બધાં દોડીને નીચે આવી ગયાં પર સૌથી ખરાબ હાલત તો કુશ અને કિનારાની હતી.કુશ કિનારાના રૂમમાં હતો.બધાં નીચે ઉતરી ગયાં.કુશ ફરીથી બારીની બહાર પાતળી પારી પર ચાલીને પોતાના રૂમમાં ગયો અને પછી નીચે આવ્યો.
નીચે આવેલા બધાની હાલત ખરાબ હતી.બધાં સખત ઊંઘમાં હતાં.સામેવાળી વ્યક્તિને જોઇને તેમની ઊંઘ ઉડી ગઇ.તે નટખટ,ચુલબુલી,બબલી અને લવ મલ્હોત્રાની એટલે કે પોતાના પિતાની માફક એકદમ ખુબસુરત કિયા હતી.
"કિયા,વોટ ઇઝ ધીસ?કેવી ફાળ પડી અામ ચીસો પડાય?"કાયના થોડા ગુસ્સામાં બોલી.
" સોરી દી.પણ શું કરું બધાને એકસાથે જગાડવાનો આ એક જ રસ્તો હતો." કિયાએ માસુમ ચહેરો બનાવીને કાન પકડ્યા.
જાનકીદેવી અને શ્રીરામ શેખાવતને પગે લાગી પછી તે તેના મમ્મી પપ્પાને ગળે લાગી.છેલ્લે તે કિનારા પાસે ગઇ.
"કિનુ મોમ,આઇ મિસ્ડ યુ સો મચ.લવ યુ."આટલું કહીને તે કિનારાને ગળે લાગી.શીવાનીને આ વાત ખુબ જ ચચરી.લવના ચહેરા પર સ્માઇલ હતું.જે શીવાનીથી સહન ના થયું.
"હું આજે કાયના દી સાથે સુઇ જઇશ.દી તમે જાઓ હું આવું છું અને હા દી સુઇના જતા મારે વાતો કરવી છે."કિયા બોલી.
રૂમમાં હવે માત્ર કિનારા ,કુશ અને કિયા હતી.
"હેય લવબર્ડસ,કેવો ચાલે છે તમારો ચુપ ચુપ કે રોમાન્સ?"કિયા એ કિનારાને અને કુશને પુછ્યું.
"બહુ જ મસ્ત.એવું લાગે છે કે અમે કોલેજીયન છીએ અને આમ છુપાઇ છુપાઇને રોમાન્સ કરવો ઇઝ સો એક્સાઇટીંગ."કુશ બોલ્યો.
"કુશ ડેડુ, કાયના દીની સગાઇ આઇ કાન્ટ અંડરસ્ટેન્ડ.
અને તમારી વચ્ચે સ્થિતિ સુધરી કિનુ મોમ?"કિયા
કુશ અને કિનારાએ કાયનાની સગાઇનો સમગ્ર કિસ્સો જણાવ્યો.
"ઓહ.ડોન્ટ વરી કિનુ મોમ.હું કાયના દી સાથેથી જાણવાની કોશીશ કરીશ."આટલું કહીને કીયા કાયનાના રૂમમાં જતી રહી.જેવી તે રૂમમાં આવી કાયના મનોમન બબડી.
"આવી ગઇ મારી મોમની ચમચી,હવે આ સગાઇકરવાનું કારણ જાણવાની કોશીશ કરશે."
"હાય દી."આટલું કહીને તે કાયનાની બાજુમાં સુઇ ગઇ.
"દી,આઇ એમ સો એક્સાઇટેડ કે તમારી સગાઈ છે.બટ તમે આટલી જલ્દી સગાઇ અને લગ્ન કરશો એ વાત મારી સમજમાં ના આવી."કિયાએ પુછ્યું.
"કબીર ઇઝ નાઇસ બોય.આઇ લાઇક હીમ સો મે હા પાડી.તેનો આટલી નાની ઊમંરમાં પોતાનો બિઝનેસ છે વેલસેટ અને ફ્રી માઇન્ડેડ ફેમેલી છે.હી ઇઝ હેન્ડસમ."કાયનાએ કીધું.
"બસ આ જ કારણ છે?"કિયા.
"યસ અફકોર્ષ.બીજું શું હોઇ શકે ?ચલ સુઇ જા."આટલું કહીને કાયના સુઇ ગઇ.
કિયાના આવવાથી ઘરમાં રોનક છવાઇ ગઇ હતી.કાયના ઘરમાં લગભગ શાંત જ રહેતી હતી.શીવાનીના ચહેરા પર તે દિવસે રહસ્યમય સ્માઇલનું કારણ તે હતું કે તે હવે પોતાના અને લવની વચ્ચે આવેલું અંતર કિયાના મારફતે દુર કરી શકશે.કાયનાની સગાઇને હવે ત્રણ દિવસ બાકી હતા.ઇન્વીટેશન કાર્ડ છપાઇ ગયા હતા.કુશે પોતાની લાડકવાયી દિકરીની સગાઇ માટે ખુબ જ જોરદાર તૈયારી કરી હતી.
"કાયના,આ ઇન્વીટેશન કાર્ડ તારા કોલેજના ફ્રેન્ડસ ,પ્રોફેસર અને પ્રીન્સીપલ સર માટે.આપી દેજે."કુશે કહ્યું.
કાયના તે ઇન્વીટેશન કાર્ડની થેલી લઇને તે કોલેજ આવી પણ પ્રોબ્લેમ એક જ હતો કે પુરી કોલેજમાં લગભગ બધા તેના સારા ફ્રેન્ડ્સ હતા.અચાનક તેનું ધ્યાન હિયા અને તેની સાથે ઊભેલા છોકરા પાસે ગયું તે અશુંમાન હતો.
હિયાને હાફ ટકલી કર્યા પછી તેણે માથાના બધા વાળ કઢાવી નાખ્યા હતા.તે માથે એક કેપ પહેરીને આવતી.કાયના તેની પાસે ગઇ હસીને બોલી,
"હાય હિયા,તું તો પુરી ટકલી થઇ ગઇ.વીગ પહેરવાની જગ્યાએ આમ ટોપી કેમપહેરી છે? અને અશુંમાન તે આ ટોલીને ગર્લફ્રેન્ડ બનાવી લીધી?"કાયના બોલી.
"આ એટલા માટે કાયના કે મને હરપળ યાદ રહે કે મારે તારી સાથે કેવો ખતરનાક બદલો લેવાનો છે.અા બધાં દ્રારા મારી જે હસી ઉડાવવામાં આવે છે તે મને યાદ દેવડાવશે કે મારે તને બરબાદ કરવાની છે અને હા અંશુમાન અેન્ડ મી આર ડેટીંગ.બાય ધ વે સાંભળ્યું છે કે તું સગાઇ કરી રહી છો.કોન્ગ્રવચ્યુલેશન્સ.મારી બેડ વીશીશ તારી સાથે છે કે તું ક્યારેય ખુશ ના રહે અને હંમેશાં સાચા પ્રેમ માટે ભાગતી ફરે."હિયાની આંખ અને મોઢામાંથી અંગારા નિકળતા હતા.
કાયના તેના પગ પર પોતાની હાઇ હિલ્સ જોરથી મારી અને તે જ પગથી તેને અંડગી આપી નીચે પાડીને થેંકયુ કહીને પ્રીન્સીપલ સરની કેબિનમાં ગઇજ્યાં તે બધા પ્રોફેસર્સ સાથે મીટીંગ કરી રહ્યા હતાં.તે પરમીશન માંગ્યા વગર અંદર આવી.પ્રોફેસર તેની પર આમ પરમીશન વગર આવવા ના કારણે બગડ્યાં.
"કાયના,તને મેનર્સ નથી?પ્રીન્સીપલ સરની કેબિનમાં આમઅવાય?"તે દિવસે કાયનાને લેટર સાઇન કરાવવા વાળા મેમ બોલ્યા.
"ના નથી,કેમ કે પ્રીન્સી સર મારા ફ્રેન્ડ છે.સર અને પ્રોફેસર્સ આ ઇન્વીટેશન કાર્ડ છે મારી સગાઇ છે આ ફ્રાઇડે."કાયના પ્રીન્સીપલ સરપાસે ગઇ અને તેમના પગે લાગી પછી તેમના ગળે લાગી.
"સર,આઇ નો કે બીજું કોઇ નહીં આવે પણ તમે જરૂર આવશો હેને?"કાયનાએ કહ્યું.
"હા અમે બધા આવીશું તું જા ક્લાસનો સમય થશે" પ્રીન્સીપલ સર બોલ્યા.
કાયના ક્લાસમાં જતી રહી.તેના ગયા પછી તે પ્રોફેસર મેમ બોલ્યા,
" સર,તમે કાયનાને પેલો ઝટકો કેમ ના આપ્યો?તેને પેલી વાત કેમ ના કરી?"
"કુલ ડાઉન,મે તેને આ વાત એટલે ના કરી કેમકે આ વાત આવતા સોમવારની છે.હું અત્યારે કહીશ તો તે તેમાંથી છટકવાનો રસ્તો શોધી નાખશે અને આપણો પ્લાન ફેઇલ થશે.
આ વાત હું સોમવારે તેના મમ્મી પપ્પાની સામે તેને કહીશ જેથી હા પાડવા સિવાય તેની પાસે કોઇ ઓપ્શન જ ના બચે." પ્રીન્સીપલ સર બોલ્યા.
"હા અને એક વાર આ પ્રોગ્રામ શરૂ થઇ ગયોને પછી કાયનાને તોફાન કરવાનું તો દુર રહ્યું ,ઊંચું જોવાનો પણ સમય નહીં મળે.શાંતિ થઇ જશે."તે મેમ બોલ્યા.
બધાં તેમની વાત સાથે સહમત થયાં.
* * *
અંતે કાયના અને કબીરની સગાઇનો દિવસ આવી ગયો.તેમનો સંબંધ નક્કી થયો ત્યારથી લઇને સગાઇના દિવસ સુધી કાયના અને કબીર લગભગ રોજ મળતા,બહાર જતા અને વાતો કરતા.કબીરને કાયના એક કોયડા જેવી લાગતી જે ઘરે કઇંક અલગ અને બહાર નિકળતા જ સાવ અલગ થઇ જતી.
તેને મોર્ડન કપડાં પહેરવા ગમતા પણ ઘરમાં આ વાત કહેવાની હિંમત નહતી.કાયનાનું તેની મોમ સાથે અંતર પણ તેને સમજાતું નહીં પણ આ બધું હોવા છતા કાયનાની સચ્ચાઇ,તેનું સીધું બોલવાની આદત અને સુંદરતા તેને આકર્ષી ગઇ.
ત્રણ દિવસમાં કાયના અને કબીર ઘણા સારા દોસ્ત બની ગયા હતાં.કબીરને કાયનાના ડ્રીમ એટલે કે ટોપ કોરિયોગ્રાફર બનવું તેમા કોઇ જ વાંધો નહતો.
કબીર એક જેન્ટલમેન હતો.કાયનાને તે પસંદ હતો.આ સગાઇ તે તેના ડ્રીમ માટે કરી રહી હતી પણ જલ્દીમાં તેણે જીવનસાથી એકદમ યોગ્ય પસંદ કર્યો હતો.
સગાઇ એક સેવેનસ્ટાર હોટેલના બેન્કવેટ હોલમાં હતી.બેન્કવેટ હોલને પીંક અને પર્પલ કલરના કોમ્બીનેશન વાળા વિદેશી ફુલોથી, અને સ્પેશિયલ ડિઝાઇનર લાઇટીંગથી સજાવટ હતી.
સગાઇ રાતના સમયે હતી.સ્ટેજ ખુબ સુંદર સફેદ ફુલો દ્રારા સજાવવામાં આવેલું હતું.તેમાં પાછળ સફેદ લાઇટીંગથી હાર્ટ બનાવવામાં આવ્યું હતું.જેમા જેમાં KK લખવામાં આવ્યું હતું.
કાયના અને કબીર સ્ટેજ પર બેસેલા હતાં.કાયનાએ ઓફ વ્હાઇટ કલરનું ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું હતું જેમાં શોલ્ડર પર નેટ હતી અને તેના પર ડાયમંડથી ભરત કરેલું હતું.નીચે તેનું ગાઉન એકદમ ધેરવાળું અને તેમા પણ ડાયમંડ લગાવેલા હતાં.કાનમાં લોંગ ડાયમંડ ઇયરરીંગ અને કર્લ કરેલા ખુલ્લા વાળ.હાથમાં ડાયમંડનું બ્રેસલેટ.
કબીર કમ્પલીટ ઓફ વ્હાઇટ શુટમાં સજ્જ હતો.ગળામાં એક ઓફ વ્હાઇટ બૉ અને બ્લેઝર પર નાનકડું બ્રોચ લાગેલું હતું.કાયનાના ચહેરા પર સ્માઇલ હતું.તે પ્રેમ કે પ્રેમલગ્નમાં વિશ્વાસ નહતી કરતી પણ કબીર સારો છોકરો હતો જે તેને તેના સપનાની નજીક લઇ જવાનો હતો અને તેની મમ્મી અને સાથે જોડાયેલી ભુતકાળની કડવી યાદથી દુર.કિનારા અને કુશ પણ ખુબ જ સુંદર લાગી રહ્યા હતા.કિનારા ખુબ જ અપસેટ હતી.તેણે કાયનાના લગ્નની વાત તેને આઇ.પી.એસ બનવાની તૈયારી માટે રાજી કરવા કીધું હતું પણ કાયના આ લગ્ન માટે માની ગઇ.
"કુશ,શું મે કાયનાને આ શરતમાં ફસાવી અને લગ્ન માટે મનાવીને કઇ ખોટું તો નથી કર્યું ને?હજી તો પ્રેમમાં પણ નથી પડી.હજી તો તેણે તેની યુવાની જીવવાની શરૂ જ કરી છે.મને ખુબ જ ગુસ્સો આવે છે મારા પર."કિનારા બોલી.કુશે તેના ખભા પર હાથ મુક્યો.
"જે થાય છે તે સારા માટે થાય છે અને જે થશે તે સારા માટે થશે.બની શકે કે કાયના પણ પ્રેમમાં પડે કબીરના."કુશ બોલ્યો.
કાયનાના મગજમાં સ્પષ્ટ હતું પ્રેમમાં પડવું તેને પોતાના માટે અશક્ય લાગતું હતું.અંતે સગાઇની વીધી શરૂ થઇ.વીધી ખતમ થયા બાદ કાયના અને કબીરે એકબીજાને સગાઇની વીંટી પહેરાવી.કાયના અને કબીરે કેક કટ કરી અને એકબીજાને ખવડાવી.તે બન્ને ખુબ જ સુંદર લાગી રહ્યા હતાં.
ઘરના સભ્યોએ એકપછી એક ડાન્સ પરફોર્મન્સ આપ્યું.કિઆન તેની કાયના દી પાસે અાવ્યો.
"દી.મારી સિક્સ સેન્સ કહે છે કે કઇંક ગડબડ છે.તમને તો ખબર છે કે મને ઘણીવાર આવા ઇન્ટયુશન (અંતર્જ્ઞાન)થાય છે કે કઇંક ખોટું થવાનું છે.મને અત્યારે એવી જ ફીલીંગ્સ આવી રહી છે દી.
આઇ નો કે કબીર ઇઝ ધ બેસ્ટ પણ સમથીંગ ઇઝ નોટ વેલ."કિઆન આટલું બોલીને જતો રહ્યો.
હવે પરફોર્મન્સ આપવાનો વારો કાયના અને કબીરનો હતો જે તેમણે માત્ર બે જ દિવસમાં તૈયાર કર્યો હતો.
બીજી બાજુએ મુંબઇના ડોમેસ્ટિક એરપોર્ટના રનવે પર એક ફ્લાઇટ ગુજરાતથી આવીને લેન્ડ થઇ.કોઇકના પગલા પડ્યાં આ મુંબઇની ધરતી પર.
અહીં કાયના તેને કઇંક અલગ જ અનુભૂતિ થઇ.
શું છે પ્રીન્સીપલ સરની સરપ્રાઇઝ? શું તે કાયનાનું જીવન જડમુળથી બદલી નાખશે?કબીર અને કાયનાનો આ સંબંધ લગ્ન સુધી પહોંચશે ?શું તેમને એકબીજા સાથે પ્રેમ થશે?
જાણવા વાંચતા રહો