"હા હા ,કમોન ગાયઝ ઇટ્સ ઓ.કે દોસ્તો તો એકબીજાને ગળે મળે જ.બાય ધ વે કાયના આઇ એમ જેલસ તને આટલી ઇન્ટેન્સીટી સાથે રનબીર સાથે ડાન્સ કરતા જોઇને ."કબીર બોલ્યો.
કાયના અને રનબીર થોડા ગંભીર થઇ ગયા અને કબીર જોરથી હસવા લાગ્યો.
"મજાક કરું છું.હું તો અહીંથી પસાર થતો હતો ને વિચાર્યું કે કાયનાને મળતો જઉં."કબીર બોલ્યો.કાયના તેના સ્ટુડન્ટ્સ પાસે જતી રહી.રનબીર કબીરને તે કાચની કેબિનમાં લઇ ગયો.
"શું થયું રનબીર મને આમ અચાનક કેમ બોલાવ્યો?"કબીરે પુછ્યું.
"બ્રો,મને એક આઈડિયા આવ્યો છે કે અગર આપણે તે સુધીરની સચ્ચાઇ કાયના સામે લાવી દઇએ તો તે આપણી વાતનો વિશ્વાસ કરશે અને તેની અને કિનુમોમ વચ્ચેની ગેરસમજ આપણે દુર કરી શકીશું."રનબીરે કહ્યું.
"વાઉ રનબીર ગ્રેટ પ્લાન અને આપણે ક્યાં શોધીશું તેને? તે તો તે જ વખતે મુંબઇ છોડીને જતો રહ્યો હતો અને શું ખબર તે બદલાઇ પણ ગયો હોય? અને મેઈન વાત તેને શોધીશું ક્યાં?"કબીરે પુછ્યું.
"કિનુમોમ,તેમની પાસે તેનો ફોટો કે કોઇ ડિટેઇલ હશે.તું તેમને કોલ કરીને પુછને."રનબીરે કહ્યું.કબીરે માથું હકારમાં હલાવ્યું.કબીરે કિનારાને ફોન કરીને સુધીરનો નંબર માંગ્યો,કિનારા પાસે સુધીરનો તો નહી પણ તેના પિતાનો નંબર હતો.
"રનબીર,આ સુધીરના પિતાનો નંબર છે,આ નંબર હજી કામ કરે છે કે નહીં ખબર નહીં પણ ફોન કરીને કોશીશ કરીએ."કબીરે કહ્યું તે લોકો હવે એકેડેમીમાંથી બહાર આવીને એક કેફેમાં બેસેલા હતા.તેમણે તે નંબર પર ફોન કર્યો બહુ સમય સુધી ફોનની રીંગ વાગ્યા પછી ફોન સામેથી રીસીવ થયો.
"હેલો."
"જી,આ સુધીરના પિતાનો નંબર છે?"કબીરે ફોન સ્પિકર પર રાખ્યો.
"હા,પણ તમે કોણ છો? જે સુધીર વીશે વાત કરી રહ્યા છો?શું તમને ખબર નથી કે તે અમારી સાથે નથી રહેતો."સુધીરના પિતાની વાતથી તે લોકો આશ્ચર્ય પામ્યાં.
રનબીરે કાયના અને કિનારાની ઓળખ આપી અને કહ્યું કે તે સુધીરના કારણે એક માઁ દિકરી અલગ થઇ ગયાં.
"શું તે કિનારાબેન સાથે આવું થયું ?લાગે છે ત્યાંથી નિકળતા સમયે કાયના દિકરીને તેણે ભરમાવી દીધી હશે.કિનારાબેન તો ખુબ સારા છે સુધીરની ઉંમરને ધ્યાનમાં રાખી તેને કડક સજા ના આપતા અમને અહીં અમારા ગામ મોકલ્યા અને બાકીનું જીવન શાંતિ અને ઇજ્જતથી જીવી શકીએ તેવું કરી દીધું.
પણ તે નાલાયક જ હતો અહીં પણ તેની હરકતોથી બાઝના આવ્યો અને અહીં આવ્યાંના બે વર્ષ પછી અહીંથી ભાગીગયો તેણે અહીં પણ એક છોકરીને.."સુધીરના પિતાજી આગળ ના બોલી શક્યાં.
કબીર અને રનબીરને તે સુધીર પર ધૃણા થઇ.
"તે અત્યારે કયાં હશે?"કબીરે પુછ્યું.
"બેટા,એકઝેટ તો ખબર નથી પણ તે લગભગ મુંબઇમાં જ છે.થોડા મહિના પહેલા ફોન આવ્યો હતો ત્યારે કોઇ સિતારા ડાન્સબારની વાત કરતો હતો.આ વાત તેણે તેના અહીંના એક મિત્રને કરી હતી જેણે મને કહ્યું.એક કામકરો હું તમને તેના મિત્રનો નંબર આપું છું તેમા તમે ફોન કરો.કદાચ તેને ખબર હોય."આટલું કહી દુખી હ્રદયે સુધીરના પિતાએ ફોન મુકી દીધો.
"હેય કબીર,મે સાંભળ્યું હતું કે આ ડાન્સબાર તો બંધ થઇ ગયા હતા?"રનબીરે પુછ્યું .
"હા બ્રો પણ ઘણુંબધું ગેરકાયદેસર ચાલતું હોય છે."
રનબીર અને કબીરે તે મિત્રના નંબર પર ફોન કરીને તેને ધમકાવીને સુધીરનું એકઝેટ એડ્રેસ લીધું કે જ્યાં તે રેગ્યુલર રાત્રે જતો હતો.
"સિતારા ડાન્સબાર..હવે?"રનબીરે પુછ્યું
"જઇશું ત્યાં અને જોઇશું."કબીર.
"ક્યારે?"રનબીર
"આજે રાત્રે,તૈયાર રહેજે હું રાત્રે સાડા નવ વાગે તને પીકઅપ કરીશ.રનબીર આમા વાંક શિવાની આંટી અને દાદીજીનો પણ છે તેમણે ગુસ્સે થયેલી કાયનાને વધુ ભડકાવી.આપણે તેમના મોઢે પણ કબુલાવવું પડશે કે તેમણે આ ખોટું કર્યું."કબીર બોલ્યો.
"યસ અને તેમા મારી મદદ કરશે કિયા.તે અામપણ મારી સાથે ફ્રેન્ડશીપ કરવા માંગે છે,તો તેની ઈચ્છા પુરી કરી દઇએ."રનબીર કાયના અને કિનારાને એક કરવા કિયા સાથે દોસ્તી કરવા તૈયાર થયો,જે તે બિલકુલ કરવા નહતો માંગતો પણ કેમ? તે ઘરે આવી ગયો હતો અને કાયના સાથે કરેલા ડાન્સને યાદ કર્યો તેના ચહેરા પર સ્માઇલ આવી ગઇ.ડાન્સ નાનપણથી તેનો એક એવો શોખ હતો જે બહુ આગળ ના વધી શક્યો.
કાયના સાતમા આકાશ પર હતી,એલ્વિસે તેને મળવા બોલાવી હતી.અંતે તે સમય આવી ગયો જેનો તે વર્ષોથી વેઇટ કરતી હતી.રનબીરના તેના જીવનમાં આવવાથી એક અલગ જ બદલાવ આવ્યો હતો અને તે ખુશ હતી તેમા.
અહીં રનબીર ઘરે તો આવી ગયોસાંજે પણ હવે તે કિયા સાથે વાત કરી તેની મદદ લેવા માંગતો હતો.તેણે કિયાના રૂમનોદરવાજો ખખડાવ્યો.રનબીરને જોઈને કિયા ચોંકી ગઇ.
"હાય કિયા,મારે થોડીક વાત કરવી હતી."રનબીર બોલ્યો.
"અરે વાહ,તારી કાયનાને પુછ્યું? અને તે જ તો મને કહ્યું હતું કે મારાથી દુર રહેજે."કિયા કટાક્ષમાં બોલી.
" પહેલી વાત કાયના મારી નહીં કબીરની છે અને બીજી વાત મે તને એમ કહ્યું હતું કે પ્રેમમાં હું વિશ્વાસ નથી કરતો,આપણે દોસ્ત તો બની જ શકીએ."રનબીર કાયના માટે આ પણ કરવા તૈયાર
થઇ ગયો.
"અચ્છા,શું કામ છે બોલ?"કિયા સીધી મુદ્દાની વાત પર આવી.
"તારી એક મદદ જોઇએ છે.તું કિનુમોમને ખુશ જોવા માંગે છે?તું નથી ઇચ્છતી કે કાયના અને કિનુમોમ એક થઇ જાય?તને ખબર છે કે કાયના અને કિનુમોમના અલગ થવાની પાછળ ક્યાંક તારી મોમનો પણ હાથ છે."રનબીર એક જ શ્વાસે બોલી ગયો.
"હા હું ઇચ્છું છું કે તે બન્ને એક થાય પણ તેમના અલગ થવા પાછળ મારી મોમનો હાથ?"કિયાએ પુછ્યું.
"કાયના અને કિનુમોમ વચ્ચે જે પણ બન્યું હતું તે આગમાં ઘી નાખવાનું કામ તારી મોમ અને દાદીએ કર્ઞ હતું બસ આ વાત તું તેમનીજોડે કન્ફેસ કરાય અને તે બન્ને એક થઇ જશે."રનબીર બોલ્યો.
