કબીર કાયનાને એક પ્રખ્યાત પ્રોડ્યુસર પાસે લઇ ગયો.
"હેય યંગ અચીવર કબીર ,હાઉ આર યુ મેન?"તે પ્રોડ્યુસરે પુછ્યું.
"આઇ એમ ફાઇન સર,મીટ માય ફિયોન્સે કાયના.સર શી ઇઝ અ ફેબ ડાન્સર એન્ડ માઇન્ડ બ્લોઇંગ કોરીયોગ્રાફર."કબીરે કાયનાની ઓળખ આપતા કહ્યું.
"ઓહ અચ્છા,હાય કાયના ,નાઇસ.કાયના યુ મસ્ટ મીટ વન પર્સન હેય ... એલ્વિસ કમ હિયર માય બોય."તે પ્રોડ્યુસરે એલ્વિસને બુમ પાડી અને એલ્વિસ તુરંત જ ત્યાં આવી ગયો.કાયનાનું હ્રદય જોરજોરથી ધડકવા લાગ્યું તેનો ક્રશ એલ્વિસ,જેની ડાન્સ એકેડેમીમાં તે ૩ વર્ષથી કામ કરતી હતી પણ એકવાર તેને તેની સાથે વાત કરવાનો મોકો નહતો મળ્યો,તે એલ્વિસ સાથે તે આજે વાત કરશે તેની સામે ઊભી રહેશે.તેને વિશ્વાસ નહતો થઇ રહ્યો.તેના ચહેરા પર જે રંગ ઉડી ગયા હતા તે ફરીથી પાછા આવી ગયાં.તે કબીરની ખુબ જ આભારી હતી કે તેના કારણે તેને એલ્વિસને મળવાનો મોકો મળશે.
"એલ્વિસ,મીટ કબીર યંગ ડેશીંગ સક્સેસફુલ બિઝનેસમેન હી ઇઝ વેરી ટેલેન્ટેડ એન્ડ મીટ હર ફિયોન્સે કાયના શી ઇઝ વેરી ગુડ ડાન્સર એન્ડ કોરીયોગ્રાફર.મને લાગ્યું કે તું કાયનાને કે કાયના તને હેલ્પફુલ થઇ શકો."પ્રોડ્યુસરે કહ્યું
"ઓહ હાય કાયના."એલ્વિસે તેની સામે દેખ્યું ના દેખ્યું કરીને બોલ્યો.
"એલ્વિસ સર ,હું તમારી ફેન છું અને હું તમારી...."કાયના કઇ બોલવા જાય તે પહેલા એલ્વિસ કાયનાની વાતને નાસાંભળી અને બાય કહીને જતો રહ્યો.એલ્વિસને ત્યાં ચાલી રહી દારૂની પાર્ટીમાં અને પોતાની સ્ત્રીમિત્રો સાથે સમયપસાર કરવામાં વધુ રસ હતો.
"ઇટ્સ ઓ.કે કાયના.એલ્વિસ થોડો સનકી છે,થોડો ધુની ટાઇપનો યુ.સી.બટ હી ઇઝ જેમ ઓફ હાર્ટ."આટલું કહીને તે પ્રોડ્યુસર પણ જતાં રહ્યા કાયના પાછી ઉદાસ થઇ ગઇ.એલ્વિસ તે પણ નહતો જાણતો કે કાયના તેની જ એકેડેમીમાં કોચ હતી.કાયનાનું ઉતરેલું મોઢું જોઇને કબીર સમજી ગયો કે કાયના કેમ દુખી હતી.
"એલ્વિસ તારો ક્રશ છે રાઈટ અને તારો બોસ પણ બટ હી ડોન્ટ નો યુ ઇવન."કબીર બોલ્યો.
"યસ,હી નેવર નોટીસ મી.છોડને ચલને કબીર ક્યાંક બીજે જઇએ"કાયના અહીં રહીને વધુ દુખી થવા નહતી માંગતી.
કબીર કાયનાને પહેલા લોંગ ડ્રાઇવ પર અને પછી બીચ પર લઇ ગયો.તે બન્ને દરિયાકિનારે બેસેલા હતાં.
