Wanted Love 2 - 25 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-25

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-25


રનબીરે કાયનાને સંભાળી તો લીધી પણ તેનીવાત તેના ગળે ના ઉતરી.
"નો....કિનુમોમ આવા નથી સાવ ,ભલે હું તેમને બહુ ઓળખતો નથી પણ તે આવા નથી.શું મારે તેમની સાથે આ વિશે વાત કરવી જોઇએ"રનબીરે સ્વગત બોલ્યો.

"ના હજી હું એક અજાણ્યો છું તેમના માટે.મારે તેમના આટલા અંગત બાબતે દખલ ના કરવી જોઈએ પણ વાત જે કાયના કહે છે તેનાથી સાવ અલગ છે.કઇંક તો કરવું પડશે."રનબીર બેસીને વિચારી રહ્યો હતો.

‍અહીં કબીર પણ તે જ વિચારી રહ્યો હતો પણ કાયનાને પુછવાની તેની હિંમત ના ચાલી.તે કાયનાને પુછવા માટે ,આ વાત પર ચર્ચા કરવા તેને મળવા ઘરે તો આવ્યો પણ તેની આગળ હિંમત જ ના ચાલી.

તે પોતાના આ જ વિચારોમાં ચાલી રહ્યો હતો.અહીં રનબીર પણ આજ વિચારોમાં ચાલી રહ્યો હતો.તે બન્ને એકબીજાને જોરથી ભટકાયા,રનબીરનું બેલેન્સ ગયું તે સીડીઓ પરથી પડતો હતો કબીરે તેને પકડી લીધો.સીન પુરો ફિલ્મીહતો જેમારનબીરને કબીરે પકડી લીધો હતો અને તે બન્ને એકબીજાની સામેજોઇ રહ્યા હતા.કિયાન આવ્યો તેટલાં.
"રનબીર,તને મારી બહેનનો સુહાગ મળ્યો ઉજાડવા માટે?"આટલું કહીને કિયાન હસ્યો.
રનબીર અને કબીર સરખા ઊભા થયા.
"તું પાગલ છે કિયાન."રનબીર હજીપણ તે જ વિચારોમાં હતો અને કબીર પણ.કિયાન તો જતો રહ્યો પણ તે બન્ને ત્યાં જ ઊભા હતા.અનાયાસે તે બન્નેએ એકબીજાની સામે જોયું બન્નેના ચહેરા પર એક જેવી જ ગંભીરતા હતી.

"હેય એની પ્રોબ્લેમ,કબીર?" રનબીરે પુછ્યું.
"આ પ્રશ્ન તો મારે તને પુછવો જોઇએ."કબીરે પુછ્યું.

"કાયના.."બન્ને એકસાથે બોલ્યા.
"બ્રો, મારે તને કઇંક કહેવું છે પણ અહીં નહીં મારા રૂમમાં આવ."રનબીરે કહ્યું.રનબીર કબીરને તેના રૂમમાં લઇ ગયો.
"બ્રો,વાત એવી છે કે હું અને કાયના કાલે કોલેજમાં બેસેલા હતા.મને બહુ જ આશ્ચર્ય થતું જ્યારે હું તેને અને કિનુમોમને આટલા દુર જોતો.તો મે એને પુછ્યું કે વાત શું છે?"
રનબીરે આટલું કહી પુરી વાત કબીરને જણાવી કબીર આશ્ચર્ય પામ્યો.

"વોટ!!કાયનાના વિચારો કેટલા ખોટા છે.રનબીર,તું વિશ્વાસ નહીં કરે મને પણ આ જ વિચાર છેલ્લા કેટલાય દિવસથી પરેશાન કરતો હતો તો મે કાલે કિનુમોમ અને કુશ ડેડને કેફેમાં બોલાવીને પુછ્યું."આટલું કહીને કબીરે પુરી વાત રનબીરને કહી.

