Wanted Love ..... The Search for True Love. Part-2 ... - Part-3 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-3

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-3

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨

searching true love..

ભાગ-3

કાયના પેટ પકડીને બેઠી થઇ,તેણે જોયું કે તેના મોંમાંથી લોહી નિકળતું હતું.તેણે તે થુંક્યુ અને તે સાફ કરતા બોલી,
"પતી ગયું તારું? કે બાકી છે હજી કઇ?"કાયનાએ પુછ્યું.

"હા પતી ગયું હવે તારામાં ઊભા થવાની પણ તાકાત નહીં હોય."હિયા હસી.

"બસ આટલી જ તાકાત છે તારા અને તારી આ ચમચીઓમાં?"કાયના પ્રકાશથી પણ તેજ ગતીમાં ઊભી થઇ અને તેનું બેગ ઉઠાવી અને તેને હિયાને માર્યુ ,હિયા અણધાર્યા હુમલાથી ડઘાઇને નીચે પડી ગઇ.

પછી તેણે પકડીને બન્ને તેની ચેલીઓને એક એક હાથથી પકડીને જમીન પર પછાડી.પોતાના હાઇ હિલ્સથી તેમના હાથ કચડ્યા.તે બન્ને પોતાનો જીવ બચાવીને ભાગી.
"જોયું તારી ચેલીઓ તો ગઇ બન્ને હવે તું શું કરીશ કેટલી વાર કહ્યું છે કે મારી પાસે પંગા નહી લેવાના.કાયના સે પંગા પડેગા મહેંગા.અબ તેરા ક્યાં હોગા હિયા હા હા હા..."કાયના બોલી અને જોરથી હસી.હિયા ખુબ જ ડરેલી હતી.

"હા...આઇડિયા!આ વખતે તને એવી સજા આપીશ કે તું મહિનાઓ સુધી નહીં ભુલી શકે."આટલું કહીને કાયનાએ તેના બે હાથ પકડીને પાછળ રૂમાલ વળે બાંધી દીધાં અને પછી પોતાની બેગમાંથી કાતર કાઢી.

"આ તારા જેવાઓ જ માટે રાખેલી છે.ચિંતા ના કર મારીશ નહીં તને.ખોટું પોલીસ કેસ થાય.હા ડરવું હોય તો ડરી શકે છે.કેમ કે હું તને ટકલી સોરી હાફ ટકલી કરીશ."આટલું કહીને કાયનાએ હિયાના અડઘા માથાના વાળ સંપૂર્ણ કાપી નાખ્યા.

"અરે વાહ,નજર ના લાગે.ચલ હવે હું જઉં.લે તારા હાથ ખોલી દઉં.હવે પાછો બદલો લેવાના કારસ્તાન ના કરતી નહીંતર આનાથી વધારે ખરાબ હાલત કરીશ."આટલું કહીને કાયના લેડિઝ રૂમમાં ગઇ અને ત્યાં બાથરૂમમાં ગઇ ઉપર પહેરેલી કુરતી કાઢીને બેગમાં મુકી દીધી.હવે કાયના લાગી રહી હતી એકદમ અલગ.બ્લુ જીન્સ અને તેની પર ઓફ શોલ્ડર વ્હાઇટ ટોપ જેમા તેની પાતળી કમર સાફ દેખાતી હતી.જીમમાં જઇને કસરત કરીને બનાવેલા બાવળા ખુબ જ મજબુત હતા.બટરફ્લાયમાં બાંધેલા વાળ ખોલી નાખ્યા તેને અલગ જ સ્ટાઇલથી સેટ કર્યા.હોઠ પર રેડ લિપસ્ટીક અને આંખોમાં ગાઢ કાજલ.અરીસામાં સામે જોઇ પોતાની જાતને જ ફ્લાઇંગ કીસ આપી.

"યુ લુક સો ગોર્જીયસ કાયના."અરીસા સામે આંખ મારીને તે ક્લાસ તરફ વધી.