"અને હું ?મને શું મળશે?"કિયાએ પુછ્યું.
"શું જોઇએ છે તને?"રનબીરે પુછ્યું.
"તું ,તું મારો બોયફ્રેન્ડ બનીશ એન્ડ યુ વિલ કિસ મી."કિયા તેની નજીક આવીને બોલી.તેણે તેનો હાથ રનબીરના ગળાની આસપાસ વિંટાળ્યો.
રનબીરે તેને ધક્કો મારીને પાડી દીધી
"મને હતું કે કિનુમોમને તું ખરા હ્રદયથી પ્રેમ કરે છે.બટ આઇ વોઝ રોંગ.નો થેંકસ મને તારી હેલ્પ નથી જોઈતી હું મારી રીતે મેનેજ કરી લઇશ."રનબીર ગુસ્સામા બોલીને જતો રહ્યો.
રાતના સમયે જાનકીવીલામાં બધાં ડ્રોઇંગરૂમમાં બેસેલા હતા.લવ અને કિનારા વંડર ક્લબમાં સિધ્ધુભાઇને શોધવા ,તેમના મિશન વોન્ટેડ લવના સ્ટેપ વનને પાર કરવા.શિવાની તેમને એકસાથે જોઇને ચમકી
"તમે બન્ને આટલા તૈયાર થઇને ક્યાં જાઓ છો."શિવાનીએ પુછ્યું.
"ક્બલમાં પાર્ટી કરવા."કિનારા હવે તેને તેને સાંભળવા હોય તેવા જ જવાબ આપતી..જે સાંભળીને કુશ અને લવ બન્નેને હસવું આવ્યું.
"શિવાની,તે બન્ને ક્લબમાં જઈ રહ્યા છે તે સાચું છે પણ તે લોકો એક અપરાધીની શોધમાં જઇ રહ્યા છે.જો કિનારા અને લવની જેકેટની પોકેટમા તને ગન દેખાશે."કુશ બોલ્યો.
"તે બન્ને જ કેમ?"શિવાની લવ અને કિનારાને સાથે નહતી જોઇ શકતી.
"અમે એક મિશન પર છીએ જેનો હેડ હું છું અને અા ડ્યુટી મે તેમને સોંપી છે અને તે પોલીસના કામમાં દખલ કરી તો તને એરેસ્ટ કરી શકું છું હું.અા એક બહુ જ મહત્વનો કેસ છે."કુશ કડક સ્વરમાં બોલ્યો.તેટલાંમાં જ કબીર આવ્યો જેને અચાનક જોઇને બધાં ચોક્યા.
"કબીર!?તે મને કહ્યું નહતું કે આપણે ક્યાંય જઇ રહ્યા છીએ."કાયનાએ પુછ્યું.તેને તેના અચાનક આવવાથી આશ્ચર્ય થયું.
તેટલાંમાં તૈયાર થઇને રનબીર નીચે ઉતર્યો.
"કેમ કે હું તારી સાથે નહીં રનબીર સાથે બહાર જઇ રહ્યો છું.આઇ હોપ કોઇને વાંધો નહીં હોય.જઇએ બ્રો?"કબીરે રનબીર સામે જોઇને કહ્યું.
" તમે બન્ને?મને શું પ્રોબ્લેમ હોય.પણ ક્યાં જાઓ છો?"કાયનાને આ ખુબ જ વિચિત્ર લાગી રહ્યું હતું.
"એમ જ કાયના.કેમ આટલું ટેન્શન લે છે.રનબીર છે કોઇ બીજી છોકરી જોડે નથી જઇ રહ્યો."કબીર કાયના પાસે જઇને બોલ્યો.
"હા તોજાઓને જ્યાં જવું હોય તો મારે શું?"આટલું કહી મોઢું ચઢાવીને કાયના ત્યાંથી જતી રહી.જતા જતા તેણે પાછળ ફરીને રનબીર સામે જોયું ,રનબીરે તેની સામે સુંદર સ્માઇલ આપ્યું.કાયનાના ચહેરા પર સ્માઇલ આવ્યું.
રનબીર અને કબીર,કબીરની બાઇક પર નિકળી પડ્યાં સિતારા ડાન્સબાર જવા અને કિનારા અને લવ ,લવની બાઇકમા વંડર ક્લબ જવા નિકળી પડ્યાં.
કેવું રહેશે મિશન વોન્ટેડ લવનો પહેલો સ્ટેપ? કિનારા અને લવ સિધ્ધુભાઇને શોધી શકશે? શિવાની આ અપમાનનો બદલો કેવીરીતે લેશે?
જાણવા વાંચતા રહેજો.