Wanted Love 2 - 13 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-13

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-13


અદ્વિકાની ચોરી પકડાઇ ગઇ હતી.

"ઇટ્સ ઓ.કે અગર તું મારી સાથે વાત નથી કરવા માંગતી તો."આટલું કહીને કિઆન જવા લાગ્યો.

"કિઅાન,તું એક ખુબ જ સારો અને ફ્રેન્ડલી છોકરો છે."અદ્વિકા બોલી.

"અચ્છા,તને કઇ રીતે ખબર મારા વિશે?"કિઆન જતાં જતાં અટક્યો અને બોલ્યો.

"કિઆન કુશ શેખાવત, જેનું ડ્રીમ પણ પોતાના મોમડેડની જેમ પોલીસ ઓફિસર બનવાનું,આતંકવાદીઓને પકડવાં,ખુબ જ ફ્રેન્ડલી,જે ખુબ જ સ્ટ્રોંગ છે,જેના બાયસેપ્સ અને પેક્સ સોલીડ છે,જીમ જેનું ફેવરિટ પ્લેસ છે પણ ‍આટલો સ્ટ્રોંગ છોકરો તીખું બિલકુલ ખાઇ નથી શક્તો અને સ્વીટ્સ જેની કમજોરી છે.

હી લવ્સ હીઝ મોમ ધ મોસ્ટ એન્ડ હીઝ મોમ્સ હેન્ડસ ફુડ એન્ડ હી ઇઝ વેરી હેન્ડસમ લાઇક હીઝ ફાધર." અદ્વિકા બોલી રહી હતી.કિઆન આશ્ચર્ય અને આઘાતમાં હતો.

"તું કોણ છે?"તેણે ગંભીર થઇને પુછ્યું.

"ડોન્ટ વરી,હું કોઇ જાસુસ નથી.હું અને કિઆરા બેસ્ટ ફ્રેન્ડસ છીએ.તો તેણે તારા વિશે મને આ બધું જણાવ્યું.માત્ર તારા વિશે નહીં કાયનાવિશે પણ ઘણુંબધું તેણે મને જણાવ્યું."અદ્વિકા બોલી.

"ઓહ...કિઆરા."કિઆન બોલ્યો.

"કિઆન,મારી સાથે દોસ્તી કે દુશ્મની બન્ને તને મોંઘુ પડી શકે એમ છે.તું મને ઓળખતો નથી.તું બહુ સારો છે.હું નથી ઇચ્છતી કે તું મારા કારણે તકલીફમાં પડે."અદ્વિકા બોલી.

"સસ્તી વસ્તુ આમપણ મને પસંદ નથી આવતી.જોક્સ અ પાર્ટ..અદ્વિકા તે મને ડિસાઇડ કરવા દે કે તારી દોસ્તી મને મોંઘી પડે છે કે નહીં.બોલ ફ્રેન્ડ્સ ?"કિઆને તેની નજીક આવતા પુછ્યું.

"એક શરત છે મારી..."અદ્વિકા બોલી.

"અને એ શું મેડમ?"કિઆને ઝુકીને પુછ્યું.

"એ શરતે છે કે હું પહેલી વાર મુંબઇ આવી છું તો તું મને મુંબઇની દરેક ફેમસ જગ્યાએ ફરવા લઇ જઇશ અને પાંચ બોલીવુડ સ્ટારને મળવા લઇ જઇશ."અદ્વિકા હસતા બોલી.

"મંજૂર ."કિઆને આટલું કહીને તેનો હાથ મજબુતીથી પકડી લીધો.અદ્વિકાને કિઆનના સ્પર્શથી કઇંક અલગ જ અનુભવાયુ.તે બન્ને એકબીજાને જોઇને હસી પડ્યાં.

* * *

અહીં કાયના અને રનબીર લેકચરમાં સાથે જ બેસેલા હતાં.અત્યારે તે બન્ને કેન્ટીનમાં નાસ્તો કરવા બેસ્યાં હતાં.

"કાયના, આ તારી હિયા અને અંશુ રાઇટ? તેમની સાથે શું કોઇ દુશ્મનાવટ છે?"રનબીરે ધીમા અવાજે પુછ્યું.

"હા ,અંશુ ફર્સ્ટ ડેથી મને તેની ગર્લફ્રેન્ડ બનાવવા માંગે છે અને હિયા કોલેજના પહેલા દિવસથી એવું ઇચ્છે છે કે હું તેની ચમચી બનીને તેની જીહજુરી કરું.જે મને મંજૂર નહતું.

