તે વ્યક્તિ કોફીશોપમાં આવ્યો અને હિયા-અંશુની સામે આવીને ગોઠવાઇ ગયો.
"હિયા,આ રાહુલ છે તે એક જાસુસ છે.રાહુલ આ ફોટો કાયનાનો છે.મને તેની પુરી જન્મકુંડળી જોઇએ છે.ટેક યોર ટાઇમ પણ જ્યારે પણ તું તેના વિશે કઇંક જોરદાર જાણે પછી જ મારી પાસે આવજે." અંશુ બોલ્યો.
"યસ સર,ચિંતા ના કરો.હું તમને એક અઠવાડિયામાં જ કામની માહિતી લાવીને આપીશ."રાહુલ બોલ્યો.
"આ લે તારા રૂપિયા ,હવે જા કોઇને શંકા ના થવી જોઇએ."અંશુ બોલ્યો
"અંશુ,તને ખબર છે રનબીર પટેલ નવો સ્માર્ટી તેનું મેન્ટરીંગ કાયના કરવાની છે."હિયાએ રનબીર વીશે અંશુને કહ્યું.
"વાઉ,જ્યાં સુધી રાહુલ કાયના વિશે કઇંક કામની માહિતી લાવે ત્યાં સુધી મારી પાસે પ્લાન છે.આપણે કાયના અને રનબીરના અફેરની વાતો ઉડાવીશું,થોડા તેમના પીક્ચર્સ વાયરલ કરીશું અને તેની સગાઇ તોડાવીશ.ના તેને રનબીર મળશે ના તેને કબીર મળશે.તેને મારી પાસે આવવું જ પડશે."અંશુ બોલ્યો.
અહીં કાયના કબીરનો હાથ પકડીને પોતાના રૂમમાં લઇ ગઇ માત્ર રનબીરને બતાવવા માટે.અહીં કિઆન રનબીરને તેના રૂમમાં લઇ ગયો.
"અરે વાહ,કિઆન તમારું ઘર ખુબ જ સરસ છે અને અા રૂમ ખુબ જ સરસ છે.આ ગેલેરી અને બહારનો વ્યુ બ્યુટીફુલ."રનબીર બોલ્યો.
"હા એ તો છે.રનબીર કોઇ હેલ્પ જોઇએ તો કહેજે.હવે તો આપણે ફ્રેન્ડ્સ જ છીએ.કાયના દીથી બચીને તે ખુબ જ ગુસ્સાવાળી છે.ભણવામાં ધ્યાન આપજે નહીંતર તું ગયો."કિઅાન.
"હા એ તો મે જોયું,ગુસ્સાવાળી અને મારી જેમ જ ક્રેક.તેણે મને તેના ડ્રીમ વિશે પણ કહ્યું,સાથે એ પણ કહ્યું કે આ વાત તું ,હું અને કબીર જ જાણીએ છીએ.કિઆન બ્રો મને લાગે છે કે તે તેના માટે નથી બની.તેણે પણ તમારા મોમડેડની જેમજ બનવું જોઈએ.મે સાંભળ્યું તું તારા ડેડની જેમ બનવા માંગે છે ગ્રેટ."રનબીર અને કિઆન દોસ્ત બની રહ્યા હતાં.કિઆનને રનબીરનો કુલ નેચર ગમી ગયો.કિઆને રનબીરને સામાન અનપેક કરવામાં ઘણી મદદ કરી અને સાથે તેમણે વાતો પણ કરી.
"રનબીર,એક સિક્રેટ કહું મારી બે બહેન તો તને જોઇને ફ્લેટ થઇ ગઇ.લાગે છે તારા આવવાથી મારું કામ એક ભાઇ તરીકેનું વધી ગયું છે.મારી બહેનોનું ધ્યાન રાખવું પડશે."કિઆન બોલ્યો તેની વાત રનબીરને હસવું આવ્યું.
"ચિંતા ના કર,મારું ફોકસ તો કાયના આઇમીન સ્ટડી પર જ છે.ઓહ આ બુક્સ તો કાયનાની છે.હું આપીને આવું."આટલું કહીને રનબીર જતો રહ્યો.કિઆન તેને જોતો રહ્યો.
અહીં કાયના અને કબીર રૂમમાં આવ્યાં.કાયના ચેન્જ કરવા બાથરૂમમાં ગઇ.કબીરે દરવાજો બંધ કર્યો.થોડીવારમાં કાયના ચેન્જ કરીને આવી ટ્રેકપેન્ટ અને સ્લિવલેસ ટીશર્ટમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.કબીર કાયનાની નજીક આવ્યો અને તેણે તેને કમરથી પકડીને પોતાની નજીક ખેંચી અને તેને ગળે લગાવી.કાયના એમ જ રહી ક્યાંય સુધી.
"કબીર,છોડો મને."કાયનાએ પોતાને છોડાવવાની કોશીશ કરી.
"અહં."કબીરે કાયનાને વધુ જોરથી પકડી.તેટલાંમાં દરવાજા પર નોક કરીને રનબીર તુરંત જ અંદર આવી ગયો કબીર અને કાયનાને આમ જોઇને તે સોરી કહીને બહાર જતો રહ્યો.
"રનબીર,અંદર આવ."કાયના કબીરની પકડમાંથી છુટીને રનબીરને અંદર લઇ આવી.
"આ તારી બુક્સ મારી બેગમાં આવી ગઇ હતી અને મારી બુક્સ તારી બેગમાં છે.સોરી કબીર."રનબીરે કહ્યું.
"ઇટ્સ ઓ.કે બ્રો.જસ્ટ ચીલ."કબીરે કહ્યું.
કાયના રનબીરની બુકસ કાઢવા નીચે નમી તેના મોઢામાંથી એક તીણી ચીસ નિકળી ગઇ.
"કાયના શું થયું ?"રનબીર અને કબીર બન્ને ડરી ગયાં.
"આ મારી ગરદન અકડાઇ ગઇ છે અને આ બધું આ રનબીરના કારણે કેટલો બધો સામાન હતો."કાયનાએ દુખતા ચહેરે રનબીર સામે જોયું.
"હા તો મે કીધું હતું કે મને એકટીવા પર લઇજા?હું તો બે વાર બોલ્યો હતો પછી કે હું રીક્ષામાં આવી જઇશ."રનબીરે ગુસ્સામાં કહ્યું.તે બન્ને ફરીથી ઝગડવા લાગ્યાં.
"ગાયઝ,ઝગડશો નહીં.કાયના હું તને જેલ લગાવીને હળવો મસાજ કરી દઉં.યુ વીલ ફીલ બેટર."કબીરે કહ્યું.કાયનાએ તેને ઓઇન્ટમેન્ટ આપ્યું અને તે તેના બેડ પર ઊંધી સુઇ ગઇ.કબીરે જેવું ઓઇન્ટમેન્ટ લગાવ્યું.તેના મોઢામાંથી ચીસ નિકળી ગઇ.
"કબીર,તમે રહેવા દો પ્લીઝ.મને વધારે દુખે છે."કાયના બોલી.
"કબીર બ્રો,ઇફ યુ અલાઉમી.હું કરી દઉં?મને અનુભવ છે હું મારા દાદાને મસાજ કરી દેતો હતો."રનબીર બોલ્યો.કબીરે હા પાડી.રનબીરે હળવે હાથે તે ઓઇન્ટમેન્ટ લગાવવાની શરૂઆત કરી.રનબીરના સ્પર્શે કાયનાને ઇલેક્ટ્રિકનો શોક આપ્યો જાણે.તેને અંદર સુધી કઇંક થઇ ગયું પણ તેના સ્પર્શ અને મસાજે તેને રાહત આપી.તેના ચહેરા પર એક સ્માઇલ આવી ગયું.તે સુઇ ગઇ.
"જોયું ? કેવું લાગે છે ,કાયના?"રનબીરે પુછ્યું કોઇ જવાબ ના આવતા કબીર અને રનબીરે જોયું કે કાયના સુઇ ગઇ.તે બન્ને એકબીજા સામે જોઇને હસ્યાં.
કબીર જતોહતો રનબીર તેની પાછળ ગયો.
"કબીર,એક વાત પુછવી હતી?હું અને કાયના આઇમીન આખો દિવસ એકબીજાની સાથે જ રહીશું.મતલબ આર યુ ઓ.કે વીથ ઇટ? મતલબ તને કોઇ પ્રોબ્લેમ ??"રનબીરે પુછ્યું.
"નો બ્રો,મને કાયના પર વિશ્વાસ છે.આમપણ તે પ્રેમાં વિશ્વાસ નથી કરતી.તો મને નથી લાગતું કે તું તેને પ્રેમમાં પાડી શકે.તેણે મને વચન આપ્યું છે કે તે મારી સાથે જ લગ્ન કરશે.હવે તું કાયના સાથે રહીશ આખો દિવસ તો પ્લીઝ ટેક કેર ઓફ હર.બાય બ્રો હું જાઉં."
*********
અહીં રાત્રે શિવાની અને લવ તેમના બેડરૂમમાં બેસેલા હતાં.શિવાની આજે બપોર વાળી વાત વિશે વિચારી રહી હતી.લવ કોઇબુક વાંચી રહ્યો હતો.
"બપોરે રસોડામાં કોઇક તો હતું જે મારા આવવાના અવાજના કારણે સંતાઇ ગયું હતું.કદાચ કુશ હોય,કાયનાની સગાઇના દિવસે તેમનું વર્તન જોઇને કોઇના કહે કે તે નાટક કરતા હતાં."શિવાનીએ વિચાર્યું .તે લવ પાસે ગઇ.
"લવ,મારે તારી એક હેલ્પ જોઇએ છે."શિવાનીએ કહ્યું.
"હા બોલને."લવે બુક સાઇડમાં મુકતા કહ્યું.
"લવ,મને કિનારા પર શંકા છે."શિવાની.
"હા તોએ તો તને કેટલાય વર્ષોથી છે.કિનારા અને મારા પર."લવે ટોન્ટ મારતા કહ્યું.
"એમ નહીં,મને કિનારા અને કુશના સંબંધ પર શંકા છે." આટલું કહીને શિવાનીએ પોતાના મનની વાત લવને કહી.
"હા તો? તેમા હું શું મદદ કરી શકું ?"લવને શિવાનીની વાતમાં કોઇ જ રસ નહતો.
"લવ,સોરી મે તારા પર શંકા કરી તેના માટે પણ આઇ લવ યુ.હું તારા માટે પઝેસીવ થઇ ગઇ હતી અને અગર મારી શંકા સાચી નિકળી તો મારી કિનારા પ્રત્યેની નફરત વધી જશે.કેમ કે તેના અને કુશના સંબંધ ઠીક હતા તો તેણે આ વાતનો ફાયદો લઇને આપણા બન્ને વચ્ચે પડેલી દિવાલ હટાવવાની કોશીશ કરવી જોઇતી હતી." શિવાની બોલી.
"કિનારા તો પહેલેથી કહેતી આવતી હતી શિવાની કે તેની અને મારી વચ્ચે કશુંજ નથી પણ તને ક્યાં કોઇપર વિશ્વાસ હતો.તેના અને કુશના જે પણ સંબંધ હોય મને તેનાથી કોઇ ફરક નથી પડતો.તે તેમની અંગત બાબત છે.એક વાત સાંભળીલે શિવાની કે કિનારા મારા માટે સ્પેશિયલ ફ્રેન્ડ હતી,છે અને રહેશે.તું મહેરબાની કરીને એવું કઇંજ ના કરતી કે જેનાથી તેને તકલીફ થાય,નહીંતર સારું નહી થાય." લવે શિવાનીને ધમકી આપી.
"કોઇ વાંધો નહીં લવ તું મદદ ના કરે તો કોઇ નહીં પણ હું જે કરું તેમા કોઈ અડચણ ના લાવતો.અગર જો કુશ અને કિનારા પોતાના સંબંધની સચ્ચાઈ છુપાવતા હશે તો તે બધાં સામે અાવશે તો સારું જ છેને.તેમને તે નાટક નહીં કરવું પડે."શિવાનીએ પોતાના પ્લાન માટે જાણે મંજૂરી માંગી.
" કિનારાને કોઇ તકલીફ ના પડવી જોઇએ."લવ બોલ્યો.શિવાનીએ માથું હકારમાં હલાવીને લવને ખાત્રી આપી.
"લવ,પ્લીઝ મારાથી નારાજ ના થા હું તને ખુબ જ પ્રેમ કરું છું.હું કોશીશ કરીશ કે હવે આપણા વચ્ચે કોઇ જ ના આવે.લવ આપણે કિયા માટે પણ આપણા વચ્ચેના મતભેદ દુર કરવા પડશે.નહીંતર તેના પર ખરાબ અસર થશે."આટલું કહીને શિવાની લવના ગળે લાગી ગઇ અને તેની છાતીમાં માથું છુપાવી દીધું.
અહીં રાતના દોઢ વાગવા આવ્યો હતો.રનબીરને જગ્યા બદલાવવાના કારણે ઊંઘ નહતી આવી રહી.તે સ્વગત બબડી રહ્યો હતો.
"અરે યાર, આ જગ્યા બદલાયને ઊંઘના આવે તે બહુ અજીબ છે.એ લોકોને કેટલી શાંતિ જે ગમે ત્યારે અને ગમે ત્યાં ઊંઘી શકે.આ મોબાઇલ જોઇને પણ કંટાળ્યો.હવે શું કરું?
એક કલાક સ્ટડી પણ કર્યું.હવે એક કામ કરું કે બહાર વોક કરું ગાર્ડનમાં કદાચ ઉંઘ આવી જાય."
રનબીર બહાર ગાર્ડનમાં વોક પણ લઇને આવ્યો છતા તેને ઊંઘના આવી તે અંદર આવ્યો.અચાનક કોઇ રૂમનો દરવાજો ખુલવાનો અવાજ સંભળાયો.
"હાશ કોઇક તો છે મારા જેવું જે જાગે છે.તેની સાથે વાતો કરીને ટાઇમપાસ કરીશ."
અચાનક તેણે જોયું કે કુશ તેના રૂમમાંથી બહાર નિકળ્યો અને તેણે આજુબાજુ કોઇ જોઇ નથી રહ્યું તેની ખાત્રી કરીને એક રૂમ તરફ ચોરપગલે આગળ વધ્યો.રનબીર છુપાઇને તેને જોઇ રહ્યો હતો.
"વાઉ! આજે હું એક પોલીસ ઓફિસરનો પીછો કરી રહ્યો છું.હમ્મ દાલમે કુછ કાલા હૈ."રનબીરે વિચાર્યું.
કુશે તે રૂમનો દરવાજો ખોલ્યો અને અંદર ગયો.રનબીરને તે રૂમમાં અંદર કિનારા દેખાઇ.
"વોટ!!કુશ અંકલ પોતાના જ વાઇફને આમ છુપાઇને કેમ મળે છે?"
રનબીર પણ તે રૂમ તરફ આગળ વધ્યો.તેણે દરવાજા પર નોક કર્યું અને એક મીનીટ રહીને અંદર ગયો.કુશ અને કિનારા એકસાથે હતાં.તેમના ચહેરા પર ટેન્શન દેખાતું હતું અને રનબીરના મનમાં સવાલ?
શું કુશ અને કિનારા રનબીરને બધું સત્ય જણાવી દેશે?શીવાનીનો પ્લાન શું હશે? શું તે કુશ અને કિનારાના જીવનમાં તોફાન લાવશે?રનબીર અને કાયનાની આ દોસ્તી કોના જીવનમાં તોફાન લાવશે?
જાણવા વાંચતા રહો.