Wanted Love 2 - 16 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-16

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-16


"કુશ અંકલ,તમે આમ બીજા રૂમમાંથી કેમ નિકળ્યા? અને આંટી તો તમારા પત્ની છે તો આમ છુપાઇ છુપાઇને કેમ મળો છો તેમને?"રનબીરે નિર્દોષ ભાવે મોટા અવાજથી પુછ્યું.કિનારા અને કુશ ડરી ગયાં.કુશે દોડીને દરવાજો બંધ કર્યો અને રનબીરના મોઢે હાથ મુક્યો.

"શશ....શ..,ધીમે બોલ કોઇ જાગી જશે."કુશ બોલ્યો.

"પણ કેમ?તમે પતિ પત્ની નથી ?"રનબીરે ધીમા અવાજે પુછ્યું.

"ના એવું નથી.હે ભગવાન,કિનારા આનું હવે શું કરીશું?"કુશે લાચાર ભાવે કિનારા સામે જોયું.

"તને કેટલી વાર કીધું છે કુશ કે આવતી વખતે જોયા કર આસપાસ,પણ તું તો મારી વાત માનતો જ નથી."કિનારા કુશ પર ભડકી.

"અરે,મને શું ખબર હતી કે આ ભૂતની જેમ ભટકતો હશે અડધી રાત્રે."કુશે સફાઇ આપતા કહ્યું.

"અરે અંકલ,શાંત કિનુમોમ આમા અંકલનો વાંક નથી.મને નવી જગ્યાએ ઉંઘ નથી આવતી.તો હું વોક કરતો હતો.તેમાં મને અંકલ દેખાયા."રનબીરે કુશનો બચાવ કરતા કહ્યું.
"પણ મને આ વાત સમજાઇ નહીં લાગે છે મારેકાલે કાયનાને પુછવુ પડશે."રનબીરની વાત પર કુશ અને કિનારા ભડક્યા.

"સાંભળ રનબીર ,બેસ.હું અને કુશ અમારા લવમેરેજ છે.અમે કોલેજમાં હતાં અને અમને એકબીજા સાથે પ્રેમ થઇ ગયો હતો.લાસ્ટ યરમાં હતા અમે પણ."કિનારાએ રનબીરને તેની અને કુશની પહેલી મુલાકાત,કુશનું મેન્ટરીંગ પોતાને પ્રિન્સીપાલ સર દ્રારા આપવું ,કુશ અને કિનારાનું નજીક આવવું,કિનારાનું પ્રેગન્નટ થવું અને કિનારાના જન્મ પછી અલગ થવું.કિનારાનું મુંબઇ આવવું ,લવને મળવું,અમદાવાદ એકમિશન માટે આવવું અને ત્યાં કુશને મળવું,તેમનું ફરીથી એક થવું ,મિશન સફળતાપૂર્વક પાર પાડવું અને અહીં રહેવા આવવું તે બધું જ જણાવ્યું.અલબત એકપણ વ્યક્તિના નામ લીધાં વગર....

"ઓહ,તો હવે શું થયું કે તમારે આમ છુપાઇને મળવું પડી રહ્યું છે?"રનબીરે પુછ્યું.

"રનબીર,ભુતકાળમાં અમુક ઘટનાઓ બનીહતીજેના પછી મારા પરિવારમાં લગભગ બધાંજ કિનારાને તે ઘટના માટે જવાબદાર ગણતા હતા.મારી મમ્મી,કિનારાની બેસ્ટ ફ્રેન્ડ,મારા મોટાભાઇ બધાં કિનારાને તે ઘટનાઓ માટે દોષી ગણીને તેની સાથે ખરાબ રીતે વર્તે છે.

તેમ જ કિનારા અને કાયના વચ્ચે પણ એક અનિચ્છનીય ઘટના બની હતી.જેના કારણે તે પોતાની માઁને નફરત કરે છે પણ આ બધાંમાં મારો અને કિનારાનો પ્રેમ એમજ છે પણ અમે નાટક કરીએ છીએ કે હું અને કિનારા અલગ છીએ જેથી કાયના એટલિસ્ટ એમ સમજે કે હું તેનીસાથે છું.તે તેની તકલીફ કે વાત મને જણાવી શકે.અમે તેને ખુબ જ પ્રેમ કરીએ છીએ.આ બધું તેના માટે જ છે.અમે અલગ હોવાનું નાટક કરીએ છીએ આ વાત મારા કિનારા સિવાય કિયા જાણે છે અને હવે તું.પ્લીઝ આ વાત કોઇને ના કહેતો.કાયનાનો વિશ્વાસ તુટી જશે.તે પોતાની જાતને એકલી માનશે બની શકે તે ખોટા રસ્તે પણ જઇ શકે."કુશ બોલ્યો.

"ઓહ,યુ બોથ આર ગ્રેટ પેરેન્ટ્સ અેન્ડ ગ્રેટ લવર્સ.આમ તો હું પ્રેમમાં નથી માનતો પણ આઇ વિશ કે પ્રેમમાં પડુ તો તમારી જેમ જ,તમારા બન્ને જેવો ડીપ લવ.તમે ચિંતા ના કરો હું કોઇને નહીં કહું ,હું તમને મદદ કરીશ કે કાયના અને તમારી વચ્ચે ગેરસમજ દુર થાય.ચલો હવે હું જઉં કદાચ હવે ઉંઘ આવી જશે."આટલું કહીને રનબીર જતો રહ્યો.

બીજા દિવસે સવારે કાયના જીમ જવા વહેલી ઉઠી.તેનો ગરદનનો દુખાવો ગાયબ હતો.તે ફ્રેશ થઇને જીમ જવા રેડી થઇ ગઇ જીમના કપડાંમાં.તેટલાંમાં કિઆરા આવી કાયનાના રૂમમાં.

"હાય દી.."કિઆરા બોલી.

"હાય કિઆરા." આટલું કહીને તે કિઆરાને ગળે લાગી.
"દી..જીમ જવા રેડી?સરસ લાગો છો."કિઆરા.

"થેંક યુ."કાયનાને આશ્ચર્ય થયું.
"કિઆરા,હું તો રોજ આ જ રીતે તૈયાર થઉં છું.કઇ નવું નથી.વાત શું છે?"કાયનાને શંકા થઇ.
"કાયુ દી,અમ્મ પેલા હેન્ડસમ રનબીર સાથે મારી ઓળખાણ કરાવોને."કિઆરા બોલી અને કાયનાને આઘાત લાગ્યો.

"વોટ!!હે યુ દુર રહેજે તેનાથી સમજી.કોઇ ઓળખાણ વોળખાણ નહીં.તેનું ધ્યાન ભટકાવવાની કોશીશ ના કરતી જા અહીંથી."કાયનાએ કિઆરાને ખખડાવીને કાઢી મુકી.તેટલાંમાં કિયા આવી.તેણે પણ સેઇમ તે જ વાત કરી.
"જો કિયા,તને પણ એ જકહીશ જે મે કિઆરાને કીધું .સ્ટે અવે ફ્રોમ હીમ.ભગવાન માટે તેને ભણવા દે મારે તેને પાસ કરાવવાનો છે."કાયનાએ તેને પણ ધમકાવી.

તેટલાંમાં રનબીર આવ્યો.

"કાયના,મારે પણ જીમ જોઇન કરવું છે.બાય ધ વે કેવું છે ગરદનમાં?"રનબીરે કિયાને ધરાર ઇગ્નોર કરતા કહ્યું.

"હા શ્યોર,ચલ મારી સાથે અને હા થેંકસ મને સારું છે.આજે પણ મસાજ કરી દેજે નેતારા હાથમાં જાદુ છે."કાયના જાણી જોઇને કિયાને જલાવવા માટે તેનો હાથ પકડી ને બોલી.તેને પણ નહતું સમજાઇ રહ્યું કે ગઇકાલે આવેલા રનબીર માટે તે આટલી પઝેસીવ કેમ થઇ રહી હતી.કિયા મોઢું ચઢાવીને જતીરહી.

"ચલ મસાજ કર."કિયાના ગયા પછી કાયના બોલી,તે ઉંધી સુઇ ગઇ અને રનબીરે તેને મસાજ કરી દીધો.કાયનાને રનબીરના સ્પર્શમાં એક અલગ જ જાદુ જણાઇ રહ્યો હતો.તેટલાંમાં ફરીથી કિયા આવી,રનબીર અને કાયનાને આમ જોઇને તેને ગુસ્સો આવ્યો.

"કાયના દી,મારી મોમે બધાંને નીચે બોલાવ્યા છે.કઇંક અગત્યની વાત કરવી હતી"કિયા મોઢું ચઢાવીને બોલી.

કાયના નીચે આવી ડ્રોઇંગરૂમમાં શિવાની કઇંક ફાઇલ લઇને ઊભી હતી,તેના ચહેરા પર એક વિજયી સ્મિત હતું.બીજા બધાં ઘરના સદસ્યો હાજર હતાં,ફાઇનલી જેમની તેને રાહ હતી તે લોકો પણ આવી ગયાં.
કુશ અને કિનારા આવ્યાં.હવે શિવાની ઊભી થઇ અને બોલી.

"આજે હું એક વાત એટલે કે પ્રસ્તાવ મુકવા માંગુ છું આપ સૌની સમક્ષ."શિવાનીએ પોતાની વાતની પુર્વભુમીકા બાંધી.લવને પણ ખબર નહતી કે શિવાની શું કરવા માંગતી હતી.તેને એટલી ખબર હતી કે તે કઇંક કરશે.

"વાત શું છે શિવાની?"શ્રીરામ શેખાવતે પુછ્યું.

"વાત એમ છે કે અત્યારે જેવા પણ સંબંધ છે મારા અને કિનારા વચ્ચે પણ ક્યારેય અમે ખાસ દોસ્ત હતાં અને તે જ કારણે મે એક નિર્ણય લીધો છે કે કુશ અને કિનારા છેલ્લા કેટલાય વર્ષોથી પતિ પત્ની હોવાનો માત્ર દેખાવ કરે છે બહાર બધાં સામે અને અહીં એક જ ઘરમાં એટલે રહે છે કે કાયના પર તેની ખરાબ અસર ના થાય એટલે પણ મને નથી લાગતું કે કાયનાને કઇ ફરક પડતો હોય આ વાતથી."શિવાની બોલતા બોલતા અટકી.

"હા તો?"લવે પુછ્યું.

"તો આ ડિવોર્સ પેપર્સ છે.કુશ અને કિનારા તમે ડિવોર્સ લઇ લો અને આ નામના સંબંધને ખતમ કરીને આગળ વધો.આમપણ તમારા બાળકો મોટા થઇ ગયા છે કાયના થોડા મહિનામાં લગ્ન કરીને જતી રહેશે અને કિઆન આઇ.પી.એસની ટ્રેનીંગમાં.તો તેના માટે તમે સાથે રહેતા હતા હવે તે જરૂર નથી."શિવાની બોલી.લવે પણ શિવાનીનો સાથ દેવાનું નક્કી કર્યું.તેણે વિચાર્યું,
"કે અગર કુશ અને કિનારા ખરેખર નાટક કરતા હશે તો તે લોકો પોતાનું નાટક સ્વિકારીને આ વાતને અહીં જ અટકાવી દેશે અને કિનારા ફરીથી કુશ સાથે રહી શકશે."

"હા કિનારા,મને પણ આ જ ઠીક લાગે છે.આમપણ તમારો સંબંધ નામ માત્રનો રહી ગયો છે."

અહીં કિનારા અને કુશ ખુબ જ ગાઢ આઘાતમાં હતાં.કિયાને પોતાની મોમ પર ગુસ્સો આવતોહતો.અહીં ઉપરના માળથી પેસેજમાં ઊભો રહીને સાંભળતા રનબીરને પણ આઘાત લાગ્યો.કિઆનની આંખમાં પાણી હતા તેણે આ વાતનો વિરોધ કર્યો પણ તેની વાત કોઇએ સાંભળી નહીં.કાયનાના ચહેરા પર કોઇ ભાવ નહતા.

"હા સાચી વાત છે શિવાનીની,અલગ થઇ જાઓ તમે અને કિનારા તું છુટાછેડા થયા પછી થઇ શકે તો આ ઘરમાંથી જતી રહેજે કેમકે તને જોઇને સતત મને ભુતકાળ યાદ આવે છે."જાનકીદેવીએ પણ શિવાનીની વાત પર સહેમતી દેખાડી.

અહીં શિવાની મનોમન ખુશ થતીહતી.તેણે વિચાર્યું,
"યસ,કિનારા ગમે તેમ તો પણ ક્યારેક આપણે મિત્રો હતાં.મને લાગે છે કે તારા અને કુશ વચ્ચે બધું ઠીક છે અને જો તે આ સ્વિકારી લીધું.તો લવ મને પાછો મળી જશે.તેના તારી આસપાસના આંટાફેરા બંધ થઇ જશે.મારો પતિ મને પાછો મળી જશે અને તે જે મારા લવને મારાથી દુર કર્યો હતો તેનો બદલો પણ પુરો કાયના આજીવન તમને બન્નેને નફરત કરશે આટલી મોટી વાત છુપાવવા માટે."

"વિચારીલેજો કાલે સવારે મને આ બાબતે નિર્ણય જોઇએ.આ પાર કે પેલે પાર.તમે સાથે રહેવા માંગો તો પણ મને વાંધો નથી કે અલગ થવા માંગો તો પણ મને વાંધો નથી."શ્રીરામ શેખાવતે ચોવીસ કલાકનો સમય આપ્યો કુશ અને કિનારાને.કાયના જીમમાં જતી રહી રનબીર બહાનુ બનાવીને તેની સાથે ના ગયો.તે કિનારાને મળવા માંગતો હતો.બધાં ધીમેધીમે પોતપોતાના કામપર જતાં રહ્યા.હવે ઘરમાં માત્ર કુશ, કિનારા,કિયા અને રનબીર જ હતા.કિનારા કુશના ગળે લાગીને રડી રહી હતી.

"કુશ,હું મરી જઇશ તારા વગર.હું શ્વાસ જ ન લઇ શકું તારા વગર.આ શિવાની કેમ આવું કરે છે?મને વિશ્વાસ નથી આવતો કે તે મારી બેસ્ટ ફ્રેન્ડ હતી.મારી ખાસ સહેલી કે જે મારી આંખમાં પાણીનું એક ટીપું પણ નહતી જોઇ શકતી."કિનારા કુશના ગળે લાગીનર રડી રહી હતી.કુશ તેના પીઠ પર પોતાનો હાથ પસરાવી રહ્યો હતો.તેટલાંમાં કિયા અંદર આવી.

"કિનુ મોમ ,આજે પહેલી વાર મને મોમ પર ગુસ્સો આવી રહ્યો છે.હું વાત કરું છું મોમજોડે તેણે પોતાની વાત પાછી લેવીજ પડશે."કિયા બોલી.

તેટલાંમાં રનબીર આવ્યો તેને જોઇને કિયા ડરી ગઇ પણ કુશે તેને જણાવ્યું કે રનબીર બધું જાણે છે.કાલ રાતવાળી વાત કહી.

રનબીર કિનારાના ગળે લાગી ગયો અને કિનારા ફરીથી રડવા લાગી.હજી ગઇકાલે જ મળેલો એક અજાણ્યો છોકરો આજે કિનારાના માટે ખાસ બની ગયો હતો.

"કિનુ મોમ, ડોન્ટ વરી મારી પાસે એક જોરદાર પ્લાન છે.જેનાથી તમાર અલગ થવાની વાત દુર રહી તમે એક જ ઘરમાં એક જ બેડરૂમમાં સાથે રહી શકશો અને ખુલ્લેઆમ રોમાન્સ પણ કરી શકશો.બસ આ સીક્રેટ મિશનમાં એક વ્યક્તિનો વધારો કરવો પડશે,જે આ પ્લાનને એક્ઝીક્યુટ કરશે અને તેને સફળ બનાવશે."રનબીર કિનારાને શાંત કરતા બોલ્યો.

"કોણ?"કુશે પુછ્યું.

"કિઆન."રનબીર હસીને બોલ્યો.

શું પ્લાન હશે રનબીરનો? શું તે કુશ અને કિનારાને દુનિયા સામે એક કરી શકશે?કેવું હશે કિઆનનું રીએકશન જ્યારે તે પુરી સત્ય હકીકત જાણશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 2 week ago

Vishwa

Vishwa 3 month ago

Himanshu P

Himanshu P 4 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

ashit mehta

ashit mehta 9 month ago