" વોટ!!મને ખબર હતી કેકોઇ માઁ પોતાના બાળક સાથે આટલું ખરાબ ના કરી શકે.હેય ચલને આ વાત કાયના અને કિનુમોમને જણાવીને તેમના વચ્ચેની ગેરસમજ દુર કરીએ."રનબીરે ઉત્સાહ સાથે પુછ્યું
"વેઇટ,તને શું લાગે છે આટલી જુની વાત,કોઇએ કોશીશ નહીં કરી હોય.કરી જ હશે.આપણા કહેવાથી પણ કોઇ ફરક નહીં પડે ઉલટાનો આ ગેરસમજ વધશે.કાયનાને લાગશે કે કિનુમોમ તને અને મને ભડકાવી રહ્યા છે.તેનાથી દુર કરી રહ્યા છે.કઇંક બીજું વિચાર્યે."કબીરે પોતાનો મુદ્દો રજુ કર્યો.
"યસ,તારી વાત તો સાચી છે પણ હવે જ્યારે આપણને સચ્ચાઇ ખબર છે તો કઇંક તો કરવું જોઇએને?"રનબીરે કહ્યું.

"રનબીર,આપણે પ્લાન બનાવીએ અને કાયના અને કિનારામોમને એક કરીશું.તું મારો સાથ આપીશ?"કબીરે પુછ્યું.રનબીરે તેની સામે જોયું અને તેના હાથમાં હાથ મુક્યો અને કહ્યું,
"યસ બ્રો,આપણે પ્લાન બનાવીએ."
"વાઉ ગ્રેટ.કાયના લકી છે કે તેને તારા જેવો ફ્રેન્ડ મળ્યો.આપણે તેના માટે એક સોલીડ પ્લાન બનાવીશું."આટલું કહીને કબીરે રનબીરને હગ કર્યું બરાબર તે જ સમયે ફરીથી કિઆન આવ્યો.
"વાહ,તમારા બન્નેનો દોસ્તાના હજી ચાલું જ છે."કિઆન બોલ્યો.કબીર અને રનબીર તેની સામે જોઇને હસ્યાં.

બન્ને એકબીજાની સામે જોઇને હસ્યા અને એકસાથે બોલ્યા,
"ફ્રેન્ડ્સ?" અને ફરીથી ગળે મલ્ય‍ાં.

********

અહીં કિનારા અને લવ કિનારાની ઓફિસમાં બેસેલા હતા.કિનારાએ બ્લુ જીન્સ અને તેની પર વ્હાઇટ શર્ટ પહેર્યો હતો જે ફીટીંગવાળો હતો,તેની સ્લિવ્સ ફોલ્ડ કરેલી હતી તેના વાળ પોનીમાં વાળેલા હતા.ચાલીસીની અસર સહેજ પણ નહતી.સામેની ચેયરમાં વિચારોમાં બેસેલો લવ પણ વધતી ઉંમર સાથે વધુ હેન્ડસમ લાગી રહ્યો હતો.

આજે પણ ડાર્ક બ્લુ કલરના જીન્સની પર બ્લેક કલરનો શર્ટ એકદમ ચુસ્ત ફીટીંગવાળો જેમાથી તેના મશલ્સ અને કસાયેલુ શરીર એકદમ સાફ જોઇ શકાતા.
"લવ,આ થોડીક ફાઇલ્સ છે.આ મુંબઇના મોટા ડ્રગ ડિલર્સ,ડ્રગ પેડલર્સ અને માફિયાનું લિસ્ટ છે.આઇનો આ લિસ્ટ જુનું છે પણ આપણે શરૂઆત તો આમનાથી જ કરવી પડશે."કિનારાએ લવને ફાઇલ આપતા કહ્યું.
લવ બસ કિનારા સામે જ જોઇ રહ્યો હતો.
"દુર્ગા...." લવ બોલ્યો કિનારા ચમકી આજે વર્ષો બાદ લવે તેને દુર્ગા કહીને બોલાવી હતી.
"લવ...કેમ આજે અચાનક મને દુર્ગા કહીને બોલાવી."

