Wanted Love ..... The Search for True Love. Part-2 - Part-19 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ - ભાગ-19

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ - ભાગ-19"મોમ....મોમ....! આર યુ લીસનીંગ?"રનબીરે કહ્યું.

"હે હા..."આઘાતમાંથી બહાર આવતા નેહા બોલી.નેહા પટેલ...રોકીની પત્ની,રાજીવભાઇ પટેલની પુત્રવધુ.
"રનબીર,મારી એક વાત સાંભળ બેટા,પ્લીઝ ત્યાં તું મારા કે તારા દાદાજી વિશે કોઇ ચર્ચા ના કરતો.જેમકે અમારા નામ કે અમે ક્ય‍ાં રહીએ છીએ તે." નેહાએ ડરેલા અવાજમાં કહ્યું.

"મોમ,આ વખતે તમારે મને ભુતકાળ વિશે કહેવું જ પડશે.તમે દરવખતે ટાળી દો છો કે મારા ડેડ કોણ છે ? શું કરે છે? એવું તો શું થયું કે દાદાજીએ તેમની સાથે સંબંધ તોડી નાખ્યો?અને હવે આ ફેમિલી ,લાગે છે કે આ ફેમિલી અને મારા ભુતકાળના કોઇક છેડા અડેલા છે.તેટલે જ તમે મને તેમને તમારા વિશે કહેવાની ના કહી."રનબીરે વેધક પ્રશ્ન પુછ્યો.

"હા ,છે છેડા જોડાયેલા,પણ હમણાં તને મારા સમ છે કે તું આ વિશે કોઇની સાથે ચર્ચા નહીં કરે કે તેના વિશે વિચારીને દુખી નહીં થાય.બીજું તને ભુતકાળ વિશે જાણવા મળશે પણ તેની એક શરત છે."નેહા બોલી.

"હા મોમ,ખબર છે મને કે મારે આ ફાઇનલ યરમાં સારા માર્કસ સાથે પાસ થવાનું છે તો તમે મને ભુતકાળ વિશે બધું જ જણાવશો.ઓ.કે ડન.આ વખતે તો હું ફર્સ્ટક્લાસ સાથે પાસ થઇને જ બતાવીશ."રનબીર મક્કમ ઇરાદા સાથે બોલ્યો.

"ગોડ બ્લેસ યુ બેટા.આઇ લવ યુ અેન્ડ મીસ યુ.માય સની બોય."નેહા વ્હાલ સાથે બોલી.

"ઓહ મોમ આઇ મિસ્ડ યુ ટુ.લવ યુ ટુ બાય."રનબીરે ફોન તોમુકી દીધો પણ તે હજી વિચારોમાં જ હતો.
"હમ્મ,મતલબ અનાયાસે હું એવી જગ્યાએ આવી ગયો છું જ્યાંથી મારા ભુતકાળના છેડા જોડાયેલા છે."

અહીં નેહાએ ફોન મુકી દીધો અને તે ભુતકાળમાં ખોવાઇ ગઇ.તે માઁ બનવાની હતી.રોકી જેલમાં હતો રોકીના મમ્મી અને રાજીવભાઇ તેનું સગી દિકરીની જેમ ધ્યાન રાખતા હતા.એક વખત રોકીને મળવા તે જેલમાં ગઇહતી.જ્યાં રોકીએ તેની સાથે ખુબ જ ખરાબ વર્તન કર્યું હતું પોતાના જેલવાસ માટે તેણે નેહાને દોષી ઠેરવી હતી.ત્યાંસુધી કે તેણે નેહાને ધક્કો માર્યો જેના કારણે તેના પેટમાં રહેલ બાળક બ્લિડીંગ થઇ જવાને કારણે મૃત્યુ પામ્યું હતું.