ક્લાસ શરૂ થયાને પંદર મીનીટ જતી રહી હતી,કાયના લગભગ ક્લાસમાં પાંચ મીનીટ મોડીજ આવતી હંમેશાં ,ઘરે જતા જ સંસ્કારી બની જતી કાયના કોલેજમાં એક અલગ જ સ્વરૂપમાં આવી જતી.બોલ્ડ,સ્ટાઇલીશ અને બ્યુટીફુલ.તેનું મિત્રવર્તુળ તેના હ્રદયની જેમ જ મોટું હતું સાથે તેના દુશ્મનોનું લિસ્ટ પણ લાંબુ.તે કોલેજમાં નહીં પરંતુ પુરી યુનીવર્સીટીમાં ટોપર હતી.

તેના ઓપોઝીસનની લિસ્ટમાં તેના પ્રોફેસર અને હિયા જેવા ઘણાબધા સ્ટુડન્ટ હતા.જે તેનાથી જલતા.કાયના કિનારાથી તદ્દન વિપરીત હતી.કિનારા તેની કોલેજમાં એક છોકરાની જેમ રહેતી,જેનુ કોઇ જ દોસ્ત નહીં,જ્યારે કાયના તેની લગભગ પુરી કોલેજ દોસ્ત હતી અમુક લોકોને છોડીને.

કિનારા પ્રોફેસર અને પ્રીન્સીપલની મોસ્ટ ફેવરિટ સ્ટુડંટ હતી ,જ્યારે કાયના પ્રોફેસર અને પ્રીન્સીપલની મોસ્ટ અનફેવરિટ સ્ટુડંટ.હા બે વસ્તુ કોમન હતી તેમની ઈન્ટેલીજેન્સ અને તેમનો ગુસ્સો.

"મે આઇ કમઇન મેમ?"કાયનાએ આંખો પટપટાવતા કહ્યું.

"નો.યુ કમ ઓલવેઝ લેઇટ.આજે તો હું તને ક્લાસમાં નહીં જ બેસવા દઉં.જા આ લેટર પર પ્રીન્સીપલ સરની સહી લઇને આવ અને પછી તું લેકચરમાં બેસી શકીશ."આટલું કહી તે પ્રોફેસર મેમે તેને એક કાગળ આપ્યો જેમા કાયનાની ફરિયાદ હતી.કાયના મોઢું બગાડીને પ્રીન્સીપલ સરની કેબિનમાં ગઇ.

"મે આઇ કમઇન સર."કાયના ખુશ થઇને બોલી.તેને જોઇને પ્રીન્સીપલ રુસ્તમ બગડ્યા.
"આય મારી બેટી,આઇ ગઇ પાછી,મારું માથું ખાવા."રુસ્તમસરે માથું કુટ્યુ.

"હાય સર,કેમ છો?"કાયના સીધી સામે જઇને બેસી ગઇ ખુરશીમાં.

પ્રીન્સીપલ ઓફ કોલેજ,એક સારા હ્રદયના પણ થોડા ડરપોક માણસ.

"હવે કેમ આવી છો અહીંયા ?મારું માથું ખાવા?"

"ના,આમા સહી કરાવવા માટે.સહી કરો એટલે મેમ મને લેકચરમાં બેસવા દે."કાયના

પ્રીન્સીપલ સર તે લેટર વાંચીને કાયના સામે ગુસ્સા સાથે જોયું.

"આજે કેમ લેટ થઇ? મેકઅપ કરવાનો રહી ગયો હતો કે કોઇની સાથે લડાઇ કરતી હતી?"

"સાચું કીધું,અાજે પેલી હિયાના કારણે લેટ થયું."કાયનાએ પ્રીન્સીપલસરને બહાર ગેટ પાસે બનેલી ઘટના કહી.

"હ...આ આ.તે તેનું અડધું માથું મુંડી નાખ્યું.બિચારી." પ્રીન્સીપલ સર તેના કારસ્તાનથી ડરી ગયાં.

"સર તો પ્લીઝ સાઇન કરોને."

"ના હું તારા મમ્મી પપ્પાને બોલાવીશ આ વખતે તો."

"સારું બોલાવો.મારે પણ રોઝી આંટીને ફોન કરીને સુઝીના હલવા વિશે કહેવું પડશે."કાયનાએ પોતાનો મોબાઇલ બહાર કાઢ્યો.

"તું મને આ એક વાતને લઇને કેટલું બ્લેકમેઇલ કરીશ?તે સુઝી તો માત્ર મારી ફ્રેન્ડ છે.જસ્ટ ફ્રેન્ડ્સ.લાવ સહી કરી આપું છું."આટલું કહીને પ્રીન્સીપલ સરે સહી કરીને કાગળ તેને પાછું આપ્યું.કાયના તેમને ગળે લાગીને ગાલ પર પપ્પી કરીને જતી રહી.
"યાદ રાખજે કાયના એક દિવસ હું તને બરાબર ફસાવીશ."પ્રીન્સીપલ સર બોલ્યા.
"ઓ.કે સર વેઇટીંગ ફોર ધેટ ટાઇમ.બાય."

તેટલાંમાં પિયુન અંદર આવ્યો.પિયુન ખુબ જ જુના હતા.

"સર કેમ તમે આ છોકરીને આટલું છાવરો છો?તેના માતાપિતાને જણાવો તેની કરતુત."

"ભાઇ,તે છોકરી ખરાબ નથી.તેનો સમય ખરાબ છે.તે પ્રેમ અને લાગણીના અભાવમાં જીવી છે.તે કરેક્ટ રસ્તા પર આવી જશે મને પુરો વિશ્વાસ છે."પ્રીન્સીપલ સર બોલ્યા.

કાયના પાછી ક્લાસમાં આવી અને તેણે તે પેપર મેમને આપ્યું.

"લો મેમ સહી થઇ ગઇ હવે તો બેસવા દો."

મેમે તે કાગળ હવામાં ઉડાડ્યું અને બોલ્યા.

"નહીં બેસવા દઉં કેમકે મને તો કોઇ કાગળ જ નથી મળ્યું."

કાયનાના ચહેરાનો રંગ ઉડી ગયો.તેટલાંમાં કોઇ આવ્યું તેણે તે કાગળ પકડી લીધો અને મેડમને આપ્યો.

"મેમ આ બધાં નાટકમાં ટાઇમ વેસ્ટ થઇ રહ્યો છે."

"થેંક યુ અંશુ."કાયના ખુશી સાથે બોલી

"વેલકમ બ્યુટીફુલ "અંશુમાન એટલેકે અંશુ કોલેજનો જી.એમ વેરી હેન્ડસમ કાયના માટે થોડુંક સોફ્ટ કોર્નર ધરાવતો હતો.તે કાગળ આપીને ત્યાંથી જતો રહ્યો.કાયનાને આ બધી વસ્તુથી કોઇ ફરક નથી પડતો.

કોલેજ ખતમ થઇ ગયા પછી.
"કાયના,સાડા ચાર થઇ ગયા.ચલ નહીંતર મોડું થઇ જશે."રીયા બોલી.

"ઓહ માય ગોડ આપણે પાંચ વાગ્યે તો પહોંચી જવાનું છે."કાયના ચિંતામાં બોલી.

"હા મારે નહીં તારે.કાયના તારા ઘરે તારો ભાંડો ફુટશેને તે દિવસે તારી બેન્ડબજી જશે.ચલ હું જઉં."રીયા.

"હા ક્યારેક તો ખબર પડશેને ત્યારે જોયું જશે.મારે મારું એકમાત્ર ડ્રીમ કે લક્ષ્ય જરૂર પુરું કરવું છે.મારે મારી જાતને સાબિત કરવું છે."આટલું બોલીને કાયના તેનું એકટીવા લઇને ભાગી.તે સીટી લાઇબ્રેરી પહોંચી.તેટલાંમાં કાયનાને કિનારાનો ફોન આવ્યો.

"કાયના,કોલેજ પતી ગઇ હવે ક્યાં છે?"

"મમ્મી, હું લાઇબ્રેરી પહોંચી ગઇ છું અને હવે અંદર જઇને રોજની જેમ તારી લાઇબ્રેરીઅન સાથે વાત પણ કરાવું છું."આટલું કહીને કાયનાએ અંદર જઇને લાઇબ્રેરીઅન સાથે વાત કરાવી.

કિનારાનો આ લગભગ રોજનો ક્રમ હતો.કાયના પર હરપળ નજર રાખવાની તે કોશીશ કરતી હતી.

લાઇબ્રેરી ખુબ જ મોટી હતી.કાયના લાઇબ્રેરીઅનની નજર ચુકવવામાં અંતે સફળ થઇ ગઇ અને તે પાછળના દરવાજેથી નિકળી ને બાજુની બિલ્ડીંગના બીજા માળે પહોંચી દરવાજો જોઇને તે હસી.

* * *

શ્રેયા એ.ટી.એસની ઓફિસમાં જ કેન્ટીન હેડ હતી.તે ચાલીસ વર્ષની સુંદર અને અવિવાહીત સ્ત્રી હતી.કુશ પ્રત્યે તેને કુણી લાગણીઓ હતી.કુશની કેબિનમાં આમ અંદર આવવાની હિંમત તે જ કરી શકતી હતી.

કુશ તેને કઇ જ નહતો બોલતો કેમકે તે કુશની ખાસ દોસ્ત અને હમદર્દ હતી.કુશ અને કિનારા વિશે અને તેમના બગડતા સંબંધ વિશે તે સારીરીતે જાણતી હતી.તે રોજ કુશ માટે પોતાના હાથેથી બનાવેલું જમવાનું લાવતી.

તેણે બે પ્લેટ્સ તૈયાર કરી અને બોલી,

"કુશ ચાલને જમી લે."

"હા આવ્યો." કુશ ફાઇલ સાઇડમાં મુકીને આવ્યો.
તેમણે જમવાનું શરૂ કર્યું.

"વાઉ,શ્રેયા તું મસ્ત જમવાનું બનાવે છે.તારા હાથમાં ખરેખર સ્વાદ છે.મન થાય છે ચુમી લઉં તારા હાથને."કુશ બોલ્યો.

"હા તો ચુમી લેને .મેતો તને મારી જાત સોંપી જ દીધી છે.છોડ કિનારાને અને લગ્ન કરી લે ને મારી સાથે." શ્રેયાની આ વાત પર કુશ સીરીયસ થઇ ગયો.

"શ્રેયા મે કેટલી વાર કહ્યું છે તને કે મને આવી બધી વાતો નથી ગમતી.મારા જીવનમાં એક જ સ્ત્રી હતી મારી કિનારા .તેના સિવાય મારા જીવનમાં અન્ય કોઇ નહીં આવી શકે."કુશ બોલ્યો.
શ્રેયાની આંખમાં આંસુ હતા.

"સોરી શ્રેયા તનેદુખી કરવા નથી માગંતો પણ હવે મારા જીવનનો એક જ મકસદ છે."કુશ બોલ્યો.

"અને એ શું છે એ તો તું જ જાણે?"શ્રેયા બોલી.કુશે ઘડિયાળમાં ટાઇમ જોયો અને તે ચમક્યો.

"ઓહ માય ગોડ.હું લેઇટ થઇ ગયો.શ્રેયા મારે જવું પડશે કોઇ મારી રાહ જોઇ રહ્યું હશે."આટલું કહીને કુશ ઉતાવળા પગલે એ.ટી.એસની કેબિનમાંથી નિકળી ગયો.
શ્રેયા વિચારતી હતી કે રોજ કુશ આ સમયે ક્યાં જતો રહેતો હતો.
તે થોડીક કાર ડ્રાઇવ કરીને એક દુર શાંત જગ્યાએ પહોંચ્યો.તે એક સુંદર ગાર્ડન હતું શહેરથી દુર હોવાના કારણે ત્યાં કોઇ જ હતું નહીં.તે ફટાફટ પહોંચ્યો.

"સોરી સોરી આઇ એમ લેઇટ." કુશ બોલ્યો.

શું છે કાયનાનું સ્વપ્ન તેની આ બે અલગ અલગ વ્યક્તિત્વ પાછળ શું કારણ છે?કુશ કોને મળવા જતો રહેતો હતો રોજ?કાયનાનું આ સ્વરૂપ કિનારાની સામે આવી શકશે ?

જાણવા વાંચતા રહો

Rate & Review

Kinnari

Kinnari 3 week ago

Nimish Thakar

Nimish Thakar Matrubharti Verified 2 month ago

Vishwa

Vishwa 3 month ago

Bharat Maghodia

Bharat Maghodia 4 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago