Wanted Love ..... The Search for True Love. Part-2 ... - Part-2 in Gujarati Novel Episodes by Rinku shah books and stories PDF | વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-2

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨... - ભાગ-2

વોન્ટેડ લવ.....સાચા લવની શોધ. પાર્ટ-૨

searching true love..

ભાગ-2

જાનકીવીલાનો મેઇનગેટ ખુલ્યો અને એક કાર ધસમસતી અંદર આવી,તે દરવાજા પાસે ઊભી રહી.કિઆન તેમાંથી ઉતર્યો અઢાર વર્ષનો નવયુવાન જેણે નવો નવો યુવાનીમાં પ્રવેશ કર્યો છે.ચહેરા પર હલકી દાઢી,નમણો ચહેરો એજ બ્રાઉન આંખો,તે જ હાઇટ અને જીમ જઇને બનાવેલી બોડી.જાણે કે બીજો કુશ ઊભો હોય.

તેના ચહેરા પર થાક સાફ દેખાતો હતો પણ આટલા દિવસની ટ્રીપ એન્જોય કરવાની અને ઘરે પાછા આવવાની ખુશી તેના ચહેરા પર સાફ દેખાતી હતી.
"દી...,દી જલ્દી આવો શું કરો છો? ગાડીમાંથી બહાર નિકળતા કેટલી વાર લાગે?મને મોમને મળવું છે?"કિઆન બોલ્યો.

અહીં ગાડીમાં પર્સ અને તેમાં રહેલા સામાન સમેટવામાં લાગેલી હતી,તેના ખભે પર્સ લટકાવ્યું,જુતા એક હાથમાં પકડ્યા,બીજા હાથમાં મોબાઇલ અને કાનમાં ઇયરફોન.આટલું બધું એકસાથે લઇને તે બહાર આવી ગાડીની.

તેના ખુલ્લા વાળને તેણે બટરફ્લાયમાં ઉપર બાંધ્યા હતા,પણ સિલ્કીવાળ હોવાના કારણે બટરફ્લાય(હેયર ક્લિપ) લસરીને નીચે પડી ગયું અને તેના લાંબાવાળ ખુલ્લા હવામાં લહેરાઇ રહ્યા હતા.જેણે તેના ચહેરા પર કંટાળાના ભાવ લાવી દીધાં.

તેની ગાઢ ભુરી આંખો જે ખુબ જ સુંદર હતી અને તેનો દુધથી પણ વધારે સફેદ ચહેરા પર કંટાળો સાફ દેખાતો હતો.તે ઘરે આવવાનો હતો?કે આ ટ્રીપ ખતમ થવાનો કે વાળમાંથી બટરફ્લાય નીચે પડી જવાનો કંટાળો તે સમજી શકવું અઘરું હતું.

તેણે ગુસ્સામાં તે બટરફ્લાયને લાત મારી અને મોઢું મચકોડીને અંદર આવી.બ્લુ જીન્સ અને તેની પર સુંદર પીંક કુરતી,કાનમાં નાનકડા ઝુમખા અને કપાળ પર નાનકડી બિંદી.તે અંદર આવીને પહેલા મંદિરમાં ગઇ.જુતા સાઇડમાં ઉતાર્યા અને ગળામાં લગાવેલો સ્કાર્ફ માથે ઓઢ્યો અને દર્શન કર્યા.

શીવ-પાર્વતી,રાધા-ક્રિષ્ણ અને રામ-સીતાના દર્શન કર્યા,આંખો બંધ કરી શ્લોક અને મંત્ર બોલ્યા.પ્રસાદ અને પંચામૃત ગ્રહણ કરીને તે સીધી ડાઇનીંગ એરિયા તરફ ગઇ.આ બધું ઝીણવટથી નિહાળી રહેલા જાનકીદેવી અંતરથી પ્રસન્ન થયાં.અહીં કિઆન તો આવીને હાથપગ ધોઇને સીધો બ્રેકફાસ્ટ કરવા ગોઠવાઇ ગયો હતો.પોતાની વ્હાલી મમ્મીની બાજુમાં.

