વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨
ભાગ-20
હિયા પોતાની સીટ પર બેસીતો ગઇ પણ તેને પોતાની સીટ પર કઇંક ચીકણું ચીકણું પ્રવાહી ટપકાં સ્વરૂપે દેખાયું તેણે તેને ઇગ્નોર કર્યું અને શાંતિથી બેસીગઇ.અહીં ક્લાસમાં લગભગ બધાં સ્ટુડન્ટ્સની સીટ નક્કી જ હતી ક્લાસરૂમ ખુબ જ વિશાળ હતા.જ્યાં દરેક સ્ટુડન્ટ્સની અલગ ચેયર અને ટેબલ હતી.હિયા બેસી ગઇ અને તેના બન્ને હાથ ટેબલ પર મુક્યાં.
તેટલાંમાં પ્રોફેસર અંદર આવ્યાં.બધાં સ્ટુડન્ટ્સ ઊભા થયાં.હિયાએ ઊભા થવાની કોશીશ કરી પણ તે ઊભી ના થઇ શકી.તેણે તેના હાથ હટાવવાની કોશીશ કરી પણ તે પણ જાણે ચોંટી ગયાં હતાં.
તેણે ચિસ પાડી,
"મેમ...મારા હાથ અને હું ચોંટી ગઇ."બધાં સ્ટુડન્ટ્સમાં હાસ્યનું મોજુ ફરી વળ્યું.
પ્રોફેસર તેની પાસે ગયાં.તેના હાથ અને તેને ઉખાડવાની કોશીશ કરી પણ કશુંજ ના થયું.અચાનક હિયાને કાયનાનું તે સ્માઇલ યાદ આવ્યું.
"મેમ,આ બધું કાયનાએ અને રનબીરે કર્યું છે."હિયાએ ફરિયાદ કરી.કાયના પોતાની સીટ પરથી ઊભી થઇ.
"વોટ નોનસેન્સ,હું અને રનબીર તો તારા કરતા પહેલા ક્લાસમાં આવી ગયાં છીએ અને અમારી ચેયર પર શાંતિથી બેસેલા છે.પુછ કોઇએ જોયા અમને આવું કરતા.ખાલી ખાલી અમારી પર આરોપ લગાવે છે.મેમ તે અમને દરેક જગ્યાએ હેરાન કરવાની કોશીશ કરે છે."કાયના ભડકીને બોલી.
"મેમ,એ ખોટું બોલે છે.તમને ખબર છે ને તેણે મને હાફ ટકલી કરી હતી.આ પણ તેણે જ કર્યું છે."હિયા પોતાના ટેબલ પર ચોંટી ગયેલા હાથને ઉખાડવાની કોશીશ કરતા બોલી.પ્રોફેસરે પિયુનને બોલાવ્યાં અને પાણી અને ઘણીબધી રીતે તેનો હાથ ઉખાડવાની કોશીશ કરી પણ બધાંજ પ્રયાસ નિષ્ફળ રહ્યા.
"મેમ,હા હવે મને યાદ આવે છે.લાસ્ટ લેક્ચરમાં તમે હિયાને એક પ્રોજેક્ટ તૈયાર કરીને ક્લાસની સામે આજે પ્રેઝન્ટ કરવા કહ્યું હતું.તેનાથી બચવા તેણે જ આ કર્યું હશે.પુછો તેને તેણે તે પ્રોજેક્ટ પુરો કર્યો?"કાયના બોલી.
રનબીર અને કાયના મનોમન હસીને એકબીજાને શાબાશી આપી રહ્યા હતાં.ફેવીક્વિક લગાવવાનો આઇડીયા રનબીરનો હતો,જ્યારે આ બધામાં તેને ફસાવવાનો પ્લાન કાયનાનો હતો.
"મેમ,તમે હિયાના બેગને એકવાર ચેક કરોને કદાચ ફેવીક્વિક તેના બેગમાં જ હોય."રનબીર બોલ્યો.પ્રોફેસરે બેગ ચેક કરી અને ફેવીક્વિક તેની બેગમાંથી જ નિકળ્યુ.
"જોયું મેમ,લોકો પ્રોજેક્ટથી બચવા કેવા કામકરે છે અને કેવા આરોપ મુકે છે મારા અને કાયના જેવા ભોળાભાળા લોકો પર.મેમ હું હેલ્પ કરું હિયાની?"રનબીર ભોળા ચહેરા સાથે બોલ્યો પ્રોફેસર તેની વાતમાં આવી ગઇ.રનબીર હિયા પાસે આવ્યો અને જોરથી તેના બન્ને હાથ ખેંચ્યાં ,હિયાના મોઢામાંથી ચીસ નિકળી ગઇ.હિયાના હાથ લાલ લાલ થઇ ગયાં હતાં પછી કાયનાએ તેના બન્ને ખભા પકડીને તેને ખેંચી તેના કુરતીનો જે ભાગ નીચે ચેયર પર હતોતે ચેયર પર જ રહી ગયો.હિયાની લાંબી કુરતીનો પાછળનો નીચેનો ભાગ ફાટી ગયો હતો અને તેના હાથમાં સખત બળતરા થતી હતી.તેના ચહેરા પર ગુસ્સો હતો.
"નાઉ,હિયા તું પ્રોજેક્ટ પહેલા પુરા ક્લાસ સામે મુકીશ અને પછી તેને સબમીટ કરીશ."પ્રોફેસર ગુસ્સામાં બોલ્યા.
"મેમ,સોરી પ્રોજેક્ટ તો નથી બન્યો.સોરી."હિયા નીચે જોઇને બોલી.
"હિયા,યુ વીલ પે ફોર ધીસ.પ્રોજેક્ટથી બચવાના તારા બહાના સારા છે પણ તે કામ ના આવ્યા.હિયા સૌથી પહેલા તો તું કાયના અને રનબીરને સોરી કહીશ અને બીજું દસ મીનીટમાં તું મને પ્રિન્સીપાલ સરની કેબિનમાં મળ.આ વખતે તો તને એક અઠવાડિયા માટે સસપેન્ડ કરાવીશ."પ્રોફેસર ગુસ્સામાં બોલ્યા.
લેક્ચર્સ ખતમ થઇ ગયા હતા અને કાયના રનબીરનો હાથ પકડીને ભાગી તે લોકો દોડીને ગાર્ડનમાં ગયાં.કાયનાને ખુબ જ હસવું આવી રહ્યું હતું.રનબીર પણ હસી રહ્યો હતો.
"ઓહ માય ગોડ હિયાની તો હાલત ખરાબ થઇ ગઇ.મને ધોળો ગધેડો કહ્યું.એક અઠવાડિયામાટે સસપેન્ડ થઇ ગઇ."રનબીર હસતા હસતા બોલ્યો.કાયના હસતા હસતા રનબીરને ગળે લાગી ગઇ.રનબીર કાયનાના આમ અચાનક ગળે લાગવાથી ચોંકી ગયો.તેને કાયનાના સ્પર્શથી અલગ ફીલીંગ થઇ રહી હતી. એક ધડી માટે તેણે પણ પોતાના બે હાથ કાયના ફરતે વિટાળી દીધાં.તે જ સમયે કોઇ તેમના ફોટા પાડી રહ્યું હતું તેવું રનબીરને લાગતા તે કાયનાથી અલગ થયો.
"કાયના,મને લાગે છે કે કોઇ આપણી પાછળ છે.ચલ જઇએ."
રાત્રે કાયના અને રનબીર કાયનાના રૂમમાં સ્ટડી માટે ભેગા થયા હતાં.બાકી બધાં જમીને સુવા ગયાં હતાં.
કાયના શોર્ટસ અને સ્લિવલેસ ટીશર્ટ પહેરીને આવી.રનબીર તેનું આ રૂપ જોતો જ રહી ગયો.
"કાયના,અગર તું ખરેખર ઈચ્છતી હોય કે હું ભણું અને સારા માર્કસ સાથે પાસ થઉં તો તું આટલા ટુંકા કપડાં ના પહેર."રનબીર બોલ્યો.
"કેમ,તારું ધ્યાન ભટકે છે?હું છું જ એટલી હોટ એન્ડ સેક્સી."કાયના બોલી.
"ધૂળ અને ઢેફા.પહેલી વાત મે તને પહેલા જ કહ્યું હતું કે ભ્રમમાં નહીં રહેવાનું અને બીજી વાત પ્લીઝ નથી ગમતું આટલા ટુંકા કપડાં.આઇ મીન કોલેજમાં પણ બધાં કેવી રીતે જોતા હતાં તારી સામે."રનબીર બોલ્યો
"વોટ!?કયા જમાનામાં જીવે છે તું ?ચલ આ બધું છોડ અને ભણવા બેસ.એક મહિના પછી એકઝામ છે."કાયના બોલી.
"કાયના ,લેટ્સ મેક અ ડીલ તું એક મહિના ટુંકા કપડાં નહીં પહેરે અને હું મન લગાવીને ભણીશ અને આ એકઝામમાં સારા માર્કસ લાવીશ."રનબીર.
"ઓ.કે,તો મારી પણ શરત છે.મને પણતારી આ દાઢી નથી ગમતી.અગર તું પાસ થઇ ગયો તો તું મને ગુરુદક્ષીણા આપીશ.દાઢી કઢાવીને ક્લિનશેવ."કાયના બોલી.
"વોટ!?નોનોનો ,આ શક્ય નથી.ઠીક છે મંજૂર છે પણ અગર મને આ એકઝામમાં સેવન્ટી પર્સન્ટથી વધારે માર્કસ આવ્યાં તો."રનબીરે કાયના સામે જોતા કહ્યું.
રનબીરને અચાનક તેની મોમ સાથે થયેલી વાત યાદ આવી.તેણે વિચાર્યું,
"મારે કોઇપણ હિસાબે પાસ તો થવું જ પડશે ,હું પાસ થઇશ તો મને મારા ડેડ વિશે જાણવા મળશે.કદાચ તેમને મળવા નો ચાન્સ પણ મળશે.હું પુછીશ તેમને કે કેમ તેમણે મારી મોમને આટલી એકલી છોડી દીધી? કેમ તેમને મારો અને દાદુનો ક્યારેય વિચાર ના આવ્યો?"
"કાયના,એક વાત કહું ડોન્ટ મીસ અન્ડર સ્ટેન્ડ મી,પણ હું ગર્લ્સની ખુબ જ રીસ્પેક્ટ કરું છું.મારી મોમે મને એક જ વાત નાનપણથી શીખવાડી છે કે ગર્લ્સની રીસ્પેક્ટ કરવાની અને તું જ્યારે આવા કપડાં પહેરે ત્યારે તારી સામે જોતા લોકોની નજર મને નથી ગમતી."રનબીરની સચ્ચાઈ તેને અંદર સુધી સ્પર્શી ગઇ.અહીં કિયાની નજર સતત રનબીર અને કાયના પર હતી.તે કોઇપણ ભોગે રનબીરની નજીક જવા માંગતી હતી.તેણે કઇંક વિચાર્યું.
અહીં અદ્વિકા અને કિઆન ટેરેસ ગાર્ડનમાં લાગેલા હિંચકામાં બેસેલા હતાં.તે બન્ને આઇસ્ક્રિમ ખાઇ રહ્યા હતાં.
"વાઉ,કિઆન કોન્ગ્રેચ્યુલેશન અગેઇન.તારા મોમ ડેડ ફાઇનલી એક થઇ ગયાં."અદ્વિકા બોલી.
"યસ.થેંકસ ટુ રનબીર."કિઅાન બોલ્યો.
"યસ ,કોઇ વાત તો છે રનબીરમાં .તેના આવતા જ તમારા ઘરનું વાતાવરણ પોઝિટિવ થવા લાગ્યું છે.હી ઇઝ સમથીંગ.યુ નો વોટ કિઆરા તો જે ત્યારથી તેના જ વિચારોમાં ખોવાયેલી છે."અદ્વિકા હસીને બોલી
"હા કિયાના પણ તે જ હાલ છે.તે તો કાયનાના રૂમની આસપાસ જ અત્યારે ચક્કર લગાવી રહી હશે."કિઆન હસીને બોલ્યો
"કિઆન,પણ ખરેખર તે જે તારા મોમડેડ માટે કર્યું તેના પછી તે તારા પર ગર્વ અનુભવતા હશે."અદ્વિકા.
"હા મને પણ ગર્વ છે કે તે મારા મોમડેડ છે.અદ્વિકા તારા મોમડેડ તે શું કરે છે?"કિઆનના સવાલ પર અદ્વિકા થોડી ગંભીર થઇ ગઇ.
"કિઆન,મારા ડેડ આ દુનિયામાં નથી અને મોમ...હં મોમ અને મારા વિચારો મળતા નથી.હું બસ એ જગ્યાએથી હવે મુક્ત થવા માંગુ છું.હું નાનપણથી શીનામાઁ સાથે જ મોટી થયેલી છું.મને તેમની ખુબ જ માયા છે."અદ્વિકા બોલી.
"આઇ એમ સોરી."અાટલું કહીને કિઆને અદ્વિકાના હાથ પર પોતાનો હાથ મુક્યો.અદ્વિકાની આંખમાંથી આંસુનું ટીપું કિઆનના હાથ પર પડ્યું.
કિઆને તેના ખભે હાથ મુક્યો.
"કિઅાન,ખબર નહીં કેમ પણ તારી સાથે મને કોઇ કનેક્શન હોય તેવું લાગે છે.મે આજસુધી ક્યારેય કોઇ છોકરા સાથે આ રીતે બેસીને વાત નથી કરી પણ તારી સાથે મને મન થાય છે વાત કરવાની.મારી દોસ્તી તને તકલીફ આપી શકે એમ છે છતાપણ હું તારાથી દોસ્તી કરવાની લાલચ રોકી ના શકી.કિઆન તારી સાથે અત્યારે વાત કરીને મને ઘણું હળવું અનુભવાય છે.થેંક યુ."અદ્વિકા કિઆનની આંખમાં જોઇને બોલી.
"યુ આર મોસ્ટ વેલકમ બ્યુટીફુલ,કાલે સાંજે તૈયાર રહેજે બીચ પર જઇશું અને એક સુપરસ્ટારનો બંગલો દેખાડીશ."કિઆન વાતાવરણ હળવું કરવા કહ્યું.
*********
અહીં અમદાવાદમાં શહેરના એક નાના વિસ્તારમાં એક સામાન્ય સ્કુલમાં નેહા વર્ષોથી ટીચર તરીકે જોબ કરતી હતી.તેની નિષ્ઠા અને સરળ સ્વભાવ સાથી શિક્ષકો,પ્રિન્સીપાલ અને વિદ્યાર્થીમાં તેને પ્રિય બનાવતી.
પ્રિન્સીપાલ નેહાને તેમની કેબિનમાં બોલાવી હતી.
"હા મેમ,બોલો."નેહા.
"નેહા,એક ગુડ ન્યુઝ છે.આપણી સ્કુલને એક ખુબ જ સારા સમાજસેવીની મદદથી ખુબ જ મોટી રકમ દાનમાં મળવાની છે.તેનાથી આપણે આપણા બાળકોને કોમ્પ્યુટર લેબ આપી શકીશું."પ્રિન્સીપાલ બોલ્યા
"અરે વાહ,મેમ આ તો ખુબ સારી વાત છે.આપણે તે સમાજસેવીનું સન્માન કરવું જોઇએ."નેહા બોલી
"હા નેહા મે તેમને આજે અહીં બોલાવ્યા છે.તે બસ બપોરે બાર વાગ્યે આવી જશે.તે ખુબ જ સાદગીમાં માને છે તો તેમણે તેમના બહુ સ્વાગતની તૈયારી કરવાની ના પાડી છે.તો આ બુકે તું તેમને આપીશ."પ્રિન્સીપાલ બોલ્યા.
"ઓ.કે મેમ." નેહાએ બુકે લેતા કહ્યું
લગભગ બાર વાગ્યે સ્કુલના ગ્રાઉન્ડમાં બાળકો નીચે બેસેલા હતા બધાં શિક્ષકો આસપાસ ઊભા રહીને શિસ્ત જળવાઇ રહે તેનું ધ્યાન રાખતા હતાં.અંતે તે સમય આવી ગયો.તે સમાજસેવી આવ્યાં.તે તેમની સામાન્ય ગાડીમાંથી ઉતરીને સ્કુલમાં અંદર આવ્યાં.
નેહા તેમને ફુલોનો બુકે આપવા ગઇ.સામે ઉભેલી વ્યક્તિને જોઇ તેના હાથમાંથી બુકે પડતાં પડતાં રહી ગયો.
"રોકી!!"નેહા ધીમેથી બોલી.
શું છે અદ્વિકાની તકલીફનું કારણ?શું તે કારણ શીના સાથે જોડાયેલ છે?નેહા અને રોકીનો વર્ષો પછી આમનોસામનો કેવી રહેશે તેમની મુલાકાત ?
જાણવા વાંચતા રહો.