Wanted Love 2 - 9 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-9

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-9


કાયનાને કઇંક અલગ અનુભવાઇ રહ્યું હતું પણ શું ? તે સમજી નહતી શકતી.

કિયા અને કિઆને પણ પોતાની કાયના દીની સગાઇના અવસર પર સુંદર ડાન્સ પરફોર્મન્સ આપ્યું.

અહીં જાનકીદેવી એક ખુણામાં રીસાઇને બેસેલા હતા અને શ્રીરામ શેખાવત તેમને મનાવી રહ્યા હતાં.

"આ બધો કિનારાનો જ વાંક છે.મારો લવ બિચારો નાનપણથી મારાથી દુર હતો.હું કિનારાની આભારી છું કે તેણે મને તમે અને લવ પાછા મેળવી આપ્યા પણ મારો લવ દુર પણ તેના જ કારણે થયો છે.

આજે કાયનાની સગાઇના અવસર પર પણ લવ કે શીના નથી આવ્યા.મારી કિઆરા તેને જોવા પણ મારી આંખો તરસી ગઇ છે."જાનકીદેવી રોષમાં બોલ્યા.

"જાનકીદેવી,જે થવાનું હતું તે થઇ ગયું તેના માટે કિનારાને કે કોઇને દોષ દેવાથી કશુંજ બદલાઇ નથી જવાનું અને આટલા શોર્ટ ટાઇમના નોટિસમાં તે લોકો બિચારા કઇરીતે અાવે.કામ કાજ હોય કે નહીં તેમના અને કિઆરા આઇ.પી.એસની તૈયારી કરે છે કોલેજની સાથે તે તમને નથી ખબર."શ્રીરામે તેમને કહ્યું.

"હા તોફ્લાઇટમાં છેવટે કિઆરા તો આવી જ શકતી હતીને.એક વાત કહું તમે ભલેકિનારાનો બચાવ કરો પણ એક વાતતો સત્ય છે કે આપણા ઘરમાં જેટલા પણ સંબંધ બગડ્યાને તે કિનારાનો જ પ્રતાપ છે.

આ જો કુશ અને કિનારા એક સમયે તે બન્ને એકબીજાના ગાઢ પ્રેમમાં હતા આજે પ્રેમમાં હોવાનું નાટક કરે છે જેથી દુનિયા તેમના સંબંધની સત્ય હકિકતના જાણે."જાનકીદેવી એકબીજાને ચિપકીને બેસેલા કુશ અને કિનારા તરફ ઇશારો કરતા કહ્યું.

અહીં કુશને ફાવતું મળી ગયું હતું.આજે તે કોઇપણ ડર વગર કિનારા સાથે રોમાન્સ કરી શકતો હતો કેમકે આજે દુનિયા આગળ તેમના સંબંધની સત્ય હકીકત બહારના આવે એટલે જાનકીદેવીએ જ તેમને પ્રેમમાં હોવાનું નાટક કરવા કહ્યું હતું.

"કુશ,સ્ટોપ ઇટ.તું પરિસ્થિતિનો ફાયદો ઉઠાવી રહ્યો છે.ક્યારનો મને ચિપકીને બેસી ગયો છે અને આ શું કરે છે.મારી કમર પરથી તારો હાથ હટાવ."કિનારાએ કંટાળીને કહ્યું.સગાઇ પત્યા પછીથી કુશ માત્ર કિનારા સાથે રોમાન્સ કરવામાં લાગેલો હતો.

"નહીં હટાવું.શું કરીશ? હું તારો પતિ છું અને આજે મને ગોલ્ડન ચાન્સ મળ્યો છે."આટલું કહીને તેણે તેની ફરતે પોતાની પકડ મજબુત બનાવી.જે દુરથી જોઇ રહી કિયાને હસાવી ગઇ.

"લાગે છે કે આ લવબર્ડઝ અને પેલા નવા બનેલા લવબર્ડઝને કોઇ ચાન્સ તો આપવો પડશે જેનાથી તે ખુલ્લમખુલ્લા રોમાન્સ કરી શકે."કિયા સ્વગત બોલી.

તેણે માઇક હાથમાં લીધું અને બોલી

"લેડિઝ એન્ડ જેન્ટલમેન,એટેન્શન પ્લીઝ.આજે કાયના દી અને કબીરજીજુની સગાઇના આ અવસર પર બધાએ પોતાના તરફથી સુંદર ડાન્સ પરફોર્મન્સ આપ્યું અને ખુબ જ એન્જોય કર્યું પણ જ્યાં સુધી આ હોલમાં હાજર બે લવબર્ડઝની જોડી પરફોર્મન્સ નહીં અાપે ત્યાં સુધી આ સેલિબ્રેશન અધુરુ રહેશે.

સો આઇ રિકવેસ્ટ કુશડેડુ અેન્ડ કિનુ મોમ અને કાયના દી અને કબીરજીજુ ટુ કમએન્ડ ડાન્સ ઓન વન વેરી રોમેન્ટિક સોંગ જે કિનુ મોમનું ફેવરિટ છે."

કિયાના આ એનાઉન્સમેન્ટથી સ્પોટલાઇટ કાયના કબીર અને પછી કિનારા સાથે રોમાન્સમાં મશગુલ એવા કુશ પર પડી.તે લોકો ચોંક્યા.
"આ ડાન્સ પરફોર્મન્સ આપવું મારું કામ નથી કાયના.એ તો તારું કામ છે.મારી સાળી તો બહુ દોઢ ડાહી નિકળી."કબીર ટેન્શનમાં આવી ગયો.
કાયનાએ ગુસ્સામાં તેની સામે જોયું.

"હા સાચી વાત છે.બહુ દોઢ ડાહી છે.ચલ હવે હું છું ને ડોન્ટ વરી.હું જેમ કહું તેમ કરજે."કાયના આટલું બોલી તેનો હાથ પકડીને તેને ડાન્સ કરવા લઇ ગઇ.

ગીત વાગ્યુ.
સુનો ના સંગેમરમર કી યે મિનારે,
કુછ ભી નહીં હૈં આગે તુમ્હારે,
આજ સે દિલ પે મેરે રાજ તુમ્હારા...તાજ તુમ્હારા...
સુનો ના સંગેમરમર કી યે મિનારે,
કુછ ભી નહીં હૈં આગે તુમ્હારે,

બીન તેરે મધ્યમ મધ્યમ સી ચલરહી થી ધડકન,
જબ સે મીલે તુમ હમેં
આંચલ સે તેરે બંધે દિલ ઊડ રહા હૈં
સુનો ના આસમાનો કે યેહ સિતારે
કુછ ભી નહીં હૈં આગે તુમ્હારે

ગીત વાગી રહ્યું હતું કુશ અને કિનારાના ડાન્સ પરથી સાફ લાગતું હતું કે તે બન્ને એકબીજાના ગાઢ પ્રેમમાં હતાં.એકબીજાની આંખોમાં જોઇને પોતાના પ્રિય ગીત પર ડાન્સ કરવામાં તે બન્ને એટલા ખોવાઇ ગયા હતાં કે આસપાસ કોઇ છે તે તેમને ભાન જ નહતું.

અહીં કબીરની હાલત કફોડી હતી.તેને ડાન્સનો ડી પણ નહતો આવડતો.કાયનાએ તેનો હાથ પકડ્યો અને તેને પોતાની કમર પર મુક્યો.કબીરને જાણે કે ચારસો ચાલીસ વોટનો ઝટકો લાગ્યો.તે હવે હિપ્નોટાઇઝ થઇ ગયો હતો.તેને માત્ર કાયના જ દેખાતી હતી.તે ડાન્સ નહતો કરી રહ્યો પણ પોતાને પહેલો પ્રેમ થયો છે તેના અહેસાસમાં ઝુમી રહ્યો હતો.કાયનાના ઇશારા પર નાચી રહ્યો હતો.તેણે ડાન્સ કરતાં કરતાં કાયનાને પોતાના ગળે લગાવી દીધી.અહીં કુશે પણ કિનારાને પોતાના ગળે લગાવી દીધી.

ગીત તો પતી ગયું હતું પણ આ લોકો હજી એમ જ હતા.લોકોની તાળીઓ અને ચીચીયારીઓથી તે ભાનમાં આવ્યાં જાણે.
અહીં લવ અને શીવાનીના મનમાં એક જ સવાલ ચાલતો હતો કુશ અને કિનારાને જોઇને કે શું તે રોજ કરતાં હતા તે નાટક હતું કે આ જે કરી રહ્યા છે તે નાટક છે?

ડાન્સ પતી ગયો અને લાઇટો ચાલું થઇ પણ આ શું લાઇટો ફરીથી બંધ થઇ ગઇ અને સ્ટેજ પર સ્પોટલાઇટ પડી.ફરીથી એક ગીત વાગ્યું.બે સુંદર છોકરીઓએ ડાન્સ કર્યો.બધાની આંખો ખુશી અને આશ્ચર્ય સાથે પહોળી થઇ ગઇ.તેમનું પરફોર્મન્સ પતતા જ પુરો પરિવાર દોડીને તેમની પાસે ગયો.

"કિઆરા,મારી દિકરી સો વર્ષની થઇશ હમણાં જ તને યાદ કરી."જાનકીદેવી કિઆરાને ગળે લાગ્યા.કિઆરા લવ અને શીનાની એકમાત્ર દિકરી.તે બધાને મળી,કાયના અને કબીરને ગળે મલીને તેમને અભિનંદન આપ્યા.છેલ્લે કિનારા અને કુશ પાસે ગઇ.

"કિનુ મોમ,આઇ મીસ્ડ યુ સો મચ."કિઆરા આટલું કહીને તેને ગળે મલી.કિયાની જેમ તે પણ કિનારાને ખુબ જ પ્રેમ કરતી હતી.

"કુશ ડેડુ,કિઆનભાઇ."

"કિઆરા,આ કોણ છે તારી સાથે?"જાનકીદેવીએ બધાંના મનનો સવાલ પુછ્યો.

"દાદી, આ અદ્વિકા( advika)છે મારી ફ્રેન્ડ તે અહીં મારી સાથે મુંબઇ ફરવા આવી છે."આટલું કહી તેણે અદ્વિકાની ઓળખ આપી.વડિલોને પગે લાગી અને બાકી જોડે હાથ મિલાવી અંતે અદ્વિકા કિઆન પાસે આવી.

"અદ્વિકા,આ મારાથી અમુક જ મહિના મોટો ભાઇ કિઆન છે પણ આ વાતનો તે બહુ રોફ જમાવે છે."આટલું કહીને તેણે કિઆન અને અદ્વિકાની ઓળખ કરાવી.કિઆન,તે સમુદ્ર જેવી ભુરી આંખો અને સુંદર ચહેરાને જોવામાં ખોવાઇ ગયો કે તેનો હાથ તેણે પકડી રાખ્યો જે અદ્વિકાએ માંડ માંડ છોડાવ્યો.જે કિનારાએ જોયું.

"મિ.શેખાવત, દિકરીની સાથે હવે તો તમારો દિકરો પણ ગયો."આટલું કહીને કિનારા કુશ સામે જોયું.

"હા લાગે છે ઘરના એકમાત્ર કુંવરને પ્રેમ થઇ જશે." કુશ ધીમેથી બોલ્યો.તે બન્ને એકસાથે હસ્યાં.

સ્ટેજ પર સામાન્ય રીતે સગાઇ પતી ગયા પછી વડિલો આવે શુભેચ્છા આપે અને નવું યુગલ તેમને પગે લાગીને આશિર્વાદ લે.આ વીધી છેલ્લા એક કલાકથી ચાલી રહી હતી અને કાયના હવે ભયંકર બોર થઇ રહી હતી.તેટલાંમાં માંડ તેમને બેસવાનો ચાન્સ મળ્યો.

"કબીર,હવે હદ થઇ.હવે હું પગે નહીં લાગું આટલી કમર તો મને સળંગ બે કલાક નાચવાથી પણ નથી દુખી."કાયના કંટાળીને બોલી.

"તો શું કરીશું? ના પાડી દઇએ ભઇ હવે મારા મેડમની કમર દુખે છે.પ્લીઝ કોઇ સ્ટેજ પરના આવતા કે પછી ભાગી જઇએ?"કબીર મોઢું બગાડીને બોલ્યો.કાયના તેની વાત પર ખુશ થઇ ગઇ.

"બેસ્ટ આઇડીયા."કાયના ખુશ થતાં બોલી.

"શું ?"કબીર ભડક્યો.

"ભાગી જઇએ.એ કબીર ચલને મને બહાર લોંગ ડ્રાઇવ પર લઇ જાને."કાયનાની વાત સાંભળીને કબીર ભડક્યો.

"જા જા કેવી વાતો કરે છે? આપણી સગાઇ છે અાજે.આ લોકો આપણા માટે આવ્યા છે."કબીર અકળાયો.

"હા તો ?તું મને આપણી સગાઇના દિવસે ના પાડીશ? એક તો તે મને ગિફ્ટ પણ નથી આપી."કાયનાએ ઇમોશનલ બ્લેકમેઇલ કરવા રોતુ મોં કરીને કીધું જે જોઇને કબીર સો ટકા પિગળી ગયો.

"હા,ઠીક છે જઇશું કઇ રીતે?"કબીરે પુછ્યું.

"જો ધીમેધીમે એકએક સ્ટેપ આગળ લેવાનું બધાને મળતા જવાનું અને છેલ્લે ગેટ સુધી પહોંચીને ભાગી જવાનું લોંગ ડ્રાઇવ પર."કાયના બોલી.તેનીઆ માસુમીયત પર કબીર પાગલ થઇ ગયો.

કબીર અને કાયના સ્ટેજ પરથી ઉતર્યા અને ધીમેધીમે બધાને મળતા મળતા ગેટ સુધી પહોંચ્યા અચાનક જાનકીદેવીનું ધ્યાન તેમના પર ગયું અને તે બોલ્યા ,
"કાયના બેટા,ત્યાં શું કરે છે? અહીં આવ ઘરે જવાની હજી વાર છે."

"ભાગ કબીર."આટલું કહીને કાયના કબીરનો હાથ પકડીને તેમની સામે જ ભાગી ગઇ.જાનકીદેવીને અત્યંત આઘાત લાગ્યો.તેમણે આ બાત બધાને જણાવી તેમને પણ આશ્ચર્ય અને આઘાત લાગ્યો.

"હા તો ઠીક છે.કબીર સાથે જગઇ છેને અને આમપણ તમે છેલ્લા બે કલાકથી તેને પગે લગાવડાવીને થકવી દીધી હશે બિચારીને"શ્રીરામ શેખાવત બોલ્યા.જાનકીદેવીએ ગુસ્સા સાથે કિનારા સામે જોયું જાણે આ તેમના કારણે થયું હતું.કિનારાએ એ ગુસ્સો કુશ પર ટ્રાન્સફર કર્યો.

"આમા મારો શું વાંક છે? તારા મોમનો પ્રોબ્લેમ શું છે કુશ?"કિનારા ગુસ્સામાં હતી અને કુશ તેને શાંત કરી રહ્યો હતો.

તેટલાંમાં પ્રીન્સીપલ સર કુશ અને કિનારા પાસે આવ્યાં.

"કોન્ગ્રેચ્યુલેશનસ મિ એન્ડ મીસીસ શેખાવત." પ્રીન્સીપલ સર બોલ્યા.

"ઓહ થેંક યુ સર.થેંક યુ ફોર કમીંગ."કુશે હાથ મીલાવ્યો.

"મિ એન્ડ મીસીસ શેખાવત,આવતીકાલે તમારે બન્નેએ મને મળવા કોલેજ આવવાનું છે.મને કાયનાના વિશે આપને કઇંક વાત કરવી હતી."પ્રીન્સીપલ સરે કહ્યું.

"ઓહ ઓલ ઓ.કે સર? કાયનાએ કઇં ગડબડ કરી છે?"કિનારા ચિંતામાં આવી ગઇ.

"અરે ડોન્ટ વરી,કાલે આવો કાયનાની સાથે એટલે શાંતિથી વાત કરીએ.ચલો હું રજા લઉં."આટલું કહીને પ્રીન્સીપલ સર બગડ્યાં.

તેમણે ઘડિયાળમાં ટાઇમ જોયો અને બોલ્યા.
"કાયના,હવે આ સમયથી હવે મારો સમય શરૂ થાય છે.તને સાચા રસ્તા પર લાવીને જ રહીશ કેમ કે એન્જલ ઇઝ ઇન ધ સીટી."

અહીં કાયના વોશરૂમમાં ગઇ અને તેણે ચેન્જ કર્યા કપડાં.ઘુંટણ સુધીના ફ્રોકમાં તે ક્યુટ લાગતી હતી.

"લેટસ ગો કબીર."આટલું કહીને કબીરનો હાથ પકડીને કાયના ગાડીમાં બેસી ગઇ.

શું કુશ અને કિનારાનો સંબંધ બધાની સામે આવી જશે?કાયના અને કબીરના આમ સગાઇછોડીને ભાગી જવાથી ઘરમાં શું હલચલ થશે?કિઆન અને અદ્વિકાની કહાની આગળ વધશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 3 week ago

Vishwa

Vishwa 3 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Tejal Vachhani

Tejal Vachhani 9 month ago

Daksha Dineshchadra