લાસ્ટ મે જ્યારે અંશુને કહ્યું કે મારી સગાઇ છે તો તેણે હિયા સાથે હાથ મિલાવી લીધો.હવે બન્ને મળીને મારી બેન્ડ બજાવવા માંગે છે પણ હું એકલી તે બન્નેને ભારે પડું એમ છું."કાયના બોલી.

"હવે તો હું પણ છું તારી સાથે ડોન્ટ વરી આપણે બન્ને મળીને તેમને સબક શીખવાડીશું."રનબીરે કાયનાનો હાથ પકડતાં કહ્યું.જે કાયનાએ ઝટકા સાથે છોડાવી દીધો.

"લુક,મારી સગાઇ થઇ ગઇ છે.તો આમ ફર્લ્ટ ના કરીશ અને બીજી વાત તારે ભણવામાં પડવાનું છે.પ્રેમમાં નથી પડવાનું ઓ.કે?આમપણ તારું રિઝલ્ટ મે જોયું બહુ જ વીક છે.તારે મારી સાથે પુરા દિવસ રહેવું પડશે અફકોર્ષ ભણવા માટે.હું બહુ સુંદર છું તોમને આમ જોયા નહીં કરવાનું કે ટચ નહીં કરવાનું."કાયના મોટી આંખો કરીને બોલી.રનબીર એમ મીનીટ માટે તેને જોતો રહ્યો.

"હેલો..મહેલમાં રહો...કોલેજમાં રહો...સપનામાં રહો.....પણ ક્યારેય ભ્રમમાં ના રહો.આમપણ જેના વખાણ કોઇના કરે તે હંમેશાં પોતાના વખાણ કરે.તું તારી જાતને સુંદર માને છે તે સારી વાત છે બાકી...અને હા મારા લાઇફનો એક મકસદ છે ..."રનબીર બોલ્યો.કાયનાને ખુબ જ ગુસ્સો આવ્યો.

"અને એ શું ?" કાયનાએ ગુસ્સામાં પુછ્યું.

"પાસ થવાનું એ પણ સારા માર્કસ સાથે.પ્લીઝ કાયના મારી માઁનુ સપનું પુરું કરાવી દે...મને પાસ કરાવી દે."રનબીરે કહ્યું.

"હા પણ મહેનત કરવી પડશે.બાય ધ વે કેટલી ઓવર એકટીંગ કરે છે તું .રનબીર તને ભણવું બિલકુલ નથી ગમતું?"કાયના બોલી.

"ના સહેજ પણ નહીં.માંડમાંડ અહીં સુધી પહોંચ્યો છું."રનબીર

"તો તને શું કરવું ગમે છે? તારો ગોલ શું છે?"કાયનાએ કંટાળા સાથે પુછ્યું.

"મને મારી ફેવરિટ કારમાં લોંગ ડ્રાઇવ પર જવું ગમે,મને ડાયરી લખવી ગમે હું સેડ હોઉને ત્યારે મને મારી ડાયરી સાથે વાતો કરવી ગમે છે અને તારો શું ગોલ છે? તારા મોમડેડની જેમ પોલીસ ઓફિસર બનવાનુ?"

"ના ...છે મારું એક ડ્રીમ પણ તે એક સિક્રેટ છે જે મારા અને મારા ભાઇ સિવાય કોઇ નથી જાણતું પણ તે તું જરૂર જાણીશ ,હું તને મારા ડ્રીમથી રૂબરૂ કરાવીશ.

તને મારી બેસ્ટ ફ્રેન્ડ રીયાથી પણ મળાવીશ જે આજે રજા પર છે."કાયના બોલી.

તેટલાંમા કાયનાને કુશનો ફોન આવ્યો.

"કાયના,બેટા રનબીર આજથી આપણી સાથે આપણા ઘરે રહેશે.ડોન્ટ વરી મે તેના વિશે બધી જ ઇન્કવાયરી મારા આસિસ્ટન્ટને કરવા કહ્યું હતું અને રીપોર્ટ સારો છે.છોકરો સારો છે બધી પ્રકારની કુટેવોથી દુર છે.તે આપણી સાથે રહી શકશે.એક પ્રોબ્લેમ છે ખાલી ."કુશ બોલ્યો.
"એ શું ડેડી?"કાયના બોલી.