"ઓહ વાઉ મોમ,શું ઓસમ ઉપમાં બનાવ્યો છે અને આ ફુદિના-આદુ વાળી ચા જબરદસ્ત છે.લવ યુ મોમ.ટ્રીપમાં તું અને તારા હાથનું ઓસમ ફુડ આઇ મિસ્ડ સો મચ."કિઆન પોતાની મમ્મીને ગળે લાગી તેના ગાલ પર પપ્પી કરતા બોલ્યો.

કાયના મંદિરમાંથી દર્શન કરી પોતાનો સ્કાર્ફ સરખો કર્યો અને હાથપગ ધોતા કિઆનના ડાયલોગ્સ સાંભળીને તેણે મોઢું બગાડ્યું.

હાથ મોઢું ધોઇને તે આવીને પોતાના દાદા-દાદીને પગે લાગી,તેમણે પણ પોતાની લાડકીને ગળે લગાવીને આશિર્વાદ લીધાં.તે પોતાના ફેવરિટ ચાચુ અને કાકીને ગળે લાગી અને અંતે તે આવી કુશ પાસે કુશ અને કાયના એકબીજાને ગળે લાગ્યા જાણકે થોડા દિવસો નહીં પણ કેટલાય વર્ષોથી દુર હોય એકબીજાથી.

એક ત્રાંસી નજરે કિનારા સામે જોયુ અને બોલી,
"હાય મોમ."અને પોતાના પિતાની બાજુમાં બ્રેકફાસ્ટ કરવા ગોઠવાઇ ગઇ.નાસ્તામાં ઉપમાં જોઇને તેણે મોઢું બગાડ્યું.

"તમને ખબર છે કે મને ઉપમા નથી ભાવતો તો પણ તમે ઉપમાં જ બનાવ્યો."કાયના ગુસ્સામાં બોલી.

"હા તો તમે બપોરે આવવાના હતા મને ખબર નહતી એટલે મે ઉપમાં બનાવ્યો પણ પરોઠા પણ છે."કિનારા બોલી

કાયના મોઢું ચઢાવીને પરોઠા અને દુધ ખાવા લાગી.કિનારા પોતાની લાડકીને મનપસંદ નાસ્તો ના કરાવી શકવાના કારણે ઉદાસ હતી.

થોડુંક ખાઇને કાયના ઊભી થઇને જવા લાગી,
"હું જઉં છું મારે કોલેજ જવાનું છે."કાયના તેના રૂમમાં જતી રહી.

કિનારા તેના રૂમમાં આવી.કાયના તૈયાર થઇ રહી હતી.
"આ લે મમ્મી આ રહ્યો મારો મોબાઇલ ચેક કરી લે કોઇ છોકરાનો મેસેજ તો નથીને?"કાયના પોતાનો મોબાઇલ કિનારાને આપતા મોઢું બગાડતા બોલી.

"હું શંકા નથી કરતી તારા પર,બસ તારી ચિંતા છે મને.હું મારા જીવનમાં ખુબ જ પરેશાન થઇ છું અને દુખી પણ બસ હું નથી ઇચ્છતી કે તને કોઇ તકલીફ આવે."કિનારા બોલી.

"ઓહ રીયલી,પતી ગયું મમ્મી? હું જઉં કોલેજ?"કાયના તેનું બેગ ઉઠાવતા બોલી.

"આ લે ડબ્બો તેમા તારા ફેવરિટ આલુપરાઠા છે."કિનારાએ ડબ્બો આપતા કહ્યું.

"થેંકસ."કાયનાએ થોડા ગુસ્સાવાળા સ્વરમાં કહ્યું અને જતી રહી.અચાનક જતા જતા અટકી ગઇ.

"ચિંતા ના કર હું તારી જેમ કોઇના પણ પ્રેમમાં નહીં પડું."

કાયના કોલેજ જવા નિકળી ગઇ,બસ સ્ટેન્ડ પાસે તેની બેસ્ટ ફ્રેન્ડ રીયા રાહ જોઇ રહી હતી.તેને એકટીવા પાછળ બેસાડીને તે કોલેજ ના રસ્તે આગળ વધી.આગળ એક ટર્ન પર તેમણે જોયું કે એક ટોળું વળેલું હતું.

તે લોકો એકટીવા સાઇડમાં પાર્ક કરીને તે જોવા ગયા.તેમણે જોયું કે બે ગુંડા જેવા લોકો એક આધેડ વયના દુકાનદારનો સામાન લુંટીને તેને માર મારી રહ્યા હતા.બધાં ચુપચાપ ઊભા હતા પણ કોઇએ કઇ જ કર્યું નહીં.

"કાયના,તું તારા અંકલ કે મમ્મીને ફોન કરી દેને .જોને બિચારા આ ભાઇની મદદ કરવા કોઇ જ નથી આવી રહ્યું.આ લોકો ખુબ જ ખતરનાક માણસો લાગે છે.તેમને તારા અંકલ કે મમ્મી જ પહોંચી વળશે.

આઇ મસ્ટ સે કે તારા મમ્મી ખુબ જ બહાદુર છે."રીયા એ કહ્યું.
મમ્મીનું નામ સાંભળીને કાયનાને ગુસ્સો આવ્યો અને ચહેરા પર એક અણગમો આવી ગયો ભુતકાળની બધી જ ઘટનાઓ તેને યાદ આવી ગઇ.

તેની મમ્મીનો શંકાશીલ સ્વભાવ,નાનપણમાં તે તેની મમ્મી જેવી બનવા માંગતી હતી પોલીસ ઓફિસર પણ જેમ જેમ કાયના મોટી થતી ગઇ તેની સુંદરતાના કારણે કિનારાને તેની ચિંતા થવા લાગી.

તેનું હરદમ તેની સાથે રહેવું એક પડછાયાની જેમ,તેને પ્રોટેક્ટ કેરવી,કાયના કોઇ છોકરા સાથે વાત કરે તો કિનારા કાયનાને કડક સજા કરે.તેના પર કડકાઇ રાખવી.તે બધું કદાચ કાયના ચલાવી લેતી અથવા તો તેની સાથે જીવતા શીખી ગઇ હતી પણ તે ઘટના.

એક એવી ઘટના ઘટી જેણે કિનારા માટે કાયનાના મનમાં એક અણગમો અને ગુસ્સો ભરી દીધો.કાયના ધીમેધીમે તે ઘટના પછી તેની મમ્મીથી દુર થતી ગઇ.
તે બધી વાતો તેને હરપળ યાદ આવતી હતી.તે યાદોમાંથી બહાર આવતા બોલી,
"હશે છોડને આપણે શું?ચલ હું એકટીવા ચાલું કરું છું.નહીંતર પહેલો લેકચર મીસ થઇ જશે તો તેના નોટ્સ કોણ આપશે."કાયના તે માણસની મદદ કરવાની જગ્યાએ ત્યાંથી પલાયન કરવાનું વિચારતા બોલી.

"આઇ કાન્ટ બીલીવ સમ ટાઇમ્સ કાયના કે તું ખરેખર તે ખાનદાનમાંથી આવે છે.તારા પપ્પા એ.ટી.એસ ચીફ,તારા કાકા અને મમ્મી પોલીસ ઓફિસર અને તારા કાકી વેલનોન જર્નાલિસ્ટ અને તું સાવ આવી.તને ખરેખર તે માણસ પર દયા નથી આવતી?"રીયા થોડા ગુસ્સા સાથે બોલી.

"હા નથી આવતી મે દયા કરવાનો કોન્ટ્રેક્ટ નથી લીધો.પોલીસ છે ને તેમનું કામ કરવા માટે.હવે જઇશુંજે તારે અહીં રહીનેતેમને મદદ કરવી છે.તને એટલું જ લાગતું હોય ને તો તું કરને તેમને ફોન તારી પાસે પણ તેમનો નંબર છેને."કાયના ખુબ જ ગુસ્સાપુર્વક અને તોછડાઇથી બોલી.તેની આંખમાં ઝળઝળીયા હતા અને એક પીડા પણ.

" હા સાચી વાત છે તારી હું તારી જેમ નિર્દયી નથી."આટલું કહીને રીયાએ આ મેસેજ કિનારાને આપ્યો.થોડીક જ વારમાં કિનારા તેની ટીમેને ત્યાં મોકલીને તે માણસની મદદ કરી.

કાયના અને રીયા કોલેજ પહોંચ્યા.જેવું તે એકટીવા પાર્ક કરીને અંદર જતા હતા.તેમનો રસ્તો રોકીને એક છોકરી ઊભી રહી.તેણે ટાઇટ જીન્સ અને સ્પેગેટી ટોપ પહેર્યું હતું.તેના મોઢામાં ચિંગમ હતી.તેના ચહેરા પર ગુસ્સો અને તેની પાછળ તેના જેવી ગુંડી લાગતી બે બીજી છોકરીઓ ઊભી હતી.હિયા અને કાયનાની દુશ્મનાવટ પુરી કોલેજમાં જાણીતી હતી.

"હિયા,અમને જવા દે લેકચરનો ટાઇમ થઇ ગયો છે.તારે જે પણ માથાકુટ કરવી હોય તે લેકચર પછી કરીશું."કાયના બોલી.

"ના તારી સાથે તો મારે ઘણાબધા હિસાબ પુરા કરવાના છે અને એ અત્યારે જ કરીશ.તારા કારણે હું એક અઠવાડિયામાટે સસ્પેન્ડ થઇ હતી."હિયા ગુસ્સામાં બોલી.

"રીયા,તું લેકચરમાં જા અને નોટ્સ બનાવજે હું તારી જોડેથી પછી લઇ લઇશ."કાયનાએ રીયાને ત્યાંથી મોકલી દીધી.

હિયાએ કાયનાને પેટમાં લાત મારીને નીચે પાડી દીધી,તેની બન્ને ચેલીઓએ તેને પકડી રાખી.તેણે કાયનાને મોઢે એક પંચ માર્યો અને તેના મોંમાંથી લોહી નિકળવા લાગ્યું.

કાયના દર્દમાં કણસવા લાગી.તે તેનું પેટ પકડીને બેઠી થઇ.હિયા અને તેની સાથે આવેલી છોકરીઓ હસવા લાગી.

* * *

અહીં કુશ એ.ટી.એસ મુંબઇમાં ચીફ બની ગયો હતો.તેની ઇમાનદારી ,સ્માર્ટનેસ અને બહાદુરી ના કારણે ઘણાબધા ખુંખાર આતંકવાદીઓ પકડાઇ ગયા હતા.

કુશનું કિનારા સાથે ઘણા વર્ષોથી બોલચાલ અને સંબંધ નહતા.તેની અને કિનારા વચ્ચે ઘણુંબધું અંતર આવી ગયું હતું.જેનું પરીણામ એવું આવ્યું હતું કે તે તેનો મોટો ભાગનો સમય અહીં એ.ટી.એસની ઓફીસમાંજ વીતાવતો ઘરે તે માત્ર કાયના અને કિઆન માટે જતો હતો.

તે આજે ઓફિસમાં બેસીને કિનારા અને લવના વિશે જ વિચારી રહ્યો હતો.તેટલાંમાં ધીમેથી કેબિનનો દરવાજો ખુલ્યો,આમ આવી રીતે સાવ કુશની કેબિનમાં કોઇપણ તેના બોલાવ્યા વગર કે પરમીશન વગર નહતું આવી શકતું.

તે સીધી દરવાજો ખોલીને અંદર જ આવી ગઇ.તેના હાથમાં એક મોટું ટીફીન ,પ્લેટ,કટોરી અને ચમચી હતા.તેણે તે ટેબલ પર મુક્યા.કુશ ઉંધો ફરીને ટેબલના ખાનામાંથી ફાઇલ નિકાળી રહ્યો હતો.તેણે પાછળથી આવીને કુશને હગ કર્યું.

"ઓહ!આવી ગઇ તું?"કુશ પાછળ જોયા વગર જ બોલ્યો.

કોણ છે તે સ્ત્રી?કિનારા કુશ અને કાયનાથી કેમ આટલું દુર થઇ ગઇ હતી?શું કાયના હિયાના મારનો જવાબ આપી શકશે?

જાણવા વાંચતા રહો.

Rate & Review

Kinnari

Kinnari 3 week ago

Vishwa

Vishwa 3 month ago

Bharat Maghodia

Bharat Maghodia 4 month ago

Gadhvi Aaspar

Gadhvi Aaspar 6 month ago

Nirav Chauhan

Nirav Chauhan 8 month ago