વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨
searching true love..ભાગ-6
કાયનાને કબીર ઇમ્પ્રેસિવ લાગ્યો.કબીર કાયના કરતા ત્રણ વર્ષ મોટો હતો.કિનારા અને કુશને કબીર ગમ્યો.
"તો કબીર શું કરો છો તમે?"કુશે પોતાના ભાવી જમાઇને પુછ્યું.
"જી મે એમ.બી.એ કરેલું છે અને મારા ડેડનો નાનકડો બિઝનેસ છે તેને વધારવામાં તેમની હેલ્પ કરું છું."કબીરે જવાબ આપ્યો.ત્યારબાદ સામાન્ય સવાલજવાબ જે આવી મીટીંગમાં થતા હોય તે સવાલજવાબ થયાં.કુશ અને કિનારાને તે એક શાંત,સમજદાર અને મેચ્યોર છોકરો લાગ્યો.કાયના આ બધું માત્ર પોતાના લક્ષ્ય માટે જ કરી રહી હતી.તે ભયંકરની હદ સુધી બોર થઇ રહી હતી.
"કાયના,બેટા તમે આટલી નાની ઉંમરમાં લગ્ન કેમકરવા માંગો છો?મતલબ તમારા ઉંમરની છોકરીઓને તો કેરીયરની પડી હોય."કબીરના પિતાએ પુછ્યું
"અંકલ,મમ્મીએ કહ્યું કે કમીશનર અંકલના રીલેટીવના સન માટે વાત આવી હતી.મોમની બહુ જ ઇચ્છા હતી સો મે કીધું ઓ.કે.આગળ કઇ વિચાર્યું નથી આમપણ મે."કાયનાએ ડાહી દિકરીની જેમ જવાબ આપ્યો.
"વાહ..."કબીરના માતાપિતા બોલ્યા.કાયનાનો કંટાળો લવ સમજી ગયો.
"કાયના..કબીરને તારો રૂમ તો બતાવ સાથે થોડીવાર વાતો પણ કરી લેજો."લવે કહ્યું.તેની વાત સાથે બધા સહમત થયાં.એરેન્જ મેરેજ જાનકીવિલામાં પહેલીવાર થવાના હતા.તો એરેન્જ મેરેજમાં કઇરીતે વાત થાય તેનાથી બધા અજાણ હતાં.
કાયના બસ આ જ ક્ષણની રાહ જોતી હતી.તેના ચહેરા પર એક શરારતી સ્માઇલ આવ્યું જે કબીરના ધ્યાનમાં જરૂર આવ્યું.કાયના કબીરને પોતાના રૂમમાં લઇ ગઇ.કાયનાનો રૂમ ઉપરના માળ પર સૌથી છેલ્લો હતો.ખુબ જ સુંદરતાથી સજાવેલો. રૂમમાં અંદર આવતા સામે જ કાયનાનો વિશાળ ફોટો હતો જે ખુબ જ સુંદર હતો.
રૂમમાં અંદર ગયા પછી રૂમ કાયનાએ અંદરથી લોક કર્યો.જે જોઇ કબીરને આશ્ચર્ય થયું.
"કબીર,હું પાંચ મીનીટમાં આવું વોશરૂમ જઇને."આટલું કહીને કાયના બાથરૂમમાં જતી રહી.કબીર આમતેમ આટા મારીને કાયનાનો રૂમ જોઇ રહ્યો હતો.
વિશાળ રાઉન્ડ બેડ,પીંક કલરનું ટોટલી ડેકોરેશન કબીરને સમજતા વારના લાગી કે કાયનાનો ફેવરિટ કલર બીજી બધી છોકરીઓની જેમપીંક જ હતો.કાયના તેને સુંદર તો લાગી સાથે આજના જમાના પ્રમાણે ખુબ જ સિમ્પલ પણ લાગી.તેને પહેલી નજરમાં જ તે પસંદ આવી ગઇ.તેની સાદગી થોડી વધારે પડતી લાગી પણ તે એક વધુ ચાન્સ તો કાયનાને આપવા માંગતો જ હતો તેને સમજવા માટે.
પાંચની જગ્યાએ દસ મીનીટ થઇ.અંતે બાથરૂમનું બારણું ખુલ્યું બારીમાંથી બહારનું દ્રશ્ય જોઇને સમય પસાર કરી રહેલો કબીર પાછળ ફર્યો અને સામેનું દ્રશ્ય જોઇને લથડીયું ખાઇ ગયો.સામે બ્લુ ડેનિમના શોર્ટ્સમાં અને તેની ઉપર ઓફ શોલ્ડર બ્લેક ચુસ્ત ટીશર્ટમાં કાયના ઊભી હતી.તેના વાળ એકદમ વીખરાયેલા હતા અને ચહેરા પર એટીટયુડ અને સ્માઇલ.તેની સાથે આવેલી છોકરી અને અત્યારે સામેઊભેલી છોકરી બન્ને જાણે અલગ હોય તેમ.
"યુ આર સો.."કબીર બોલતા અટકી ગયો અને કાયનાની કાજલ અને મસ્કારાવાળી ગાઢ બ્લુ આંખોમાં ખોવાઇ ગયો.
કાયના તેની નજીક આવી એકદમ નજીક.
"યુ આર સોવોટ?"
"ગોર્જીયસ.."આટલું બોલતા કબીરને પરસેવા વળી ગયો અને કાયના જોરજોરથી હસવા લાગી.
"સોરી કબીર.આ રૂપમાં તમારીસામે આવવાનું એક જ કારણ હતું કે હું આવી જ છું બહાર હતી તેવી નહીં.મારા મમ્મી અને દાદીને પસંદ નથી કે હું આવા કપડાં પહેરુ પણ મને તો આવા જ કપડાં ગમે છે.
હું ખુબ ગુસ્સાવાળી છું અને બહુ જલ્દી મારી દઉં છું.મારી અને મારી મોમનું બનતું નથી તેનું કારણ ભુતકાળની એક ઘટના છે.મને મારી મોમની જેમ રસોઇ બનાવતા નથી આવડતું.
તમે મને કહેશોકે રસોઇ બનાવ તો હું કોફી અને ઇન્સ્ટંટ નુડલ્સ કે પાસ્તા સિવાય કશુંજ નહીં બનાવી શકું.મે નીચે ખોટું કીધું કે મે મારી મોમને ખુશ કરવા તમને મળવાનું નક્કી કર્યું.સાચું રીઝન એ છે કે હું મારી મોમ અને તેની પાબંધીઓથી છુટકારો મેળવવા માંગુ છું.
હું મારા નક્કી કરેલા લક્ષ્યને પ્રાપ્ત કરી શકું અને હા મે મારું કેરીયર ડિસાઇડ કરીને રાખ્યું છે તે આ છે."એમ કહીને તેણે એક ફાઇલ આપી.જે કબીરે જોઇ અને આશ્ચર્ય પામ્યો.
"મારી મોમ કે દાદી મને ક્યારેય આ ના કરવા દે.સો આઇ થીંક કે મારા થવાવાળા પતિને વાંધો ના હોય તો હું તેમાં આગળ વધી શકું.અગર તમને મારું આ રૂપ કે મારા વિચારો તમને પસંદ ના આવે તો તમે ના પાડી શકો છો પણ પ્લીઝ આ બધી વાતો આપણા બે વચ્ચે જ રાખજો.લગ્ન એક ખુબ જ મહત્વનો નિર્ણય હોય કોઇના પણ જીવનમાં જેની શરૂઆત અસત્ય પર ના કરાય એટલે મે તમને આ બધું કહ્યું અને આવા કપડાં પહેર્યા"કાયના ફાઇનલી ચુપ થઇ.કબીર પલક ઝપકાવ્યા વગર તેને જ જોઇ અને સાંભળી રહ્યો હતો.તે જાણે ગુમ થઇ ગયો હતો કાયનાની આ સુંદરતામાં.કાયનાની સચ્ચાઈ તેને વધુ આકર્ષી ગઇ.કાયના તેના જવાબની રાહ જોઇ રહીહતી.તેનું ધ્યાન તેને જ ધુરી રહેલા કબીર પર ગઇ.તે હસી અને તેણે ચપટી વગાડી.
"હેલો કબીર." કબીર જાણે ઝબકીને જાગ્યો.
" કાયના,આજ સુધીમે ક્યારેય કોઇ છોકરીની સાથે ના તો દોસ્તી કરી છે કે ગર્લફ્રેન્ડ બનાવી છે.આજે પહેલી વાર તમને જોઇને કઇંક ફીલ થયું અંદર અહીં."આટલું કહીને કબીરે પોતાનું હ્રદય પર હાથ રાખ્યો.
"તમારી બધી શરત મંજૂર,તમે જેવા છોતેવા જ મને મંજૂર.બસ એક શરત પ્રોમિસ મી કે એક વાર મારો હાથ પક્ડયા પછી તેને ક્યારેય નહીં છોડો.ક્યારેય નહીં.હંમેશાં મારા જ બનીને રહેશો."કબીર કાયનાની સામે જોઇને બોલી રહ્યો હતો અને કાયના આશ્ચર્યઅને આઘાત પામી કેમકે તેણે આવું તો વિચાર્યું જ નહતું.તેને એમ હતું કે કબીર તેને ના પાડી દેશે.સ્પેશિયલ તેના લક્ષ્ય વિશે જાણીને.
"ઓ.કે કબીર.પ્રોમિસ આપ્યું પણ કબીર હું પ્રેમમાં કે એમા બહુ વિશ્વાસ નથી કરતી.કદાચ તમને મારી સાથે પ્રેમ થઇ જાય પણ મને તમારે સમય આપવો પડશે અને ત્યાં સુધી તમે મારી સાથે ફીઝીકલ થવાની કોશીશ નહીં કરો.ઓ.કે?"કાયનાએ પણ જાણે આ લગ્ન પ્રસ્તાવને મંજૂરી આપી.
હકારમાં માથું હલાવીને કબીરે પણ કાયનાનો હાથ મજબુતીથી પકડી લીધો.કાયનાનો હાથ પકડતા જ જાણે કે કબીરના શરીરમાં કરંટ પસાર થઇ ગયો.કાયના અને કબીર એકબીજાની સામે હસ્યાં.
"હા પ્રેમ તો નહીં પણ આપણે દોસ્ત તો બની જ શકીએ કબીર."આટલું કહીને કબીરને ગળે કાયના વળગી પડી.એક ફ્રેન્ડલી હગ કર્યું તેણે.
"યસ ફ્રેન્ડ્સ,આપણે નીચે જઇશું લગભગ એક કલાક થવા આવ્યો.અને તમારે ચેન્જ કરવાનુ છે કે આમ જ નીચે જવાનું છે?"કબીરે પુછ્યું.
"કબીર,મારા કપડાથી તમને વાંધો તો નથીને?"કાયનાએ પુછ્યું.
કબીર નકારમાં માથું હલાવ્યું.
"પણ મોમ ડેડને આવો શોક આપવાની અત્યારે જરૂર નથી."કબીરની વાત પર કાયના હસી.લગભગ દસ મીનીટ પછી કાયના પહેલા જેવા જ વેશમાં આવી ગઇ.
"ચલો જઇને ગુડ ન્યુઝ આપીએ."કાયનાએ કહ્યું.
અહીં કાયના અને કબીરને ગયે દોઢ કલાક થઇ ગયો હતો.શ્રીરામ શેખાવતે તેમનો ભુતકાળ અને હાલની તેમના ઘરની પરિસ્થિતિ કબીરના માતાપિતાને જણાવી દીધી હતી.કિઆનનું ધ્યાન સીડી તરફ જ હતી.તેને વિશ્વાસ હતોકે તેની કાયનદીદી કબીરને બધું જ જણાવીદેશે અને આ સંબંધ પર અહીં જ પુર્ણવિરામ આવી જશે.
તેટલાંમા કબીર અને કાયના આવતા દેખાયા.બધાનું ધ્યાન તેમની તરફ ગયું.કબીરના અને કાયનાના ચહેરા પરનું હાસ્ય બધાને રહસ્યમય લાગ્યું.તેમને આટલો બધો સમય લાગ્યો તે વાતનું બધાને આશ્ચર્ય હતું.તે લોકો બધી વાત જાણવા આતુર હતા.કિઆને કાયના સામે જોયુ અને કાયનાએ પણ આંખો નચાવીને પોતાના ભાઇને જાણે બધું જણાવ્યું કિઆનની આંખો પહોળી થઇ ગઇ.
"આવો બન્ને.ખાસી વાર લાગી લ..લાગે છે બહુ વાતો કરી નાખી."જાનકીદેવીએ પુછ્યું.
"હા તો જાનકી વાતો કરશે તો જ એકબીજાને જાણી શકે ને આ એરેન્જ મેરેજ આપણા ખાનદાનમાં પહેલી વાર થશે કદાચ.બાકી મારા પિતા,દાદા અને મારા ત્રણ છોકરા બધાના પ્રેમલગ્ન હતાં."શ્રીરામ શેખાવત બોલ્યા.
"તો શું નક્કી કર્યું કાયના અને કબીર.બીજી મીટીંગ કરવી છે?"કિનારાએ પુછ્યું.
"ના અમને બીજી મીટીંગ નથી કરવી."કબીર બોલ્યો.બધાને આઘાત લાગ્યો.
"ઓ હેલો આટલો આઘાત ના પામશો.અમને બીજી મીટીંગ નથી કરવી કેમકે અમને ડાયરેક્ટ સગાઇ કરવી છે.મોમ ડેડ મને કાયના ખુબ જ પસંદ છે.તમે નેક્સ્ટ વીક જ અમારી સગાઇ નક્કી કરી શકો છો પણ હા લગ્ન કાયના ભણી લે અને તે કહે ત્યારે."કબીરે ઘસ્ફોટ કર્યો.બધા આશ્ચર્ય અને આઘાત પામ્યા.કોઇને પણ આ વાત પર વિશ્વાસ નહતો આવતો.
"કાયના!?"કુશે પુછ્યું.
"ડેડી,મને કબીર પસંદ છે.તેમણે જે કીધું તે બરાબર છે." કાયના બોલી.કાયના અને કબીરે એકબીજાની સામે જોયુ અને હસ્યા.બાકી બધા કઇજ સમજી શકતા નહતાં.કબીરના માતાપિતા ખુબ જ ખુશ હતાં.
કિનારા દુખી હતી કે તેની દિકરી કદાચ તેનાથી છુટકારો મેળવવા જ આ લગ્ન માટે રાજી થઇ છે.
* * *
અહીં કોલેજમાં સ્ટુડન્ટ્સ માટે આજે રજા હતી પણ પ્રોફેસર્સ અને બીજા સ્ટાફ માટે કોલેજ ચાલું હતી.પ્રીન્સીપલ સર તેમની કેબિનમાં બેસીને કામ કરી રહ્યા હતાં.તેમને એક ઇમેઇલ આવ્યો જે વાંચીને તેમના ચહેરા પર સ્માઇલ આવી ગયું.
પીયુન જે ત્યાં જ કામ કરી રહ્યો હતો.તે પાસે અાવ્યો અને તેણે પુછ્યું,
"સાહેબ,શું થયું કેમ એકલા એકલા હસો છો?"
"ભાઇ,વાત જ એવી છે.પેલું સાંભળ્યું છે તમે કે અબ આયા ઊંટ પહાડ કે નીચે."
"હા તો એનું શું ?"
"આ ઇમેઇલ જોવો."પ્રીન્સીપલ સરના ચહેરા પર મોટું હાસ્ય હતું.
"સાહેબ,આટલા બધા અંગ્રેજીથી મને એલર્જી છે.તમે જ કહી દોને."પીયુને પુછ્યું.
"મે કાયના ને કહ્યું હતું ને કે એક દિવસ આવશે જે મારો હશે.તો આજે મારો દિવસ છેતે ઊંટ એટલે કાયના.આ ઇમેઇલ નથી મારી તક છે જે ભગવાને મને આપી છે.કાયના સાથે બદલો લેવાની.હા હા હવે આવશે લપેટામાં."
"સારું પણ મને તો તમારું સમજાતું નથી કે એક તરફ તમે તેની સાથે સહાનુભૂતિ રાખો છો અને બીજી તરફ આવું બોલો છો?"પીયુન
"હા મને તેના હાલાતથી સહાનુભૂતિ છે પણ તે જે મને બ્લેકમેઇલ કરે છે પ્રોફેસરને હેરાન કરે છેતે ભગવાને જોઇ લીધું અને અમારા માટે તેમનો એન્જલ મોકલી રહ્યા છે.તમને નહીં સમજાય છોડો.હવે તો મને સોમવારની રાહ છે કે જ્યારે કાયના આવશે અને આ બોમ્બ હું તેના પર ફોડીશ." પ્રીન્સીપલ સરે ખુશી સાથે બોલ્યા.
શું છે પ્રીન્સીપલ સરનો તે બોમ્બ અને તે કાયના પર કેવી અસે કરશે?શું કબીર અને કાયનાનો સંબંધ દોસ્તીથી આગળ વધી શકશે?જાણો કાયનાના જીવનના લક્ષ્ય વિશે આવતા ભાગમાં
જાણવા વાંચતા રહો.