Wanted Love 2 - 24 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-24

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-24


" મારું જીવન મારા જન્મ પહેલાથી જ સંઘર્ષપુર્ણ હતું ,મારી મોમ કોલેજના લાસ્ટ યરમાં પ્રેગન્નટ થઇ હતી.મારા મોમડેડે મેરેજ કર્યા ,મારા જન્મના છમહિનામાં જ એક મીશન માટે મારા ડેડ મારી મોમને છોડીને જતા રહ્યા,મારા દાદી અને નાનુ મને લઇને જતા રહ્યા.મારી મોમ સાવ એકલી રહી ગઇ હતી.

મારા દાદી હંમેશાં મને મારા મોમડેડ વિશે કહેતા,તે હંમેશાં કહેતા કે આ મીશન ના કારણે તારી મોમ સાથે ખુબ જ ખોટું થયું.મારી મોમ મારી હીરો હતી.તે મીશન સફળતાપૂર્વક પાર પડી ગયું,મારી મોમ અને મારા ડેડ ફરીથી એક થઇ ગયા હતા અને મારે એક નાનો ભાઇ પણ આવ્યો.

બધું ઠીક ચાલતું હતું.હું મારી મોમની જેમ પોલીસ ઓફિસર બનવા માંગતી હતી.બધું ઠીક ચાલતું હતું એક દિવસ એક જ્યોતિષબાબા આવ્યા.તેમણે કહ્યું કે કાયનાના જીવનમાં માત્ર સંઘર્ષ જ છે જ્ય‍ાં સુધી એક
'The brave warrior' તેના જીવનમાં નહીં આવે.
કમોન મારી લાઇફમાં The brave warrior ક્યાંથી આવવાનો હતો.

આ ભવિષ્યવાણી પછી મોમ ખુબ જ કડક થઇ ગઇ,મારું નાની નાની વાતે ધ્યાન રાખવાનું ,મને રોકવા ટોકવાનું,હું ક્યાંય ના જઇ શકતી ના ફ્રેન્ડ્સ સાથે બહાર કે ના કોઇ ફ્રેન્ડ્સના ઘરે સ્ટડી કરવા.મારી પાછળ મારી સિક્યુરિટી માટે તેણે એક કોન્સ્ટેબલ પણ લગાવ્યો હતો.

આ બધું તો પણ ઠીક હતું,પણ એક ઘટના એવી બની જેના પછી અમારા વચ્ચે પેદા થયેલું અંતર એક ખાઇ બની ગયું જે ક્યારેય નહીં પુરાય."કાયના અટકી.

"એવું શું બની ગયું,કાયના?" રનબીર ખુબ જ ગંભીર થઇને પુછ્યું.
"હું મારા જીવનના એક ખાસ તબક્કામાંથી પસાર થઇ રહી હતી ટીનએજ,મારા જીવનમાં એક છોકરો આવ્યો હતો,સુધીર નામ હતું તેનું.તે સીનીયર હતો મારો.મને એક બે વિષયમાં તે મદદ કરતો,તે બહુજ હેન્ડસમ હતો,મને તે ગમતો પણ તે ખુબ જ સજ્જન હતો.

મારી મોમને તે એક ગુંડો લાગતો,બદમાશ લાગતો હતો.તે મને હંમેશાં કહેતી કે તું એનાથી દુર રહે.મોમને મારું એકપણ છોકરા સાથે વાત કરવું ઠીક નહતું લાગતું.તે રોજ મને બોલતી ,રોજ મને ટોકતી.એ બધું તો પણ ઠીક હતું.

પછી એ ઘટના બની.હું મારા બધાં ફ્રેન્ડ્સ સાથે મુવી અને ડિનર પર ગઇ હતી.તે દિવસે તે પણ મને મળી ગયો હતો અચાનક.તેણે મનેઓફર કર્યું કે તે મને ઘરે ડ્રોપ કરી દેશે કેમકે તે અમારા ઘરથી નજીક જ રહેતો.મે કહ્યું ઓ.કે એકલા રાત્રે જવું તેના કરતા આટલી સરસ કંપની હોય તો શું ખોટું છે.મને બાઇક પર રાઇડ કરવું ખુબ ગમતું અને તેમા પણ ગમતી કંપની હોય.તેની પાછળ બેસીને ,વાતો કરતા ક્યારે મારા હાથ તેના ખભે પહોંચી ગયા મને જ ખબર પડી.

તેટલાં સમયમાં તેણે એકપણ વાર મારી સાથે ખરાબ વ્યવહાર નહતો કર્યો કે ના મારો ફાયદો ઉઠાવવાનો કે ના મને અડવાની કોશીશ કરી હતી.તે રાત્રે મારા ઘરની બહાર ઉતારતા ક્યારે અમે એકબીજાને ગળે લાગી ગયા.

એ પહેલી વાર હતું કે હું કોઇ છોકરાની આટલી નજીક ગઇ હતી.તેનો હાથ મારા વાળમાં ફરી રહ્યો હતો.મોમ આ જોઇ ગઇ તેણે આવીને મને થપ્પડ મારીને અંદર મોકલી દીધી.તેને બહુ માર્યો ,બહુ જ તેના મોઢામાથી લોહી નિકળતુ હતું.

મોમે તેના પરિવારને ખુબ ડરાવ્યા,ખુબ ધમકાવ્યા અને તેમને આ શહેર ,આ રાજ્ય છોડવા મજબુર કરી દીધા.મને સજા મળી કે હું કોઇ છોકરા સાથે વાત પણ નહીં કરી શકું ,મને પુરા ચોવીસ કલાક ઘરની બહાર ઊભી રાખી સજારૂપે ભુખી તરસી.

બસ તે જ દિવસથી મે નક્કી કર્યું કે મારે મારી મોમજેવું નથી બનવું,આઇ હેટ હર.પોલીસ લોકોની મદદ માટે હોય છે ના કે તેમને ડરાવવા ધમકાવવા માટે,પોતનો રોફ બતાવવા માટે નહીં.

બસ તે દિવસથી ડેડ અને મોમ વચ્ચે પણ અા વાતને લઇને ઝગડો થયો અને તે બન્ને દુર થઇ ગયા.ઘરમાં પણ એક અનિચ્છનીય બનાવ બન્યો હતો,જેમાંથી અમને બાળકોને દુર રાખવામા અાવ્યા હતા.મોમથી બધાં નારાજ હતા અને એ વાતે મારી નારાજગી મોમ માટે વધારી દીધી.મારા સપોર્ટ મારા નાનુ પણ મને છોડીને જતા રહ્યા."આટલું કહેતા કાયના રડવા લાગી.

"બસ મારો પ્રેમ પરથી વિશ્વાસ ઉઠી ગયો,મારા ઘરમાં ત્રણ કપલ હતા જેમના લવમેરેજ હતા તે ત્રણેય દુર થઇ ગયા હતા એકબીજાથી અને હું લાગણીહીન બની ગઇ હતી.ક્રેઝી,પાગલ અને ગુસ્સાવાળી બની ગઇ."

"બસ આટલી નાની વાત? કોઇ આટલી નાની વાતના કારણે પોતાની મોમથીદુર રહે.યુ નો વોટ કાયના મારા મોમ મારારીયલ મોમ નથી પણ મને એક મીનીટ તેમનાથી દુર રહેવું નથી ગમતું.તેમણે ક્યારેય મને એવું ફીલ નથી કરાવ્યું કે હું તેમનો દિકરો નથી."રનબીર બોલ્યો.કાયના તેની વાત સાંભળીને આઘાત પામી.તે આઘાત સાથે રડવા લાગી રનબીરને અહેસાસ થતા કે તેણે આવું નહતું બોલવું જોઇતું તેણે કાયનાને ગળે લગાવી અને મનોમન કહ્યું,
"હું તારા અને કિનુમોમ વચ્ચે આ દુરીઓ ઓછી કરીશ."

અહીં કબીર રાહ જોઇને બેસેલો હતો.

"કબીર,મીશન વોન્ટેડ લવ પછી અમારું ફેમિલી પુરું થયું અમે ખુશ હતા.ઘર નાના બાળકોની કિલકારીથી ગુંજી ઉઠ્યું હતું.કહે છેને તમારા સારા સમય પર નજર લાગતા વાર નથી લાગતી.અમારા પરિવારને કોઇની નજર લાગી ગઇ.એક દુર્ઘટના ઘટી,જેના પરિણામ રૂપે મારો પરિવાર વિખેરાઇ ગયો અને દોષી મને કરાર કરવામાં આવી.મારા પિતા જેમનો પ્રેમ મને માંડ મળ્યો હતો તે મારાથી દુર થઇ ગયાં.

બધું તો પણ બરાબર ચાલતું હતું કેમ કે કુશ મારી સાથે હતો અને મારા બાળકો પણ.એક દિવસ એક દિવસ એક જ્યોતિષબાબા આવ્યા.જેમણે આગાહી કરી કે કાયના ના જીવનમાં જ્યાંસુધી એક બ્રેવ વોરીયર નહીં અાવે અને તેને નહીબચાવે ત્યાં સુધી તેનું જીવન સંઘર્ષપુર્ણ રહેશે.તને એમ લાગશે કે આટલા મોટા પોલીસ ઓફિસર આવી વાતોમાં માને?

તેમણે કિઆનના નામકરણ વખતે આગાહી કરીહતીકે આ ઘરના તમામ સંબંધ ખરાબ થઇ જશે એક દુર્ઘટના ઘટશે અને તેવું જ બન્યું.તે દુર્ઘટનાના કારણે મારો પુરો પરિવાર મને નફરત કરવા લાગ્યો.મારી નાનપણની બેસ્ટ ફ્રેન્ડ શિવાની મારા વિરુદ્ધ થઇ ગઇ.તેને લાગે છે કે તેનો પતિ એટલે કે મારો બેસ્ટ ફ્રેન્ડ લવ હજીપણ મને પ્રેમ કરે છે.કાયનાએ પણ જન્મથી જ સંઘર્ષતો ભોગવ્યો જ હતો.કેમ કે જન્મના છ મહિના પછી જ તેપોતાના માઁબાપથી દુર હતી.ત્રણ વર્ષની થઇ ત્યાંસુધી તે એકલી રહી હતી.

મે મારા જીવનમાં માતાપિતા વગર રહેવાની તકલીફ સહી છે.મારું જીવન ખુબજ તકલીફભર્યુ હતું.હું નહતી ઇચ્છતી કે કાયનાને તકલીફ પડે.મે તેની પાછળ મારો એક કોન્સ્ટેબલ એટલા માટે લગાવ્યો કેમ કે અંડરવર્લ્ડના મોટા ગુંડાઓ મને તેમની દુશ્મન ગણતા.તે કાયનાને તકલીફ ના પહોંચાડે એટલે મે તે કોન્સ્ટેબલને લગાવ્યો.મે આ વાત કાયનાને ના કહી કેમ ખબર છે? કેમ કે તે ડરીના જાય.

તે ટીનએજમાં આવી તેને એક સુધીર નામના છોકરાથી આકર્ષણ થયું.કોમન હોય તે ઉંમરમાં પણ તે છોકરો તેનો સીનીયર હતો તે એક નંબરનો બદમાશ અને લોફર હતો.મે પોતે તેને અનેક છોકરીઓ સાથે આપત્તિજનક સ્થિતિમાં જોયો હતો.તે મારી કાયના સાથે પણ એ જ કરવા માંગતો હતો.તે રાત્રે તેને ઘરે ડ્રોપ કરતા તેમણે એકબીજાને હગ કર્યું.ધેટ વોઝ ઓ.કે પણ તેના હાથ કાયનાના શરીર ફરતે ફરી રહ્યા હતા.મારા ગુસ્સાનો કંટ્રોલ ના રહ્યો તેને મારી દિકરીને આ રીતે અડતા જોઇને.

મે તેને માર્યો ,મારી પાસે તેની કમ્પલેઇન આવી હતી તેણે એક છોકરીને પ્રેગન્નટ કરી હતી.આ બધું કાયના સાંભળવા જ નહતી માંગતી તેના મતે તો હું એક એવી પોલીસ ઓફિસર હતી જે પોતાના પદનો ગેરફાયદો ઉઠાવતી,લોકોને મારતી અને ધમકાવતી.
મે આ વાત તેના માતાપિતાને કરી તે લોકો ખુબજ ભલા માણસો હતા.તેમણે મારી માફી માંગી અને આ શહેર અને રાજ્ય છોડીને જતા રહ્યા.કાયનાને એવું લાગ્યું કે મે તેમને ધમકાવ્યા એટલે જતા રહ્યા.તે મારાથી આ વાતથી નારાજ થઇ ગઇ

હા મારી એક ભુલ હતીકે કાયનાને પાઠ ભણાવવા તેને થોડી કડક સજા આપી.તેને ચોવીસ કલાક બહાર ઊભી રાખી પણ તેની પાછળ આશય તેને કડક બનાવવા હતો કેમ કે તે મારી જેમ પોલીસ ઓફિસર બનવા માંગતી હતી.તો તેને આનાથી પણ વધારે સખત ટ્રેનીંગ મળત.હું તેને તે ટ્રેનીંગનો અંદાજ આપવા માંગતી હતી પણ ઘરમાં નારાજ લોકોએ તેને વધુ ભડકાવી જેમા શિવાનીનો સૌથી વધુ ભાગ હતો.તેણે તેને એમ પણ કહ્યું કે હું લવ અને કુશ બન્ને સાથે સંબંધ ધરાવુ છું.કેન યુ બીલીબ ધીસ?આ વાત તેને કહેતા મે સાંભળ્યું છે.મારો ભગવાન જાણે છે કે મે કુશ સિવાય કોઇ અન્ય પુરુષને પ્રેમ નથી કર્યો.

કબીર તેના પછી તે મને નફરત કરવા માંડી હતી એટલે મારી અને કુશ વચ્ચે આ બાબતે ઝગડો થયો પણ તે મારા પોઇન્ટ સમજી ગયો પણ અમે બન્નેએ નક્કી કર્યું કે અમે કાયના અને ઘરવાળા સામે અલગ રહેવાનું નક્કી કર્યું.જેનાથી કાયના કુશને પોતાના મનની વાત કહી શકે.

હવે તું જ કહે કે કબીર આમા મારો વાંક હોય તો તું જે સજા આપે તે મને મંજૂર."કિનારા દુખી થઇને બોલી.

"તમે તમારી જગ્યાએ બરાબર છો મોમ.તમે એક માઁ અને એક પોલીસ ઓફિસર હોવાના નાતે સુધીર જેવા લંપટ અને ચાલબાઝ છોકરાથી પોતાની અને અન્ય દિકરીઓની રક્ષા કરી.

અને માઁ બાપ પોતાના બાળકના ભલા માટે તેમને વઢે ,કઇ કહે કે તેમને મારે તો તેનો આવો અર્થ બાળકોએ ના લેવો જોઈએ.મોમ હું તમને પ્રોમિસ આપું છું કે હું આ ગેરસમજ દુર કરીશ."કબીર બોલ્યો.તે કિનારા અને કુશને ગળે લાગ્યો અને પછી તેમના આશિર્વાદ લીધાં.
કેવી રહેશે મિશન વોન્ટેડ લવ ૨ની તૈયારીઓ?લવ અને કિનારા ફરીથી એકસાથે કામકરશે તે જાણી શિવાની શું કરશે?કબીર કે રનબીર કોણ માઁ દિકરી વચ્ચે બનેલ વર્ષોજુની ગેરસમજ રૂપી દિવાલ તોડશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 2 week ago

Nimish Thakar

Nimish Thakar Matrubharti Verified 2 month ago

Vishwa

Vishwa 3 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Deboshree Majumdar