વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨
searching true love..ભાગ-4
કુશ શહેરથી દુર આવેલા તે ગાર્ડનમાં ત્યાં પહોંચ્યો જે જગ્યાએ એક સુંદર સ્ત્રી ગુસ્સામાં બેસેલી હતી.કુશને આવતા જોઇને તેણે પોતાની વોચમાં જોયુ.
"આઇ એમ સોરી,હું લેઇટ છું.મને ખબર છે પણ હું શું કરું શ્રેયા જમવાનું લઇને આવી હતી તો હું જમવા બેસી ગયો તને ખબર છે ને કે તે કેટલું સરસ જમવાનું બનાવે છે."કુશ બોલ્યો.
"હા હા સરસ જમવાનું તો તે જ બનાવે છે.હું તો સાવ બેકાર જમવાનું બનાવું છુંને."તે ગુસ્સામાં બોલી.
"ના એવું નથી.ડાર્લિંગ તું તો સરસ જ જમવાનું બનાવે છે.આ તો તારા હાથનું જમવાનું ના મળે તો તે પણ ચાલે એમ.બાકી તારા હાથની રસોઇના તોલે કઇજ ના અાવે.આઇ લવ યુ બેબી."કુશ તેને મનાવતા બોલ્યો.તે રડવા જેવો થઇ ગયો અને તે હસી પડી.
"હા હા હા કુશ લુક એટ યોર ફેસ.તું રડવા જેવો થઇ ગયો.અને હું તને હજી બેબી લાગું છું હું તો એક બેબીની અને એક બાબાની મમ્મી છું."આટલું કહીને તે કુશના ગળે વળગી ગઇ અને તેના ગાલ પર કીસ કરી.કુશે પણ તેને જોરથી પકડી.
"કિનુ..તે જાન લઇ લીધી મારી.એક તો આ એક કલાક જ હોય છે જેમા આપણે પતિ પત્નીની જેમ મળી શકીએ છીએ.આપણો સમય અનેતેમા પણ તું આવા નાટકો કરે."કુશ પોતાની કિનુ એટલે કે કિનારાને પોતાની આગોશમાં લઇને તે શાંત જગ્યાએ એક બાકડા પર બેઠો.કિનારાનું માથું કુશના ખભા પર હતું.
"કિનારા,આજે સવારે તને અને લવને સાથે જોઇને મને બહુ જ ગુસ્સો આવ્યો.મારી અંદર જાણે કે ભુકંપ આવી ગયો.તે તારી પાસે અાવેને તો મારી અંદર જાણે આગ લાગે છે.મારાથી સહન નથી થતું."કુશ મોઢું ચઢાવીને બોલ્યો.
"ઓહ કુશ,મારા અને લવની વચ્ચે એવું કશુંજ નથી તે સમજાવતા સમજાવતા મારી અને શીવાની વચ્ચે જાણે કે દુશ્મનાવટ થઇ ગઇ છે.હવે તું પણ પ્લીઝ આવી વાતો ના કરીશ."કિનારા થોડી અકળાઇ ગઇ.
"સોરી કિનારા મારો કહેવાનો મતલબ તે નહતો.મને આપણા પ્રેમ પર પુરો વિશ્વાસ છે.તારી અને કાયના વચ્ચે જે ભુતકાળમાં તે દુર્ઘટના થઇ હતી તે પછી આપણો સંબંધ પણ ક્યાંક તુટવાની અણી પર હતો.આ તો તારો પ્રેમ અને વિશ્વાસ હતો જેણે આપણો સંબંધ ટકાવી રાખ્યો."કુશ બોલ્યો.
"હા કુશ,કાયાનાના મગજમાં તે વાત એકદમ ઘર કરી ગઇ છે.તે મને નફરત કરે છે.હું લાચારી અનુભવુ છું.તેની ગેરસમજ કેવીરીતે દુર થશે?તે ખોટા રસ્તે તો નહીં ચઢી જાયને?"કિનારા અપસેટ થઇને બોલી.
"ડોન્ટ વરી સ્વિટહાર્ટ,એટલે જ તો આપણે આ નાટક કરીએ છીએ બધાંની સામે અલગ હોવાનું કે કાયના તને અગર કઇ કહીના શકે તો તે નિસંકોચ મારી પાસે આવે.તે ખોટા રસ્તે ના જતી રહે.તેની ગેરસમજ દુર થાય ત્યાં સુધી તેને એકલતા ના અનુભવાય.તેથી જ તો આપણે આ નાટક કરીએ છીએ આટલા વર્ષોથી.મે તેને વિશ્વાસ દેવડાવ્યો છે કે હું છું તેની સાથે."કુશ બોલ્યો.
"હા પણ હવે મને કંટાળો આવે છે આ નાટકથી.ઘરમાં બધાંનું વર્તન ખાસ કરીને મમ્મીજી અને શીવાનીનું,મારાથી સહન નથી થતું."કિનારાએ દુખી થતાં કહ્યું.
"બધું ઠીક થઇ જશે.આપણે મળીને બધું ઠીક કરીશું.કાયનાને તેના જીવનમાં સાચો રસ્તો દેખાડીશું અને બીજા બધાની નફરત પણ દુર કરીશું પણ કિનારા તને નથી લાગતું કે તું બહુ વધારે પડતી સખત થઇ રહી છે આજકાલ કાયના સાથે.તેની જાસુસી કરવી અને તેની પર હરપળ નજર રાખવી."કુશે પુછ્યું.
"ના કુશ,મને લાગે છે કે કાયના કઇંક છુપાવે છે.કઇંક છે જે તેના મનમાં ચાલે છે પણ તે મને કે કોઇને જણાવતી નથી."કિનારા બોલી.
"ખરેખર?મને એવું નથી લાગતું પણ તને એવું લાગે છે તો કઇંક હશે.તું જે પણ કરે તેમા તારો કુશ સાથે જછે તારે.પહેલા આપણે પ્રેમીઓ હતા પછી પતિપત્ની બન્યા ,ત્યારબાદ માતાપિતા આજ સુધીની સૌથી મોટી જવાબદારી અને ખુશી.માબાપ પોતાના બાળકને સાચા રસ્તે લાવવા કે તેમની ખુશીઓ માટે કઇપણ કરી શકે.અાપણે પણ આ નાટક કરીને તે જ કરી રહ્યા છીએ.
કિનારા મારું વચન છે તને કે આપણે જલ્દી જ કાયનાના મનમાંથી આ નફરત દુર કરી નાખીશું."કુશ બોલ્યો.
"કુશ,મે કઇંક વિચાર્યું છે.કદાચ તને ના ગમે પણ મારો વિશ્વાસ જેમ તે આજસુધી કર્યો છે તેમ આગળ પણ કરજે.ચલ હવે જઇશું?"કિનારા બોલી.કુશે હકારમાં માથું હલાવીને તેનો હાથ મજબુતીથી પકડ્યો.
***********
કાયના સીટી લાઇબ્રેરીના પાછળના દરવાજાથી લાઇબ્રેરીઅનની નજર ચુકાવીને ત્યાંથી નિકળી ગઇ અને બાજુની બિલ્ડીંગમાં આવી સેકન્ડ ફ્લોર પર ગઇ એક બોર્ડ લગાવેલી જગ્યાએ અંદર ગઇ.
બોર્ડ હતું.
બોલીવુડ ડ્રામા એન્ડ ડાન્સ એકેડેમી...
કાયના અંદર ગઇ.ત્યાં રીસેપ્શન પર બેસેલા છોકરાએ તેને હસીને કહ્યું,
"હાય કાયના, આજે તું લેઇટ છો.એલ્વિસનું પરફોર્મન્સ પતી ગયું.ઓહ માય ગોડ શું પરફોર્મન્સ હતું"
"વોટ!!!એલનું પરફોર્મન્સ પતી ગયું ઓહ નો."કાયના ઉદાસ થઇ ગઇ.એલ્વિસએ આ એકેડેમીનો ઓનર ,યંગ,એનર્જેટીક એન્ડ હેન્ડસમ.એલ્વિસ એક મલ્ટીટેલેન્ટેડ પરફોર્મર હતો.તે સુપર્બ ડાન્સ હતો અને કાયનાનો ફેવરિટ ,તેનો ક્રશ.તે દોડીને અંદર ગઇ.એલ્વિસનું પરફોર્મન્સ પતી ગયું હતું તેના ચહેરા પર પસીનો ટપકતો હતો.તેની સ્માઇલ એકદમ કિલર હતું.
કાયના ચેન્જીંગ રૂમમાં ચેન્જ કરીને અાવી અને તેના પેશન,તેના લક્ષ્યની તૈયારીમાં લાગી ગઇ.આટલા સમયથી તે આ એકડેમીમાં આવતી હતી પણ અાજસુધી તે એલ્વિસ સાથે વાત નહતી કરી શકી.
તે હિંમત જ નહતી કરી શકતી તેની સાથે વાત કરવાની.તે એક સેલિબ્રીટી હતો.બોલીવુડમાં ઘણુંનામ હતું તેનું ઘણાબધા સ્ટાર અહીં તેની એકડેમીમાંથી જ શીખીને ગયા હતા.
કાયના પ્રેક્ટિસ પતાવીને ઘરે આવી.ઘરે આવતા પહેલા કાયના તેના ઓરીજીનલ અંદાજમાં આવી ગઇ પાછી.જીન્સ અને તેની પર કુરતી.શિવાની અને જાનકીદેવી ડિનરની તૈયારી કરી રહ્યા હતા.
"હાય દાદી,હાય ચાચી.શું બનાવી રહ્યા છો?"કાયના અંદર કિચનમાં જતા બોલી
"આવી ગઇ મારી ડાહી દિકરી.આજે તારી ફેવરિટ પાઉંભાજી બનાવી રહ્યા છે તારા ચાચી."જાનકીદેવી બોલ્યા.
"વાહ ફાઇનલી નહીંતર મમ્મીનું ચાલેને તો મારું ખાવાપીવા પર પણ રોકટોક લગાવી દે.તેને મારી અાઝાદી પસંદ નથી.હું મારી મરજીથી ખાઇપી પણ નથી શકતી કે કપડાં પણ નથી પહેરી શકતી."આટલું કહીને તે પોતાના રૂમમાં જતી રહી.જાનકીદેવી અને શીવાનીને તેના પ્રત્યે સહાનુભૂતિ થઇ અને કિનારા પર ગુસ્સો આવ્યો.
રાત્રે ડિનર ટેબલ પર કિનારા તેના વિચારને અમલમાં મુકવા વિચારી રહી હતી.તેણે કુશને ઇશારો કર્યો.કુશે તેને ઇશારો કરીને હા પાડી.
"જમ્યા પછી બધા અહીં જ રહેજો મારે થોડી વાતો કરવી છે મહત્વની."કિનારા બોલી.
જમ્યા પછી...
" કાયના,આ તારું લાસ્ટ યર છે કોલેજનું.હું ઇચ્છું છું કે તું આઇ.પી.એસની એકઝામની તૈયારી શરૂ કરે અને ફીઝિકલ ટ્રેનીંગ પણ શરૂ કર."કિનારાએ પોતાનો નિર્ણય હંમેશાંની જેમ સંભળાવ્યો અને દર વખતની જેમ કાયાનાએ તેનો વિરોધ કર્યો.
"મારે નથી બનવું પોલીસ.જરૂરી નથી કે તું પોલીસ ઓફિસર છો પપ્પા પોલીસ ઓફિસર છે તો મારે પણ પોલીસ ઓફિસર બનવું.નો.મારી ક્લિયર ના છે.હું કોઇપણ પ્રકારની તૈયારી કરવા ના પાડું છું."કાયના હંમેશાની જેમ તેની મમ્મી પર ગુસ્સે થઇ ગઇ.
"અચ્છા તો શું બનવું છે તારે?સી.એ,બેંકર,બિઝનેસવુમન,રિપોર્ટર કે કોઇ ઓફિસમાં એકાઉન્ટન્ટ?"કિનારાએ ગુસ્સા સાથે પુછ્યું.
"આમાંથી કશુંજ નહીં અને મારે શું બનવું છે તે હું નક્કી કરીશ તું નહીં.સમય આવ્યે હું તને જણાવીશ કે મારે શું બનવું છે."કાયના બોલી
"સાચું કહું? તો મને તો એમ લાગે છે કે તારી લાઇફમાં મારી સાથે ઝગડવા સિવાય કોઇ ગોલ નથી પણ મે આજે તારી માઁ હોવાના અધિકારથી એક નિર્ણય લીધો છે.ધીસ ઓર ધેટ જેવું.બેમાંથી એક જ ઓપશન છે તારી પાસે."કિનારા બોલી રહી હતી અને બધા કિનારાને આશ્ચર્ય સાથે જોઇ રહ્યા હતાં
"અને તે શું છે કિનારા? તે આપણી દિકરીનો નિર્ણય મને પુછ્યા વગર એમ જ કઇરીતે લઇ લીધો?"કુશ નકલી ગુસ્સો દેખાડતા બોલ્યો.
"કારણકે હું તેની માઁ છું અને મને વિશ્વાસ છે કે મારો નિર્ણય તેના માટે યોગ્ય છે.તેનાથી તેનું ભલું થશે."કિનારા બોલી.
"અને તે શું છે?"કુશ.
"કાયના,યુ હેવ ટુ ઓપશન્સ
નંબર વન કે તું આઇ.પી.એસ એકઝામની તૈયારી અને ફીઝીકલ ટ્રેનીંગ શરૂ કર અથવા સેકન્ડ ઓપશન."કિનારાને બોલતા અટકાવીને કાયના વચ્ચે બોલી.
"સેકન્ડ ઓપશન મને મંજૂર છે મોમ."કાયના બોલી.
" અરે આટલી ઉતાવળી કેમ થાય છે સાંભળી તો લે કે સેકન્ડ ઓપશન શું છે? સેકન્ડ ઓપશન એ છે કે તારે ફાઇનલ એકઝામ પતે પછી લગ્ન કરી લેવા પડશે એ પણ અમે તારા માટે શોધેલા છોકરા સાથે."કિનારા બોલી.
"વોટ????!મોમ હજી તો હું એકવીસ વર્ષની જ છું.મારું કેરીયર મારે બનાવવાનું છે અને તારે મને પરણાવી દેવી છે કેમ?"કાયના બોલી.
"જો કાયના તે જ સેકન્ડ ઓપશન પસંદ કર્યું હતું.હવે યુ હેવનો અધર ઓપશન."કિનારા હસી.
શું કાયના કિનારાના આ લગ્નના ટ્રેપથી બચી શકશે?કાયનાનું ડ્રીમ એટલેકે તેના જીવનનો મકસદ શું છે?શું હતી ભુતકાળની તે ઘટના જેણે કાયના અને કિનારાને અલગ કરી દીધાં?
જાણવા વાંચતા રહો.