Pagrav - 37 books and stories free download online pdf in Gujarati

પગરવ - 37

પ્રકરણ-૩૭

સુહાનીએ બે ત્રણ પેનડ્રાઈવ ખોલી તો અંદર કંઈ જ ડેટા નહોતો. એને કંઈ સમજાયું નહીં. પછી એણે બીજી બે પેનડ્રાઈવ લગાવી તો એમાં પણ પાસવર્ડ સેટ કરેલો છે...પછી એણે માઈક્રો ચીન સેટિંગ કરીને લગાડી પણ એ પણ ન ખુલી. એરર બતાવવા લાગી...સુહાનીને ગુસ્સો આવવાં લાગ્યો કે આ શું થઈ રહ્યું છે...એને કંઈ સમજાયું નહીં... છતાં એણે હિંમત હાર્યાં વિના એક એકને ટ્રાય કરી જોઈ...પણ એકાદ ખૂલી એમાં કંઈ એને કામની ઇન્ફર્મેશન ન મળી. ને છેલ્લે એક ચીપ પર એની નજર પડી તો એ સ્પેશિયલ કવર કરેલી અને એનાં પર એસપી. સ્પે. એવું કંઈ કોડવર્ડમાં લખેલું દેખાયું...એણે ફટાફટ એને લગાવી ત્યાં જ એક સાયરન જેવું વાગવા લાગ્યું.

એણે જોયું તો અવાજ પોતાનાં લેપટોપમાંથી આવતો ન લાગ્યો. એને થયું કે બીજે ક્યાંય અવાજ આવ્યો હશે...પણ એ સતત ચાલું જ રહ્યો. એણે ચીપ જેવી બહાર નીકાળી કે અવાજ બંધ થઈ ગયો...એને થયું હશે એવું કંઈ..એને બહું ગણકાર્યા વિના ફરીથી ચીપ નાખી કે અવાજ શરું થયો...પણ  ધીમેધીમે એ અવાજ વધારે તીવ્ર બન્યો..એણે ગભરાઈને ચીપ બહાર કાઢી દીધી...ને ફરીથી બધું શાંત....!!

એ સાથે અચાનક જ એને કોઈનાં ધીમાં પગલાંનો અવાજ આવ્યો પણ એ કંઈ બોલે એ પહેલાં જ કોઈએ આવીને પાછળથી એની આંખો અને મોં પર હાથ મુકી દીધો.

સુહાની ગભરાઈને બોલી, " કોણ છે ?? મને છોડી દે..."

ત્યાં જ એક અવાજ આવ્યો, " હું કોઈને છોડવાં માટે એને પકડતો જ નથી...."

અવાજ સાંભળીને જ સુહાની તરત બોલી, " પરમ અગ્રવાલ તું ?? "

પરમ : " તે મને સિગ્નલ આપ્યું એટલે મારે આવવું જ પડે ને..."

સુહાની : " મતલબ ?? "

પરમ : " મને બધી જ ખબર છે... જાનેમન !! "

સુહાની કચવાતા બોલી , " શું.. શું..ખબર છે ?? અને હું તારી કોઈ જાનેમન નથી... "

પરમ હસવા લાગ્યોને બોલ્યો, " સુહાની તને ખબર છે તું ફર્સ્ટ યરમાં જ્યારે કોલેજમાં આવી ત્યારે પહેલાં જ દિવસે મેં તને દૂરથી જોઈ હતી. એ જ દિવસથી તું મારાં મનમાં વસી ગઈ હતી. પછી ઈન્ટરોડક્શન માટે આવ્યા ત્યારે તને નજીકથી જોઈ કે તું ખરેખર મારાં દિલ સુધી પહોંચી ગઈ. હું ત્યારે થર્ડ યરમાં હતો... હું તને જોવાં માટે રોજ અડધો કલાક પહેલા આવતો. તને જોઉં ત્યારે તો મને ચેન પડતું...પણ થોડાં જ સમયમાં મારી એ ખુશી જતી રહી તું પેલાં સમર્થની પાછળ પાગલ બની ગઈ હતી...તે ક્યારેય મારાં તરફ ધ્યાન ન આપ્યું કે ન મારી પરવા કરી...એ જ દિવસથી મેં નક્કી કર્યું કે હું એવી પોઝિશન મેળવીશ કે તને એમાં કંઈ જ ઓછું નહીં પડે.... તું મને ક્યારેય મારા પ્રેમ માટે ઈનકાર નહીં કરે...."

હજું સુધી ચૂપ રહેલી સુહાની બરાડી ઉઠી, " મેં તને એન્યુઅલ ફંક્શનમાં જોયો હતો પણ એ વખતે એટલાં ગ્લેમર અને બદલાયેલા લુકને કારણે અને મને તારાં કોઈ ઈરાદાની ખબર નહોતી એટલે મેં કંઈ એવું ધ્યાન ન આપ્યું‌.‌..પણ હવે મને બધું જ સમજાઈ ગયું છે...પણ  જો મારાં સમર્થને કંઈ પણ થયું તો હું તને નહીં છોડુ..."

પરમ એક અટહાસ્ય સાથે બોલ્યો, " એ જ તો હું ઈચ્છું છું કે તું મને ક્યારેય ન છોડે...બાકી આ પોઝીશન પર શું છોકરીઓ મારી સાથે આવવા તૈયાર નહીં હોય ?? મારી પાસે શું નથી આજે....આટલી મોટી કંપનીનો સીઈઓ, આખી કંપનીની સત્તા મારાં હાથમાં છે...અને તારાં સમર્થને શું થવાનું છે...જે થવાનું હતું એ થઈ ગયું...એ તો અમેરિકાની ધરતી પર જ હોમાઈ ગયો....હવે જે છે એ હું જ છું....તારો આશિક..."

સુહાની : " ત્રણ ત્રણ મર્સિડીઝ કાર... બરાબરને ?? "

પરમ : " ઓહો !! તું તો મારું બધું જ ધ્યાન રાખે ને કંઈ !! જેમ હું તારી ક્ષણેક્ષણની માહિતી રાખું છું એમ તું પણ મારી પર મારાં જીવનનાં કદમ પર તારી ચાલાક અને બાદ નજર રાખે... એવું હું ઇચ્છુ છું. જરૂર પડે ત્યાં પ્રેમથી મને ટોકે પણ ખરી ને અથડાઉ ત્યાં હાથ પકડે પણ ખરી..."

સુહાની : " તો તે જ મારાં સમર્થને મારાથી દૂર કર્યો છે ને મિસ્ટર પરમ અગ્રવાલ ?? તું તો એક નંબરનો માણસાઈને ભૂલીને જાનવર બની ગયેલો વ્યક્તિ છે... ખોટું તો તું જ બોલી શકે.... અવિનાશની સામે એવો ડોળ કરતો રહ્યો કે તે એણે તને એન્યુઅલ ફંક્શનમાં બતાવી ત્યારે જ મને જોઈ હતી... હકીકતમાં તું મને ઓળખતો જ હતો પહેલેથી...શા માટે આ બધું આ નાટક કર્યું તે ?? "

પરમે એક અટહાસ્ય કરતાં કહ્યું, " મેં કંઈ પણ કર્યું એનો પુરાવો છે તારી પાસે ?? મને તો બસ તું જ જોઈએ છે... હંમેશાં માટે‌...."

સુહાની : " એ કદી શક્ય નહીં બને... મેં આજ સુધી ફક્ત સમર્થને જ પ્રેમ કર્યો છે અને જીવનભર કરતી રહીશ...એને તો હું શોધીને જ રહીશ‌..."

પરમ : " આજનાં જમાનામાં આવી છોકરી તો મેં પહેલીવાર જોઈ....તો આવો પ્રેમ મને પણ કરને એકવાર..."

સુહાની : " તારાં કરતાં તો અવિનાશ લાખ દરજ્જે સારો...જે મારી સામે ફ્લર્ટ કરતો હોવાથી મને એની સાથે જરાં પણ નહોતું ગમતું....પણ એણે ક્યારેય મને હેરાન કરવાની કોશિષ નથી કરી. એ હંમેશાં મારી ખુશી જ ઈચ્છે છે. સાચો પ્રેમ હોય ને તો એ સામેવાળાની ખુશી જ ઈચ્છે. ને બહારથી મહોરું પહેરીને તારાં જેવાં દંભીને એક ક્ષણ માટે હું પણ એક સારો વ્યક્તિ સમજી બેઠી હતી. પણ સારું થયું કે કંઈ અજૂગતું બને એ પહેલાં મારી સામે તારો અસલી ચહેરો આવી ગયો."

પરમ : " એ તો નસીબદાર છે કે હું એને ડાયરેક્ટ આ પોસ્ટ પર લઈ આવ્યો...બાકી તો કદાચ તને નહીં ખબર હોય પણ આ પોસ્ટ માટે મેં તારાં પેલાં એની ક્વોલિફિકેશન એન્ડ પ્રોગેસ પરથી સમર્થને પસંદ કર્યો હતો...પણ સારું થયું એની પ્રોસેસ થાય એ પહેલાં જ મને ખબર પડી ગઈ કે આ તો એ જ સમર્થ છે જે તારો આશિક છે... મારું મગજ હટી ગયું... બધું રાતોરાત કેન્સલ કરાવીને મારે અવિનાશ બક્ષીને આ પોસ્ટ માટે બોલાવવો પડ્યો...કારણ કે એ બુઢ્ઢા જે.કે.પંડ્યાનું મેં ડિમોશન કરાવી દીધું હતું..."

સુહાની : " મને તો સમજાતું નથી કે કોઈ આવું માણસ પણ હોય ?? એનાં એકના એક પુત્રને મારી નાખ્યો ?? આને પાછો બેશરમ થઈને એની પત્ની પાસે હાથ માગવા ગયો... તું તો આ ચહેરાનો ભૂખ્યો છે...એ સમજાઈ ગયું... તું માણસ કહેવડાવાને લાયક નથી..."

પરમ : " મેં એને ક્યાં માર્યો છે ?? એવું તને કોણે કહ્યું ?? "

સુહાની : " તારી એ ભૂલથી પડી ગયેલી ચીપ દ્વારા...કેમ તારાં એ જાસૂસે તને એ સમાચાર ન આપ્યા ?? પ્રત્યક્ષ નહીં પણ પરોક્ષ રીતે...એક નાનકડી દીકરી જેનાં આ દુનિયામાં આવતાં પહેલાં એનાં પિતાને છીનવી લીધો...આ તો હું તો કહું છું કે એણે તારી સાથે સંબંધ માટે હા ન પાડી... નહીંતર ખબર નહીં શું થાત !! "

પરમ એક અટહાસ્ય કરીને બોલ્યો, " એ પંક્તિ તો મૂર્ખ હતી...આટલી ધન દોલત રુપિયા સુખ સાહ્યબીને એ છોકરી માટે છોડી દીધી...ને આખરે ક્યાં ગઈ એક મિડલ ક્લાસ પરિવારમાં જ ને..એ દીકરીને ક્યાં ખબર પણ હતી કે એ એની મા છે..."

સુહાની : " મને તો તારાં પર હવે ધુત્કાર થઈ રહ્યો છે કે કેવો નીચ કક્ષાની વિચારધારા છે તારી... તારા પરિવારમાં કોઈ નથી કે શું ?? તારી માતાએ પણ તને આમ જ તરછોડી દીધો હોત તો સારું થાત !! "

પરમ : " મને તો મા શું હોય એ જ ખબર નથી... હું એક વર્ષનો હતો ને મારાં મમ્મી-પપ્પા બંને છૂટાં પડી ગયાં હતાં. મારાં પપ્પા અત્યારે અન્ડરવર્લ્ડનાં મોટાં ડૉન છે...આ વાત મારાં મમ્મીને લગ્ન પછી ખબર પડી કે એ આવો ધંધો કરી રહ્યાં છે...કારણ કે એ વખતે એ આ બધું નાનાં પાયે કરી રહ્યાં હતાં. પણ મમ્મી જાણતી હતી કે જે બધું મોટું થાય છે એ નાનાં નાનાંમાંથી જ જન્મ લે છે...એમની વચ્ચે આ બાબતે હંમેશા તકરાર રહ્યાં કરતી. મમ્મી તેમને આ ધંધો છોડી દેવાં કહેતી...પણ એ ન માન્યાં. આખરે એમણે છુટાં પડવાનું નક્કી કર્યું પણ એ વખતે જ ખબર પડી કે મારી મમ્મી પ્રેગનન્ટ છે...ને એમણે આવનાર બાળકની રાહ જોવાનું નક્કી કર્યું. ને પછી મારો અને મારી બહેન પરીનો જન્મ થયો. પણ પપ્પામાં કોઈ પરિવર્તન ન આવ્યું પણ એમણે તો મને એમાં એમનાથી વધારે આગળ વધારવાનું નક્કી કર્યું....ને આખરે હું પપ્પા પાસે અને મમ્મી પરીને લઈને એમ બેઉં જણાં અલગ થઈ ગયાં...!!"

હું મોટો થતો ગયો પણ કોર્ટનાં આદેશ મુજબ અમને બંને ભાઈ બહેનને અમારા માતાપિતાને મળી શકવાની છૂટ હતી...પણ હું તો પપ્પાનાં હુકમ મુજબ ક્યારેય મમ્મીને મળ્યો નહીં પણ મારાં મામા વિનોદ અગ્રવાલ બહું જ સરળ અને ઉમદા વ્યક્તિ...એમણે સમય પારખીને મમ્મીનાં બીજાં લગ્ન કરાવી દીધાં...પણ મારાં પિતાએ આજીવન બીજાં લગ્ન ન કર્યાં...ને ધીમે ધીમે બહું મોટાં ડોન બની ગયાં...!!

પણ પંક્તિને છોડી દેવાનું એક બહું મોટું કારણ છે...બાકી તો મને ગમે એને હું ક્યારેય છોડતો નથી...!!

સુહાનીને આ બધું સાંભળીને જાણે આંખે અંધારા આવી ગયાં !!

પરમે પંક્તિને કેમ છોડી દીધી હશે ?? શું કરશે હવે સુહાની ?? પરમ સુહાનીને સત્ય કહેશે ખરાં ?? સુહાની પરમની શરત સ્વીકારશે ખરાં ?? શું થશે આગળ જાણવા માટે વાંચતા રહો, પ્રેમનો પગરવ ભીનેરો - ૩૮

 

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે....