વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨
searching true love..ભાગ-5
કિનારાનો કાયનાના લગ્નનો નિર્ણય બધાને આંચકો અપાવનાર હતો.કુશ કશુંજ સમજી નહતો શકતો પણ તે હંમેશાંની જેમ કિનારાને સપોર્ટ કરવા માંગતો હતો.તેમનું નાટક ખુલીના જાય એટલે તેણે આ વાતનો વિરોધ કરવાનું નાટક કર્યું.
"કિનારા ઇનફ ઇઝ ઇનફ.કાયનાના લગ્ન આટલી નાની ઉંમરમાં?હદ થઇ ગઇ."કુશ બોલ્યો.
"કિનારા,સોરી પણ આ વખતે હું પણ કુશ સાથે સહમત છું.કાયના લગ્ન માટે ખુબ નાની છે.હજી એને કારકિર્દી બનાવવાની છે."લવે પણ તેનો વિરોધ કર્યો.
"હં...કિનારાની જુની આદત છે..પોતાના વિચારો અને ઇચ્છાઓ બીજા પર થોપવાની..તેને પોતાનું જ ચલાવવું હોય છે.સ્વાર્થી છે પોતાના સ્વાર્થમાં પોતાની દિકરીનો પણ વિચાર ના કરે."શિવાનીએ આટલું કહીને કિનારાને ટોન્ટ માર્યો.
"હા,અત્યારે ભલે હું તમને ખોટી લાગતી હોઉ પણ એક સમય આવશે ત્યારે હું તમને સાચી લાગીશ.પુછો તમારી લાડલીને શું ગોલ છે તેનો લાઇફમાં ,શું લક્ષ્ય છે?છોકરો કોઇ જેવો તેવો નથી કમીશનર સાહેબના નાનાસાળાનો દિકરો છે.ખુબ જ સંસ્કારી,કાબેલ અને સુયોગ્ય છે કાયના માટે.
તેનું પરિવાર નાનું છે માતાપિતા અને તે છોકરો.સંસ્કારી છે પણ મોર્ડન વિચારો વાળું ફેમિલી છે.કાયનાને કઇ કરવું હશે આગળ તેની કારકિર્દી માટે તો તે ખુશી ખુશી કરવા દેશે."કિનારા બોલી.
કિનારાનો પ્લાન સ્પષ્ટ હતો તે કાયનાને લગ્નના નામે આઇ.પી.એસની એકઝામ માટે તૈયાર કરવામાંગતી હતી.કમીશનર સાહેબે કેટલાય સમયથી કાયના માટે તેમના નાનાસાળાના દિકરાની વાત કરી હતી પણ કિનારા હમણાં કાયનાના લગ્ન કરાવવા નહતી માંગતી.
"મને આ વાત કહેતા ખુશી તો નથી થતી પણ આજે પહેલી વાર જાણે આટલા વર્ષો બાદ કિનારાની વાત મને સાચી લાગે છે.તેણે જે કહ્યું મને પણ બરાબર લાગ્યું જમાનો ખરાબ છે.દિકરી યોગ્ય સમયે વિદાય લઇને તેના ઘરે સેટ થઇ જાય એ સારું."જાનકીદેવી નાછુટકે કિનારાની વાત સાથે સહમત થયા.
અહીં કાયના કઇંક વિચારી રહી હતી.તેનું ધ્યાન બધાની વાતો સાંભળવામાં નહીં પણ કઇંક વિચારવામાં જ હતું.તેને કઇંક વિચાર આવ્યો અને અચાનક તે બોલી,
"મોમ,મને મંજૂર છે પણ પહેલા હું તે છોકરાને મળવા માંગીશ તેનો ઇન્ટરવ્યુ લઇશ.મને ઠીક લાગશે તો જ હું હા પાડીશ ઓ.કે?"
"ઓ.કે.ગુડ નાઇટ."કિનારા ખુશ થઇ.
"અને હા મોમ કાલે જ બોલાવી લેજો તેને કાલે મારે કોલેજમાં રજા છે પછી મને સમય નહીં મળે."આટલુ કહીને કાયના તેના રૂમમાં ગઇ.કિઆન પાછળ પાછળ ગયો.
"દીદી,તમે લગ્ન માટે માની ગયા?આઇ ડોન્ટ બીલીવ ધીસ.આઇ મીન તમારા ડ્રીમ્સ હું જાણું છું અને તેમા લગ્ન??"કિઆનને તેના આ નિર્ણય પર આશ્ચર્ય થયું.તે કાયનાના સપના વિશે બધું જ જાણતો હતો.તે જાણતો હતો કે રોજ લાઇબ્રેરીમાંથી છટકીને કાયના ક્યાં જતી હતી.કાયના ભડકી તેણે દોડીને દરવાજો બંધ કર્યો.
"ચીલ લિટલ બ્રો,હા પાડવાથી લગ્ન નથી થઇ જતા.મોમ સ્માર્ટ બનવાનીકોશીશ કરે છે કે હું આઇ.પી.એસની એકઝામ માટે હા પાડ દઇશ પણ તે મને જાણતી નથી.
મારે જે બનવું છે તે મોમ મને ક્યારેય નહીં બનવા દે.ઇવન દાદી અને દાદા કે ચાચી પણ નહીં માને.ડેડ અને ચાચુ કદાચ માની પણ જાય.તો ઇન ધેટ કેસ.અગર તે છોકરો મને પસંદ આવી ગયો અને મોમના કહેવા પ્રમાણે અગર તે છોકરો અને તેનું ફેમિલી ફ્રી માઇન્ડના છે.તો જે મારે બનવું છે તે મને બનવા દેશે,જે મારે કરવું છે તે કરવા દેશે અને મોમ કઇ જ નહીં કરી શકે."કાયના પોતાની સ્માર્ટનેસ પર ગર્વ લેતા બોલી.
"વાઉ દી,યુ આર સ્માર્ટ.અગર તે છોકરો તમને પસંદ ના આવ્યો અને તેણે તમને પસંદ કરી લીધા તો."કિઅાને આશંકા વ્યક્ત કરી.
"જો જે પણ છોકરો મને જોવા આવશે ને પહેલા તે મારું ઓરીજીનલ સ્વરૂપ દેખશે અને મારા ડ્રીમ વિશે જાણશે તે જાણ્યા પછી તેની હા પાડવાની શક્યતા ઓછી છે.ચલ જા સુઇ જા ગુડ નાઇટ." કાયના બોલી.
"ગુડ નાઇટ દી."આટલું કહીને કિઆન તેના રૂમમાં જતો રહ્યો.
અહીં બધા સુઇ ગયા પછી અચાનક એક રૂમનું બારણું ખુલ્યું.તેમાંથી ધીમે પગલે કોઇ બહાર આવ્યું.આજુબાજુ જોયું કોઇ નથી તે ખાત્રી કરીને કિનારાના રૂમ તરફ આગળ વધ્યું.ધીમેથી તેના રૂમનો દરવાજો ખોલ્યો અને અંદર જઇને રૂમ લોક કર્યો.કિનારા બેડ પર આડી પડીને કાયનાના નિર્ણય વિશે વિચારી રહી હતી.અચાનક તે વ્યક્તિ કિનારાને હગ કરીને સુઇ ગઇ તેની બાજુમાં કિનારા ભડકી.
"કુશ,આમ અચાનક આવીને ભડકાવે છે કેમ? રોજ તું આવું જ કરે છે."કિનારા પણ કુશને હગ કરતા બોલી.
"મજા આવે છે તને પરેશાન કરવામાં.શું વિચારી રહી હતી મારી ડાર્લિંગ વાઇફ?"કુશે પુછ્યું.
"કાયના આટલા સરળતાથી કેમ માની ગઇ? તેની પાછળ જરૂર કોઇક કારણ છે કુશ."કિનારાએ પોતાના મનની વાત કહી.
"બની શકે.તારે તો ખુશ થવું જોઇએ કે આટલા વર્ષે ફાઇનલી તે તારી કોઇ વાત સાથે સહમત થઇ.બની શકે કે અા લગ્ન તમારા બન્ને વચ્ચે કડવાટ દુર કરી દે."કુશ બોલ્યો.
"હા અથવા બની શકે કે તે મારાથી છુટકારો મેળવવા આ લગ્ન માટે રાજી થઇ હોય."કિનારાની આંખમાં આંસુ હતા આ બોલતી વખતે.
"એ બધું છોડ..અત્યારે આ બધી વાતો નથી કરવી."આટલું કહીને કુશે કિનારાને પોતાની નજીક ખેંચી અને રૂમની લાઇટ બંધ કરી.
લગભગ રોજ વહેલા સવારે બધાના ઉઠ્યા પહેલા કુશતેના રૂમમાં જતો રહેતો.જેનાથી કોઇને તેમના આ નાટક પર શંકા ના જાય પણ આજે છ વાગ્યે જ્યારે કિનારા ઉઠી ત્યારે પણ કુશ ત્યાં જ હતો.કિનારા ભડકી.
"કુશ,ઊઠ છ વાગી ગયાં.હવે તું તારા રૂમમાં કઇરીતે જઇશ?"કિનારાએ પુછ્યું.
કુશ બેઠો થઇ ગયો માથું પકડીને તે બન્ને બારી તરફ જોવા લાગ્યા.
કુશ બારીમાંથી ચોરની જેમ બહાર નિક્ળયો અને તેની પતલી પારી પર એક એક કરીને પગ મુકીને આગળ વધ્યો.
"હે ભગવાન,પોતાની જ પત્નીને મળવા કેવા નાટકો કરવા પડે છે.એક પોલીસ ઓફિસરને ચોરની જેમ પોતાના જ ઘરમાં અને પોતાના જ બેડરૂમમાં જવું પડે છે."કુશ બબડી રહ્યો હતો.
"હા તો વહેલા ઉઠીને પોતાના રૂમમાં જતું રહેવું જોઇએ"કિનારા ભડકી.
અંતે કુશ ડરતા ડરતા અને ધીમેધીમે પોતાના રૂમની બારી પાસે પહોંચ્યો જે અધખુલ્લી હતીજેમાંથી તે પોતાના રૂમમાં જતો રહ્યો.તેટલાંમાં જકિનારાના રૂમની બહાર કોઇએ દરવાજો ખખડાવ્યો.કિનારાએ પરસેવો લુછીને બારણું ખોલ્યું.સામે જીમ જવા તૈયાર થઇને ઊભેલી કાયના હતી.
" મોમ,હું જીમમાં જઉં છું.આજે તે લોકો કેટલા વાગ્યે આવવાના છે ? તે મને જણાવી દેજો.મારે પહેરવાના કપડા અને જ્વેલરી તૈયાર કરી દેજો."આટલું કહીને જવાબ સાંભળવા પણ કાયના ના રોકાઇ અને તે સડસડાટ નીચે ઉતરી ગઇ.
જીમમાં જવું એ કાયનાના રૂટીનનો એક મહત્વનો ભાગ હતો.તેનું શરીર સુડોળ અને એકદમ ફીટ હતું.તે જીમમાં જઇને વોર્મઅપ શરૂ કરતી હતી તેટલાંમાં જ તે જ અંશુમાન આવ્યો જેણે કોલેજમાં તેને બચાવી હતી.આ જીમમાં આવવાનું કારણ કાયના માટે ફીટ રહેવું હતું જ્યારે અંશુમાન માટે કાયના હતું.
અંશુમાન કાયના પાછળ હતો.તેના મનમાં કાયના માટે સોફ્ટ કોર્નર હતું.તે તેને પોતાની ગર્લફ્રેન્ડ બનાવવા માંગતો હતો અને કોલેજમાં સ્ટાઇલ મારવા ઇચ્છતો હતો પણ કાયનાએ આજસુધી તેને ભાવ નહતો આપ્તો.અહીં આવીને કાયનાને જોવુ,તેની સાથે વાત કરવાની કોશીશ કરવી અને તેને દર બે દિવસે એક વખત પ્રપોઝ કરવું તે તેનું રૂટીન હતું.
જેમાં કાયના તેને અપમાનીત કરીને ના પાડી દેતી.આજે પણ તે કાયનાની બાજુમાં આવીને ઊભો રહ્યો.
"હાય કાયના ડાર્લિંગ,મારું પ્રપોઝલ સ્વિકારી લે.કોલેજમાં કોઇ તારી સામે જોવાની હિંમત પણ નહીં કરે.બની જા મારી ગર્લફ્રેન્ડ."અંશુમાને કહ્યું.
"તને કઇ ભાષા સમજાય છે.કેટલી વાર કહ્યું છે તને પણ તું સમજવા જ નથી માંગતો.મારી લાઇફનું લક્ષ્ય પ્રેમમાં પડવું કે ગર્લફ્રેન્ડ બનવું નથી અને આ પ્રેમમાં તો હું બિલકુલ પડવા નથી માંગતી."
"કાયના,તું બહુ મોટી ભુલ કરે છે મારો પ્રપોઝલ અસ્વિકાર કરીને.યાદ રાખજે એક દિવસ તું આ વારંવાર થયેલા અપમાનનો બદલો ચુકવીશ."અશુમાને ધમકીના સ્વરમાં કહ્યું.
"ઓહ....હું તો બહુ ડરી ગઇ.હં એ તો સમય જ જણાવશે કે કોણ પસ્તાસે?આમપણ મારા લગ્ન નક્કી કરી રહ્યા છે મારા મોમ.તો તારું મારા બોયફ્રેન્ડ બનવાનું ડ્રીમ તો ડ્રીમ જ રહી જશે." કાયના બોલી.
બપોરે બાર વાગ્યાની આસપાસ બધા તૈયાર બેસ્યા હતા.કાયનાને જોવા આવવાના હતા એ વાત ઘર માટે એક પ્રસંગ બની ગઇહતી.ઘરને ખુબ જ સરસ રીતે શણગારવામાં આવ્યું હતું.તે લોકો સાથે કમીશનર સાહેબ પણ તેમના પરિવાર સાથે આવવાના હતા.જમવામાં અલગ અલગ પ્રકારની કેટલીય વાનગીઓ બનેલી હતી.
કાયના લાઇટ ગ્રીન કલરની ડિઝાઇનર કુરતી અને નીચે પેન્ટ સ્ટાઇલ સલવારમાં સુંદર લાગી રહી હતી.તે પણ તે છોકરાને જોવા માટે આતુર હતી કેમકે તેના ઉપર જ તેનું ભવિષ્ય અને તેના સપનાઓ આધાર રાખતા હતા.તે પ્રેમમાં પડવું કે પ્રેમ થવો તે બધી બાબતોમાં વિશ્વાસ નહતી કરતી.
અંતે કમીશનર સાહેબ તેમના પરિવાર સાથે અને તેમના નાનાસાળાના પરિવાર સાથે ઘરે આવ્યાં.કાયનાની નજર જેને શોધતી હતી તે સૌથી પાછળથી આવ્યો.
લાઇટ બ્લુ જીન્સ ,તેની પર ડાર્ક બ્લુ વી નેક વાળું ટીશર્ટ અને તેની પર ડિઝાઇનર પ્લેન વ્હાઇટ કોટ,જેલથી સેટ કરેલા વાળ અને આંખો પર ડિઝાઇનર સનગ્લાસીસ.અંદર આવતાની સાથે જ તેણે સનગ્લાસ ઉતારીને બધા જ વડીલોને પગે લાગીને આશિર્વાદ લીધો.
કાયના તેની સ્ટાઇલ સેન્સ અને તેના એટીકેટ્સથી પ્રભાવિત થઇ.
"કમીશનર સાહેબ,આ મારી દિકરી કાયના."કિનારાએ કાયનાની ઓળખ આપી.
કાયના પણ કિનારાના ઇશારાને સમજીને પગે લાગી.
"કાયના,આ છે કબીર."કિનારાએ કાયના અને કબીરની ઓળખાણ કરાવી.
કાયના અને કબીરે એકબીજાની સામે જોયું.કબીર કાયનાને જોઇ જ રહ્યો હતો.
કેવી રહેશે કાયના અને કબીરની મુલાકાત? અંશુમાન કાયના સાથે બદલો લેવા શું ચાલ ચાલશે? શું કાયના તેની અસલી ઓળખ અને તેનું ડ્રીમ કબીરને કહી શકશે?
જાણવા વાંચતા રહો.