Wanted Love 2 - 10 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-11

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-11

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨
ભાગ-11

કુશ-કિનારા,કાયના,પ્રોફેસર મેમ અને પ્રિન્સીપાલ સર બહાર આવ્યાં. તે કેબિનની બહાર રેલિંગ પાસે આવીને ઊભા રહ્યા. ગેટ પાસે મોટું ટોળું જમા થયેલું હતું, ગેટ પાસે બે બાઇક નીચે પડેલ હતા અને એક છોકરો નીચે પડેલો હતો. હિયા અને અંશુ બાઇક પરથી ઉતર્યા. અંશુ અને હિયાને જોઇને કાયનાના દિમાગમાં ઘંટી વાગી પ્રિન્સીપાલ સર કઇ બોલે કોઈને કઇ કહે તે પહેલા તે કઠેડો વીજળીની ઝડપે કૂદીને કાયના ગેટ તરફ દોડી. ગેટ થોડો દુર હતો અને રસ્તામાં ફુલ અને છોડ હતાં.

કાયનાની પાતળી લાંબી કોટી એક ઝાળી ઝાંખરામાં ફસાઇને ફાટી ગઇ. તે તેણે કાઢી નાખી. તે હવે ઓફશોલ્ડર કુરતીમાં હતી. તેનો આ અંદાજ જોઇને કુશ અને કિનારાને આઘાત લાગ્યો.

"કુશ, આ કાયનાને શું થયું ? તે આમ અચાનક કેમ ભાગી? “કિનારાએ કુશને પૂછ્યું

"હિયાને જોઇને.સોરી પણ આ વાત મારે કરવી નહોતી પણ હવે તમારી સામે આવી ગઇ છે તો કહી જ દઉં કે હિયા અને કાયનાનો છત્રીસનો આંકડો છે. તેમનો ઝગડો કોલેજના પહેલા વર્ષથી ચાલુ છે.

તેમની લાસ્ટ ફાઇટ લાસ્ટ વિક પહેલા થઇ હતી, જેમા કાયનાએ હિયાને હાફ ટકલી કરી નાખી હતી.ખુબ જ ગુસ્સાવાળી છે તમારી દિકરી ,ગુસ્સો તો નાક પર જ હોય છે પણ હ્રદયની ખુબજ જ સારી છે. તમે પ્લીઝ તેને કઇ કહેતા નહીં. આ વાત તમારી અને મારી જ વચ્ચે રાખજો. “પ્રિન્સીપાલ સરે જવાબ આપ્યો.કાયનાના આ રૂપથી અજાણ કુશ અને કિનારા પહેલા તો ચોંકયા અને પછી હસ્યાં.

"મને એમ જ થતું હમેશાં કુશ,કે આપણી દિકરી અને આટલી શાંત? “કિનારા બોલી.

"હા સાચે, આ તો આપણા કરતા પણ એક કદમ આગળ નીકળી ગુસ્સામાં.” કુશ બોલ્યો.

"પેલી બિચારી છોકરીને હાફ ટકલી કરી નાખી. “કિનારા પોતાનું હસવું રોકી નહોતી શકી રહી.

"હા ધીમેધીમે કાયનાની મનની વાત જાણીને આપણે તેને તારી નજીક લાવી શકીશું તેની ગેરસમજ દુર કરીને. “કુશે આટલું કહીને કિનારાનો હાથ પકડ્યો. તેમણે પ્રિન્સીપાલ સરને શાંતિથી ઊભા રહી આગળ શું તમાશો થાય છે તે જોવા કહ્યું.

કાયના ગેટ પાસે પહોંચી અને હિયાનો હાથ પકડીને મરોડ્યો.

"તું તારી હરકતોથી બાઝ નહી આવે. આ બિચારા છોકરાને ટક્કર મારી દીધી અને નીચે પાડ્યો ઉપરથી તેની પર ઘાંટા પાડો છો અને અંશુ તું ,બાઇક ચલાવતાં ના આવડતું હોય તો નહીં ચલાવવાની.” કાયના આટલું કહીને પહેલા બાઇક ઊભું કર્યું અને ધીમેધીમે તે છોકરા તરફ આગળ વધી, તેણે પોતાનો હાથ તેની તરફ લંબાવ્યો.

"હેલો મિસ્ટર ,આર યુ ઓ. કે?" કાયનાએ હાથ લંબાવતા પુછ્યું.તે છોકરાએ કાયના તરફ જોયું અને તેનો હાથ પકડીને ઊભો થયો. કાયના તેને અને તે કાયનાને એક ક્ષણ માટે જોઇ રહ્યા.
આ દ્રશ્ય જોઈ રહેલા કુશ અને કિનારાની આંખો પહોળી હતી આશ્ચર્યથી ,તેમને તેમની પહેલી મુલાકાત યાદ આવી જે કઇંક આવી જ રીતે થઇ હતી. તેમણે એકબીજાની સામે જોયું.

પાંચ ફુટ દસ ઇંચ હાઇટ,રૂપાળા અને ઘઉંવર્ણાની વચ્ચેનો રંગ ,બોડી એકદમ પરફેક્ટ જીમમાં બનાવેલું,વાળ નોર્મલ કરતાં થોડા વધારે લાંબા અને વિખરાયેલા પણ તે તેને સુટ કરતા હતા,ચહેરા પર દાઢી થોડીક વધેલી હતી જે સેટ નહતી કરેલી. તે કાયનાની સામે હસ્યો,તેનું સ્માઇલ આકર્ષક હતું. કાયના પણ હસી તેની સામે. તેણે તેનું બેગ લઇને ખભે લટકાવ્યું.તે હેન્ડસમ લાગી રહ્યો હતો.

"હેય, યુ આંધળાઓ દેખાતું નથી? એક તો રોંગ સાઇડમાં આવો છો અને આટલું ફાસ્ટ બાઇક ચલાવો છો.” તે બોલ્યો.

"એય તું અમને ઓળખતો નથી. અમારી સાથે મગજમારીમાં ના ઉતરીશ.નહીંતર બહુ જ ભારે પડશે. તારી હાલત ખરાબ થઇ જશે.” અંશુ બોલ્યો.

"ઓહો યે નહીં કરના થાં.રનબીર સે પંગા પડેગા મહેંગા.આજ સુધી ઘણાબધા મળ્યા હશે તને પણ રનબીર પહેલી વાર મળ્યો. આજે તારો ભ્રમ અને હાડકાં એકસાથે જ તૂટશે.” રનબીર બોલ્યો. રનબીર પટેલ. કાયના તેની વાતો સાંભળીને ખુશ થઇ.
તેણે તેનો હાથ પકડીને રોક્યો.

"હેય રનબીર, સ્ટોપ પ્રીન્સી સર જોવે છે અને પ્રોફેસર્સ પણ. મારીશ તો તું જ મુસીબતમાં પડીશ.આ લોકો આમ નહીં માને. તેમને અલગ સ્ટાઇલમાં પાઠ ભણાવવો પડશે.” કાયનાએ બોલી. રનબીર અને કાયનાની નજર એકસાથે નીચે પડેલી પતંગની દોરી પર ગઇ. તે બન્નેએ એકબીજાની સામે જોયું અને હસ્યાં. રનબીર બુટની દોરી બાંધવાનું બહાનું કરીને નીચે નમ્યો અને દોરી લીધી.

"હવે સાઇડમાં ખસો અને જવા દો.“ અંશુ પોતાની બાઇક પર બેસતા બોલ્યો. હિયા પણ તેની પાછળ બેસી ગઇ. આટલી વારમાં કાયનાએ એકબાજુ અને રનબીરે બીજી બાજુએ તે દોરીના છેડા બાંધી દીધા. પતંગની દોરી હોવાના કારણે તે મજબુત હતી અને તેનો કલર આછો હોવાથી તે દુરથી દેખાઈ રહી નહતી.

ફુલસ્પીડમાં આવતા અંશુ અને હિયાને તે દોરી પહેલા દેખાઈ નહીં અને દેખાઈ ત્યાં સુધી ખુબ જ લેટ થઇ ગયું હતું. દોરી બાઇકમાં ફસાઈ ગઇ અને શોર્ટ બ્રેક મારવાના કારણે બાઇક હવામાં ફંગોળાયુ સાથે અંશુ અશું અને હિયા ઉછળીને બગીચાના કીચડ વાળા ભાગમાં પડ્યાં.તેમનું પુરું મોઢું કીચડ વાળું હતું અને હાથ પગમાં ઈજા હતી.

કાયના અને રનબીરે એકબીજાને હસીને તાલી આપી. આ દ્રશ્ય દેખી રહેલા અન્ય બધા પણ હસી રહ્યા હતાં. જેમાં કુશ-કિનારા પણ હતાં. પ્રિન્સીપાલ સર અને તે મેડમ સિવાય.
"સર, આ તો કાયનાથી પણ એક કદમ આગળ છે અને તમે ચીટીંગ કરીને બધી ચિઠ્ઠીમાં રનબીરનું નામ લખીને કાયનાને તેનું મેન્ટરીંગ આપ્યું. આ બન્ને સાથે મળીને તો કોલેજને માથે લેશે.” પ્રોફેસર મેડમ બોલ્યા.

"ના ના તેવું કઇ નહીં થાય. એક તો આ રનબીર ભણવામાં સાવ ડફોળ છે તો કાયનાનો બધો ફ્રી ટાઇમ તેને ભણાવવામાં જ જશે અને બીજું બે માઇનસ મળીને પ્લસ બનાવે છે તે હંમેશા યાદ રાખજો. એક દિવસ આ બે માઇનસ મળીને કમાલ કરી દેશે.” પ્રિન્સીપાલ સર બોલ્યા.

અહીં કાયના રનબીર પાસે આવી.

"નાઇસ મીટીંગ યુ રનબીર. આઇ એમ કાયના.” કાયનાએ હાથ લંબાવ્યો.

"સેઇમ હિયર,મારી મોમ કહે છે કે હું મારા જેવો દુનિયામાં એક જ ક્રેક અને ક્રેઝી પીસ છુ,માસ્ટર પીસ પણ બોસ તું તો બિલકુલ મારા જેવી જ છો. ક્રેઝી અને ક્રેક.” રનબીરે હાથ મિલાવતાં કહ્યું.

"હા એ તો છે, પ્લસ ગુસ્સાવાળી.” કાયના હસી. રનબીરનું ધ્યાન કાયનાના ખુલ્લા ખભા પર હતું .તેણે પોતાનું જેકેટ કાઢીને આપ્યું.

"કાયના, આ પહેરી લો.” રનબીરની વાત પર કાયનાને આશ્ચર્ય થયું પણ તેણે તેની વાત માનીને તે પહેરી લીધું.
"કાયના, મને પ્રિન્સીપાલ સરની કેબિન તરફ લઇ જશો?” રનબીરે પૂછ્યું.

"હા ચલો,મારે પણ ત્યાં જ જવાનું છે.” કાયના અને રનબીર સાથે ચાલીને આવી રહ્યા હતાં. જેમને કુશ અને કિનારા જોઇ રહ્યા હતાં.

તે બન્ને પ્રિન્સીપાલ સરની કેબિનમાં આવ્યાં.

"રનબીર દિકરા, તું ઠીક છો ને ? તને બહુ વાગ્યું નથીને?” પ્રિન્સીપાલ સરે પૂછ્યું.

"ના સર ,હું ઠીક છું. સર તે લોકો રોંગ સાઇડમાં બાઇક ચલાવીને આવતા હતા એ પણ સ્પીડમાં તેટલે મારું ધ્યાનના રહ્યું અને ટક્કર થઇ ગઇ.” રનબીર બોલ્યો.

"એક વાત મને ના સમજાઇ,તે લોકો કઈ રીતે પડ્યાં ?"પ્રિન્સીપાલ સરે પૂછ્યું જેના જવાબમાં કાયના અને રનબીર એકબીજાની સામે જોવા લાગ્યાં અને મોઢું એવું કર્યું કે અમને શું ખબર?

"વેલ ,કાયના આ છે રનબીર પટેલ. જેનું મેન્ટરીંગ આજથી તું કરીશ. આ લાસ્ટ યર છે અને લાસ્ટ એકઝામ પતે ત્યાં સુધી તું તેને ભણાવીને એટલો પાક્કો કરી દઇશ કે તેનું રિઝલ્ટ સરસ આવે.” પ્રિન્સીપાલ સર બોલ્યા.

રનબીર અને કાયનાએ એકબીજાની સામે જોયું
"કાયના, હું સેકન્ડ યરમાં એકવાર ફેઈલ થયેલો છું અને આ વર્ષે હું ઇચ્છું છું કે હું ના માત્ર પાસ થઉં પણ સારા માર્કસ સાથે પાસ થઉં. મારી મોમે મને બહુ આશા સાથે મોકલ્યો છે અહીં. સાંભળ્યું છે કે આ કોલેજનું રિઝલ્ટ ધ બેસ્ટ છે પુરી મુંબઇમાં અને તેમાં પણ તું તો ટોપર છે કાયના. પ્લીઝ મને હેલ્પ કર.

મને પાસ કરાવી દે. હું તારો આ ઉપકાર જિંદગીભર નહીં ભુલુ.” આટલું કહીને રનબીર કાયનાના પગે પડ્યો. કાયનાએ મોઢું બગાડ્યું .તેને આજે પ્રિન્સીપાલ સર પર ખુબ જ ગુસ્સો આવી રહ્યો હતો. જે કુશ અને કિનારાના ધ્યાનમાં હતું. કુશ અને કિનારા થોડા સ્તબ્ધ હતાં કેમ કે આ જ રીતે તેમની પહેલી મુલાકાત થઇ હતી અને આ જ રીતે તેમનું પણ મળવાનું થતું હતું અને તે પ્રેમમાં પડ્યાં હતા.


રનબીરની નજર કાયના પર હતી.તેને કાયનાના જવાબની રાહ હતી.

* * *

અહીં માંડવીમાં શ્રીરામ શેખાવતની હવેલી એમ જ અડીખમ હતી. નોકર-ચાકર હજી પણ તે હવેલીની શાન એવી જ હતી. રસોડામાં મહારાજ પાસે રસોઇ બનાવડાવી રહેલી શીનાનો ફોન અચાનક વાગ્યો.તેણે પાછું ફરીને જોયું.

શીનાના ચહેરા પર તે જ ચમક અને સુંદરતા હતી.આખીબાયનું બ્લાઉઝ અને સુંદર બાંધણીની સાડીમાં તે એક અલગ જ શીના લાગી રહી હતી. જે શીના કોલેજમાં મોર્ડન વસ્ત્રોમાં સજ્જ થઇને રહેતી. તે આજકાલ માત્ર પરંપરાગત પરિધાન જ પહેરતી હતી.

તેના ચહેરા પર તે સુંદર હાસ્યનું સ્થાન એક ગંભીરતા ભર્યા ચહેરાએ લીધું હતું.હંમેશાં તે માત્ર ગંભીર જ દેખાતી. તેણે આવીને પોતાનો ફોન ઉપાડ્યો.

"કિઆરા મારી વહાલી દિકરી, કેવો રહ્યો તારી કાયના દીદીની સગાઇનો પ્રસંગ?મમ્મીજી અને પપ્પાજી અમને યાદ કરતા હતાં? કિનારા પૂછતી હતી મારા વિશે? તે કિનારાને વાત કરી?બોલને બેટા.” શીના એકસાથે બોલી ગઇ.

"ઓહો મમ્મા,શાંત.બધાં જ તને અને પપ્પાને યાદ કરતા હતાં અને મમ્મા હજી મને આવ્યા એક જ દિવસ થયો છે હું કઇ રીતે કિનુ મોમને બધું કહું ?"કિઆરાએ પોતાની મુંઝવણ રજુ કરી.

"હા સારું, જેટલું જલ્દી થાય તેટલું જલ્દી કિનારાને બધું જણાવી દેજે અને હા અદ્વિકા ઠીક છેને?તેનું ધ્યાન રાખજે.” શીનાએ કહ્યું.

"હા મમ્મા ,અદ્વિકા ઠીક છે.મમ્મા,તું ચિંતા ના કર એક વાર હું આઇ.પી.એસની એકઝામ આપીને પાસ થઇ જઉં.બસ પછી બધું જ ઠીક થઇ જશે." કિઆરા બોલી.

તેટલામાં શીનાને સીડી ઉતરીને લવ શેખાવત આવતો દેખાયો તે બોલી,

"ચલ હું ફોન મૂકી રહી છું. તારા પપ્પા આવે છે.” આટલું કહીને શીનાએ ફોન મુકી દીધો.

લવ શ્રીરામ શેખાવત, લવ મલ્હોત્રાનો જોડિયા મોટોભાઇ અને જાનકીદેવીનો વહાલો દિકરો. ચહેરા પર તેવું જ તેજ, તેવી જ ચમક અને તેમાં શોભા વધારી રહેલી મરોડદાર મુંછો.સિલ્કનો સફેદ ઝભ્ભો અને તેવું જ ચૂડીદાર તેના શરીર પર ખુબ જ શોભી રહ્યા હતાં.

તે નીચે ઉતરીને શીના પાસે આવ્યો. શીના ફોન મુકીને તેની સામે જોવા લાગી.

શું રનબીરના આવવાથી કાયનાનાં જીવનમાં ઉથલપાથલ થશે? કાયના રનબીરને સારા માર્કસ સાથે પાસ કરાવવાની ચેલેન્જ સ્વીકારશે? લવ અને શીનાનું બદલાયેલું આ રૂપ,શું તેનું કારણ કિનારા સાથે જોડાયેલું છે?

જાણવા વાંચતા રહો

Rate & Review

Kinnari

Kinnari 3 week ago

Vishwa

Vishwa 3 month ago

Daksha Dineshchadra
Jinu Kapuriya

Jinu Kapuriya 9 month ago

Deboshree Majumdar