નેહા સખત આઘાતમાં હતી.જીવન જીવવાની આશા સાવ ખતમ થઇ ગઇ હતી.ત્યારે તેને એક ફોન આવ્યો હોસ્પિટલમાંથી જ્યાં તેને મળવા બોલાવવામાં આવી.તે કેન્સર હોસ્પિટલમાં મળવા ગઇ અને ત્યાં બેડ પર એક યુવતી જે લગભગ તેના જ ઊંમરની હતીતે મૃત્યુશૈયા પર હતી.

"નેહાજી,નમસ્કાર હું સ્મૃતિ.હું મારા જીવનના છેલ્લા શ્વાસ ગણી રહી છું.આજે તમને એક ખાસ વાત કહેવા અને કઇંક સોંપવા બોલાવ્યા છે.

"બેસો,નેહાજી હું રોકીની કોલેજની બાજુમાં કોલેજમાં જ ભણતી હતી.રોકી મારી પાછળ હતો તેણે મને તેની ગર્લફ્રેન્ડ બનાવીને મને ભોગવવા માટે ઘણા પ્રયાસ કર્યા પણ મેના પાડી દીધી હતી એકવાર તો મે તેને થપ્પડ પણ માર્યો હતો.

જેનો બદલો લેવા તેણે મારી ઇજ્જત લુંટી લીધી હતી.પરિવારની ઇજ્જત બચાવવા મે પોલીસ ફરિયાદ ના કરી કેમકે હું જાણતી હતી કે તેના પિતા પોલીટીશીયન હતાં.થોડા સમય પછી મને ખબર પડીકે હું પ્રેગન્નટ હતી.મારા માતાપિતાતો આ બાળકને પડાવી નાખવા માંગતા હતા પણ હું ,મને તે વાત મંજૂર નહતી.મે આ બાળકને જન્મ આપ્યો.હું અને મારો દિકરો અમે સુખેથી અમારું જીવન વિતાવતા હતાં ત્યા મને ખબર પડી કે મને કેન્સર છે.ખુબ સારવાર કરાવી પણ મારા બચવાના ચાન્સ ઝીરો છે."સ્મૃતિ અટકી.

"તો સ્મૃતિજી,હું આપને કેવીરીતે મદદ કરી શકું ?"નેહા બોલી.

"નેહાજી,આ મારો દિકરો રનબીર..એટલે કે રોકી અને મારો દિકરો.હું ઇચ્છું છું કે તમે તેને પાળી પોષીને મોટો કરો.તેને માઁનો પ્રેમ આપો.હું જાણું છું કોઇપણ સ્ત્રી માટે આ વાત ખુબજ દુખદાયક હોય પોતાના પતિના અન્ય સ્ત્રી સાથેના બાળકને રાખવું પણ મારી પાસે બીજોકોઇ ઉપાય નથી.તમે પ્લીઝ રનબીરને અપનાવી લો તે માત્ર ત્રણ વર્ષનો છે.તમે તેની જવાબદારી સ્વિકારશો તો હું નિશ્ચિત થઇને મરી શકીશ."સ્મૃતિએ હાથ જોડતા કહ્યું તેની આંખોમાં આંસુ હતા.

તેટલાંમાં સ્મૃતિના માઁ નાનકડા રનબીરને લઇને આવી જેને જોઇને તેની મમતા ઉભરાઇ ગઇ.પોતાનું મૃત બાળક યાદ આવ્યું.તેણે તુરંત જ તે બાળકને એટલે કે રનબીરને ઉઠાવીને ગળે લગાવી લીધો.

સ્મૃતિ નિશ્ચિત થઇને મૃત્યુ પામી.અહીં રાજીવભાઇ અને રોકીના માતાએ પણ રનબીરને હ્રદયપુર્વક અપનાવી લીધો.
માસુમ રનબીરે પણ નેહા અને પોતાના દાદાદાદીને અપનાવી લીધાં
તેમણે નિર્ધાર કર્યો કે તે આ બાળકને રોકીના પડછાયાથી પણ દુર રાખશે પણ કઇંક એવું થયું કે તેમણે વર્ષો સુધી ગુમનામી ભર્યું જીવન જીવવું પડ્યું.રનબીરના દાદી તો હવે આ દુનિયામાં હયાત નહતા પણ રનબીર નેહા અને રાજીવભાઇનું જીવવાનું કારણ બની ગયો હતો.

********

અહીં કિનારા અને કુશ એકથઇ ગયા હતા.આ વાત કાયનાએ કબીરને જણાવી.

"અરે વાહ,કાયના આઇ એમ પ્રાઉડ ઓફ યુ.લવ યુ બેબી."
"હમ્મ ."કબીરના લવયુ નોજવાબ તેણે માત્ર હમ્મથી આપ્યો.તે દુખી હતી.તેને પોતાના અને પોતાની માઁ વચ્ચે બનેલા તે બનાવની યાદ આવી ગઇ.તેને આજે કોઇની યાદ આવી રહી હતી જેતેને ખુબ જ પ્રિય હતું.તે કબાટ પાસે ગઇ અને કબાટ ખોલ્યું.
સામે હાર ચઢાવેલો એક ફોટો હતો.જેને જોઈને તે રડવા લાગી.

"નાનુ,આઇ લવ યુ,મિસ યુ સો મચ ક્યાં જતા રહ્યા તમે આમ અચાનક મને છોડીને.કાશ તમે હોત નાનું તો બધું ઠીક હોત હું આવીના હોત જેવી અત્યારે છું બહાર કઇંક અલગ અને ઘરે કઇંક અલગ."કાયના પોતાના નાનુના ફોટાને વળગીને રડી રહી હતી.

અહીં કિનારા પણ પોતાના રૂમમાં નાનકડું મંદિર બનાવેલું હતું જેમા પોતાના માતાપિતા અને દાદીનો ફોટો હતોજેના પર હાર ચઢાવેલ હતો.
"ડેડી,મમ્મીતો જન્મ આપીને જ જતા રહ્યા હતા,દાદી પણ જતા રહ્યા હતાં.તે મીશન પુરું થયા પછી મને તમારો પ્રેમ પામવાની અને તમારી સાથે રહેવાની માંડ તક મળી હતી.ત્યાં મારા પરિવારમાં બધી ઘટનાઓ બની તેમાં મને જવાબદાર ઠેરવી બધાંએ અને તમેપણ તેવામાં જ મને છોડીને જતા રહ્યા.મે ના પાડી હતી કે જાતે કાર ડ્રાઇવ કરીને છેક મુંબઇથી અમદાવાદ ના જતા પણ તમે ના માન્યાં તમે રાજીવ અંકલ અને તેમના પરિવારને શોધવા માટે ગયા તે ગયા પાછા જ ના આવ્યા.તમારા અંતિમ દર્શન પણ અમને ના નસીબ થયા ડેડી,આઇમીસ યુ કાશ કે તમે અહીં હોત તો બધું ઠીક થઇ જાત તમે મારા સપોર્ટ હતાં."આટલું કહીને કિનારા રડવા લાગી કુશે આવીને તેને પોતાના આશ્લેષમાં જકડી લીધી અને તેના માથે હાથ ફેરવ્યો.

"ડેડી જ્યાં પણ હશે આપણા પર તેમના આશિર્વાદ રહેશે જ અને હું છું ને તારી સાથે બધું જ ઠીક થઇ જશે."

"કુશ,મારું મન નથી માનતું કે મારા ડેડુ મને આમ છોડીને જતા રહે અચાનક,હજી એવું લાગે છે ઘણીવાર કે ડેડુ મને બોલાવે છે."કિનારાએ કુશની છાતીમાં માથું છુપાવીને રડતા કહ્યું.જવાબમાં કુશે માત્ર તેના માથે હાથ ફેરવ્યો અને તેનું કપાળ ચુમ્યું.

રનબીર અને કાયના કોલેજ પહોંચ્યા,જ્યાં હિયા તેમનો રસ્તો રોકીને ઊભી હતી.
"હાય કાયના,સાંભળ્યું છે કે કોઇ મોટો ડમ શું કહેવાય તેને હા ઠોઠ સ્ટુડન્ટ મળ્યો છે તને?"હિયા બોલી

"આ તે જ છેને જે પેલા દિવસે હવામાં ઉછડીને કિચડમાં પડી હતી,જેને તે ટકલી કરી હતી."રનબીરે જવાબ આપ્યો.

