"કિઆન કેવીરીતે હેલ્પ કરશે?"કુશે પુછ્યું.
"અંકલ,તમારું આ સિક્રેટ કિઆનને જણાવવું પડશે?"રનબીરે કહ્યું.
"હા પણ તેનું રીએકશન કેવું હશે?તેને ખરાબ નહીં લાગે? કે મોમડેડે આટલી મોટી વાત મારાથી છુપાવી?"કિનારા બોલી.
"હા લાગશે ,તે પણ નહીં ઇચ્છતો હોય કે તમે અલગ થાઓ.તો તે આપણી મદદ જરૂર કરશે.હું તેને ફોન કરીને બોલાવું છું."રનબીરે કહ્યું.
રનબીરે કિઆનને ફોન કર્યો.અહ કિઆન જીમ જવાની જગ્યાએ ગાર્ડનમાં એક ખુણામાં બેસલો હતો.શિવાનીની વાતથી તે ખુબ જ દુખી હતો ,તેની આંખમાં પાણી હતું.તેટલાંમાં રનબીરનો ફોન આવ્યો.તે નહતો ઇચ્છતો છતાપણ તેણે આ ફોન ઉપાડ્યો.
"હા બોલ...રનબીર.."કિઆનના અવાજમાં દુખ હતું.
"કિઆન,તું ક્યાં છે બ્રો?એક અર્જન્ટ કામ છે તને મળવું છે પણ ઘરે નહીં બહાર."રનબીરે ટુંકમાં કહ્યું.
"બ્રો મારીકોઇ ઇચ્છા નથી અત્યારે કોઇને મળવાની પણ તારે ખરેખર કામહોય તો તું સીટી ગાર્ડનમાં આવી જાં.હું અહીં લાસ્ટ ગેટ પાસેની એક બેંચમાં બેસેલો છું."કિઆને પરાણે તેને કહ્યું.રનબીરે ફોન સ્પિકર પર રાખેલો હતો.તેના અવાજમાં છલકાતું દુખ કુશ અને કિનારા સમજી શકતા હતા.
"ચલો,એક એક કરીને નિકળો અને ત્યાં જ મળીએ."આટલું કહીને રનબીર નિકળી ગયો.
થોડીવાર પછી સીટી ગાર્ડનમાં....
કિઆન હજીપણ તેમ જ બેસેલો હતોતેની આંખમાંથી આંસુ સતત નિકળી રહ્યા હતાં.રનબીર ,કુશ,કિનારા અને કિયા આવ્યાં.આ બધાને એકસાથે જોઇને તે આશ્ચર્ય પામ્યો.પોતાના મોમડેડને જોઇ તે પોતાની ભાવના પર કાબુ ના રાખી શક્યો અને તેમને ગળે લાગીને જોરજોરથી રડવા લાગ્યો.
"મોમડેડ,તમે લોકો અલગ થઈ જશો તો હું નહીં જીવી શકું.પ્લીઝ તમે અલગ ના થશો."કિઆન
"કિઆન,તારા મોમડેડ પણ અલગ નથી થવા માંગતા એક્ચયુલી તે ક્યારેય અલગ હતા જ નહી."રનબીર બોલ્યો.
"વોટ!!?"કિઆનને આઘાત લાગ્યો.
કુશ અને કિનારાએ તેમને બધી જ વાત જણાવી કે કેમ તેઓ અલગ હોવાનું નાટક કરતા હતા અને કેવીરીતે તેને મેનેજ કરતા હતાં કઇરીતે અનાયાસે આ વાત કિયા જાણી હતી અને ગઇકાલે રનબીર જાણ્યો હતો તે પણ તેમણે જણાવી.સાથે શિવાની વિશે પણ કહ્યું કે કેવીરીતે તેને ગઇકાલે બપોરે શંકા થઇ હતી.
"આઇ હેટ યુ મોમ આઇ હેટ યુ ડેડ."કિઆન નાના બાળકની જેમ રડતો રડતો કુશ અને કિનારાને કહેતો હતો પછી અચાનક જ શાંત થઇને તે તેમને ગળે લાગી ગયો.
"આઇ એમ સો હેપી.મને લાગે છે કે હવે બધું ઠીક થઇ જશે પણ કેવીરીતે?"કિઅાન
"કિઅાન,તું જ કરીશ આ બધું.સાંભળો મારો પ્લાન."આટલું કહીને રનબીરે તેનો પ્લાન જણાવ્યો.
"કિઆન, અત્યારે બધાને તું ભેગા કરીશ અને તેમને કહીશ કે તું આમરણત ઉપવાસ પર બેસે છે એટલે કે તું કશુંજ ખાઇશ નહીં જ્યાં સુધી તારા મોમડેડ ડિવોર્સ લેવાનો વિચાર છોડીને એકસાથે રહે અને પોતાના મતભેદ દુર કરે અને પોતાના લાડલા રાજકુંવરને કોઇ ભુખ્યું નહીં જોઇ શકે એમા સ્પેશિયલ જ્યારે તું ફેઇન્ટ થવા લાગે ત્યારે."રનબીરે પોતાની વાત પુરી કરી.
"પ્લાન તો સારો છે રનબીર પણ કિઆન આઇ.પી.એસ બનવા માંગે છે અને તે બહુ જ સ્ટ્રોંગ છે.તે એટલિસ્ટ બે દિવસ ભુખ્યો રહી શકે છે."કિયા બોલી.
"તેનો પણ ઇલાજ છે પણ તે પછી.અત્યારે ઘરે જઇને પહેલા તું આ ધમાકો તો કર."રનબીર બોલ્યો.
"યસ,હવે હું મારા મોમડેડને એક કરીશ."કિઅાન બોલ્યો.
અહીં કાયના જીમમાં જવાની જગ્યાએ કબીરને મળવા પહોંચી ગઇ તેણે અત્યારે સવારે થયેલી બધી જ વાત જણાવી.કબીરને ખુબ જ ગમ્યું કે કાયના દુખી હતી તો તે તેની પાસે આવી.તેને તેવું લાગ્યું કે કાયના પણ હવે ધીમેધીમે તેની તરફ ઝુકી રહી હતી.
"કાયના,તું શું ઇચ્છે છે?"કબીરે પુછ્યું.
"આઇ ડોન્ટ નો."કાયનાએ કહ્યું.
"કાયના,તારે આ ડિવોર્સ સ્ટોપ કરવા જોઇએ.ભુતકાળને ભુલીને આગળ વધ મને નથી ખબર કે શું થયું હતું તારા અને કિનુ મોમ વચ્ચે પણ તારા માટે થઇને બન્ને અલગ રહે છે."કબીર બોલી તો ગયો પણ પછી તેને અહેસાસ થયો કે તે શું બોલી રહ્યો છે.
"એટલે તારા અને કિનુ મોમ વચ્ચે થયું તેના પછી તે અલગ રહે છે.કાયના ટ્રસ્ટ મી અને આ ડિવોર્સ સ્ટોપ કર.તું લગ્ન કરીને અહીં આવી જઇશ ,કિઆન આઇ.પી.એસ.માટે જતો રહેશે.તો કિનુમોમ અને કુશ ડેડુને એકબીજાનો સાથ જોઇએ જ.તું કઇંક તારું કાયના સ્ટાઇલ આઇડીયા લગાવ અને આ સ્ટોપ કર.ફોર મી."કબીર કિનારા અને કુશની હકીકત જાણતો હતો અને તે તેમની મદદ કરવા માંગતો હતો.
કાયના આશ્ચર્ય સાથે કબીર સામે જોઇ રહી હતી.તેણે હકારમાં માથું હલાવ્યું.કબીરે તેને પોતાની નજીક ખેંચી અને તેને ગળે લગાવી દીધી.
તેટલાંમાં તેને કિઆરાનો ફોન આવ્યો.
"વોટ!!!હું આવું છું."કાયના ગભરાહટ સાથે બોલી
"શું થયું ?"કબીર.
"કબીર,કિઆન આમરણત ઉપવાસ પર બેસ્યો છે.તેણે એક શરત મુકી છે"આટલું કહીને કાયનાએ કબીરને કિઆનની શરત વિશે કહ્યું.
"વાઉ!એક સ્ટેપ તારા ભાઇએ લીધું બીજું તું લે."કબીરે કહ્યું.
"ઓ.કે.બાય મને ખબર છે હવે મારે શું કરવાનું છે."
અહીં જાનકીવિલામાં ભુકંપ આવી ગયો હતો.શિવાની ખુબ જ ગુસ્સામાં હતી.તેનો પ્લાન કિઆને ઊંધો પાડી દીધો હતો.
તેટલાંમાં કાયના આવી.
"કાયના,તું સમજાવ તારા ભાઇને."જાનકીદેવી ચિંતામાં બોલ્યા.
"શિવાની આંટી,તમારી પાસે બે ઓપ્શન છે.એક તો કિઆનની વાત માની લેવામાં આવે."કાયના બોલી.
"અને બીજી શું ?"શિવાની.
"બીજી એ કે તમે પણ લવઅંકલને ડિવોર્સ આપશો અને મારી મોમ અને લવઅંકલના લગ્ન કરાવો."કાયના બોલી.શિવાનીએ ગુસ્સામાં તેને થપ્પડ મારી.
"કેમ આવ્યોને ગુસ્સો?આ મારા મોમડેડનો પર્સનલ મેટર છે લેટ ધેમ સોલ્વ.યુ જસ્ટ સ્ટે આઉટ ઓફ ધીસ."આટલું કહીને કાયના જતી રહી.આજે કિનારા ખુશ હતી કેમકે કાયનાએ તેની સાઈડ લીધી હતી.રનબીર અને કાયના કોલેજ જઇ રહ્યા હતાં.કિનારાએ રનબીરને તેના રૂમમાં બોલાવ્યો.
"થેંક યુ બેટા.તારા મોમડેડને તારા પર ખુબ જ ગર્વ હશે."કિનારા બોલી.
"ડેડની તો ખબર નહીં પણ મોમને તો છે જ."રનબીરે કહ્યું.
"કેમ?તારા ડેડ?"કિનારાએ પુછ્યું.
"મારી મોમ મારી રીયલ મોમ નથી,પણ મારા ડેડ મારા રીયલ ડેડ છે પણ મે ક્યારેય મારા ડેડને જોયા નથી.તે એક જ શહેરમાં છે પણ મે ક્યારેય તેમને જોયા નથી અને મમ્મીએ પણ તેમને મળવાની ચોખ્ખી ના પાડી છે.આમપણ હું મોમ અને દાદુ અમારી સ્મોલ એન્ડ હેપી ફેમેલી છે.ચલો હું જાઉ."આટલું કહીને રનબીર જતો રહ્યો.
રાત્રે બધાં ડિનર ટેબલ પર બેસેલા હતા કોઇના મોઢાંમાં કોળીયો પણ નહતો જતો કિઆન હજી પણ તેની શરત પર અડેલો હતો.તે સ્ટ્રોંગ હોવાના કારણે હજીપણ એકદમસ્વસ્થ હતો.અહીં કિયા રનબીરના રૂમમાં ગઇ.કિયા રનબીરને પસંદ કરવા લાગી હતી.
"રનબીર,કિઆનને એમ કશુંજ નહીં થાય.આમને આમ બિચારાને કેટલા દિવસ ભુખ્યો રાખવાનો?"કિયા.
"આઇડીયા છે મારી પાસે ચલ.."આટલું કહીને કિયા અને રનબીર કિઆનના રૂમમાં ગયાં.
"કિઆન,તું જમીશ નહીં તેવું તે કીધું હતું ને પાણી તો તું પી જ શકે.આ પીલે."એમકહીને રનબીરે એક ગ્લાસ પાણી તેને પીવડાવ્યું.
જાનકીવીલામાં કોઇ આજે સરખી રીતે જમી શક્યું નહતું.તેટલાંમાં કિયાએ જોરદાર ચીસ પાડી.
"કિનુમોમ,કિઆન ફેઇન્ટ થઇ ગયો છે."કિયા ગભરાઇને બોલી.
બધાં ખુબ જ ડરી ગયાં અને કિઆનના રૂમમાં ભાગ્યાં.
*********
અહીં અમદાવાદમાં ...
શહેરથી દુર આવેલા એક વિરાન ફેક્ટરીમાં શહેરના નામચીન ગુંડાઓએ તેમનો અડ્ડો બનાવેલો હતો.
બહારથી વિરાન લાગતી આ ફેક્ટરીને ગુંડાઓએ અંદરથી ખુબ જ આલીશાન બનાવી હતી.જેટલી તે આલીશાન હતી.ત્યાં તેટલી જ સિક્યુરિટી પણ હતી.પોલીસ કે કોઇ અન્ય અંદર સુધી પહોંચી શકે તેમ નહતું.
અંદર બધાં ગુંડાઓ તેમના બોસ સાથે વાત કરતા હતાં
"બોસ, સાંભળ્યું છે કે બહુ મોટો કન્સાઇન્મેન્ટ આવવાનો છે?"
"હા,બહુ મોટો અને બહુ જ રેર એટલે કે કિંમતી.હમણાં આપણા બધાંના બોસ આવશે તે આપણને બધી વિગત જણાવશે."
તેટલાંમાં એક સફેદ કુરતો પાયજામો પહેરેલી એક ચાલીસ પીસતાલીસની ઉંમરની આસપાસની એક વ્યક્તિ ત્યાં આવી..
"અરે સાહેબ,વેલકમ આવો શું સમાચાર લાગ્યાં છો?" ત્યાં હાજર એક માણસે પુછ્યું.
"હાશ એક આ જ જગ્યા છે જ્યાં હું જેમ છું તેમ રહી શકું છું.બાકી બધે તો મારે સારા બનવાનું નાટક કરવું પડે છે.સાંભળો પંટરો બહુ જમોટા જથ્થામાં માલ આવવાનો છે એ વન ક્વોલિટીનો તેને મુંબઇ પહોંચાડવાનો છે.ખુબ મોટી પાર્ટી થવાની છે.મોટા મોટા સેલિબ્રીટી અને ફિલ્મી પાર્ટી થવાની છે."તે પુરુષ બોલ્યો.
" વાહ બોસ તો તો ખુબ કેશ મળશે આ ડ્રગ્સ.."તે ગુંડો બોલતો હતો ત્યાં જ તે પુરુષે તેને ટોક્યો..
"ચુપ,તને ખબર નથી કે આપણે કોડવર્ડમાં જ વાત કરવાની છે.ધ્યાન રાખજે આગળથી કોઇના પણ ધ્યાનમાં નથી આવવાનું."તે બોલ્યો.
શું રનબીરનો પ્લાન કુશ અને કિનારાને એક કરી શકશે?કબીર કાયનાને પોતાના પ્રેમમાં પાડી શકશે?
જાણવા વાંચતા રહો.