અદ્વિકા કાયના પાસે આવીને બેસી.
"કાયના,આજે તું બહાર ગઇ હતી ત્યારે કઇંક બન્યું હતું."
"શું !?"કાયનાએ પુછ્યું.
અદ્વિકાએ કાયનાને કીધું કે કેવીરીતે કિયા અને કિઆરા રનબીર પાસે ગયાં હતા અને રનબીરે તેમને શું જવાબ આપ્યો.
"મે ના પાડી હતી તો કેમ ગયા રનબીર પાસે.તે બન્નેની હવે હું ક્લાસ લઇશ હવે."કાયના ગુસ્સામાં બોલી.
"કાયના,વેઇટ.કિઆરા ખુબ જ રડી.તને ખબર છે કે તેની સાથે આજસુધી આવીરીતે વાત કોઇએ પણ નથી કરી.તે પણ કોઇ છોકરાએ.તને ખબર છે તેણે આજસુધી કોઇ છોકરા સાથે ના તો બાત કરી છે કે ના તેને ગિફ્ટ આપી છે.રનબીર આવું કેવી રીતે કરી શકે?"અદ્વિકા ગુસ્સામાં હતી.
"એક મીનીટ કિઆરા રડી?પણ મે ના પાડી હતી તો કેમ ગઇ રનબીર પાસે?"કાયના બોલી.
"સવાલ એ નથી કે એ કેમ ગઇ? સવાલ એ છે કે રનબીરને એક છોકરી સાથે વાત કરવાની તમીઝ નથી?"અદ્વિકા ગુસ્સામાં બોલી.
"એક મીનીટ ,રનબીર નો કોઇ વાંક નથી તે સામેથી મળવા ગઇ હતી."કાયના અદ્વિકા સાથે ઝગડી રહી હતી રનબીર માટે.
"વાઉ,કાયના એક વાત કહે મને તું કેમ રનબીરનો આટલો સાઇડ લે છે? યુ ડોન્ટ રીમેમ્બર કે તારીસગાઇ કબીર સાથે થઇ છે રનબીર સાથે નહીં અને સમજાવી દેજે તારા રનબીરને કે આજ પછી કિઆરા સાથે આવી રીતે વાત કરી તો મારાથી ખરાબ બીજું કોઇ નહીં હોય.
એક વાત કાયના મને બધું જ દેખાય છે તારા અને રનબીર વચ્ચે જે ચાલી રહ્યું છે તે,ઇશારાબાજી એન્ડ ઓલ.યુ નો વોટ તું તારી જાતને રોકીશ નહીને તો તું ખુબ જ હેરાન થઈશ આગળ જતાં."
અદ્વિકા ગુસ્સામાં જતી રહી,કાયના આઘાત પામી.
"આ શું થઇ રહ્યું છે?રનબીર માટે મને કઇંક અલગ કેમ અનુભવાઇ રહ્યું છે?ના મારે મારી જાતને રોકવી પડશે."
******
કુશ,કિનારા અને લવ આશ્ચર્ય સાથે કમીશનર સાહેબ સામે જોઇ રહ્યા હતાં.
"સર,પણ વોન્ટેડ લવ જ કેમ?"લવે પુછ્યું.
"લવ,હું તારી વાત સમજી શકું છું કેતે વખતે આ મીશનનું નામ કેમ વોન્ટેડ લવ રાખવામાં આવ્યું હતું પણ અત્યારે પરિસ્થિતિ જ એવી છે.
આ જુવો આ તેના જેટલા પણ કન્સાઇન્મેન્ટ આવે છે.તેમા ખુણામાં એક નાનકડું હ્રદય એટલે કે હાર્ટ દોરેલું હોય છે.તે સિવાય તેના સંગઠનનું કે ગેંગનું કોઇ જ નામ આપણને ખબર નથી.અત્યારે આપણને એ પણ નથી ખબર કે આપણે કોને પકડવાના છે"કમીશનર સાહેબે કહ્યું.
" સર,મુંબઇમાં તપાસ લવ અને કિનારા કરશે જ્યારે અમદાવાદમાં તપાસ હું કરીશ.સર મુંબઇની દરેક ગલીઓથી કિનારા અને લવ સારી રીતે જાણકાર છે જ્યારે મે ઘણા સમય અમદાવાદમાં કામ કરેલું છે ત્યા હું સારી રીતે મેનેજ કરી શકીશ."કુશ બોલ્યો.
"ઓ.કે.ઓલ ધ બેસ્ટ ગાયઝ."
લવ,કુશ અને કિનારા કમીશનર સાહેબની ઓફિસથી બહાર નિકળ્યા.તે ત્રણેયમાં આજે પણ ઉત્સાહ તેવો જ હતો.હવે તે ત્રણેય બીજું બધા મતભેદ ભુલાવીને આ કેસ પર કામકરવા લાગી ગયાં હતા.
અહીં કિઆરા સવારથી ખુબ જ ઉદાસ હતી.તે બ્રેકફાસ્ટ કરવા પણ નહતી આવી.કિયાને આ બધી વાતનો કોઇ ફરક નહતો પડતો તે ફરીથી રનબીરની નજીક જવા માટે નવો પ્લાન બનાવવામાં લાગેલી હતી.
કાયના રનબીર પાસે ગઇ તેના રૂમમાં ,તેને જોઇને તેને ગઇકાલ રાત્રે કબીર સાથે ગાળેલો સમય યાદ આવ્યો.જેમા તેને રનબીર યાદ આવ્યો હતો.તેણે મન મક્કમ કર્યું.તેને ખબર પડી ગઇ હતી કે તેણે એક એવા રસ્તા પર ડગ માંડ્યા છે જેમા તેને તકલીફ જ મળવાની હતી.તે રનબીર માટે કઇંક અનુભવતી હતી કદાચ પણ આ વાત તેણે પોતાના અંદર જ દફનાવી દીધી.આમપણ તે રનબીરને પાસ કરાવવાનું વચન તોડવા નહતી માંગતી.
"હાય રનબીર,સાંભળ મને ખબર પડી રાત્રે કિઆરા અને કિયા આવ્યાં હતાં.તે જે કર્યું તે બરાબર હતું કેમકે તારો એઇમ અત્યારે એક હોવો જોઇએ પાસ થવાનો પણ રનબીર મારી કિઆરા થોડીક નાજુક સ્વભાવની છે અતિશય લાગણીશીલ,તને ખબર છે તું પહેલો છોકરો હોઇશ જેની સાથે તેણે વાત કરી હશે આ રીતે અને તે જે સ્વરમાં વાત કરીતે થોડું રુક્ષ હતું.તેણે આજે બ્રેકફાસ્ટ પણ નથી કર્યો.રનબીર આઇ થીંક તારે એક વાર તેને પ્રેમથી સમજાવવું જોઇએ કે તું શું વિચારે છે."કાયનાની સમજદારી પર રનબીરને ખુબ જ ગર્વ થયો.તેણે કાયનાને હા પાડી અને બ્રેકફાસ્ટની પ્લેટ લઇને કિઆરાના રૂમમાં ગયો,અદ્વિકા પણ ત્યાં જ બેસેલી હતી.તે રનબીરને જોઇને ગુસ્સે થઇ.
"કિઆરા,આઇ એમ સોરી.પ્લીઝ મને માફ કરી દે.મને કાયનાએ કીધું કે તું બહુ લાગણીશીલ છે.પ્લીઝ આ નાસ્તો કરી લે.કિઆરા,મારું આ ફાઇનલ યર છે અને હું સારા માર્કસ સાથે પાસ થઉં તે મારી મોમનું સપનું છે.હું બસ તેના પર જ ધ્યાન આપવા માંગુ છું.આઇ હોપ કે તું મારીવાતને સમજીશ." રનબીર બોલ્યો.કિઆરાને ખુશી થઇ તેના ચહેરા પર હાસ્ય આવ્યું..
