બધાં ભાગીને કિઆનના રૂમમાં ગયા.કિઆન બેડ પર સુતેલો હતો.તેને જગાડવા માટે બધાંએ ખુબ જ પ્રયાસ કર્યા પણ તે જાગી નહતો રહ્યો.કિઆન એક જ દિવસ ભુખ્યા રહેવાના કારણે બેભાન થાય તે વાત કોઇના ગળે નહતી ઉતરતી.કિઆનને જગાડવા બહુ બધાં અખતરાં થયા.જાનકીદેવી પોતાના લાડલાને આ હાલતમાં જોઇને આઘાતમાં હતાં.
"કિઆન,પોલીસ ઓફિસર બનવા માંગે છે અને એકદિવસ પણ ભુખ્યો ના રહી શક્યો?"શીવાનીએ કિનારાને ટોન્ટ માર્યો.
"હા ના રહી શક્યો.આ વખતે તેણે હ્રદયથી કઇંક માંગ્યું હતું તેના માતાપિતા જોડે જે તેને ના મળતા તેનું હ્રદય તુટી ગયું અને તેનો મેન્ટલ પાવર ઝીરો થઇ ગયો અને હી ફેઇન્ટેડ મોમ."કિયા ગુસ્સામાં બોલી.કાયના ખુબ જ આઘાતમાં હતી.કિઆન તેનો બેબી બ્રધર હતો.તેનો સૌથી વધારે વહાલો.કિઆનનો જન્મ થયો ત્યારથી કાયનાએ તેને ખુબ જ પ્રેમ આપ્યો હતો.તેની આંખમાં આંસુ હતા.તેણે કઇંક વિચાર્યું,
"શીવાની આંટી,ડિવોર્સ પેપર્સ લાવો."કાયના બોલી.શીવાની ડિવોર્સ પેપર્સ લઇને આવી.જે કાયનાએ પોતાની પાસે રાખ્યા અને તે બહાર ગઇ લગભગ અડધા કલાક પછી તે બહુ બધાં સામાન સાથે,જે કિનારાનો હતો.ત્યાં આવી સામાન તેણે પોતાની માઁને આપ્યો.ડિવોર્સ પેપર્સ પણ આપ્યાં..
"મોમ,તમે મારી નજરમાં તમારી ઇમેજ થોડી પણ સુધારવા માંગતા હોવને તો..."કાયના અટકી.
"તો...?"શીવાનીને લાગ્યું કે કાયના કિનારાને આ ઘરમાંથી જતી રહેવા કહેશે.
"તો આ પેપર્સ ફાડો અને ડેડના રૂમમાં શિફ્ટ થાઓ,એન્ડ મેક શ્યોર કે તમે અને ડેડ તમારા મતભેદ દુર કરો.કઇપણ કરો મારા કિઆનને ઠીક કરો તેને કઇ થયું ને તો હું કોઇને માફ નહીં કરું.કિઆનની ઇચ્છા પુરી કરો."કાયનાની વાતે કિનારા અને કુશના ચહેરા પર ખુશી લાવી.શીવાની આઘાત પામી અને પગ પછાડતી પોતાના રૂમમાં જતી રહી.લવ ખુશ હતો કિનારા તેની ખાસ દોસ્ત હતી.તેની જિંદગીમાં ફરીથી ખુશી આવવાની હતી.
તે પેપર્સ રનબીરે લઇને ફાડી નાખ્યાં અને કહ્યું,
"કિનુમોમનો સામાન હું મુકી દઉં છું કુશ અંકલના રૂમમાં અને મને લાગે છે કે કિઆનને રેસ્ટ કરવા દઇએ તે સવાર સુધીમાં ઠીક થઇ જશે.
એક કામ કરું છું કે હું આજે રાત્રે કિઆન પાસે ઉંઘી જઇશ.અગર કોઇ તકલીફ લાગી તો બોલાવીશ તમને."
બધાં ડોક્ટર બોલાવવા માંગતા હતા,કિયા અને રનબીરે માંડ માંડ બધાને સમજાવીને પોતાના રૂમમાં મોકલ્યાં.તેણે કિનારાનો સામાન કુશના રૂમમાં મુક્યો.
કુશ ,કિનારા,કિયા અને રનબીર કિનારાનો સામાન લઇને કુશના રૂમમાં ગયાં.કિનારા આજે ખુબ જભાવુક હતી.
"રનબીર,મને કિઆનની ચિંતા થાય છે.વાત શું છે? તે ડોક્ટર કેમ ના બોલાવવા દીધાં?"કિનારાએ પુછ્યું.
"એકચ્યુલી વાત એવી છે કે અંકલ તમારો દિકરો તમારા કરતા પણ સ્ટ્રોંગ છે તેને એમ જ છોડી દીધો હોત તો આ સમય એક અઠવાડિયા પછી આવત.તો..."રનબીર બોલતા બોલતા અટક્યો.
"તો વાત એમ છે કે અમે કિઆનભાઇને હેવી ધેન વાળી દવાનું પાણી પીવડાવી દીધું.તેની અસરમાં તે ફેઇન્ટ થઇ ગયાં."કિયા ખચકાતા બોલી.
"કિનુ મોમ,ડોન્ટ વરી તે ચાર કે પાંચ કલાકમાં ભાનમાં આવી જશે અને હું તેની સાથે જ સુઇ જઇશ તે ઉઠશે એટલે તમારી પાસે લઇ આવીશ."રનબીર બોલ્યો.
"વાઉ,થેંક યુ રનબીર. તુ તો જાદુગર છે.હજી તને આવ્યે માંડ ચોવીસ કલાક થયા છે અને તે અમારા વચ્ચેની દુરી મિટાવી દીધી.થેંક યુ બેટાં."કિનારા આટલું બોલીને રનબીરને ગળે લાગી.કુશ પણ તેમને ગળે લાગીગયો.
"મીશન એ કમ્પલીશ પાર્ટનર."કિયા આટલું બોલીને રનબીરને હાઇફાઇ આપ્યું.દુરથી આ જોઇ રહેલી કાયનાને ગુસ્સો આવ્યો.
રનબીર કિઆનના રૂમમાં બેસ્યો..તેણે પોતાની ડાયરી ખોલી અને લખવાનું શરૂ કર્યું.
ડિયર ડાયરી,
સોરી...આજે બે દિવસે તને મળ્યો.પણ શું કરું શિફ્ટ થવાનું હતું..મને એક કમાલ ધમાલ છોકરી કમ મેન્ટર મળી.કાયના અને તેનો પરિવાર તે પણ મને મળી ગયો .
પહેલા દિવસથી મને આ ઘરના લોકોના ઘણાબધા સિક્રેટ જાણવા મળી ગયાં.વાઉ આજે બે ગ્રેટ લવર્સ એક થયા તેનું કારણ હું બન્યો આઇ એમ સો હેપી.
રોજ ડાયરીમાં પોતાના મનની વાત લખવું રનબીરને ખુબ જ ખુશી આપતું,બહાર એકદમ ધમાલીયો અને ક્રેઝી હતો અંદરથી તે તેટલો જ શાંત હતો.તેટલાંમાં કાયના ગુસ્સામાં ધુઆંપુઆં થતી અંદર આવી તેણે રનબીરનો કોલર પકડીને ખેંચ્યો,રનબીર તેની પાસે ખેંચાઇને આવ્યો.તેનું બેલેન્સ જતાં તે બન્ને નીચે પડ્યાં.કાયના અને તેની પર રનબીર.એક મીનીટ તે બન્ને એકબીજાની આંખોમાં જ જોતા રહી ગયાં.
કાયનાની ગુસ્સાવાળી આંખો અને ગુસ્સામાં લાલ થયેલા ગાલ.કાયના તેને ધક્કો મારીને ઊભી થઇ.
"કિઆન કેમ છે?"
"ઠીક છે?આમ આટલા ગુસ્સામાં કેમઆવી?તારા મોમ ડેડ એક થયા તે તને ના ગમ્યું?"રનબીરે પુછ્યું.
"મને કોઇ ફરક નથી પડતો તે વાતનો.આમપણ મોમની કોઇ વાતથી મને ફરક નથી પડતો.હું તેમનાથી ખુબ જ નારાજ છું."કાયના બોલી.
"તો શું થયું ?"
"તું કિયા સાથે આટલો બધો ફ્રેન્ડલી કેમ થાય છે? એક વાત સાંભળી લે કિયા અને કિયારાથી દુર રહેજે.હા કાલથી રાત્રે પણ મોડાસુધી આપણે ભણવાનું છે.એક મહિના પછી એકઝામ છે અને ઇન્ટરનલ એકઝામના માર્કસ ખુબ જ મહત્વના છે."કાયનાનો ગુસ્સો થોડો શાંત થયો.
"ઓ.કે,હવે તો હસ."રનબીરે કહ્યું.કાયનાએ ખુબ જ સુંદર સ્માઇલ આપ્યું.રનબીર તેને જોતો જ રહી ગયો..
*******
લવ શેખાવત પલંગ પરથી ઊભો થયો અને પોતાના કપડાં સરખા કર્યાં.પલંગ પર સુતેલી સ્ત્રી બોલી.
"લવ,થોડી વાર રોકાઇ જાઓને."
"ના પ્લીઝ,સમજ શીના મારી રાહ જોતી હશે.આમપણ આપણાં સંબંધના કારણે તે દુખી છે પણ હું શું કરું હું જેટલો પ્રેમ તને કરું છું તેટલો પ્રેમ તેને પણ કરું છું.હું તમને બન્નેને કશુંજ ઓછું નથી આવવા દેતો છતાપણ તે આપણા સંબંધને લઇને મારાથી નારાજ રહે છે.તે આ વાત કિનારાને જણાવવા માંગે છે.
કિનારાને આ વાત ખબર પડી તો શું થશે તે તો તને ખબર જ છે.ભુતકાળની તે ઘટના જો તેનું સત્ય બહાર આવી ગયું તો ખબર નહીં માઁ સાહેબ અને બાપુસાહેબ શું કહેશે?"લવ શેખાવત બોલ્યો.
"મને ઘણીબધી વાર ખુબ જ દુખ થાય છે,હું મારી જાતને દોષી માનું છું કે તમારા ઘરમાં કંકાસ થવાનું કારણ હું છું પણ લવ તમારા પ્રેમવગર હું મરી જઇશ.મે મારા પુરા જીવનમાં ખુબ જ તકલીફ સહન કરી છે.તમારા સાનિધ્યમાં જ મને શાંતિ અને પ્રેમ મળ્યો છે."તે સ્ત્રી બોલી.તે ઊભી થઇ અને લવના ગળામાં પોતાના બે હાથ પરોવી દીધાં.લવે પણ તેને નજીક ખેંચીને તેના હોઠ પર પોતાના હોઠ મુકીને તેને પ્રેમ કર્યો.
"હવે જવા દે મને."આટલું કહીને લવ ઘરે આવ્યો.શીના આ સત્ય જાણતી હતી કે લવ ક્યાંથી આવ્યો હતો.તેણે તેની સાથે વાત કરવાનું ટાળ્યું.
"હે ભગવાન,કયા પાપની સજા મળી છે મને? હા મારા યુવાનીના શરૂઆતના દિવસોમાં મે કિનારાને અને અન્યને ખુબ હેરાન કર્યા હતાં રોકી સાથે મળીને.કદાચ તેની જ મને સજા મળી છે.લવ લગ્નેત્તર સંબંધ ધરાવે છે અને હું આ વાત કોઇને કહી પણ નથી શકતી.નહીંતર તે મને છોડી દેશે અને મારી કિઆરાને મારાથી દુર કરી દેશે.હું કિઆરા વગર નહીં જીવી શકું."
શીનાની આંખમાં આંસુ હતા.
****
કિઆન અડધી રાત્રે ભાનમાં આવ્યો,રનબીરે તેને બધું જ સત્ય જણાવી દીધું.તે પોતાના માતાપિતાને પણ મળીને આવ્યો.તે ખુબ જ ખુશ હતો કે તેના મોમ ડેડ એક થઇ ગયાં.તેણે રનબીરનો હ્રદયપુર્વક આભાર માન્યો.
અહીં સવારે બ્રેકફાસ્ટ ટેબલ પર એક અજંપાવાળી શાંતિ હતી.શીવાની પોતાનો પ્લાન નિષ્ફળ જવાના કારણે ગુસ્સામાં હતી જ્યારે લવ ગિલ્ટી ફીલ કરી રહ્યો હતો કેમકેતેણે શિવાનીના પ્લાનમાં ચુપ રહીને તેને સપોર્ટ કર્યો.
કુશને હવે ખુલ્લોદોર મળી ગયો હતો તે કિનારા સાથે રોમાન્સ કરવાનો ચાન્સ કોઇપણ હિસાબે છોડી નહતો રહ્યો અત્યારે ડાઇનીંગ ટેબલ પર પણ તે કિનારાની બાજુમાં બેસીને તેનો જમણો હાથ ટેબલ નીચે પકડીને તેના સ્પર્શને માણી રહ્યો હતો.કિનારા હાથ છોડાવવાની નિષ્ફળ કોશીશ કરી રહી હતી.તે પણ આજ ક્ષણો ચાહતી હતી.
શ્રીરામ શેખાવત ખુશ હતા જ્યારે માઁ સાહેબ એટલે કે જાનકીદેવી કમને કુશ અને કિઆનની ખુશીમાં ખુશ હતા.
"કિનારા ,કેમ ડાબા હાથે જમે છે?"લવે પુછ્યું.કુશને હસવું આવ્યું.
"એમ જ.."કિનારાએ વાત ટાળી દીધી.રનબીરને કુશે પકડેલો કિનારાનો હાથ દેખાઇ ગયો.
"મોમ,મારે કઇંક કહેવું છે.આજથી હું અને રનબીર રાત્રે લેટ સુધી ભણીશું અને એ પણ મારા રૂમમાં તો પ્લીઝ એક તો દર બીજી મીનીટે કોઇ મારી જાસુસી ના કરે અને બીજું મને અહીં બહાર કે બિજે ક્યાય ભણવા ના કહેવામાં આવે.કેમકે અહીં ઘણાબધા એવા છે કે જે રનબીરની આસપાસ ભમરીઓની જેમ ફર્યા કરે છે"કાયના કિયા અને કિઆરાની સામે જોઇને બોલી.
"ઓ.કે બેટા,કોઇ તમને ડિસ્ટર્બ નહી કરે."કુશે કિનારાની બદલે જવાબ આપી દીધો.કિયા સમસમી ગઇ તે કોઇપણ ભોગે રનબીર સાથે ફ્રેન્ડશીપ કરવા માંગતી હતી.કાયનાનું પોતાને રનબીર પાસે ભટકવા ના દેવું તેને ખટકતું હતું.
રનબીરને ફોન આવ્યો તે બહાર જતો રહ્યો.
"હાય મોમ....આઇમિસ્ડ યુ.તમે કેમ છો? અને દાદુ ઠીક છેને?"રનબીરે ફોન ઉપાડતા કહ્યું.
"આઇ એમ ફાઇન અને દાદુ પણ.અમે પણ તને બહુ જ મીસ કરીએ છીએ.બાય ધ વે બે દિવસથી ફોન નથી કર્યો શું વાત છે?"કાયના નામ સાંભળીને તે વ્યક્તિ થોડા વિચારમાં પડી ગઇ.
"મોમ,હું અહીં કાયનાના ઘરે શિફ્ટ થયોને તો તે બધાં ચક્કરમાં સમય જના મળ્યો.તમને ખબર છે કે મેબે દિવસથી ડાયરી પણ નહતી લખી."રનબીરે કહ્યું
"તે શું નામ કીધું ?કાયના? તેની મમ્મી પપ્પાનું શું નામ છે?એડ્રેસ શું છે?"તે સ્ત્રીએ પુછ્યું.
"મોમ,કાયનાના મોમનું નામ કિનારા કુશ શેખાવત છે અને હું જાનકીવીલામાં રહું છું."આટલું કહી તેણે બે દિવસમાં બનેલી બધી જ ઘટના અને અહીં વિશે કહ્યું.તે સ્ત્રી જાણે કે આઘાતમાં હતી તેના હાથમાંથી ફોન પડી ગયો.
"મોમ...મોમ..."રનબીર.
લવ શેખાવતની સત્ય હકીકત શીના અને કિઆરા કિનારાને જણાવી શકશે?કિયાનું રનબીર પ્રત્યેનું આકર્ષણ કોની લાઇફમાં મુશ્કેલી લાવશે?શું શીવાની હવે કોઇ નવો દાવ અજમાવશે?
જાણવા વાંચતા રહો.