"કાયના,મારે તારો ડાન્સ જોવો છે.આટલો સમય થયો પણ તે મને એકવાર પણ ડાન્સ ના બતાવ્યો.મને પણ ખબર પડે કે મારી કાયના ડાન્સ કેવો કરે છે."કબીરે કહ્યું.
"હા તો ,તું આવી જા ને એકેડેમીમાં એક દિવસ,યુ નો વોટ રનબીર તો રોજ આવે છે.તે કેબિનમાં બેસીને ભણતો હોય છે પણ તે એકદમ ધ્યાનથી જોવે છે મને લાગે છે કે તે પણ ડાન્સ શીખી જશે."કાયના હસીને બોલી.રનબીરનું નામ આવતા જ કાયનાના ચહેરા પરની ઉદાસી દુર થઇ ગઇ અને તે હસવા લાગી.કબીરને એ બધી વાતથી કઇ જ ફરક નથી પડતો.તે તો કાયનાને હસતા જોઇને જ ખુશ હતો..
" ઓ.કે ધેન,ગમે ત્યારે આવી જઇશ."કબીરે કાયનાનો હાથ પકડી લીધો.કાયનાને ગભરાટ થવા લાગી.
"હવે જઇએ ,કબીર?"કાયના હાથ છોડાવવાની કોશીશ કરી રહી હતી.કાયનાની વાત ઇગ્નોર કરીને કબીર તેના કમરમાં હાથ નાખીને તેને વધુ નજીક ખેંચી કાયના થોડી ખચકાટ અનુભવી રહી હતી.કબીર તેના ખુલ્લાવાળની સુંગધ માણી રહ્યો હતો અને અચાનક જ તેણે તેને પોતાની નજીક ખેંચીને તેને કીસ કરી.કબીર તેને પ્રેમ કરી રહ્યો હતો કાયના ખુબ જ અનકમ્ફર્ટેબલ ફીલ કરી રહી હતી.કબીર કાયનાથી અળગો થયો અને તેણે હસીને કાયનાની સામે જોયું કાયનાને કબીરની જગ્યાએ રનબીરનો હસતો ચહેરો યાદ આવ્યો,તેને તે જ દેખાતો હતો.
"ચલ જઇએ મોડું થઇ ગયું છે."કબીરે કાયનાને ઊભી કરતા કહ્યું.
અહીં રનબીરની બેચેની ખુબ જ વધી ગઇ હતી.તે આમતેમ આંટાફેરા કરી રહ્યો હતો.
"બ્રો,હવે તો આ જગ્યા પણ નવી નથી તારા માટે કેમ ઉંઘ નથી આવતી?કે કાયનાદી સાથે રોજ મોડે સુધી જાગવાની આદત પડી ગઇ છે તો તેને મીસ તો નથી કરતોને "કિઆન આટલું કહીને જતો રહ્યો પણ કાયનાનું નામસાંભળીને તેની બેચેની વધીગઇ.તે ટેરેસ પર ગયો.તેટલાંમાં કબીરની કાર આવી.કાયના અને કબીર તેમાંથી નિકળ્યા.કાયના બાય કહીને અંદર જઇ રહી હતી.ઘરમાં બાકી બધાં સુઇ ગયાં હતા.કબીરે કાયનાને હાથ પકડીને રોકી અને તેને ગળે લગાવી દીધી.
"કબીર,છોડ કોઇ જોઇ જશે. બહુ લેટ થઇ ગયું છે."કાયનાએ પોતાની જાતને છોડાવતા કહ્યું.કબીરે તેને હગ કરીને તેના ગાલે કીસ કરી.ટેરેસ પરથી આ બધું જોઇ રહેલો રનબીરને ગુસ્સો કેમ આવ્યો તે પોતે સમજી નહતો શકતો.કાયના અને રનબીરની નજર એક થઇ કાયનાના ચહેરા પર અનાયાસે જ સ્માઇલ આવી ગઇ.રનબીર પર હસીને જતો રહ્યો ,હવે તેને સારું લાગી રહ્યું હતું.
કાયના પોતાના રૂમમાં જતી હતી.તે રનબીરને મળવા માંગતી હતી પણ તેને અચાનક કબીર સાથે ગાળેલા સમયમાં દેખાયેલો રનબીરનો ચહેરો યાદ આવ્યો.તેટલાંમાં અદ્વિકા આવી.
"હાય,કાયના"અદ્વિકા બોલી.
"હાય અદ્વિકા,તુ જાગે છે હજી?ખુબ રાત થઇ ગઇ છે."કાયના તેના રૂમમાં જતા બોલી.
"કાયના,મારે તારી સાથે વાત કરવી હતી."અદ્વિકા બોલી..
"હા આવ અંદર."કાયના બોલી.કાયના અને અદ્વિકા કાયનાના રૂમમાં ગયા.કાયના કપડાં બદલીને નાઇટડ્રેસ પહેરીને આવી.
"હા બોલ અદ્વિકા,આટલી રાત્રે તું મને શું કહેવા માંગે છે?"કાયનાએ પુછ્યું.
અહીં કુશ,કિનારા અને લવને કમીશનર સાહેબે વીડિયોકોલ કરીને બીજા દિવસે તેમની ઓફિસમાં ત્રણેયને એકસાથે મળવા બોલાવ્યા.
બીજા દિવસે સવારે તે ત્રણેય કમીશનર સાહેબની કેબિનમાં નવ વાગ્યે હાજર થઇ ગયાં.બ્લુ જીન્સ અને બ્લેક શર્ટમાં કુશનું કસાયેલું શરીર અને તેના મશલ્સ સાફ દેખાતા હતાં.લવ અને કિનારા યુનિફોર્મમાં હતાં.લવ પણ પોલીસના યુનિફોર્મમાં ખુબ જ હેન્ડસમ લાગી રહ્યો હતો.
"વેલકમ માય હીરોઝ,પ્લીઝ બેસો."કમીશનર સાહેબ બોલ્યા.
"સર,તમે અમને અહીં બોલાવ્યા,અમને કઇ સમજ ના પડી.મતલબ અમે ત્રણેય અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં છીએ."કુશ બોલ્યો.
"યસ,પણ તમે ત્રણેય ખુબ જ કાબેલ ઓફિસર્સ છો.વર્ષો પહેલા તમે એક મીશન માટે એક ટીમ તરીકે કામ કર્યું હતું."કમીશનર સાહેબ બોલ્યા.
"મીશન વોન્ટેડ લવ."ત્રણેય એકસાથે બોલ્યા.
"યસ,તે મીશન તે આપણા પોલીસના રેકોર્ડ્સમાં અને ઇતીહાસમાં સૌથી સફળ મીશનમાંથી એક ગણાય છે.રોમિયો જેવા ખતરનાક અપરાધીનું વિશાળ ગુનાહિત સામ્રાજ્યનો અંત કરવો સરળ નહતો.
કિનારા,મે સાંભળ્યું હતું કે તું પ્રેગન્નટ હતી તે વખતે,તે એક ગોળી પણ ખાધી હતી બટ યુ સોલ્વ ધેટ કેસ.
લવ ગુનેગાર ખતમ થઇ જાય છે પણ ગુના નહીં.તે વિશાળ સામ્રાજ્ય ખતમ થઇ ગયું પણ એક બીજું ખતરનાક સામ્રાજ્ય પોતાની પગ પસારી રહ્યું છે."કમીશનર સાહેબ બોલ્યા.
"મતલબ સર?"લવે પુછ્યું.
" ડ્રગ્સ."કમીશનર સાહેબ ઉંડો શ્વાસ લઇને બોલ્યા.
"ડ્રગ્સ,એક એવું દુષણ છે જે આપણી યુવા પેઢીને ખતમ કરી દેશે,આપણા દેશને ખોખલો બનાવી દેશે."કિનારા બોલી.
"યસ,યુ આર રાઇટ કિનારા.વી મસ્ટ સ્ટોપ ધીસ થીંગ ટુ હેપન.તમને ત્રણને સાથે બોલાવવાનું એક બીજું પણ ખાસ કારણ છે.એક લવ તું અત્યારે નારકોટીક્સ ડિપાર્ટમેન્ટ સાથે મળીને કામ કરી રહ્યો છે અને કિનારા તું મુંબઇમાં અંડરવર્લ્ડના કેસીસ વર્ષોથી હેન્ડલ કરી રહી છો.
કુશ તું એ.ટી.એફ ઓફિસર છો.આ વખતે મને તમારા ત્રણેયની મદદની જરૂર છે."કમીશનર સાહેબે તેમના એક અન્ય ઓફિસરને બોલાવ્યાં.
તે ઓફિસરે આવીને એક પ્રેઝન્ટેશન શરૂ કર્યું.
ડ્રગ્સનું દુષણ નાથવા આપણી પુરી ફોર્સ કામ કરી રહી છે વર્ષોથી,બોલીવુડ અને ડ્રગ્સનો સંબંધ ખુબ જુનો છે.જેમા મોટાભાગે અંડરવર્લ્ડથી ડ્રગ્સ સ્પલાય થતી હોય છે.આ વખતે સરહદ પારથી આતંકવાદીનું એક મોટું ગ્રુપ ખુબ જ મોટા જથ્થામાં ડ્રગ્સ ગુજરાત થઇને અહીં પહોંચાડવાના છે.
અગર આ ડ્રગ્સ અહીં અાવી ગયાને તો તે એટલા મોટા જથ્થામાં છેકે પછીતે ડ્રગ્સ સરળતાથી બધે જમળશે અને સ્થિતિ આપણા કંટ્રોલની બહાર જતી રહેશે."તે ઓફિસરે પ્રેઝન્ટેશન ખતમ કર્યું.
"કુશ,કિનારા અને લવ,આ થોડાક ચહેરા છે જે મુંબઇ ,અમદાવાદ અને ગુજરાતના બોર્ડર એરિયા પર ડ્રગ્સની હેરફેરનું બધું કામ સંભાળે છે.આ જાણકારી આપણા સિક્રેટ ઓફિસર્સે આપી છે.સાબિતીના અભાવે આપણે તેમને પકડી નથી શક્યાં અને બીજું કારણ એ છે કે આ તો માત્ર પ્યાદાઓ છે.તેમની પાછળ માસ્ટર માઇન્ડ કોઇ બીજું છે એટલે આપણે તેમના થકી તે માસ્ટર માઇન્ડ સુધી પહોંચવાનું છે." કમીશનર સાહેબ બોલ્યા.
"જી સર અમારે શું કરવાનું છે?"કુશ બોલ્યો
"કુશ,કિનારા અને લવ.આ કેસ હું તમને સોંપુ છું.તમારે તે માસ્ટર માઇન્ડને સાબિતી સાથે પકડવાના છે તે પણ જીવતા.સો ગાયઝ યુ ઓલ આર ઓન મીશન."કમીશનર સાહેબ બોલ્યા.
"મીશન!!?"ત્રણેય એકસાથે.
"યસ ,આ એક સિક્રેટ મીશન છે.આ મીશનમાં તમે ખુબ જ લીમીટેડ અને એકદમ વિશ્વાસપાત્ર ટીમ જ લઇ શકશો."કમીશનર સાહેબ બોલ્યા.
તેમણે કુશને મીશન હેડ બનાવ્યો અને તે ફાઇલ કુશને સોંપી.
"સર,આ મીશનનું શું નામ રહેશે?"કુશે પુછ્યું
"મીશન વોન્ટેડ લવ.." કમીશનર સાહેબ બોલ્યા.
તે ત્રણેયની આંખો પહોળી થઇ ગઇ આઘાત સાથે.એક મીશન વોન્ટેડ લવે તેમના ત્રણેયની જિંદગીને જળમુળથી બદલી નાખી હતી હવે આ મીશન વોન્ટેડ લવ તેમના જીવનમાં શું તોફાન લાવશે તે તો સમય જ બતાવવાનો હતો.
અદ્વિકાએ આટલી રાત્રે કાયનાને શું કહ્યું હશે?કાયના અને રનબીર એકબીજા માટે કોઇ ખાસ લાગણી ધરાવે છે?શું કિનારા જાણી શકશે કે રનબીર રોકીનો દિકરો છે?
જાણવા વાંચતા રહો.