Wanted Love 2 - 10 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-10

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-10ગોઠણ સુધીના ઓફ શોલ્ડર ડ્રેસમાં કાયના હવે રીલેક્ષ ફીલ કરી રહી હતી.સીટ પુશબેક કરીને માથું સીટ પર ટેકાવીને તે ખુબ જ રીલેક્ષ ફીલ કરી રહી હતી અને કારમાં વાગી રહેલું હળવું રોમેન્ટિક સંગીતે કાયનાનો પુરા દિવસનો થાક ઉતારી દીધો.કાયનાના મોર્ડન કપડાંમાં અલગ પડી રહેલી તેના હાથની કોણી સુધીની મહેંદીમાંથી જે સુગંધ આવી રહી હતી અને તેના ડીઓની ખુશ્બુ કબીરને મદહોશ કરી રહી હતી.

તેણે હકથી કાયનાનો હાથ પકડ્યો એ પણ મજબુતીથી અને તેને પોતાના હોઠ પાસે લઇ જઇને તેને ચુમ્યો.તેના હાથમાંથી અાવતી મહેંદીની સુગંધ તેણે પોતાના લાંબા શ્વાસની સાથે અંદર લીધી.

"ઓહ કાયના,એક વાત કહું?કબીર ગાડી ચલાવતા બોલ્યો.

"હા કહો."પોતાનો હાથ છોડાવતા કાયના બોલી.

"કાયના,થેંક યુ મને પણ ખુબ જ સારું લાગી રહ્યું છે.આમ તારી સાથે આ લોંગ ડ્રાઇવ પર આવીને.તું,મારી ફેવરિટ કાર,આ રોમેન્ટિક વાતાવરણ અને રોમેન્ટિક સોંગ્સ.આ બધું મને પ્રેમમાં પાડી રહી છે."કબીર બોલ્યો અને કાયના માત્ર હસી.

"અચ્છા,મને પણ સારું લાગી રહ્યું છે આ લોંગ ડ્રાઇવ પર આવીને પણ મને પ્રેમમાં પાડવી અઘરું કામ છે.મને પ્રેમ શબ્દ પર વિશ્વાસ નથી રહ્યો."કાયના બોલી.

"કાયના,ક્યાં જઇશું?"કબીરે પુછ્યું.

"કબીર, દરિયાકિનારે લઇ લેને.મારી પ્રિય જગ્યાએ.આ એક જ પ્રેમ છે મારા જીવનમાં."કાયના બોલી.કબીરે હકારમાં માથું હલાવીને કાર દરિયાકિનારે લીધી.કાર પાર્ક કરીને તે બન્ને દરિયાકિનારે આવીને બેસ્યા.મોડીરાત થઇ ગઇ હોવાના કારણે ખુબ જ ઓછા લોકો હતાં.કાયના દરિયો જોઇને પાગલ થઇ ગઇ જાણે.દરિયાના મોજામાં રમતી,રેતીમાં મહેલ બનાવતી જાણે કે તેન ૩ વર્ષની નાની કાયના બની ગઇ જે માંડવીના દરિયાકિનારે રોજ રમતી.

કબીર તેમના માટે ભેળ લઇને આવ્યો.

"આ તારે ખાવું હોય, તો તારા ભાગવાના ચક્કરમાં આટલી બધી વસ્તુઓ હતી ખાવા માટે પણ આ જ ખાવું પડશે હવે કેમ કે બીજું તો કઇ હતું નહીં."કબીર બોલ્યો.કાયનાએ ભેળ લઇ લીધી.તે બન્ને રેતી પર બેસી ગયા એકબીજાની બાજુમાં.કાયનાનો હાથ કબીરે પકડી લીધો.

"કાયના,આઇ નો આ બહુ જલ્દી થશે પણ હું તને કઇંક કહેવા માંગુ છું પણ હું શું કરું પહેલી વારથી તને જોઇને ત્યારથી હું તારી સાથે પ્રેમમાં પડી ગયો હતો અને થોડા દિવસ જે બહાર મળ્યા.તેમાં આ વાત ફાઇનલ થઇ ગઇ કે આઇ લવ યુ.

મને ખબર છે કે તું હજી મને પ્રેમ નથી કરતી પણ હું રાહ જોઇશ કે તું સામેથી આવીને મને આઇ લવ યુકહે."આટલું કહીને તેણે કાયનાનો ચહેરો પોતાના બે હાથ વડે પકડીને તેને ચુંબન કર્યું.

"સોરી.તારી પરમીશન વગર તને કિસ કરી."કબીર બોલ્યો.

કાયના શાંત હતી.તેને કશુંજ બોલવું નહતું.

"કબીર,ઇટ્સ ઓ.કે.તમે બહુ સારા છો.કદાચ બેસ્ટ છો મારા માટે ,પણ મે જેમ પહેલા કહ્યું હતું.મને સમય આપો.આપણે રોજ મળીશું તો મને પણ તમારી સાથે જલ્દી જ પ્રેમ થઇ જશે."કાયનાની વાત પર કબીરને હસવું આવ્યું.

"ઓ.કે." કબીર બોલ્યો.કાયના અને કબીર ક્યાંય સુધી બેસી રહ્યા એકબીજા સાથે વાતો કરી.રાતના એક વાગવા આવ્યાં તે વાતનું પણ તેમને ધ્યાન ના રહ્યું.

"ઓહ માય ગોડ કાયના ,લુક એટ ઘ ટાઇમ.ઘરે જઇએ પણ પહેલા કપડાં તે ક્યાં બદલીશ?"કબીરને અચાનક સમયનું ભાન થતાં બોલ્યો.

કાયનાએ તે ફ્રોકની ઉપર જ પોતાનું સગાઇનું ગાઉન પહેરી લીધું.તે બન્ને જાનકીવીલામાં ગયાં.જ્યાં ડ્રોઇંગરૂમમાં બધાં તેમની રાહ જોઇને સીરીયસ થઇને બેસેલા હતાં.કબીરને ટેન્શન થઇ ગયું અને તેણે કાયના સામે જોયું.કાયનાએ ઇશારો કર્યો કે તે સંભાળી લેશે.

"હા તો તમે આટલું બોરીંગ પગે લાગવાનું બે કલાક સુધી કરાવો તો કોઇ માણસ શું કરે ભાગે નહી તો?"કાયના બોલી તો ગઇ પણ ડર તો તેને પણ લાગતો હતો.

બધાંએ એકબીજાની સામે જોયું અને પછી હસ્યાં.

"ભારે કરી તમે લોકો તો પોતાની જ સગાઇમાંથી ભાગી ગયાં.કોઇ વાંધો નહીં.કાયના જા બેટા કપડાં બદલી લે.કબીર તું મારી સાથે આવ મારે તારી સાથે વાતો કરવી હતી."કુશનું આટલું બોલતા જ કબીર અને કાયનાએ રાહતનો શ્વાસ લીધો.

કુશ કબીરને પોતાના બેડરૂમમાં લઇ ગયો અને દરવાજો અંદરથી લોક કર્યો.સામે બેસેલી કિનારાને જોઇને તેને આશ્ચર્ય થયું.

"બેસ કબીર,કઇંક એવી વાત કહેવી હતી તને કે મારા ,કિનારા સિવાય માત્ર એક જ વ્યક્તિ જાણે છે."કુશે આટલું કહીને તેને બેસાડ્યો.

કુશે તેને પોતાના અને કિનારાના સંબંધ વિશેનું સત્ય જણાવ્યું.તેમનું આ નાટક કરવાનું કારણ પણ જણાવ્યું.

"વાઉ,અંકલ ગ્રેટ તમે કાયના માટે થઇને ખુબ મોટું પગલું લીધું છે.આઇ પ્રોમિસ કે હું કાયનાની અને કિનારાઆંટીના વચ્ચેનું અંતર દુર કરીને જ રહીશ પણ તેવું તો શું બન્યું હતું કે કાયના તમારાથી આટલી દુર થઇ ગઇ." કબીરે પુછ્યું.

" કબીર ,તે વાત પણ તને ધીમેધીમે જાણવા મળી જશે."કુશે કહ્યું.

કબીર તેના પરિવાર સાથે ત્યાંથી જતો રહ્યો.અહીં કિઆરા અને અદ્વિકા પણ અહીં જ રોકાયેલી હતી.કિયા તેના રૂમમાં હતી અને અદ્વિકા ગેસ્ટરૂમમાં.કિયા અને કાયનાનું બોન્ડીંગ ઓછું હતું જેનું એક કારણ કિનારા સાથે કિયાનું બોન્ડીંગ,કાયનાની જાસુસી કરવી અને બીજું કિયાનો તેની મમ્મી જેવો જેલેસ સ્વભાવ કિયા હંમેશાં કાયનાને મળવાવાળા મહત્વથી જલતી તે આ વાત બહાર બધાને નહતી દેખાડતી.

જ્યારે કિઆરા એક પ્યોર હાર્ટેડ ગર્લ એટલે કે સાફ હ્રદયવાળી છોકરી હતી.તે મોટાભાગે શાંત રહેતી.હા કિનારાની જેમ આઇ.પી.એસ બનવું તેનું સ્વપન હતું.કિઆરા આજે કાયનાની સાથે તેના બેડરૂમમાં સુઇ ગઇ હતી.તે બન્નેને માંડવીનો દરિયાકિનારો જોડીને રાખતો હતો.

કાયનાએ તેને સગાઇ કરવાનું અર્ધસત્ય જણાવ્યું કેમકે તેના ડ્રીમવાળી વાત એટલેકે કોરીયોગ્રાફર બનવાના સ્વપન વિશે તેને ના કહ્યું.તેણે આજે દરિયાકિનારે બનેલી ઘટના વિશે પણ તેને કહ્યું.

"કિઆરા,તેણે મને કિસ કરી પણ મને તેવો કોઇ જ અહેસાસ ના થયો કે જ્યારે તેણે મારો હાથ પકડીને ચુમ્યો ત્યારે પણ મને કઇજ ના લાગ્યું.શું હું તેને પ્રેમ કરી શકીશને?"કાયનાએ પુછ્યું.

"હા દીદી,તમે તમારા રીલેશન જે જસ્ટ શરૂ થયું છે તેને સમય આપો."કાયનાને કિઆરાની આ વાત યોગ્ય લાગી.

બીજા દિવસે સવારે કાયના તૈયાર થઇ ગઇ કોલેજ જવા.તેણે બ્લેકજીન્સ તેની પર પેરોટગ્રીન કલરની ઓફશોલ્ડર કુરતી અને તેની પર એક પતલી કોટી જેવું પહેર્યુ હતું.કિનારા અને કુશને પણ તૈયાર થયેલા જોઇ તેને આઘાત લાગ્યો.

"કાયના,પ્રિન્સીપલ સરે અમને મળવા માટે બોલાવ્યા છે.તો અમે પણ તારી સાથે આવી રહ્યા છીએ."કુશ બોલ્યો.

"પણ કેમ?"કાયનાને ફાળ પડી.

"એ તો પ્રીન્સીપલ સર જ જાણે કાયના જઇશું?"કિનારા બોલી.

કાયના ડરી ગઇ સાથે તેને પ્રીન્સીપલ સર પર ગુસ્સો આવ્યો.

"પ્રીન્સી સર,અગર તમે મારો ભાંડો ફોડ્યો કે મારી કમ્પલેઇન કરીને તો તેમના ઘરમાં આજે મહાભારત થશે."કાયના મનોમન બોલી.તે મંદિરમાં ગઇ આ એક જ એવી જગ્યા હતી જ્યાં તે નાટક નહતી કરતી.તેણે આંખો બંધ કરીને સ્તુતિ બોલી અને માથું નમાવ્યું.મંદિરમાં ભગવાનને ચઢાવેલું ફુલ તેના માથે પડ્યું જાણે કે ભગવાન તેને આશિર્વાદ આપતા હોય.તે ફુલ તેણે બન્ને આંખો પર લગાવીને પોતાની કોલેજબેગમાં મુકી દીધું.

કિનારા,કુશ અને કાયના પ્રીન્સીપલ સરની કેબિનમાં આવ્યા.પ્રીન્સીપલ સર કુશ અને કિનારાનું સ્વાગત કર્યું.તે ત્રણેય પ્રીન્સીપલ સરની સામે બેસ્યા.તે મેડમ પણ ત્યાં જ હાજર હતાં.તે ખુબ જ ખુશ જણાતા હતાં.તેમના ચહેરા પર એક વિજયી સ્મિત હતું.જે કાયના સમજી ગઇ હતી.તે સમજી ગઇ કે આજે તે ફસાવવાની છે.
"કુશ સર અને કિનારા મેમ,થેંક યુ ફોર કમીંગ.અમે એજ વાતની પરમીશન લેવામાટે આપને બોલાવ્યા છે.એઝ યુ નો કાયના ખુબ જ ઇંટેલીજન્ટ છે અને યુનીવર્સીટી ટોપર છે.તો અમને તેની મદદ જોઇતી હતી."પ્રીન્સીપલ સર બોલ્યા.

" કેવી મદદ ?" કુશે પુછ્યું.

"સર,અમારી કોલેજમાં દસ સ્ટુડન્ટ્સ,સ્ટુડન્ટ્સ એક્સચેન્જ પ્રોગ્રામમાં આવવાના છે આજથી.અમારી કોલેજમાંથી પણ દસ સ્ટુડન્ટ્સ જવાના છે.આ બધા એ સ્ટુડન્ટ્સ છે જેમનું સ્ટડી ખુબ જ વિક છે.તે દસ સ્ટુડન્ટ્સ જે આજે આવવાના છે તેને તેમના ક્લાસના ટોપર મેન્ટર કરશે અને તેમનું રીઝલ્ટ ઊંચું લાવશે.તો અમે ઇચ્છતા હતા કે કાયના તેમાંથી એક સ્ટુડન્ટને મેન્ટરીંગ કરે."પ્રોફેસર મેમ બોલ્યા.

"તો તેના માટે તમારી પરમીશન જોઇતીહતી.આનાથી કાયનાને એક સર્ટિફિકેટ મળશે અને તેનું પણ તેટલું ભણવાનું પાક્કું થશે."પ્રીન્સીપલ સર બોલ્યા.

"યસ અફકોર્ષ અમારી પરમીશન છે." કુશ અને કિનારા એકસાથે બોલ્યા.કાયના હવે ફસાઇ ગઇ હતી.તે કશુંજ બોલી શકે એમ નહતી હા બોલવા સિવાય.

"કાયના,તો આ બાઉલમાં તે દસ સ્ટુડન્ટ્સના નામ છે દસ ચિઠ્ઠીમાં લખેલા.તું એક ચિઠ્ઠી ઉપાડ."પ્રોફેસર મેમ બોલ્યા.

કાયનાએ તેમની સામે ખુન્નસથી જોયું અને ભગવાનનું નામ લઇને એક ચિઠ્ઠી ઉપાડી.તેણે પ્રાથના કરી કે કોઇ રિયા જેવી સીદીસાદી છોકરીનું નામ આવે તો તેને સરળતા રહે.કાયનાએ ચિઠ્ઠી ઉપાડી અને પ્રીન્સીપલ સરને તે આપી.તે ચિઠ્ઠી પ્રીન્સીપલ સરે ખોલી તેનું નામ વાંચ્યુ અને તેની ડીટેઇલ કોમ્પ્યુટરમાં ખોલી.

"કાયના,શું જોરદાર પેર બની છે એક સુપર ઇન્ટેલીજંટ અને એક સુપર ડમ સ્ટુડન્ટ.ઓલ ધ વેરી બેસ્ટ કાયના.આની પાછળ તો તારે ખુબ જ મહેનત કરવી પડશે."પ્રીન્સીપલ સર બોલ્યા.તે અને તે પ્રોફેસર મેમ ખુશ થય‍ા.

"નામ શું છે તેનું ?"કિનારા અને કુશે પુછ્યું.

તેટલાંમાં જ એકજ જોરદાર ધડાકો થયો અને અવાજ આવ્યો.

"હે ભગવાન,આ શું થયું ?"કિનારા બોલી.

'લાગે છે એક્સીડન્ટ થયો છે.ચલો જલ્દી જોઇએ."આટલું કહીને કુશ ઊભો થયો.તેની પાછળ બધા જ બહાર નિકળ્ય‍ાં.

બહાર ગેટ પાસે ટોળું જામેલું હતું.ગેટ પ્રીન્સીપલ સરની કેબિન પાસેથી દેખાતો હતો.

ક્રમશઃ
આગળ જાણવા વાંચતા રહેજો.

Rate & Review

Kinnari

Kinnari 3 week ago

Nita

Nita 2 month ago

Vishwa

Vishwa 3 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Daksha Dineshchadra