"પ્રિન્સેસ,તે છોકરો ભણવામાં સાવ ડમ છે એટલે કે ગુજરાતીમાં કહીએ તો ઠોઠ..તારે ખુબ જ મહેનત કરવી પડશે."કુશે કાયના જોડે સહાનુભૂતિ બતાવતા કહ્યું.

"આઇ નો ડેડી."કાયના બોલી.

"તો તું કહી દે તેને કે અગર તે કાલે કે આજે અહીં શિફ્ટ થવા માંગે તો."કુશે કહ્યું અને ફોન મુકી દીધો.

કુશ તેના ઘરે બેસેલો હતો.સામે ઘરના બધાં જ મેમ્બર બેસેલા હતાં.

"કુશ,આર યુ શ્યોર ? તું એક યુવાન અજાણ્યા છોકરાને ઘરે લાવી રહ્યો છે.આપણા ઘરમાં હાલના સમયે ચાર સુંદર છોકરીઓ છે."શ્રીરામ શેખાવતે પુછ્યું.જાનકીદેવીએ પણ તેમાં હામી પુરાવી.

"તે છોકરાની ઇન્કવાયરી કરાવી છે.તે વાત તો તમે સાંભળી જ ને અને તે સુંદર નવયુવાનને એટલે જ ઘરે લાવી રહ્યો છું કેમકે કાયનાની ગઇકાલે જ સગાઇ થઇ.પ્રિન્સીપાલ સરે તેને તેનું મેન્ટરીંગ સોંપ્યું છે.તે છોકરો ઠોઠ વિદ્યાર્થી છે.તેની પાછળ કાયનાનો પુરો દિવસ જતો રહેશે.અહીં આપણી નજર સમક્ષ રહેશે તે બન્ને પુરો દિવસ સાથે તો વાંધો ના આવે."કુશ બોલ્યો.

" અહીં ડેડીજી તમે તે રનબીરને મેથ્સમાં હેલ્પ કરી શકો છો.તમારું મેથ્સ ખુબ જસરસ છે અને લવનું ઇંગ્લીશ."કિનારાએ હસીને લવ સામે જોયું.

"હા એ તો છે.તો કાયનાની પણ મદદ થઇ જશે."જાનકીદેવી બોલ્યા.
"બાકી છોકરો ઓવરઓલ કેવો છે?"શ્રીરામ શેખાવતે હળવા અંદાજમાં પુછ્યું.

"હેન્ડસમ છે એકદમ આજકાલની છોકરીઓ કહેને તમે ક્યુટ છે."કિનારાએ કહ્યું તેની વાત સાંભળીને હંમેશાંની માફક જેલેસ કુશ ભડક્યો.

"એટલો પણ ક્યુટ નથી."કુશ અકળાઇને બોલ્યો.કિનારાને મનોમન હસવું આવ્યું.

કિનારા અને કુશે આજે ઓફ લીધેલો હતો.તો તેમને ડ્યુટી પર નહતું જવાનું.કિનારા રસોડામાં કઇંક કરી રહી હતી.કુશ અચાનક આવ્યો અને તેણે કિનારાને પાછળથી પકડી લીધી.તે તેની ગરદન પર તેને કીસ કરી રહ્યો હતો.

કિનારાએ ગેસ બંધ કર્યો અને કુશને દુર કર્યો.

"કુશ,શું કરે છે? તને પુરો સમય બસ રોમાન્સ જ સુઝે છે.કોઇ આવી જશે તો."કિનારા મોટી આંખો કરીને ધીમા અવાજે બોલી.

"ઓહો કિનારા,લવ ડ્યુટી પર ગયો છે,શિવાની ઓફિસ જવા નિકળી ગઇ,મોમ,ડેડ અને કિઆરા ગાર્ડનમાં વોક લે છે અને કિયા તેની બુક્સ લેવા ગઇ છે.કોઇ નહીં અાવે."કુશ આટલું કહી પાછો કિનારાને ગળે લાગી ગયો.

"કુશ અને તમારા કુંવર?"કિનારાએ પુછ્યું.

"તે આજ સવારથી અલગ જ દુનિયામાં છે.મારો દિકરો પોતાના પિતાના નકશાકદમ પર ડગ માંડી રહ્યો છે.તે સવારથી અદ્વિકા પાછળ લાગેલો છે."કુશ કિનારાને જોરથી પકડતા બોલ્યો.

"કુશ,મને કામ પતાવી લેવા દે."કિનારા બોલી.તેટલાંમાં કોઇનો આવવાનો અવાજ આવ્યો.

"કોઇ અાવે છે.તું એક કામકર બહાર કિચનની બાલ્કનીની બહાર સાઇડની પાળી પર ઊભો રહે ...જા જલ્દી."કિનારા બોલી.કુશ કિચનની બાલ્કનીની બહાર સાઇડની પાતળી પાળી પર ઊભો રહ્યો.

શિવાની અંદર આવી પણ કિનારા તેને જોઇને કઇં બોલી નહીં.તેને કિનારાનું આ વર્તન અજીબ લાગ્યું.તે પોતાનો લંચ બોક્સ લેવા આવી હતી.તેને મેઇલ પરફ્યુમની સુગંધ આવી.તેણે આસપાસ અને સ્ટોરરૂમમાં જોયું.તે બાલ્કનીની બહાર જોવા જતી હતી. કિનારા ડરીગઇ.

"શિવાની,તું અહીં શું જાસુસી કરી રહી છે? તને શું લાગે છે કે લવ છે અહીંયા?"કિનારા કુશને બચાવવા બોલી.

"મે ક્ય‍ાં લવનું નામ લીધું.લવ તો હમણાં જ નિકળી ગયો.કિનારા તું કઇંક તો છુપાવે છે અને શું તે હું જલ્દી જ બધાંની સામે લાવીશ આ મારી ચેલેન્જ છે.તે મારી જિંદગીમાં તકલીફો ઊભીકરી છે.હું તને શાંતિથી નહીં જીવવા દઉં." આટલું કહીને શિવાની જતીરહી.

તેના ગયાં પછી કુશ રસોડામાં આવ્યો.કિનારાની આંખમાં પાણી હતાં.તેણે તે આંસુ લુંછ્યાં અને કિનારાને પોતાના ગળે લગાવી.

"બધું ઠીક થઇ જશે.એક દિવસ એક એક કરીને બધાને પોતાની ભુલ સમજાશે.ફરીથી બધું પહેલા જેવું થઇ જશે.બાય ધ વે.આ પાળી પર ઉભા રાખવાની સજા તને બરાબર મળશે."આટલું કહીને કુશે બહાર જોયું કોઇ જ નહતું.રસ્તો સાફ દેખાતા.તેણે કિનારાને પોતાના બે હાથમાં ઉચકી અને તેના બેડરૂમમાં લઇને જતો રહ્યો.

અહીં કોલેજ ખતમ થઇ ગઇ હતી.કાયનાએ રનબીરને કુશ સાથે થયેલી વાત વિશે જણાવ્યું.તેણે રનબીરને પોતાના ઘરે રહેવાના કુશના નિર્ણય વિશે જણાવ્યું.રનબીર આજે જ તેમના ઘરે શિફ્ટ થવા તૈયાર હતો કેમકે તેણે હજી અમદાવાદથી આવીને પોતાનો સામાન અનપેક નહતો કર્યો.તે જે બાઇક લઇને આવ્યો હતો તે તેના કઝીનનું હતું.જે તે પાછું લઇ ગયો હતો.

"સો એસ પર યોર શેડ્યુલ આપણે હવે લાઇબ્રેરી જઇશું રાઇટ?" રનબીરે કાયનાને પુછ્યું.

"હા ચલ."આટલું કહી કાયના રનબીરને પોતાના એકટીવા પર બેસાડીને લાઇબ્રેરી લઇ ગઇ.ત્યાંથી તે લાઇબ્રેરીયન જાડે હાજરી પુરાવીને પાછળના રસ્તેથી બોલીવુડ ડાન્સ એન્ડ ડ્રામા એકડેમી માં લઇ ગઇ.

રનબીર આશ્ચર્યથી આ બધું જોઇ રહ્યો હતો.

શું શિવાની કુશ અને કિનારાનું આ રહસ્ય બધા સામે લાવી શકશે? કિઆન અને અદ્વિકાની દોસ્તી આગળ વધશે? રનબીર અને કાયના શું આ બે માઇનસ મળીને કઇ કમાલ કરી શકશે?શું લાગે છે તમને વાચકમિત્રો રનબીરને ભણાવવો તે કાયના માટે ઇઝી ટાસ્ક હશે કે મિશન ઇમ્પોસીબલ?

જાણવા વાંચતા રહો.Rate & Review

Kinnari

Kinnari 2 week ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Deboshree Majumdar
Kitu

Kitu 9 month ago

Abhishek Patalia

Abhishek Patalia 10 month ago