Wanted Love 2 - 14 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-14

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-14


"વોટ!!તું બોલીવુડ એકટ્રેસ બનવા માંગે છે?"રનબીરે મોઢું વાંકુ કરીને પુછ્યું.

"ઓહ નો નો,કોરીયોગ્રાફર બનવું છે.હું ખુબ જ સરસ ડાન્સ કરું છું.આ મારા સ્ટુડન્ટ્સ છે જેમને હું ડાન્સ શીખવું છું."કાયના ગર્વ સાથે બોલી.
કાયનાએ રનબીરને એક ટ્રાન્સપરંટ કાચ વાળી કેબિનમાં બેસાડ્યો અને તેને એક વિષયની બુક આપીને વાંચવા બેસાડ્યો.પોતે ચેન્જ કરવા ગઇ.કાયના ચેન્જ કરીને આવી.તેણે ચુસ્ત લેગીંગ્સ અને સ્લિવલેસ ટીશર્ટ પહેર્યુ હતું.રનબીર એક ક્ષણ માટે તેને જોતો જ રહીગયો.

કાયનાએ તેના સ્ટુડન્ટ્સ સાથે સ્ટ્રેચીંગ કર્યું અને વોર્મઅપ એક્સસાઇઝ કરી.તે અંદર આવી રનબીર પાસે.

"પતી ગયો ડાન્સ?"રનબીર.

"ના આ વોર્મઅપ છે જે ડાન્સ પહેલા કરવું પડે."કાયના બોલી.

"કાયના,આ તારા માટે નથી.તારે તારા મોમડેડની જેમજ પોલીસ ઓફીસર બનવું જોઇએ અથવા એ જ ફિલ્ડમાં પણ કઇંક અલગ કરવું જોઇએ."રનબીર બોલ્યો.

"ના તે મારાથી નહીં થાય મોમે મારી સામે બે ઓપ્શન મુક્યાં હતા."કાયનાએ તેને કિનારાના લગ્ન કે આઇ.પી.એસ.વાળી વાત કહી.

"ઓહ માય ગોડ! મતલબ તારે આઇ.પી.એસ ના બનવું પડે એટલે તે સગાઇ કરીલીધી.ગ્રેટ.કાયના સાચું કહું તારે આ વાત છુપાવવી ના જોઇએ તારે તારા મોમડેડને કહી દેવીજોઇએ.તે તને પ્રેમ કરે છે અને તે તને જરૂર સમજશે."રનબીર બોલ્યો.

"રનબીર,મારે મારી મોમ સાથે નથી બનતું."કાયના બોલી.

"પણ કેમ!?મને તો મારી મોમ વગર સહેજ પણ ના ચાલે."

"તે બહુ લાંબી વાત છે પછી ક્યારેક કહીશ.તને મારો ડાન્સ જોવો છે.તો ચલ હમણાં એલ્વિસ પણ આવશે.મારો ક્રશ ટોપનો કોરીયોગ્રાફર."કાયનાએ એલ્વિસ વીશે પોતાના ક્રશ વીશે તેને કહ્યું રનબીરને કાયનાની માસુમીયત પર હસવું આવ્યું.

રનબીર અને કાયના બહાર આવ્યાં.
કાયનાએ ગીત વગાડીને તેના સ્ટુડન્ટ્સને કહ્યું,

"ગાયઝ,અાજે આપણે કંટેમ્પરરી ડાન્સ પ્રેક્ટિસ કરીશું."
ગીત શરૂ થયું અને કાયનાનો ડાન્સ પણ રનબીર તે જોવા બે મીનીટ બહાર આવ્યો.
મૈં જાન યે વાર દૂઁ હાર જીત ભી હાર દૂઁ
કીંમત હો કોઇ તુઝે બેઇંતેહા પ્યાર દૂઁ

મૈં જાન યે વાર દૂઁ હાર જીત ભી હાર દૂઁ
કીંમત હો કોઇ તુઝે બેઇંતેહા પ્યાર દૂઁ

સારી હદેં મેરી, અબ મૈને તોડ દી
દેકર મુજે પતા આવારગી બન ગએ હાઁ....
હંસી બન ગએ હાઁ નમી બન ગએ.
તુમ મેરે આસમાં મેરી જમીન બન ગએ આ....અો...

એલ્વિસ લગભગ રોજના આ જ સમયે આવ્યો અને ફરી એકવાર કાયનાને જોયા વગર જતો રહ્યો.કયાના ફરીથી ઉદાસ થઇ ગઇ જે રનબીરે જોયુ.

ડ‍ાન્સ પતી ગયા પછી રનબીર અને કાયના લાઇબ્રેરી જઇ રહ્યા હતાં.
"કાયના,તે એલ્વિસે તને જોઇ પણ નહીં.સાચું કહું અગર તું ખરેખર કોરીયોગ્રાફર બનવા જ માંગતી હોય તો અહીંથી બહાર નિકળ કેમ કે અહીં રહીને તારું કશુંજ નહીં થાય.હા નહીંતર લગ્ન કરીને લાઇફને એન્જોય કર.તારે ખરેખર અગર તારા સપના પુરા કરવા હોયને તો તારે તેના માટે મહેનતની સાથે સ્માર્ટવર્ક પણ કરવું પડશે.હું મદદ કરીશ તને."રનબીર હસીને બોલ્યો.કાયના તેની સામે પલક ઝપકાવ્યા વગર જોઇ રહી હતી.

"ચલ હવે આમ જોયા ના કર નહીંતર તને મારી સાથે પ્રેમ થઇ જશે.ચલ મારા કઝીનના ઘરે મારો સામાન લેવા."રનબીરે હસીને કહ્યું.

કાયના અને રનબીર રનબીરના કઝીનના ઘરે જઇને તેનો સામાન લીધો.

"આટલો બધો સામાન?કેવી રીતે એકટીવા પર સેટ થશે.એકકામ કર તું કેબ કરીને આવ મારી પાછળ."કાયના રનબીરના અધધ ...સામાનને જોઇને ભડકીને બોલી.

"એમ કહેને કે ચલાવતા નથી આવડતું."રનબીરે તેને ટોન્ટ માર્યો.

"ચલ હવે તો તને એકટીવા પર જ લઇ જઉં."કાયના અકડમાં બોલી.આગળ એક મોટી બેગ,તેની પર નાનો થેલો,કાયના અને રનબીરની વચ્ચે એક મોટી બેગ અને રનબીરની પાસે એક થેલો.
"મને એવું લાગે છે કે હું કોઇ હાથીને મારા એકટીવા પર બેસાડીને લઇ જઉં છું."કાયનાએ ગુસ્સાસાથે કહ્યું.

અહીં જાનકીવીલામાં ઘરના બધાંજ સદસ્યો નીચે હાજર હતાં.સાંજના સાત વાગવા આવ્યા હતા.બધાં રનબીરને જોવા અને મળવા માંગતા હતાં.કબીર પણ કાયનાને મળવા આવ્યો હતો અને તેને રનબીર વિશે જાણવા મળ્યું.તે પણ રનબીરને મળવા માંગતો હતો.

અંતે રનબીર અને કાયના જાનકીવીલામાં દાખલ થયાં.કાયના અહીં સુધી માંડ માંડ ટણીમાં એકટીવા ચલાવીને આવી તો ગઇ પણ હવે તેનું બેલેન્સ જઇ રહ્યું હતું.અંતે દરવાજા પાસે આવીને તે બન્ને પડ્યાં.

"કાયના,આ થેલામાં નાસ્તો હતો.મારી મોમે આપ્યો હતો તે તુટી ગયોને તો તારું આવી બન્યું."રનબીર ગુસ્સામાં બોલ્યો.

"એક તો તારા કારણે આ પડ્ય‍ાં.આટલું બધું શું છે?કેટલી વજનદાર છે આ બેગ્સ."કાયના પણ ગુસ્સામાં હતી.એક બેગ કાયનાએ પકડી અને એક બેગ રનબીરે પકડી અને ખભે થેલો લટકાવ્યો.દરવાજો ખુલ્લોજ હતો.રનબીર અને કાયના એકસાથે દરવાજા પર આવીને ઊભા રહ્યા.બન્ને હજી એકબીજા પર ગુસ્સે હતાં.ઘરનાં બધાંજ તેમને જ જોઇ રહ્યા હતાં.

રનબીર તેમના ધાર્યા કરતા વધારે હેન્ડસમ હતો.ભારે બેગના વજનના કારણે કાયનાનો પગ લથડ્યો અે રનબીરે તેનો હાથ પકડીને તેને સંભાળી લીધી.

એકબીજાનો હાથ પકડીને રનબીર અને કાયનાએ ઘરમાં પ્રવેશ કર્યો.બધાં આશ્ચર્યથી તેમને જોઇ રહ્યા હતાં.રનબીરે પકડેલો કાયનાનો હાથ બધાને દેખાઇ રહ્યો હતો.કાયના તેના નિયમ પ્રમાણે મંદિરમાં ગઇ અને રનબીર પણ તેની પાછળ ગયો.એકસાથે એકબીજાની બાજુમાં ઊભા રહીને તેમણે દર્શન કર્યાં.
ભગવાને પણ જાણે તેમને આશિર્વાદ આપ્યા હવાની એક લહેરખી આવી ભગવાનને ચઢાવેલ ફુલ તેમની પાસે આવીને પડ્યું.જાનકીદેવીને આ જોઇને ખુબ આશ્ચર્ય થયું.
"વેલકમ રનબીર,આવ તારી ઓળખાણ કરાવું બધાં સાથે."કુશ આગળ આવીને બોલ્યો તેણે રનબીરનો હાથ પકડ્યો અને તેના ખભે પોતાનો બીજો હાથ મુક્યો.નોકર આવીને રનબીરની બેગ્સ લઇ ગયો.

"રનબીર,આ છે મારા માતાપિતા શ્રીરામ શેખાવત અને જાનકીદેવી શેખાવત."રનબીર તેમને પગે લાગ્યો.
"આ મારો મોટો ભાઇ લવ મલ્હોત્રા અને તેની પત્ની શિવાની આ તેમની દિકરી કિયા.આ મારા બીજા મોટાભાઇ લવ શેખાવત અને શીનાની દિકરી કિઆરા.તે અમારી માંડવીની હવેલી પર રહે છે.આ અદ્વિકા છે કિઆરાની દોસ્ત.આ મારો દિકરો કિઆન."કુશે બધાંનું ઇન્ટ્રોડક્શન કરાવ્યું.રનબીરે લવ,શિવાની અને કુશના પણ આશિર્વાદ લીધાં.રનબીરની આ સભ્યતા જોઇને જાનકીદેવી ખુબ જ પ્રભાવિત થયાં.

અહીં કિયા અને કિઆરાનું મોઢું રનબીરને જોઇને ખુલ્લું જ હતું.તે બન્ને બસ તેને જ જોઇ રહ્યા હતાં.તે બન્ને રનબીરને જોવામાં એટલા મશગુલ હતા કે અન્ય બધાં તેમને જોઇને મુંછમાં હસી રહ્યા હતા તે પણ તેમને ખયાલ નહતો.

રનબીરનું ધ્યાન પાછળ ઊભેલી કિનારા પર ગયું.તે તેની પાસે ગયો.
"હાય આંટી,થેંક યુ! કાયનાને મારું મેન્ટરીંગ કરવા માટે મનાવી અને મને અહીં રહેવા માટે બોલાવ્યો.એક વાત હું તમને સવારે કહેવાનો ભુલી ગયો હતો."રનબીર બોલ્યો.

"વેલકમ બેટા,અને એ શું હતું?" કિનારાએ પુછ્યું .

"એ જ કે યુ આર સો સો સો બ્યુટીફુલ.હું આજસુધી તમારા જેવી ગોર્જીયસ લેડીને નથી મળ્યો.ધ મોસ્ટ બ્યુટીફુલ.આઇ થીંક ગુનેગારો સામેથી એરેસ્ટ થવા આવતા હશે."રનબીર હસીને બોલ્યો તેણે કિનારાના હાથ પકડી રાખ્યાં હતાં.રનબીરે કિનારાનો હાથ ચુમ્યોં.

"થેંક યુ રનબીર,ખબર નહીં કેમ તારી આંખો મને કોઇની યાદ દેવડાવે છે.કોઇ ભુલાઇ ગયેલા પોતાનાની."કિનારા જાણે તેની આંખોમાં કોઇકને શોધી રહી હતી.

"કેન આઇ કોલ યુ મોમ?તમને જોઇને મને મારી મોમની યાદ આવે છે.તમે મને મારા પોતાના લાગો છો."રનબીરે પુછ્યું.

"હા તું મને કિનું મોમ કહી શકે છે."આટલું કહીને કિનારાએ તેને ગળે લગાડ્યો.કિનારા અને રનબીરનું આ બોન્ડીંગ કાયનાને આશ્ચર્ય પમાડી ગયું.

"રનબીર આ છે કબીર મારા ફિયોન્સે."કાયનાએ કબીરનો હાથ પકડતા કહ્યું.રનબીર કબીર પાસે આવ્યો.

"હાય કબીર"
"હાય રનબીર."
કબીર અને રનબીરે એકબીજાની આંખમાં જોઇને હાથ મિલાવ્યો.એક મીનીટ માટે તેમણે એકબીજાનો હાથ પકડી રાખ્યો હતો.

"કુશ અંકલ, એક વાત હું કહેવા માંગુ છું.હું અહીં રહીશ પણ મારી એક શરત છે કે તમે દર મહિને મારી જોડેથી રૂપિયા લેશો."રનબીર બોલ્યો.

"રનબીર,અમારું ખુબ જ મોટું ઘર છે અને ખાધે કશુંજ ખુટે એમ નથી.છતાપણ આપણે વચ્ચેનો રસ્તો શોધીએ તો તું એક કામ કરજે એ રૂપિયા તું દર મહિને કિનારાના અનાથઆશ્રમમાં દાન કરી દેજે."શ્રીરામશેખાવતે વચ્ચેનો રસ્તો કાઢયો.કિઅાન રનબીરને તેના રૂમમાં લઇ ગયો.

કાયના કબીરને હાથ પકડીને પોતાના રૂમમાં લઇ ગઇ.

*******

અહીં હિયા અને અંશુ સાંજે એક કોફીશોપમાં બેસેલા હતાં.આજ સવારવાળું અપમાન તેમને ખુબ જ તકલીફ આપી ગયું હતું.
"અંશુ,આ કાયના એક ઓછી હતી કે પેલો રનબીર આવી ગયો અને હવે તોતે પુરો સમય કાયનાની સાથે રહેશે."હિયા બોલી.

"કાયનાની સાથે બદલોલેવા હવે કઇંક નક્કર કરવું પડશે.તું ચિંતા ના કર હિયા મે એક જાસુસ રોક્યો છે જે કાયનાનો પીછો કરીને તેની બધી જ વિગતો આપણને જણાવશે અને આપણે પછી કાયનાને લપેટામાં લઇશું."અંશુ બોલ્યો.

"હા મને ઘણીબધી વાર લાગે છે કે કાયના કઇંક છુપાવતી હશે."હિયાએ પણ અંશુની વાતમાં સ્વર પુરાવ્યો.

"હિયા,મે તે વ્યક્તિને અહીં બોલાવ્યો છે.તે હમણાં આવશે.આપણે તેને મળીને આગળનો પ્લાન બનાવીશું."અંશુ આ વખતે ખુબ જ સીરીયસ હતો પોતાના પ્લાનને લઇને.

સો સુનારકી એક લોહારકી, શું અંશુ અને હિયાનો પ્લાન આ વખતે કાયનાને લઇ ડુબશે?રનબીરનું જાનકીવિલામાં આગમન કોના જીવનમાં તોફાન લાવશે? શિવાની કુશ અને કિનારાનું સત્ય બહાર લાવી શકશે?કિનારાને રનબીરની આંખો કોની યાદ અપાવે છે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 2 week ago

V Dhruva

V Dhruva Matrubharti Verified 4 week ago

Vishwa

Vishwa 3 month ago

Himanshu P

Himanshu P 4 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago