Wanted Love 2 - 21 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-21

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-21


સમય અને સ્થળનું ધ્યાન થતાં નેહાએ પોતાની જાતને સંભાળી અને રોકીને ફુલોનો બુકે આપ્યો.નેહા અને રોકી આજે કેટલાય વર્ષો પછી મળી રહ્યા હતાં.રનબીરની કસ્ટડી નેહાએ લીધાં પછી એકવાર નેહા અને રોકીની મુલાકાત થઇ હતી.ત્યારબાદ આજે જ તેઓ મળી રહ્યા હતાં.

રોકીને આ અંદાજમાં જોઇને નેહા સ્તબ્ધ હતી.રોકી ક્યારેય સુધરશે નહીં તેવું તેને લાગતું હતું.તેની જગ્યાએ આજે તે એક સમાજસેવકના રૂપમાં નેહાની સામે ઊભો હતો.
રોકી પણ નેહાને એક અલગ જ નજરથી જોઇ રહ્યો હતો.નેહા પહેલા કરતા પણ વધુ સુંદર લાગી રહી હતી.બ્લુ કલરની સાડીમાં તેની પાતળી કમર હજીપણ એટલી જ સુંદર હતી.રોકીની નજર પોતાના શરીરને સ્કેન કરી રહી હતી,તે વાતની નેહાને જાણ હતી પણ તે અહીં બધાંની વચ્ચે કશુંજ કરી શકે તેમ નહતી.

પ્રિન્સીપાલ મેડમે રોકી ઉર્ફે રાકેશ પટેલનું સન્માન કર્યું ,છેલ્લા કેટલાય સમયથી ચાલતી તેમની સમાજસેવાના ગુણગાન ગાયા.‌‍નેહાને વિશ્વાસ નહતો આવતો કે રોકી આ બધું કરી શકે.રોકીનું ધ્યાન સતત નેહા પર જ હતું.તે એક મોકો શોધતો હતો

અંતે રોકીને તે મોકો મળી ગયો.
"નેહા,કેમ છે તું ?"
"રોકી,તું કેમ આવ્યો અહીં?મારે તારી સાથે કોઇ જ વાત નથી કરવી?તે જે કર્યું હતું મારી સાથે તે હું ક્યારેય નહીં ભુલુ."
"નેહા,મને માફ કરી દે.હું બદલાઈ ગયો છું.નેહા મને એક વાર મારા પિતા અને મારા દિકરાને મળવું છે."રોકીએ તેને વિનંતી કરી.
"રોકી પ્લીઝ,મારા દિકરા અને પિતાથી દુર રહેજે.રહી વાત રનબીરની તો તે અહીં નથી અને તે ક્યાં છે તે તું ક્યારેય નહીં જાણી શકે.તારો કાળો પડછાયો મારા દિકરા પર ના પડે તેના માટે મે ઘણાબધા ત્યાગ આપ્યા છે"નેહાએ કહ્યું.

"નેહા,પ્લીઝ મને તારા જીવનમાં અને રનબીરના જીવનમાં આવવાંનો એક મોકો આપ.હું પ્રોમિસ કરું છું કે હું બદલાઇ ગયો છું અને હું રનબીરને પિતાનો પ્રેમ આપવા માંગુ છું."રોકીએ બે હાથ જોડ્યાં તેની આંખમાં આંસુ હતાં.નેહા તેને અવગણીને જતી રહી.રોકીએ આંસુ લુછ્ય‍ાં.

"હું રનબીરને મળીને જ રહીશ.તે મારો દિકરો છે.તેને હું મારો બનાવીને જ રહીશ,નેહા.તું તેને મારાથી વધારે દુર નહીં રાખી શકે."રોકીએ પોતાની જાતને કહ્યું.

* * *

પરીક્ષા નજીક આવતી હોવાથી રનબીર અને કાયના મોડ સુધી લગભગ વાંચતા જ જણાતા હતાં.કિઆરા અને અદ્વિકાએ પણ અહીં રહીને આગળ ભણવાનું નક્કી કર્યું હતું.લવ શેખાવત આ વાત પર પહેલા તો માન્યો નહીં પણ કિઆરા તેનીકમજોરી હોવાના કારણે તે માનીગયો.શીનાને આશા હતી કે કિઆરા ત્યાં રહીને કિનારા સાથે ક્યારેક તો હિંમત કરીને પોતાની તકલીફ જણાવી શકશે.

અદ્વિકા અહીં જ રહીને ભણશે તે વાત કિઆનને સાતામાં આકાશ પર લઇ ગઇ.તેના ચહેરાપરની તે ખુશી કુશ અને કિનારા સાફ દેખી શકતા હતાં.અહીં કિયા અને કિઆરા રનબીરની પાસે ફરક્વાની કોશીશ કરતા પણ કાયના તે થવા દેતી નહી.

લગભગ તે બધાની પરીક્ષા નજીક આવતી હોવાના કારણે બધાં તેની તૈયારીમાં જ લાગેલા હતાં.હિયા અને અંશુ પણ હિયા સાથે ક્લાસમાં જે થયું પછી શાંત હત‍ાં.જેનું એક કારણ પરીક્ષા અને બીજું કારણ તેમણે રોકેલા જાસુસે તેમને હાલમાં કોઇની નજરમાં ના આવવા કહ્યું હતું.

લગભગ દોઢ મહિનો એમ જ વીતી ગયો.પરીક્ષાને લગભગ બે દિવસ બાકી હતાં.બધાં તૈયારીમાં જ હતાં.અંતે એકઝામ આવી અને ગઇ.રનબીર આ વખતે પહેલી વાર ખુબ જ કોન્ફીડેન્ટ હતો.કાયનાની મહેનત પર રનબીરને પુરો વિશ્વાસ હતો.કાયનાની ઇન્ટેલિજન્સ પર રનબીર ખુબ જ ઇમ્પ્રેસ હતો.

રાત્રે ડિનર કર્યાં પછી જાનકીદેવી અને શ્રીરામ શેખાવત સુવા ગયાં અને બાકી બધાંજ મુવી જોઇ રહ્યા હતાં આઇસ્ક્રીમની મજા માણતા.તેટલાંમાં કબીર આવ્યો.
"અરે કબીર,આવ તું પણ અમારી સાથે આઇસ્ક્રીમની મજા લે."કુશે કહ્યું.
"થેંક યુ પણ અંકલ હું કાયનાને મારી સાથે બહાર લઇજવા માંગુ છું.તમે પરમીશન આપો તો?"કબીરે કહ્યું.
"યસ અફકોર્ષ,હા એકઝામ અને રનબીરને ભણાવવાના કારણે તે પણ સ્ટ્રેસ હતી લઇજા."કિનારાએ કહ્યું.
"આંટી,હું કાયના માટે એક વેસ્ટર્ન આઉટફીટ લાવ્યો છું."કબીરે ડરતા ડરતા કહ્યું.
"અમને શું વાંધો હોય ,અગર તેને ફાવે તો."કુશે કહ્યું.
કાયના કબીરના હાથમાંથી ડ્રેસની બેગ લઇને ચેન્જ કરવા ગઇ.થોડા સમય પછીતે નીચે આવી.ઓફ શોલ્ડર,ગોઠણ સુધીનું સુંદર પોલ્કા ડોટ્સ વાળું બ્લેક ફ્રોકમ‍ાં તે ખુબ જ સ્ટાઇલીશ અને સુંદર લાગી રહી હતી.
બધાં તેને આ અવતારમાં જોઇને આશ્ચર્ય પામ્યાં.રનબીર અને કાયનાની નજર મળી,રનબીરે નજર ફેરવી લીધી પછી તરત જ તેની આંખોમાંજોઇને સુંદર લાગે છે તેવો ઇશારો કર્યો.તેમની આ મૌન આંખોના ઇશારાથી થતી વાતો અદ્વિકાના ધ્યાનમાં આવી ગઇ હતી.તે મનોમન હસી.

કબીર કાયનાને લઇ ગયો રનબીર તેને જોતો રહી ગયો.કબીરે કાયનાનો હાથ પકડી લીધો.કાયનાએ રનબીરની સામેજોયુ પાછળ ફરીને.કબીર કાયનાને લઇને જતો રહ્યો અને રનબીર તેના રૂમમાં.

અહીં કિયા અને કિઆરા આ જ ચાન્સની શોધમાં હતાં.કિયા રનબીર પાસે તેના રૂમમાં ગઇ થોડીક વાર પછી,તેના હાથમાં કોફીના બે કપ હતાં.
"હાય રનબીર. હું આવું અંદર?"કિયા જવાબ સાંભળવા ના રોકાઇ અને અંદર આવી ગઇ.
"કોફી."
અહીં કાયના ગઇ ત્યારથી રનબીર બેચેની અનુભવતો હતો.તેને અંદરથી કઇંક થઇ રહ્યું હતું.
કોફીનો કપ લઇને કિયા અને રનબીર સામસામે બેસ્યાં.
"રનબીર,તે દિવસ પછી આપણને વાત કરવાનો મોકો જ નામળ્યો.એકચ્યુલી કાયના દી તારી આસપાસ પણ ફરકવા નહતી દેતી.રનબીર થેંક યુ કિનુ મોમ અને કુશ ડેડુની મદદ કરવા માટે."
"મોસ્ટ વેલકમ.પણ આ વાત માટે તું મને પહેલા પણ થેંક યુ કહી ચુકી છે."રનબીર કોઇની પણ સાથે વાત કરવાના મુડમાં નહતો.
"રનબીર,કેન વી બીકમ ફ્રેન્ડ્સ ?રનબીર યુ આર વેરી હેન્ડસમ.મને ખોટી ના સમજતો પણ આઇ રીયલી લાઇકયુ." કિયા રનબીરનો હાથ પકડતાબોલી.
રનબીરે તેનો હાથ ઝટકા સાથે છોડાવી દીધો.
"સોરી કિયા,હું તને કોઇ ભ્રમમાં નહીં રાખું.હું પ્રેમ,ફ્રેન્ડશીપ કે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ તે બધાંમાં વિશ્વાસ નથી કરતો.સોરી હું તને દુખી કરવા નથી માંગતો.પ્લીઝ ગુડ નાઇટ." રનબીરની વાતે કિયાનું મન દુખી કરી નાખ્યું.અહીં તેની બેચેનીનો પાર નહતો.કાયના કબીર સાથે હતી તેના થવાવાળા પતિ સાથે તો તેને આટલી તકલીફ કેમ થતી હતી તે વાત સમજી નહતો શકતો રનબીર.તેને ઉંઘ નહતી આવી રહી.તેટલાંમાં દરવાજા પર ફરી નોક થયું.રનબીરે વિચાર્યું કે કિયા ફરીથી આવી પણ દરવાજો ખોલ્યો તો સામે ગભરાઇને ઊભેલી કિઆરા દેખાઇ જેના હાથમાં એક નાનકડી ગિફ્ટ પણ હતી.આ પહેલી વાર હતી જ્યારે કિઆરા કોઇ છોકરા સાથે વાત કરી રહી હતી.આમ તે ખાસી સ્ટ્રોંગ હતી પણ આજે તે ખુબ જ ડરેલી હતી.
"કિઆરા..!?"રનબીરે પુછ્યું.
"હું અંદર આવું ?"કિઆરાએ પુછ્યું.રનબીરે હા પાડી.
"રનબીર,થેંક યુ.તમે જે કિનુમોમ અને કુશ ડેડુ માટે કર્યું મને કિઆને કહ્યું.આ નાનકડી ગિફ્ટ તમારા માટે લાવી હતી."કિઆરાએ તે ગિફ્ટ આપી.રનબીરે થેંક યુ કહીને તેનો સ્વિકાર કર્યો.
"ખોલીને જોવોને એકવાર."કિઆરા બોલી.રનબીરે તે ગિફ્ટ ખોલી.તેમા કેડબરી સિલ્કનું મોટું પેક હતું.ચોકલેટ્સ રનબીરની ફેવરિટ હતી.તેના ચહેરા પર સ્માઇલ આવી ગઇ.તેણે તરત જ તે ખોલી અને ખાવાની શરૂ કરી દીધી.
"વાઉ! સુપર્બ થેંક યુ કિઆરા.તુ લઇશ."પોતાની સામેજોઇ રહેલી કિઆરાને રનબીરે ચોકલેટ ઓફર કરી.નાના બાળકની જેમ ચોકલેટ ખાઇ રહેલો રનબીર ખુબ જ ક્યુટ લાગી રહ્યો હતો.કિઆરા તેને ના ન પાડી શકી.રનબીરે તેને પોતાના હાથેથી ચોકલેટ ખવડાવી.રનબીરના હોઠ પર ચોંટેલી ચોકલેટ કિઆરા પોતાના હાથેથી સાફ કરીરહી હતી.કિઆરાની આંખોમાં પોતાના માટે રનબીરને એ જ ભાવ દેખાયા જે કિયાની આંખોમાં હતા.તેણે કિઆરાના હાથને પોતાના ચહેરાથી દુર કર્યા.
"કિઆરા લિસન ,હું તને પણ તે જ કહીશ જે મે થોડીવાર પહેલા અહીં આવેલી કિયાને કહીહતી કે હું તને કોઇ ભ્રમમાં નહીં રાખું.હું પ્રેમ,ફ્રેન્ડશીપ કે બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ તે બધાંમાં વિશ્વાસ નથી કરતો.સોરી હું તને દુખી કરવા નથી માંગતો.પ્લીઝ ગુડ નાઇટ." રનબીરની આવી સ્પષ્ટથી હર્ટ થયેલી કિઆરા ત્યાંથી દોડીને જતી રહી.તે અલબત કિયા અને કાયના કરતા વધુ લાગણીશીલ હતી.

રનબીરની બેચેની ખુબ જ વધી ગઇ હતી.તે હવે બહાર વોક કરી રહ્યો હતો,કાયના હજીસુધી આવી નહતી.

અહીં કાયનાને કબીર પોતાના એક ક્લાયન્ટની પાર્ટીમાં લાવ્યો હતો.જે બોલીવુડમાં પ્રોડ્યુસર હતા.કાયના માટે આ વાત સરપ્રાઇઝ હતી.કબીર પોતાની ઓળખાણનો ઉપયોગ કરીને કાયનાનું સ્વપન પુરું કરવા માંગતો હતો.તે ગમેતેમ કરીને કાયનાના હ્રદયમાં પોતાના માટે પ્રેમ જગાડવા માંગતો હતો.
કાયના માટે આ પાર્ટી એક ગોલ્ડન ચાન્સ હતો પોતાના ડ્રીમને પુરું કરવા માટે.તેને ખુશ હોવું જોઇએ.તે ખુશ હતી પણ કઇંક ખુટતું હતું.

આજે ઘણા લાંબા સમય પછી તેણે તેના પસંદગીના મોર્ડન કપડાં પહેર્યા હતાં પણ તેમા તે આજે અનકમ્ફર્ટેબલ અનુભવી રહી હતી.

અહીં કુશ અને કિનારા હવે ધીમેધીમે પરિવાર આગળ એવું બતાવી રહ્યા હતા કે તેમનો સંબંધ સુધરી રહ્યો હતો.કુશકિનારા સાથે પ્રેમભરી પળો વિતાવી રહ્યો હતો.તેટલાંમાં જ કમીશનર સાહેબનો અર્જન્ટ કોલ આવ્યો.કુશ,કિનારા અને લવ મલ્હોત્રાને એક જ વીડિયો કોલમાં કમીશનર સાહેબે લીધાં હતાં.તે ખુબ જ ગંભીર જણાઇ રહ્યા હતાં.તે ત્રણેયના મનમાં એક જ પ્રશ્ન હતો.
એવી શું વાત હતી કે કમીશનર સાહેબે તે ત્રણેયને આટલી રાત્રે અર્જન્ટ વીડિયો કોલ કર્યો?તે ત્રણેય અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં હતાં.

કેમ કમીશનર સાહેબે કુશ,કિનારા અને લવને ફરીથી એકસાથે ફોન કર્યો?શું કબીરના આ કદમથી કાયના તેના સપના પુરા કરવા સુધી આગળ વધી શકશે?કબીર કાયનાનું હ્રદય જીતી શકશે આ કરીને?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 2 week ago

Gadhvi Aaspar

Gadhvi Aaspar 6 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Kitu

Kitu 9 month ago

Deboshree Majumdar