"કાયના મને લાગે છે કે આ રનબીર તારી નાવ પણ ડુબાડી દેશે."હિયા બોલી.

"જે પણ હોય તું તારું કામ કર અને મને મારું કરવા દે."કાયના બોલી.

"હા કર..બાય ધ વે ધોળા તો ગધેડા પણ હોય.ઓલ ધ બેસ્ટ.મને નથી લાગતું કે તું તેને પાસ કરાવી શકે.સાંભળ્યું છે કે ભણવાનો અને તેનો દુર દુર સુધી કોઇ સંબંધ નથી."આટલું કહીને હિયા જોરથી હસી

"કાયના,આઇ એમ ચેલેન્જીંગ યું કે આને તું કોઇોણ હિસાબે પાસ નહી કરાવી શકે.અગર તે આને પાસ કરાવી દીધો તો હું તારી ગુલામ નહીંતર તું મારી ગુલામ."

"ચેલેન્જ એક્સેપ્ટેડ.પાસ નહીં ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરાવીશ."કાયના બોલી.હિયા મોઢું બગાડીને જતી રહી.

"તેણે મને ધોળો ગધેડો કહ્યું ?"રનબીર ગુસ્સે થયો.

"અને મને ચેલેન્જ કરી."કાયના.

"આનું કઇંક તો કરવું પડશે."બન્ને સાથે બોલ્યા.
"બાય ધ વે તેની વાત સાવ ખોટી પણ નથી.આઇ મીન તારા લુક્સ પર ઘણીબધી છોકરીઓ મરતી હશે પણ તારા માર્કસ જોઇને દુર ભાગતી હશે."કાયના બોલી.રનબીરે મોઢું બગાડ્યું.

"કાયના,વન મીનીટ હું આવ્યો."આટલું કહી રનબીર બહાર સ્ટેશનરી શોપથી કઇંક લઇને આવ્યો.જે આવીને તેણે કાયનાને બતાવ્યું.
રનબીર અને કાયનાના દિમાગમાં એક જ શેતાની પ્લાન એકસાથે આવ્યો.
"લેકચર શરૂ થવાને દસ મીનીટની વાર છે.હવે બધા જોશે કે હિયા સાથે શું થશે."કાયના અને રનબીર એકબીજાને તાળી આપીને ક્લાસ તરફ ભાગ્યાં.કાયના દરવાજા પર નજર રાખીને ઊભી હતી જ્યારે રનબીરે કોઇને શંકાના જાય તે રીતે પોતાનું કામ કરી લીધું.

ફાઇનલી હિયા આવી.કાયનાએ રનબીરને ઇશારો કર્યો તે પોતાની સીટ પર જઇને બેસી ગયો.હિયા અને કાયનાની નજર મળી કાયનાએ હિયા સામે સ્વીટ સ્માઇલ આપ્યું.જે જોઇને હિયાને ખુબ જ ટેન્શન થયું .

હિયા પોતાની સીટ પર જઇને બેસી ગઇ થોડીવારમાં પ્રોફેસર ક્લાસમાં ‍અાવ્ય‍ાં.

રનબીર અને કાયના એકબીજા સામે જોઇને હસ્યાં.

શું કારણ છે જેણે નેહા અને રાજીવભાઇને આટલા વર્ષો ગુમનામીમાં જીવવા મજબુર કર્ય‍ા?વિશાલભાઇનું મૃત્યુ અકસ્માત હતો કે ષડયંત્ર?હિયા સાથે શું થશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 2 week ago

Bhart sadhu

Bhart sadhu 2 month ago

Nimish Thakar

Nimish Thakar Matrubharti Verified 2 month ago

Vishwa

Vishwa 3 month ago

Girish Chauhan

Girish Chauhan 7 month ago