ek navi pratha dattak ma books and stories free download online pdf in Gujarati

એક નવી પ્રથા.દત્તક મા.

દત્તક મા

યશોદાબહેનમાં નામ મુજબ ગુણ.દરેક બાળકમાં કાનો દેખાય.બધાયને વહાલ કરે અને બનતી મદદ પણ કરે.એમને પોતાને એક દીકરો આકાશ.પોતે પતિના અવસાન બાદ આકાશને માતા પિતા બન્નેનો પ્રેમ આપ્યો હતો.સાથે સાથે શાળામા આદર્શ શિક્ષીકાની ફરજ પણ નિભાવી.હવે તો બસ થોડા વરસ,પછી તો હું નિરાંતે જીવીશ,આ જ વાત એના હૈયે ને હોઠે હોય.
આકાશ દસમા ધોરણમા હતો.એની પરીક્ષા ચાલુ થઇ એ દિવસે એને મૂકીને પાછા ફરતા એને આકાશની ઉમરનો છોકરો મલ્યો.એની ફી બાકી હોવાથી અસમંજસમા હતો.સ્વભાવ મુજબ યશોદાબહેને એના આ કાનાની ફી પણ ભરી અને પરીક્ષા ખંડમા મૂકી ઘરે ગયા.આવી મદદ તો એ ઘણાને કરતા,પછી ભૂલી પણ જતા.પણ એ છોકરો ન ભૂલ્યો.પરીક્ષા પછી એ યશોદા બહેનને મળી આભાર વ્યક્ત કરવા આવ્યો.એનુ નામ ખરેખર કીશન હતુ.એ આનાથ હતો.યશોદાબહેને હવે આકાશની સાથે કીશનની ફી પણ ભરવા માંડી.કીશન ના પાડે તો કહેતા કે તારી નોકરી લાગે પછી લઇ લઇશ.
સમય વિતતો ગયો.આકાશ વિદેશ ભણવા ગયો.કીશન પણ મહેનતથી આગળ વધતો ગયો.હવે તો એ પોતાના ભણતરના ખર્ચ માટે કામ પણ કરતો.યશોદાબહેનને મળવા પણ જતો.હવે એ એમને મા જ કહેતો.આકાશના ગયા પછી યશોદાબહેન એકલા પડી ગયા હતા.કીશનના આવવાથી એમને થોડુ સારુ લાગતુ.આજકાલ સગવડો વધી છે પણ માણસ પાસે સમય નથી.આવા સમયમા પણ કીશન અને યશોદાબહેન જેવા લાગણુના સંબંધો કયાક ધબકી રહયા છે.યશોદાબહેનને આકાશની યાદ ઓછી આવે એ માટે કીશને એક વિકલ્પ શોધી કાઢયો.નજીકમા જ એક અનાથાશ્રમ અને એક વૃદ્ધાશ્રમ હતા.ત્યા ફુરસદના સમયે તે માને લઇ જતો.બનતી મદદ કરી થોડીવાર વાતો કરી પાછા ફરતા.યશોદાબહેનને કંઇક સારુ કર્યાનો સંતોષ પણ થતો.
હવે તો યશોદાબહેન અનાથાશ્રમના બાળકો માટે પણ મા બની ગયા હતા.એ બધા બાળકો માટે કાઇક ને કાઇક લઇ જતા.પછી પોતાની ઉંમરના મિત્રો પાસે બેસતા.હવે એમને એકલુ નહોતુ લાગતુ.કયારેક વિદેશથી આકાશનો ફોન આવતો.પોતાની પ્રસિદ્ધીની વાતો કરતો.માની તબિયત કે ભાવ પૂછવાનુ એ ચૂકી જતો.પણ મા તો મા જ હોય.એ વિચારતા,હશે,કામમા હોય તો ભૂલી જાય.ફોન તો આવે છે ને?એ સૂખી રહે બસ.પણ ધીમે ધીમે ફોન અને પત્રો પણ અનિયમીત થવા લાગ્યા.કીશન નિયમીત માને મળવા આવતો.એક દિવસ કીશન આવ્યો ત્યારે યશોદાબહેન એમના કપડા એક બેગમા ભરી રહયા હતા.કીશને પૂછયુ તો કહયુ કે આકાશ આ ઘરને નવુ અને સુંદર બનાવવા માગે છે એટલે હુ થોડા દિવસ વૃદ્ધાશ્રમમમા જાઉ છુ.કીશન તો રડવા જેવો થઇ ગયો.પોતાના હોવા છતા મા આવુ કેમ કરે એ વિચારે એને દુઃખ થયુ.પણ માએ સમજાવ્યુ કે ત્યા હવે બધિ એમના મિત્રો જ છે અને આમ પણ કીશન પોતાના એક મિત્ર સાથે એક રૂમમા રહેતો હતો.એટલે માને લઇને જવુ અઘરુ પડે.
હાલ પૂરતી માની વાત કમને માની ભારી હ્રદયે એ માને મૂકી આવ્યો.આવા સમયે પણ માનો ચહેરો હસતો હતો અને હાથમા હતી દીકરાની તસવીર.એ તો એવા સપનામા હતા કે કદાચ દીકરો બધુ છોડીને અહી આવી જવાનો હોય.એટલે જ ઘર કરાવવુ હોય.એ તો વૃદ્ધાશ્રમમા પણ આકાશની તસવીરને દીકરો મારો લાડકવાયો.....સંભળાવતા.યશોદાબહેનને મૂકીને આકાશે તરત જ એક નાનકડા મકાનની શોધ કરી.મળી પણ ગયુ.પણ માને લેવા જતિ પહેલા એ એમના ઘરનુ કામકાજ કેટલુ થયુ એ જોવા ગયો.ઘર બંધ હતુ.ઘંટડી વગાડતા કોઇ અજાણ્યાએ ખોલ્યુ.કીશનને કાઇ સમજાયુ નહી.પૂછતાછ કરતા ખબર પડી કે આકાશે તો આ ઘર વેચી નાખ્યુ છે.નવા મકાનમાલીકે એક કવર આપ્યુ કે આ કવર યશોદાબહેનને આપી દેજો.
કીશનના પગ નીચે તો જાણે જમીન સરકવા લાગી.એક મા જેણેબાપના ગયા પછી દીકરાને માતા પિતા બંનેનો સ્નેહ આપ્યો.અરે,જે પોતાના જેવા અનાથને વહાલથુ નવડાવી દે એ માને આ સમાચાર કેમ આપવા?આમ તો અનુમાન કરી લીધુ પણ છતા આજે માનુ કવર જોઇ લેવાનુ મન થયુ.એ જ હતુ.મીઠા શબ્દોમા માફી માગી હતી.પણ આજે કીશનને માની સામે સાચુ બોલવાની હીંમત નહોતી.ભગવાનની માફી માગી એણે કવર ફાડી નાખ્યુ.એક નિર્ણય કરી એ વૃદ્ધાશ્રમ પહોચ્યો.ત્યા જઇને ઓફીસમા બધી વાત કરી.ત્યાના લોકોને પણ દુઃખ થયુ.પણ કીશને બધાને ના પાડી કે નિરાશ થવાની જરુર નથી.યશોદાબહેનનો આ દીકરો હજી છે.જેને માતા પિતા ના હોય એને જ સમજાય કે એ કમી શુ હોય.અને આમ પણ એવુ થોડુ છે કે છોકરાવને જ દતક લઇ શકાય.હુ આજે નવી પ્રથા શરુ કરીશ.હુ મારી માને દતક લઇ જઇશ.આ મારે એટલે કરવુ પડે કે એમને એના દુઃખની જાણ નથી કરવી.બાકી તો મારી મા જ મને દતક લઇ લે.અને આ માત્ર એક સંતોષ માટે છે. બાકી માએ મારી અને આકાશની વચ્ચે કયારેય ભેદ નથી રાખ્યો.આજે હુ જે કાઇ છુ એ માના હીસાબે જ છુ.
એ જયારે માને લેવા ગયો ત્યારે બધાની આંખમા પાણી હતા.એમાના ઘણા એ દુઃખમાથી પસાર થઇ ચૂકયા હતા.પણ એ બધાને આ નવી પ્રથા પર ગર્વ થયો.જો ખરેખર આવુ થાય તો ઘણાને માવતર મળે અને ઘણાને ઘર.અને ન જાણે કેટલાયે પરીવાર અધૂરામાથી પૂરા બને.બધા વિચારમા હતા ત્યા કીશન એના યશોદામાને લઇને આવી પહોચ્યો.યશોદાબહેનને એ વાતનો આનંદ હતો કે કીશને ઘર લઇ લીધુ.પણ એ ના સમજાયુ કે એની આટલી જલ્દી શુ હતી?બધાને આવજો કહી ફરી મળવા આવવાનુ વચન આપી બંને મા દીકરો દરવાજે પહોચ્યા ત્યા યશોદાબહેન પાછા વળ્યા.કીશન પૂછતો રહયો કે શુ દયુ પણ એ તો પોતાના રૂમમા જતા રહયા.પાછા આવ્યા ત્યારે હાથમા આકાશની તસવીર હતી.કીશનની સાથે બધાની આંખમા આંસૂ આવી ગયા.બહાર કોઇના ઘરમા વાગી રહયુ હતુ,દીકરો મારો લાડકવાયો.......
.
ભારતી ભાયાણી..