"દુર્ગા,હું તો દુર્ગાને જ જાણું છું.કિનારા નામનો સંબંધ તો મારા પર અચાનક આવી ગયો હતો.કુશ મારો ભાઇ નિકળ્યો અને તે હિસાબે તું મારી ભાભી અને હું તારો જેઠ પણ સાચું કહું તો મને તારો એ જ દોસ્ત અને એ જ કેસ પાર્ટનર બનવું છે.

યાદ છે આપણી દોસ્તી પણ કેવી આમ એક કેસ પાર્ટનર બન્યા પછી જ થઇ હતી.શું આ કેસ પણ આપણે તે જ રીતે દોસ્ત તરીકે ના કે પરિવારના સભ્ય બનીને સોલ્વ કરીએ."લવની વાત પર કિનારા હસી..
"અફકોર્ષ,પણ તું મારી સાથે ફર્લ્ટના કરતો મારા હસબંડ બહુ ડેન્જર છે અને મારા માટે પઝેસીવ પણ લવ મારે એક વાત કન્ફેસ કરવી છે આજે."કિનારા બોલી.
"શું એ જ કે તું અને કુશ ક્યારેય અલગ થયા જ નહતા,એ ?"લવ બોલ્યો.
"તને કઇરીતે ખબર પડી?"કિનારા બોલી.

"દુર્ગા,હું પણ પોલીસ ઓફિસર છું,રીમેમ્બર?સાચું કહું બહુ પહેલા ખબર પડી ગઇ હતી મને આ વાતની અને હું ખુશ હતો કેમકે મને ખબર હતી કે તું કુશને કેટલો પ્રેમ કરે છે.અંતે તો હું ખુશ છું તારી ખુશીમાં."લવ બોલ્યો.
"લવ,આપણા સાથે કામકરવાથી તારા અને શિવાનીની વચ્ચે ફરીથી કોઇ ગેરસમજ નહી થાયને?"કિનારા બોલી.
"ના,જ્યારથી તારા અને કુશ વચ્ચે બધું ઠીક થઇ રહ્યું છે ત્યારથી તે પણ શાંત છે. પણ હવે આગળ આપણે શરૂ ક્યાંથી કરીશું."લવે પુછ્યું.
"લવ,મારા ખબરીએ મને એક નામ આપ્યું છે તેણે કીધું છે કે ડ્રગ્સ વિશેની લેટેસ્ટ ઇન્ફોર્મેશન તેની પાસેથી મળશે.સીધ્ધુભાઇ નામ છે તેનું.નાની ઉંમરમાં તેણે ડ્રગ્સમાં બહુ મોટું નામ છે."કિનારાએ કહ્યું.
"ક્યાં મળશે આ સિધ્ધુભાઇ?"લવે પુછ્યું.
"વંડર ક્લબમાં."કિનારા.
"ચલ તો જઇએ આજે રાત્રે જ વંડર ક્લબમાં,થોડા લટકા ઝટકા પણ થઇ જાય."લવે હસીને કહ્યું.કિનારા પર હસી.

*****

કાયના અને રનબીર ડાન્સ એકેડેમીમાં આવ્યાં હતા.એલ્વિસનું હંમેશાં તેને ઇગ્નોર કરવું હવે તેની હદ થઇ ગઇ હતી.તેણે વિચારી લીધું હતું કે અગર હવે આ મહિનામાં તેને કોઇ બીજો ચાન્સના મળે તો તે આ એકેડેમી છોડી દેશે.કાયના આ જ વિચારોમાં બેસેલી હતી.તેટલાંમાં તેના સ્ટુડન્ટ્સ તેની પાસે આવ્યાં અને કહ્યું
"હેય કાયના ,આજે બધાંની એક ડિમાન્ડ છે કે બધાને તારું પરફોર્મન્સ જોવું છે.બહુસમય થયો ન્યુ જોઇનીસની ખાસ રિકવેસ્ટ છે."કાયનાનો મુડ ખરાબ હતો.તેણે ના પાડી.
રનબીર પણ બહાર આવ્યો.
"હેય કાયના,મને પણ જોવું છે તારું ઓસમ ડાન્સ પરફોર્મન્સ,શું ખબર અાજનો આ ડાન્સ તારી કિસ્મત બદલી નાખે.મારા માટે પ્લીઝ."રનબીરની ગાઢ આંખોમાં હિપ્નોટાઇઝ થયેલી કાયના ઊભી થઇ.કાયનાનું પોતાને આ રીતે જોવું રનબીરને પણ બેચેન કરી ગયું.


હાઁ.....હાઁ હો...સુન સાથિયા માહિયા
બરસા દે ઇસ્કા કી સ્યાહીયાઁ
રંગ જાઉં રંગ રંગ જાઉ હારી મેં

તુજ પે મે ઝર ઝર ઝર જાઉં...હારી
હું પિયા બસ તેરી મે
છુલે તો ખરી મેં
તો ખરી મે ખરીમે
રનબીર કાયનાના અદભુત પરફોર્મન્સ ,તેના ચહેરાના હાવભાવમાં અને ગીતોના શબ્દોમાં ખોવાઇને તે પણ કાયના સાથે ડાન્સ કરવા લાગી ગયો.લીરીકલ અને કન્ટેમ્પરી ડાન્સ ફોર્મ બન્નેનું સમન્વય હતું.તેમના ડાન્સમાં અદભુત જોડીને ડાન્સ કરતા જોઇને એકેડેમીમાં હાજર બધાં તેમને જ જોવામાં લાગી ગયા અને તે બન્ને ગીતોના શબ્દો અને તેની ભાવનામાં ખોવાઇને ડાન્સ કરી રહ્યા હતા કે કઇ બીજું તે તો તે બન્ને જ જાણતા હતા.

સુન સાથિયા માહિયા
બરસા દે ઇશ્કા કી સ્યાહીયાં.

મેં રેત સી,બૂંદ કા ઝરીયા તું
પા કે તુજે ભીગ જાઉં રે
મેં રેત સી,બૂંદ કા ઝરીયા તું
પા કે તુજે ભીગ જાઉં રે

તર જાઉં તર તર જાઉં
દરિયા યે તર જાઉં જી
ઇશ્ક યે પાકે મેં તેરા
નિખર જાઉં રી.

પિયા બસ તેરી મેં
હો છું લે તો ખરી મેં..તો ખરી મેં ખરી મેં

સુન સાથિયા માહિયા
બરસા દે ઇશ્કા કી સ્યાહીયાં.

રનબીર અને કાયનાનો ડાન્સ પુરો થયો જોવાવાળા બધાં માટે એક ટ્રીટ જેવી હતી.બધાં ખોવાઇ ગયા તેમના ડાન્સમાં.રનબીરે કાયનાને પોતાના બે હાથમાં ઉંચકી લીધી હતી.તે બન્ને બસ એકબીજાને જ જોઇ રહ્યા હતા.

અને ચાર આંખો પણ માત્ર તેમને જ જોઇ રહી હતી.બે કબીરની અને બે એલ્વિસની.

શું લવ ,કુશ અને કિનારાનું મિશન વોન્ટેડ લવનું આ પહેલું કદમ સફળ થશે?કબીર અને રનબીર મળીને કાયનાને અને કિનારાને એક કરી શકશે?કબીર અને રનબીરની દોસ્તી કાયનાને મુશ્કેલીમાં મુકશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 2 week ago

HETAL

HETAL 2 month ago

Vishwa

Vishwa 3 month ago

Himanshu P

Himanshu P 4 month ago

Kano

Kano 6 month ago