naam me kya rakkha hai - 16 books and stories free download online pdf in Gujarati

નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૬

બીજા દિવસે ભૂમિના મમ્મી અને ભૂમિ બંને સાથે બેઠા હોય છે. એટલામાં જ ભૂમિના મમ્મી બોલે છે.
" એ ભૂમી પેલા તારા ફ્રેન્ડને કહ્યું કે નહીં કે મારી સગાઈ છે એમ ?

ભૂમિ : કોણ મમ્મી ?

ભૂમિના મમ્મી : અરે એજ જે આપણી ઘરે જમવા આવ્યો હતો અને ઘણી મસ્તી કરતો હતો.

ભૂમિ : ઓહ ના મમ્મી એને નથી કહ્યું હજુ.

ભૂમિના મમ્મી : તું પણ શું ભૂમિ ? એમ ફ્રેન્ડ ને ભૂલી જવાય ? એક કામ કર મારી સામે ફોન કર અને એને કહે કે તારે મારી સગાઈમાં આવવાનું છે.

ભૂમિ : કોણ હું ?

ભૂમિના મમ્મી : હા તું જ. તારે જ ફોન કરવાનો છે અને તારે જ તારી સગાઈનું આમંત્રણ આપવાનું છે.

ભૂમિ મને કોલ કરે છે.

ભૂમિ : હેલો. ( ભૂમિના મમ્મી સામે બેઠા હોવાથી ફટાફટ વાત કરે છે)
Drecuu. બે દિવસ પછી મારી સગાઈ છે અને તારે આવવાનું છે ભૂલતો નહીં.

આમ એટલું કહી ભૂમિ કોલ કાપી નાખે છે. આ બાજુ મને નથી સમજાતું કે ભૂમિ એ કેમ ફટાફટ વાત કરી કોલ કાપી નાખ્યો, બીજું કંઈ પણ ના પૂછ્યું , ના પ્રેમથી સરખી વાત કરી. શુ થયું હશે ? અને પેલી બાજુ ભૂમિના મમ્મી ભૂમિને પૂછે છે.
" કેમ ભૂમિ સરખી વાત ન કરી અને ફોન કાપી નાખ્યો ? "

ભૂમિ : અરે મમ્મી એ અત્યારે કામમાં હોય છે. ખોટું એને કામમાં તકલીફ ન થાય એટલે મેં ફટાફટ ફોન કાપી નાખ્યો. તમે ચિંતા ન કરો. હું સાંજે એને કોલ કરી આપીશ.

ભૂમિના મમ્મી : હા. ભલે ભલે.

ભૂમિ ત્યાંથી ઉભી થઇ પોતાના રૂમમાં જાય છે. ભૂમિ પોતાના વિચારોમાં ખોવાયેલી હોય છે એટલામાં ચૂંટકી ત્યાં આવે છે.

ચૂંટકી : દીદી તે Drecu ને ફોન કર્યો કે નહીં. તારી સગાઇનો ?

ભૂમિ : હા કર્યો.

ચૂંટકી : ઓહ. ક્યારે ? શુ બોલી તું , Drecu શુ બોલ્યો ?

ભૂમિ : કઈ નહીં. બસ મેં કહી દીધું " બે દિવસ પછી મારી સગાઈ છે તું આવી જજે એમ "

ચૂંટકી : બીજું ?

ભૂમિ : બીજું કહી નહીં ?

ચૂંટકી : બીજું કહી નહીં એટલે ! તે પ્રેમથી એની સાથે વાત પણ ના કરી ?

ભૂમિ : એમાં શુ થઈ ગયું ?

ચૂંટકી : ( ગુસ્સામાં ) કઇ નહીં થયું. તારી સાથે વાત કરવી જ બેકાર છે.

ચૂંટકી ત્યાંથી જતી રહે છે અને મને ફોન કરે છે.

ચૂંટકી : ઓય હેલો drecu. મારી દીદી નો કોઈ ફોન આવેલો ?

હું : હા આવ્યો હતો. " બે દિવસ પછી મારી સગાઈ છે અને તારે આવવાનું છે" એમ કહી ફોન કાપી નાખ્યો. કેમ શુ થયું?

ચૂંટકી : થવાનું શુ હોય ! કઈ નહીં થયું. બસ ખાલી તમને પૂછું છું. તમે આવવાના છો દીદીની સગાઈમાં ?

હું : તને લાગે છે કે મારે આવવું જોઈએ ?

ચૂંટકી : હા હું સમજુ છું પણ એ દીદી તમારી ફ્રેન્ડ પણ હતી ને તો એ સમજી ને આવજો.

હું : ના હું જોઇશ. સમય હશે તો આવીશ. બાકી નક્કી નહીં.

ચૂંટકી : હા. હું પણ વધારે નહીં કહું. હું પણ સમજી શકું છું તમને.
સારું આવજો. ધ્યાન રાખજો તમારું.

હું : હા તું પણ.

આમ ને આમ બે દિવસ જતા રહે છે ને દિવસ આવે છે ભૂમિની સગાઈનો. છોકરાવાળા તરફથી બધા મહેમાન આવી ગયા છે. સગાઈની બધી તૈયારીઓ થવા લાગી છે. થોડીવાર બાદ પેલો છોકરો અને ભૂમિ ખુરશી પર બેસે છે. છોકરના પરિવારમાંથી આવેલી મહિલાઓ ભૂમિ પાસે આવે છે. ચાંદલો કરે છે અને હાથમાં શ્રીફળ આપે છે.ધીરે ધીરે બીજી રસમો રીવાજ શરૂ થાય છે. આ બાજુ ચૂંટકી ની નજર ગેઇટ પાસે જ હોય છે. " હું આવીશ કે નહીં " બસ એના મનમાં એજ ચાલતું રહે છે.

રાહ જોતા જોતા ગોર બાપા એક બીજા ને વીંટી પહેરવાનું કહે છે. સામે વાળો છોકરો ભૂમિને વીંટી પહેરાવી દે છે. ભૂમિને હજી એની બહેનપણીઓ હાથમાં વીંટી આપે જ છે અને ભૂમિ હજી વીંટી પહેરાવવા જાય છે ત્યાં જ એ મને જોઈ જાય છે. પાંચ થી દસ સેકન્ડ માટે અમારી નઝર એક થઈ જાય છે ત્યાં જ ભૂમિની પાછળ થી એમની એક બહેનપણી એને વીંટી પહેરવાનું કહે છે. ભૂમિ વીંટી પહેરાવતા પહેરાવતા મારી સામું જુએ છે અને પેલા છોકરા ને વીંટી પહેરાવી દે છે.

આસપાસના બધા તાળીઓથી આ બંને ને વધાવી લે છે. અલગ અલગ પ્રકારના ઝરી વાળા ફાટકડાઓ ફૂટે છે. બધા લોકો પોતપોતાની ખુશીમાં મગ્ન થઈ જાય છે. ફોટા વાળા ભાઈઓ ભૂમિ અને છોકરાને ફોટો પાડવા માટે ઉભા થવાનું કહે છે. ભૂમિ અને પેલો છોકરો ઉભો થઇ ભૂમિની એકદમ ક્લોઝમાં આવીને ઉભો રહી જાય છે. ફોટા વાળા ના કહેવાથી પેલો છોકરો એનો હાથ ભૂમિના ખંભા પર રાખે છે. આમ ઘણી વાર ફોટો સેશન ચાલે છે.

થોડીવાર બાદ એક પછી એક એમ બધા વ્યક્તિઓ ગિફ્ટ આપવા માટે સ્ટેજ ઉપર આવે છે. ભૂમિનું ધ્યાન મારા પર હોય છે અને મારું ધ્યાન ભૂમિ પર. એટલામાં જ ચૂંટકી મારી પાસે આવે છે.

ચૂંટકી : Drecu હવે કઈ ફાયદો નથી. મેં તને પહેલા પણ કહ્યું હતું કે તું કઈક કર પણ તું ત્યારે મારી વાત ન માન્યો અને આજે તારે આવો દિવસ જોવો પડ્યો.

હું : અરે યાર. એવું કઈ નથી. હું ખૂબ જ ખુશ છું ભૂમિને જોઈને. મને કંઈ ફેર નહીં પડતો. ભૂમિ એની લાઈફમાં આગળ વધે છે એ મારા માટે ખુશીની વાત છે.

ચૂંટકી : બસ યાર. હવે વધારે નાટક ન કર. તું જે આ ગિફ્ટ લઇ આવ્યો છે ને ! જા એ હવે દીદી ને આપી આવ.

હું : હા. તું પણ મારી સાથે ચાલ. મને કંપની મળશે. આમ પણ હું અહી કોઈને ઓળખતો નથી. તું હશે તો મને સારું લાગશે.

આમ હું અને ચૂંટકી બંને સ્ટેજ પર જઇએ છીએ. ત્યાં જતા જ હું ભૂમિ ની સામે ઉભો રહી જાવ છુ. હું બંનેને શુભકામના પાઠવું છું અને ભૂમિને ગિફ્ટ આપું છું. ગિફ્ટ આપતી વખતે ભૂમિ મારી આંખોમાં આવી રહેલા ઝળઝળિયાં જોઈ જાય છે. એ જોતાં જ ભૂમિ બોલે છે.
" ચૂંટકી Drecu ને લઈ જઈ સામે ઠંડુ પીણું છે એ પીવડાવ જા."

ભૂમિની આ વાત સાંભળી ને મને ખબર પડી જાય છે કે એ મને શુ કહેવા માંગે છે તેથી હું અને ચૂંટકી સ્ટેજ પરથી ઉતરી જઈએ છીએ અને સીધા બહાર જ જઈએ છીએ.

ચૂંટકી : Drecu યાર હું સમજી શકું છું કે તને અત્યારે શુ ફિલ થઈ રહ્યું છે પણ પ્લીઝ તુ ઉદાસ ન થતો. મારી દીદી આગળ વધી ગઈ છે તો હવે તારે પણ આગળ વધવું જોઈશે. હજી ચૂંટકી એટલું બોલી જ હોય છે ત્યાં ક એના મમ્મી ફોન પર વાત કરતા કરતા બહાર આવે છે અને મને જોઈ જાય છે.

ક્રમશઃ

આપ સૌનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે અને આગળ પણ મળતો રહેશે એવી આશા રાખું છું.

ખાસ નમ્ર વિનંતી કે મારી સ્ટોરી વાંચ્યા બાદ સ્ટાર ( રેટિંગ ) અને કમેન્ટ કરવાનું ના ભૂલતા પ્લીઝ..

For more Updates...
Follow Me On Instagram
@dhaval_limbani_official

Share

NEW REALESED