Wanted Love 2 - 12 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-12

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-12

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ભાગ-12

લવ શેખાવત શીના પાસે આવ્યો.શીનાના ચહેરા પર પરસેવો થયો હતો જે તેણે લુછી નાખ્યો.

"કિઆરા સલામત પહોંચી ગઇને તેને કોઇ પ્રોબ્લેમ તો નથી થયોને?"લવે પુછ્યું.

" હા તે ઠીક છે અને કાયનાની સગાઇનું ફંકશન સરસ રીતે ખતમ થઇ ગયું."શીના બોલી.

"અને અદ્વિકા?"લવે પુછ્યું.

"તે પણ ઠીક છે.બધાં તેનું ખુબ જ ધ્યાન રાખે છે."શીનાએ મોઢું બગાડીને કહ્યું.

"મોઢું કેમબગાડે છે?બાકી કરી દીધી કિઆરાએ કિનારાને બધી વાત.તને શું લાગે છે? કે કિનારા તારી મદદ કરશે? અને હવે જ્યારે કિઆરાએ બધું જણાવી દીધું હશે તો તું તેનું પરીણામ ભોગવવા તૈયાર થઇ જજે." લવે મોટા અવાજમાં કહ્યું.

"કશુંજ નથી કહ્યું."શીના બોલી.

"તો તે કિઆરાને એમ કેમ પુછ્યું કે તે કિનારાને વાત કરી કે નહીં."લવે પુછ્યું.

" મે કિઆરાને કિનારાને આઇ.પી.એસની તૈયારીમાં મદદ કરવા માટે પુછવા કહ્યું હતું."શીનાએ જવાબ આપ્યો.

"તો ઠીક." આટલું કહીને લવ બહાર જવા નિકળી ગયો.

"ક્યાં જાઓ છો?"શીનાએ પુછ્યું.જેના જવાબમાં લવ શીનાની પાસે આવ્યો તેના ગાલ પર કીસ કરી અને કહ્યું,

"જે સવાલનો જવાબ ખબર હોયને તે સવાલ ના પુછાય."લવ તેની સામે હસીને નિકળી ગયો.જતાં જતાં શીનાની આંખમાં આંસુ છોડી ગયો.

"હે ભગવાન,એક કિનારા જ છે જે મને આ મુશ્કેલીમાંથી બહાર કાઢી શકશે પણ મારી કેવી મજબુરી છે કે હું તેને કશુંજ કહી નથી શકતી.હે ભગવાન કોઇ એન્જલ તો મોકલ." શીનાએ ભગવાનની સામે હાથ જોડીને કહ્યું.

*********
અહીં રનબીર હજીપણ દયામણું મોઢું કરીને નીચે બેસેલો હતો.કાયનાએ કિનારા સામે જોયું.

"સર,એક મીનીટ હું મારી મમ્મી સાથે વાત કરવા માંગીશ."કાયના આટલું કહીને કિનારા સામે જોયું.

કિનારા અને કાયના બહાર ગયાં.

"મોમ,તું ખરેખર ઇચ્છે છે કે હું આ મેન્ટરીંગ કરું? કેમ કે તને તો હંમેશાંથી મારા પર ડાઉટ હતો.પુરા દિવસ તું મારી જાસુસી કરે,મારો મોબાઇલ ચેક કરે."કાયના મોઢું બગાડીને બોલી.

"હા, કાયના મને કોઇ વાંધો નથી કે તું આ મેન્ટરીંગ કરે.આમા તારો પણ ફાયદો જ છે કે તારું સ્ટડી પાક્કુ થશે અને તે છોકરાનું પણ ભલું થશે."કિનારા બોલી.તે કાયનાના પોતાના માટેના આ વિચારોથી દુખી હતી.

"મોમ એક વાર ફરીથી વિચારી લે કદાચ મારેતેની સાથે પુરો દિવસ વિતાવવો પડે.પછી તું કે કબીર મને એમ ના કહો કે તું પુરો દિવસ તેની સાથે જ વિતાવે છે."કાયના બોલી.

"હા કાયના મને કે કબીર કોઇને પણ વાંધો નથી.કબીર પણ ખુલ્લા વિચારો ધરાવે છે.ચલ હવે અંદર."આટલું કહીને કિનારા કાયનાને અંદર લઇ ગઇ.

"સર,કાયના તૈયાર છે."કિનારા બોલી.

"થેંક યુ મેમ."રનબીર કિનારા પાસે જઇને તેનો હાથ પકડતા બોલ્યો.તેની આંખો જોઇને તેને જાણે કોઇની યાદ આવી ગઇ.

"વેલકમ બેટા." કિનારા બોલી.

"પ્રિન્સીપાલ સર,મને એક હેલ્પ જોઇએ છે.સર મને એક ઘર રેન્ટ પર લેવું છે.અત્યારે હું મારા એક કઝીનના ઘરે છું પણ મારે જલ્દી જ પીજી કે પોતાનું ઘર જોઈએ છે."રનબીર બોલ્યો.તેની વાત સાંભળીને કુશ વિચારમાં પડી ગયો.કઇંક નિશ્ચય કર્યો.

"રનબીર,અમે તને મદદ કરીશું તેમાં.હું તને સાંજ સુધીમાં જણાવું.હું કાયનાને કહી દઇશ તે તને મારો મેસેજ જણાવી દેશે."કુશ બોલ્યો.

" ઓ.કે થેંક યુ સર."રનબીર બોલ્યો.

"વેલકમ બેટા,સર અમે રજા લઇએ."આટલું કહીને કુશ અને કિનારા ત્યાંથી નિકળી ગયાં.

"કુશ,તું શું વિચારી રહ્યો છે? તારા મગજમાં કઇંક ચાલી રહ્યું છે."કિનારા બોલી.

"કિનારા,આજે મને આપણી પહેલી મુલાકાત યાદ આવી ગઈ.આ જ રીતે તે મને રોકીના મારથી બચાવ્યો હતો અને મારી સ્ટડીમાં હેલ્પ કરી હતી."કુશ બોલ્યો.

"હા એ તો છે."કિનારા

"કિનારા,હું નથી ઇચ્છતો કે કાયના અને રનબીર યુ નો વોટ આઇ મીન ટુ સે...તો મે એક નિર્ણય લીધો છે."કુશ બોલ્યો.

"અને એ શું છે?"કિનારાએ પુછ્યું.

"રનબીર આપણી સાથે આપણા ઘરે રહેશે."કુશે પોતાનો નિર્ણય જણાવ્યો.

અહીં પ્રિન્સીપાલ સરની કેબીનમાં.

"તો કાયના રનબીરને હેલ્પ કર.તેને કોલેજ બતાવ.હા એક વાત તમારું ધ્યાન ભણવા સિવાય બીજી વાતોમાં ના ભટકવું જોઇએ.યુ નો વોટ આઇ મીન ટુ સે."પ્રિન્સીપાલ સર બોલ્યા.

"યસ સર." બન્ને એકસાથે બોલ્યા.


રનબીર અને કાયના બહાર ગયાં.
"ચલ રનબીર,પહેલા તને કોલેજ બતાવું."આટલું કહીને કાયના રનબીરને કોલેજ બતાવવા લઇ ગઇ.

"રનબીર,તને ભણવાનું કેટલું આવડે છે અને તારું લાસ્ટ રિઝલ્ટ શું હતું?"કાયનાએ કોલેજ બતાવતા કહ્યું.

"કાયના,સાચું કહું તો મને ભણવામાં કોઇ જરસ નથી.અહીં સુધી હું માંડ માંડ પહોંચ્યો છું પણ આ ફાઇનલ વર્ષમાં હું સારા માર્કસ સાથે પાસ થવા મ‍ાંગુ છું.જસ્ટ ફોર માય મોમ.તું મને હેલ્પ કરીશને?"રનબીરે કહ્યું.

"હા પણ તારે ખુબ જ મહેનત કરવી પડશે.મંજૂર છે? હું જેમ કહું તેમ અને હા તેના માટે તારે તારો બધો સમય મને આપવો પડશે.ના છુટકે તને મારે મારી લાઇફનું એક મોટું સિક્રેટ કહેવું પડશે."કાયના બોલી.

"તારી બધી વાત મંજૂર બસ તું મને પાસ કરાવી દે."રનબીર બોલ્યો.

"હા એક વાત કહે કે શરત સાંભળી લે."કાયના બોલી.

"શું ?"રનબીરે પુછ્યું.

જો હું કમીટેડ છું ગઇકાલે જ મારી સગાઇ થઇ છે તો તું પ્રેમબ્રેમના ચક્કરમાં ના પડતો."કાયનાએ કહ્યું
રનબીર હસી પડ્યો.

"ડોન્ટ વરી..મને સારા માર્કસથી પાસ થવાથી જ મતલબ છે.લેટ્સ મેક અ ડીલ તું મારું ડ્રીમ પુરું કરવામાં મારી મદદ કર અેન્ડ આઇ પ્રોમિસ કે હું તને હેલ્પ કરીશ તારું ડ્રીમ પુરું કરવામાં."રનબીરે કહ્યું.

"ઓ.કે.ધેન ફ્રેન્ડ્સ !?"કાયનાએ રનબીર સામે હાથ લંબાવતા કહ્યું.રનબીરે કાયનાનો હાથ મજબુતીથી પકડી લીધો.કાયના અને રનબીરને એક અલગ જ અનુભુતી થઇ અને શરૂ થઇ ગઇ એક નવી દોસ્તી અને થઇ એક નવા સંબંધની શરૂઆત.

*********

અહીં કિઆરા અને અદ્વિકા તેમના રૂમમાં હતાં.અદ્વિકા કિઆરા સાથે તેના રૂમમાં રહેતી હતી.

"કિઆરા,તે કિનારા આંટીને બધી વાત કેમ ના કરી? કે શીનાઆંટી અને તારા પર શું વિતે છે?"અદ્વિકાએ પુછ્યું.

"શું કહું ? અને કયા મોઢે કહું?અને કહીને શો ફાયદો છે? અહીં બધા અને ત્યાં ડેડી બધાજ બધી વાત માટે કિનુમોમને દોષ આપતા હતા અત્યારસુધી અને આ બધું કોઇ બીજાને ખબર પડશે તો કુશડેડુ અને કિનુમોમના રીલેશનને દાદી જ ખતમકરી દેશે.દાદી કહેશે કે આ બધું પણ કિનુમોમના કારણે થયું છે."કિઆરા દુખી થઇને બોલી.અદ્વિકાએ તેને સાંત્વના આપી તેટલાંમાં કિઆન રૂમમાં આવ્યો.

"હેલો ગર્લ્સ,હાઉ આર યુ બોથ?"કિઆને પુછ્યું બન્નેને પણ તેનું ધ્યાન માત્ર અદ્વિકા પર હતું. સાદી ગ્રીન કલરની કુરતી અને ચુડીદાર,તેનો ગોરો ચહેરો, કાળી કાળી અને મોટી મોટી આંખો,તેના કમર સુધીના લાંબા સિલ્કી વાળ એક તરફ આગળ કરેલા હતાં.કિઆન તેની સાથે વાતકરવા માંગતો હતો પણ કિઆરા આવી ત્યારથી એક મીનીટ તેને એકલી નહતી છોડી રહી.તેણે કિઆરાને અહીંથી દુર કરવાનો એક રસ્તો વિચાર્યો.

"કિઆરા,દાદી બોલાવે છે તને ગાર્ડનમાં."કિઅાને ગપ્પું માર્યું.

"અચ્છા!!?"કિઆરા કિઆનનું ગપ્પું સમજી ગઇ હતી.

"હા સાચે ,એ જ તો કહેવા આવ્યો હતો તને."કિઆન બોલ્યો.

"ચલ અદ્વિકા."કિઆરા આટલું કહીને અદ્વિકાનો હાથ પકડીને ઊભી થઇ અને કિઆન ગભરાઇ ગયો.તેનો પ્લાન તો ઊંધો પડ્યો.
"અરે એટલે તને એકલીને બોલાવી છે.બની શકે તારી સાથે કઇંક પર્સનલ વાતો કરવી હોય અને આ શું તારી સહેલી કોઇ નાની છોકરી છે કે તેને આમ હાથ પકડીને સાથે લઇ જાય છે.મારી સાથે અહીં એકલી બેસસે તો હું કઇ ખાઇ નહી જાઉં તેને."કિઅાન બોલ્યો.તેની વાત સાંભળીને અદ્વિકાને હસવું આવ્યું.તે મનોમન હસી.તે જ્યારથી કિઆનને મળી હતી ત્યારથી સમજી ગઇ હતી કે કિઆન તેને પસંદ કરવા લાગ્યો હતો.

"સારું હું જાઉં છું પણ જો આ વાત ગપ્પું હસે તો તું ગયો કિઆન."કિઆરા આટલું કહીને જતી રહી.કિઅાને રાહતનો શ્વાસ લીધો.અદ્વિકા અને કિઅાન હવે રૂમમાં એકલા હતાં.અદ્વિકા કિઆન સાથે વાત કરવાની જગ્યાએ એક નોવેલ લઇને વાંચવા લાગી.

"હાય..અદ્વિકા."કિઅાન આટલું માંડ બોલી શક્યો.એકચ્યુલી તે ગઇકાલ પુરી રાત ઊંઘી ના શક્યો.તેણે કેટલું વિચારી રાખ્યું હતું કે તે અદ્વિકા સાથે કેટલી બધી વાતો કરશે.

"હાય કિઆન...તમને વાંધો ના હોય તો હું આ બુક કમ્પલીટ કરી લઉં?બહુ જ ઇન્ટરેસ્ટીંગ છે."અદ્વિકા તેની સામે જોયા વગર બોલી.

"હા કરી લો..બાય ધ વે રોમેન્ટિક નોવેલ છે?"કિઆને પુછ્યું.

"હા રોમેન્ટિક થ્રીલર.."અદ્વિકાએ શોર્ટમ‍ાં જવાબ આપ્યો.

"તમને બીજું શું ગમે?"કિઆને પુછ્યું.

"કોઇ મને વાંચતી હોઉ અને ડિસ્ટર્બ કરે તે બિલકુલ ના ગમે.એકદમ શાંતિ જોઇએ જ્યારે હું વાંચતી હોઉ."અદ્વિકાએ કિઅાનને ઇનડાયરેક્ટલી ત્યાંથી જવા કહ્યું.કિઆન નિરાશ થઇ ગયો પણ એમ તે આસાનીથી થોડો માને એમ હતો તે કુશનો દિકરો હતો.તેણે કઇંક વિચાર્યું તે ઊભો થયો દરવાજા પાસે જઇને અટક્યો અને બોલ્યો,

"મને નહતી ખબર કે કિઆરાની દોસ્ત આટલી ડરપોક હશે કે એક છોકરા સાથે ખાલી નોર્મલ વાત કરતા પણ ડરે.એ પણ એટલું બધું કે વાંચવાની એકટીંગ કરે છેલ્લી દસ મીનીટથી જે ઊંધી બુક વાંચે છે એટલે કે વાંચવાનું નાટક કરે છે."કિઆનની વાતો પર અદ્વિકા ગભરાઇ ગઇ અને બુક સીધી કરી.
કિઆન તેની સામે ફર્યો અને તેણે એક સ્વિટ અને ક્યુટ સ્માઇલ આપી.અદ્વિકાએ પોતાના વાળ પાછળ કરતા તેની સામે ખચકાઇને જોયું.કિઆન સાથે નજર મળતા જ તેણે પોતાની આંખો નીચે કરી લીધી.

"હું રોકાઉ કે જઉં?"કિઅાને પુછ્યું તે અદ્વિકાના જવાબની રાહ જોઇ રહ્યો હતો.અદ્વિકાએ તેની સામે ચોંકીને જોયું.


શું કારણ છે લવ શેખાવતનું આ બદલાયેલા વર્તનની પાછળ? તેવી તો શું વાત છે કે જે શીના અને કિઆરા કિનારાને કહેવા માંગે છે પણ કહી નથી શકતાં?રનબીરનું આગમન કબીર અને કાયનાનાં સંબંધમાં શું વળાંક લાવશે? રનબીરનું આગમન કાયનાને કબીરની નજીક લઇ જશે કે દુર?અદ્વિકા અને કિઆન દોસ્ત બની શકશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Dr Kinjal Shah

Dr Kinjal Shah 2 week ago

Kinnari

Kinnari 2 week ago

Bhart sadhu

Bhart sadhu 2 month ago

Vishwa

Vishwa 3 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago