Wanted Love 2 - 7 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ - ભાગ-7

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨ - ભાગ-7

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨

searching true love..ભાગ-7


રાત્રે કિનારા રસોડામાં કામ કરી રહી હતી.કુશ અચાનક આવ્યો અને તેણે પાછળથી કિનારાને પકડી લીધી.કિનારા ભડકી.

"કુશ,આ શું કરે છે?છોડ મને કોઇ જોઇ જશે તો બધાને ખબર પડી જશે કે આપણે નાટક કરતા હતા અને પછી આ વાત કાયનાને ખબર પડશે તો તે તારાથી પણ દુર થઇ જશે."કિનારા કુશને દુર કરતા બોલી

" હા તો હવે તો કાયના લગ્ન કરી રહી છે.હવે આ વાત તેને ખબર પડશે તો પણ વાંધો નથી.તે અાજે કેટલી ખુશ દેખાતી હતી.કબીર અને કાયનાની જોડી એકદમ પરફેક્ટ છે.કબીર કાયનાને સંભાળી લેશે અને તે કાયનાને તારી નજીક લાવશે."કુશ બોલ્યો.

"કુશ,કાયુ કેટલી જલ્દી મોટી થઇ ગઇ એટલી મોટી કે હવે લગ્ન કરીને જતી રહેશે.પહેલા એટલિસ્ટ મારી નજરની સામે તો હતી.હવે તો સાવ દુર."કિનારાની આંખમાં આંસુ હતાં.કુશે તેને ગળે લગાવીને તેના કપાળે કીસ કરી.તેટલાંમાં કોઇના આવવાનો અવાજ આવતા કુશ સ્ટોરરૂમમાં સંતાઇ ગયો.તે લવ હતો.

"કિનારા,આઇ કાન્ટ બીલીવ કે કાયનાની સગાઇ થઇ જશે.આટલી જલ્દી?કિનુ પ્લીઝ હજી તે નાની છે.આટલી જલ્દી ના કર.તેને પણ પ્રેમમાં પડવાનો મોકો તો આપ."લવે કહ્યું.

"લવ,પ્રેમમાં પડીને અંતે શું મેળવશે?હું નથી ઇચ્છતી કે મારી દિકરી પ્રેમમાં પડીને મારી જેમ હેરાન થાય અને પ્રેમ તો લગ્ન પછી પણ થઇ શકે."કિનારા બોલી.
"સારું આમપણ લગ્ન તો હમણાં નથી કરવાના.શું ખબર કાયનાને પણ કબીર સાથે પ્રેમ થઇ જાય.વાઉ આઇ એમ સો એક્સાઇટેડ.આપણે મળીને તેની સગાઇની શોપિંગ કરીશું."આટલું કહીને લવ તેને ગળે લાગ્યો અને કુશ સ્ટોરરૂમમાં ઊંચોનીચો રહ્યો હતો.જે કિનારાના ધ્યાનમાં હતું કુશની હાલત જોઇને તેને હસવું આવી રહ્યું હતું.લવના ગયા પછી કુશ બહાર આવ્યો અને કિનારા જોરથી હસી.

"ઓહ કુશ,તું કેટલો જેલસ છે?ચીલ વી આર જસ્ટ ફ્રેન્ડ્સ."કિનારા હસતા હસતા બોલી.

"હા તું મળ પછી વાત છે તારી."કુશ આટલું બોલીને ગુસ્સામાં જતો રહ્યો.કિનારા હસતી ઊભી હતી.

બીજા દિવસે સવારે બ્રેકફાસ્ટ ટેબલ પરતે જ સન્નાટો હતો.જેને જાનકીદેવીએ તોડ્યો.

"બ્રેકફાસ્ટ કરીને ભાગવાની ઉતાવળ ના કરતા.મે પંડિતજીને બોલાવ્યા છે કબીર અને કાયનાની કુંડળી મેળવવા અને સગાઇની તારીખ નિકાળવા."જાનકીદેવી બોલ્યા.

"એક મીનીટ,મને યાદ નથી કે મારી અને કુશની કુંડળી મેળવી હોય.આ બધા નાટકની શું જરૂરત છે?હા સગાઇની તારીખ માટે તમે સારો દિવસ જોવડાવી શકો છો."કિનારાએ હંમેશાંની મુજબ પોતાનો વિરોધ જાનકીદેવી વિરુદ્ધ નોંધાવ્યો.

"હા બરાબર છે,એટલે જ ખાસ મેળવવી જોઇએ નહીંતર જેમારો દિકરો હેરાન થઇ રહ્યો છે.તેમ મારી કાયના પણ પાછળથી હેરાન જ થશે."જાનકીદેવીના કટાક્ષ બાણથી કિનારા અને કુશ છંછેડાઇ ગયા પણ સમય અને સ્થળ જોતા તે ચુપ રહ્યા.

અંતે પંડિતજી આવ્યાં તે એક ખુબ જ વૃદ્ધ અને અનુભવી પંડિત હતા.તેમણે બન્ને કુંડળીનો ગહનતાથી અભ્યાસ કર્યો.તે ગંભીર થઇ ગયાં.

"પંડિતજી, શું કહો છો?"જાનકીદેવી એ પુછ્યું.

"જાનકીદેવી,આ લગ્ન કરવામાં કોઇ વાંધો તો નથી,ગુણો અને ગ્રહો તો ખુબ સારી રીતે મળે છે.આ શુક્રવારે દિવસ પણ ખુબ સારો છે સગાઇ માટે.પણ..."પંડિતજી અટક્યાં

"પણ શું?"કિનારાએ પુછ્યું.

"મને કઇંક તો અજીબ લાગે છે અા લગ્ન માટે.કઇ જ સમજાતું નથી.આ દિકરીની કુંડળી પ્રમાણે તેના જીવનમાં ખુબ જ સંઘર્ષ છે.તેને કોઇ એવો સાથી જોઇએ જે તેનો મજબુત સ્તંભ બનીને સહારો બને અને તેનો સાથ આપે."આટલું કહીને પંડિતજીએ કાયના અને કબીરની સગાઇની તારીખ શુક્રવારની નક્કી કરી અને મુહૂર્ત કાઢી આપ્યાં.

"હા બસ તો કબીરના માતાપિતાને જાણ કરો અને સગાઇની તૈયારી શરૂ કરો.કોઇ કમીના રહેવી જોઇએ વર્ષો પછી આ ઘરમાં પ્રસંગ આવી રહ્યો છે."જાનકીદેવી બોલ્યા.

"મમ્મી અને શીવાની,એક બીજા ગુડ ન્યુઝ છે મારી પાસે કિયા આવી રહી છે.તેનું લાસ્ટ યર તે અહીં મુંબઇમાં રહીને પુરું કરવાની છે."લવની ખુશી આટલું બોલતા સમાતી નહતી કેમકે તેની એકમાત્ર વ્હાલી દિકરી યુ.એસથી સ્ટડી કરીને આવી રહી હતી.શીવાનીના ચહેરા પર રહસ્યમય સ્માઇલ હતું.

"ઓહ વાઉ,ગ્રેટ ન્યુઝ લવ."કિનારા ખુશી સાથે બોલી

"હા ખરેખર,તે કાયનાની સગાઇ પહેલા આવી જશેને?"કુશ પણ ખુશ હતો.

"લગભગ તો આવી જ જશે."લવ ખુશી સાથે બોલ્યો.

* * *

અહીં બોલીવુડ ડ્રામા એન્ડ ડાન્સ એકેડેમીમાં...

કાયના કોલેજ પતાવીને રેગ્યુલર સમયે તેના કર્મભુમીએ આવી પહોંચી હતી.તે અંદર આવી ત્યારે તેના સ્ટુડંટ્સ તેની રાહ જોઇને બેસેલા હતા.તેના સ્ટુડન્ટ્સ લગભગ તેની જેટલી જ ઊંમર વાળા યુવકો અને યુવતીઓ હતી.

"હેલો કાયના,આજે તો તમે સમયસર આવીગયાં." તેના સ્ટુડન્ટ્સે કહ્યું.

"હા રોજ રોજ લેટ આવું તો એલ્વિસ મને કાઢી મુકશે.હા હા ચલો લેટ્સ સ્ટાર્ટ સ્ટ્રેચીંગ."આટલું કહીને કાયના કપડાં ચેન્જ કરવા ગઇ.ચેન્જ કરીને તે આવી ટાઇટ ટ્રેક અને તેની પર સ્લિવલેસ ફીટીંગવાળું ટીશર્ટ.તે બહાર આવી ત્યારે તેના સ્ટુડન્ટ્સ સ્ટ્રેચીંગ કરી ચુક્યાં હતાં.

"કાયના,બહુ દિવસ થયા આજે અમને તમારું પરફોર્મન્સ જોવું છે."

"હા તમે અમને પ્રોમિસ આપ્યું હતું કે તમે અમને નેક્સ્ટ મનડે પરફોર્મન્સ બતાવશો."

"યસ.કાયના કાયના.."

"ઓ.કે .
કાયનાએ મ્યુઝિક સેટ કર્યું .ડાન્સફ્લોર પર સન્નાટો છવાઇ ગયો અને બધા જ કાયનાનું પરફોર્મન્સ જોવા બેસી ગયાં.

મેં રુઠિયા યાર મનાવાંગી
હર ચિલમન ફૂંક જલાવાંગી
જદ પથ્થર રાંજા પિઘલેગા
તદ મેં કમલી કહેલાવાંગી
તદ મેં કમલી કહેલાવાંગી

મેરે માહિયા સનમ જાનમ
કી મેં કરિયા નમી દાનમ
શબ ગુઝરી કે જગ સોયા
ની મેં જગીયા નમી દાનમ

ની મે કમલી કમલી
ની મેં કમલી કમલી
ની મેં કમલી કમલી મેરે યાર દી

ઝીલ દીલ કો કર ગયા તુ
દરિયા દરિયા મેરે યારા
અખીંયા દે મોહેલ્લે મેં હર શામ તેરા આલમ
શબ ગુઝરી કે જગ સોયા
ની મેં જગીયા નમી દાનમ

જે સ્ફુર્તી અને એક્સપ્રેશન સાથે કાયના ડાન્સ કરતી હતી.બધાં તેના પરફોર્મન્સ જોવામાં મશગુલ થઇ ગયા.એલ્વિસ એટલે કે આ એકેડેમીનો ઓનર અને કાયનાનો ક્રશ,ધ હેન્ડસમ હન્ક,ડિઝાઇનર કપડાં આંખો પર સનગ્લાસીસ અને ચહેરા પર ખંજન વાળું સ્માઇલ.તે ઘણીબધી છોકરીઓનો ક્રશ હતો.કાયનાનું આ એકડેમીમાં જોડાવવાનું એક કારણ તે પણ હતો.

એલ્વિસ ઊભો રહ્યો એક ક્ષણ માટે કાયનાને જોઇ નાજોઇ કરીને જતો રહ્યો.કાયનાનું પરફોર્મન્સ ખતમ થયું તેણે જોયું કે એલ્વિસ તેને નોટિસ કર્યા વગર જતો રહ્યો.તે ઉદાસ થઇ ગઇ. જ્યારથી કોલેજ જોઇન કરી ત્યારથી તેણે આ એકેડેમી જોઇન કરી હતી.ડાન્સ પ્રત્યે તેનો લગાવ નાનપણથી જ હતો.તે છુપાઇ છુપાઇને ડાન્સ શીખતી ટીવી અને મોબાઇલમાં જોઇને.

જ્યારે તે બોલીવુડ ડ્રામા એન્ડ ડાન્સ એકેડેમીમાં જોડાઇ ત્યારે તે સ્ટુડન્ટ તરીકે જોડાઇ હતી પણ છેલ્લા દોઢ વર્ષથી તે અહીં કોરીયોગ્રાફર તરીકે કામ કરતી.તેનું એકમાત્ર સ્વપ્ન કહો કે લક્ષ્ય એકજ હતું બોલીવુડની નંબર વન કોરિયોગ્રાફર બનવું.મોટા મોટા સ્ટાર્સને પોતાની આંગળીઓ પર નચાવવા.

એલ્વિસ બોલીવુડ ઇન્ડસ્ટ્રીનો વન ઓફ ધ બેસ્ટ અને યંગ કોરિયોગ્રાફર હતો.કાયનાના સ્ટુડન્ટ્સ તેની પાસે આવ્યાં.

"વાઉ કાયના,યુ આર સિમ્પલી ગ્રેટ.એક દિવસ તમે નંબર વન કોરિયોગ્રાફર બનશો."

"હા પણ એલને તો મારું પરફોર્મન્સ જોવા જેટલો પણ સમય નથી.આટલા વર્ષ થયા એલે મને એક વાર પણ નોટિસ નથી કરી."કાયના ઉદાસ થઇને બોલી.એલ્વિસ કાયનાનો ક્રશ હતો તે તેના સિવાય પુરી એકેડેમી જાણતી હતી.

અહીં કબીર જ્યારથી કાયનાને મળ્યો હતો ત્યારથી બસ તે જ તેને દેખાઇ રહી હતી બધે.કાયના જેવી સુંદર અને સ્ટાઇલીશ છોકરી સાથે તેની સગાઇ થવા જઇ રહી હતી તે વાત તેના માન્યામાં નહતી આવી રહી.કિનારા અને કુશના જમાઇ બનવું તેના માટે ખુબ મોટી વાત હતી.તે પોતાના રૂમની બાલ્કનીમાં બેસીને કાયના વિશે જ વિચારી રહ્યો હતો.

તેટલાંમાં તેના માતાપિતા આવ્યાં.

"કબીર,માય હેન્ડસમ સન,એક ગુડ ન્યુઝ છે.આ શુક્રવારે તારી અને કાયનાની સગાઇ છે.કુશજીએ આ શહેરની નંબર વન અને સેવનસ્ટાર હોટેલમાં પાર્ટી રાખી છે.કોન્ગ્રેચ્યુલેશન માય સન.અમને વિશ્વાસ નથી થતો કે કાયના જેવી સુંદર અને સંસ્કારી છોકરી આપણા ઘરની વહુ બનવાની છે" કબીરના પિતા બોલ્યા.

કબીર ખુશ થયો.તેના માતાપિતાના ગયા પછી તેણે કાયનાને ફોન લગાવ્યો.તે હજી એકેડેમીમાં જ હતી.

"હાય કાયના.એક ગુડ ન્યુઝ છે."આટલું કહીને કબીરે તેને તેમની સગાઇના સમાચાર આપ્યા.જે સાંભળીને કાયનાના ચહેરાના હાવભાવમાં કોઇ જ ફેરફાર ના આવ્યા.

" વાઉ,ધેટ્સ ગ્રેટ ન્યુઝ.કોન્ગ્રેચ્યુલેશન મિ.ફિયાન્સ."આટલું કહીને કાયના હસી.

ઘરે આવતા જ બધાએ તેને અભિનંદન આપ્યા તેની સગાઇની તારીખ નક્કી થવા માટે.કિઆન તેના રૂમમાં તેની પાછળ પાછળ ગયો.

"દી,તમે ખરેખર સગાઇ કરવા માંગો છો.આ કોઇ રમત નથી કે મન થયું ત્યારે તમે સગાઇ કરી અને પછી તોડી નાખી.પુરા પરિવારના ઇમોશન્સ જોડાયેલા હોય છે આવી બધી બાબતો સાથે."કિઅાન બોલ્યો.

"હા હું શ્યોર છું અને મને ખબર છે કે આ કોઇ રમત નથી કિઆન.હું પણ ખરેખર આ સગાઇ અને લગ્ન કરવા માંગુ છું.કબીર ઇઝ અ નાઇસ બોય."કાયના બોલી.

"અેન્ડ વોટ અબાઉટ લવ....સાચો પ્રેમ..તેનું શું ?"કિઆન.

"થઇ જશે.કબીર સાથે મારી સગાઇ થશે પછી અમે સાથે સમય વિતાવીશું અને પછી મને તેની સાથે પ્રેમ થઇ જશે.આપણા દેશમાં લાખોલોકો એરેન્જ મેરેજ કરે છે અને પછી તેમને પ્રેમ પણ થાય છે."કાયના બોલી.

"અને તમને કબીર સાથે પ્રેમના થયો તો."કિઆન તો આટલું બોલીને ગુસ્સામાં જતો રહ્યો પણ કાયના વિચારમાં પડી ગઇ.

બીજા દિવસે વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ ઘરનો દરવાજો ખુલ્યો અને કોઇ અંદર આવ્યું,તેણે આવતાવેત જ ચીસો પાડવાનું શરૂ કરી દીધું.

કોણ છે તે જેણે સવાર સવારમાં જાનકીવિલામાં ચીસાચીસ કરી મુકી?કાયના અને કબીરની સગાઇમાં શું થશે?શું કાયના તેના લક્ષ્યને પામી શકશે કે કિનારા તેના રસ્તાનો પથ્થર બનશે?ક્યાં સુધી કાયના તેના લક્ષ્યને કિનારા અને કુશથી છુપાવી શકશે?

જાણવા વાંચતા રહો....

વાર્તા પસંદ આવે તો રેટિંગ અને પ્રતિભાવ જરૂરથી આપજો.

Rate & Review

Kinnari

Kinnari 3 week ago

Bhart sadhu

Bhart sadhu 2 month ago

Vishwa

Vishwa 3 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago

Kitu

Kitu 9 month ago