"ઇટ્સ ઓ.કે રનબીર.ઓલ ધ બેસ્ટ."કિઆરા બોલી.અદ્વિકાને રાહત થઇ કે કિઆરાના ચહેરા પર સ્માઇલ આવ્યું.
રિઝલ્ટનો દિવસ આવી ગયો હતો.
"રનબીર,યાદ છેને અગર તારા સારા માર્કસ આવ્યા તો શું થશે?"કાયના હસીને બોલી..
"હા,એક તરફ હું ઇચ્છું છું કે મારી વ્હાલી બિયર્ડ ના જાય પણ હું પ્રાથર્ના કરું છું કેમારા સારા માર્કસ આવે."રનબીરના ચહેરા પર ટેન્શન હતું.
અંતે રિઝલ્ટ આવી ગયું.હંમેશાંની જેમ કાયનાએ ટોપ કર્યું હતું હવે રનબીર નો વારો હતો.
"રનબીર,મને વિશ્વાસ નથી આવતો કે તું ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયો છે.માય ગોડ આપણી મહેનત રંગ લાવી."કાયના ચીસ પાડીને રનબીરને ગળે લાગી ગઇ.
રનબીરે કાયનાને તેમ જ ગળે લાગેલી હતી તેમજ તેને ઊંચકી લીધી અને ગોળ ગોળ ફેરવી.
તે વખતે જ રનબીરને ફરીથી એવું લાગ્યું કે કોઇ તેમના ફોટોગ્રાફ્સ પાડી રહ્યું હોય અને તેમની પર નજર રાખી રહ્યું હોય.રનબીર કાયનાથી અલગ થયો અને તેણે આસપાસ નજર ફેરવી.
"શું થયું રનબીર?"કાયનાએ પુછ્યું.
"કાયના,કોઇ તો છે જે આપણા પર નજર રાખે છે મને લાગે છે કે આ કામ હિયાનું છે.ચલ ઘરે."રનબીરે કહ્યું.રનબીર અને કાયના ઘરે ગયાં.બીજા દિવસે બધાં કાયનાના કહેવા પર બ્રેકફાસ્ટ ટેબલ પર એક સરપ્રાઇઝની રાહ જોતા હતા.
"કાયના,વાત શું છે?"
"હમણાં તમને એક લાઇવ કાર્ટુન કેરેક્ટરને મળવાનો મોકો મળશે."કાયના હસીને બોલી.
"મતલબ!?"
"મે રનબીર જોડેથી ગુરુદક્ષીણા માંગી હતી કે અગર તે ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થયો તો તે તેની દાઢી કઢાવીને માણસ જેવો લુક રાખશે.મને પુરો વિશ્વાસ છે કે દાઢી કાઢ્યા પછી તે કોઇ કાર્ટુન જેવોલાગશે."કાયના હસી.
"ઓહો,કાયના શું જરૂર હતી આવું કરાવવાની? બિચારો,કેટલો હેન્ડસમ લાગતો હતો દાઢીમાં."કિનારા બોલી.
તેટલાં પોતાના બે હાથ વડે મોઢું છુપાવીને નીચે આવતા રનબીર પર બધાંની નજર ગઇ.બધાંને થોડું થોડું હસવું આવતું હતું.
પાસે આવીને રનબીરે પોતાના ચહેરા પરથી હાથ હટાવ્યો.એક જ બોલમાં ત્રણ વીકેટ પડી ગઇ...કિયા,કિઆરા અને કાયના.ત્રણેયના મોઢા ખુલ્લા રહી ગયા,પલક ઝપકાવ્યા વગર જ રનબીરને જોવામાં.
કિનારા રનબીર પાસે ગઇ અને તેના બન્ને ગાલ પર પપ્પી કરી અને બોલી,
"વાઉ!કેટલો અદભુત ,કેટલો સુંદર!?રનબીર ખરેખર તું અદભુત લાગી રહ્યો છે.એમ થાય કે તને જોયા જ કરીએ."કિનારાએ તેના ગાલ પર અને માથે હાથ ફેરવતા કહ્યું.હવે બધાંની નજર કાયના પર હતી,જેનું મોઢું હજી ખુલ્લું હતું.
"એક્સક્યુઝ મી..."કહીને કાયના પોતાના રૂમમાં જતી રહી,આજે રનબીરને જોઇને તેનું હ્રદય જોરથી ધડકી રહ્યું હતું.તે પોતાની લાગણીને સમજી નહતી શકતી.
રનબીર ત્યાં આવ્યો.
"શું થયું ? કેમ આમ ઉપર આવી ગઇ?હું સારો નથી લાગતો?કાર્ટુન જેવો લાગુ છું ?"રનબીરે કાયનાનો હાથ પકડીને પોતાના તરફ ફેરવતા પુછ્યું.
કાયના રનબીરની સામે નહતી જોઇ શકતી,નીચે જોઇને જ તેણે માથું નકારમાં હલાવ્યું.
"તો વાત શું છે?મારી સામે તોજો.કેવો લાગુ છું?"રનબીરે પોતાના હાથેથી કાયનાનો ચહેરો ઊંચો કર્યો.રનબીર અને કાયના એકબીજાને જોવામાં એકબીજાની અાંખોમાં ખોવાઇ ગયાં.
કાયના માત્ર ઇશારાથી જ કહી શકી કે તે હેન્ડસમ લાગી રહ્યો હતો.
થોડા દિવસો પછી....
કાયના અને રનબીર કોલેજમાં બેસેલા હતાં.
"કાયના,મે તારી વાત માની અને હું પાસ પણ થયો એ પણ ફર્સ્ટ ક્લાસ સાથે,હવે હું કઇ માંગુ તો તું આપે?"રનબીરે પુછ્યું.
"શું ?"કાયનાએ પુછ્યું.
"કાયના મારે જાણવું છે એવું તો શું થયું હતું કે તારા અને કિનુ મોમ વચ્ચે આટલું અંતર છે.તું તારી મોમને હેટ કરે છે.તેમની સાથે કામસિવાય વાત નથી કરતી?પ્લીઝ આઇ વોન્ટ ટુ નો ધ રીઝન?"રનબીરે પુછ્યું.
કાયના રનબીરની આંખોમાં જોઇ રહી હતી.
"સારું જણાવીશ આજે તને બધું જ જણાવી દઉં,આ વાત મેહજી સુધી કબીરને પણ નથી કીધી,પણ તને જરૂર કહીશ.તો સાંભળ."
અહીં કબીર પણ કિનારા અને કુશ સાથે એક રેસ્ટોરન્ટમાં બેસેલો હતો.
"મોમ-ડેડ, મે તમને આજે એક ખાસ કામ માટે બોલાયા હતાં.હકીકતમાં મારે જાણવું છે કે કિનારામોમ અને કાયના વચ્ચે ભુતકાળમાં એવું તો શું થયું હતું કે તે બન્ને આટલા દુર થઇ ગયા કે કાયના તમારાથી આટલી દુર છે.પ્લીઝ મને જણાવો હું આ કારણ જાણવા માંગુ છું અને થઇ શકે તો આ પ્રશ્ન ઉકેલવા માંગુ છું."
કુશ અને કિનારાએ પહેલા એકબીજા સામે જોયું અને પછી કબીર સામે જોયું.કિનારાએ હકારમાં માથું હલાવ્યું.
"સારું કબીર,આજે તને બધું જ જણાવી દઉં.તો સાંભળ."
કબીર કે રનબીર કોણ માઁ દિકરીને એક કરશે? શું ઘટના હશે તે ભુતકાળની?રનબીર પ્રત્યે બદલાયેલી લાગણીને કાયના સાચા સમયે ઓળખી શકશે?
જાણવા વાંચતા રહો.