Pagrav - 23 books and stories free download online pdf in Gujarati

પગરવ - 23

પગરવ

પ્રકરણ – ૨૩

સુહાનીનો વારો પતી ગયો પણ સુહાની ન દેખાઈ... એનાં પછી થોડાં લોકોનો નંબર આવ્યો એ પણ જઈને આવ્યાં પણ છતાં એ ન દેખાઈ. બધાંને અત્યારે પોતાનાં જે ફ્રેન્ડ સાથે કામ કરતાં હોય અને ના જાય તો એમનાં માટે ચિંતા થઈ રહી છે. સુહાનીનો બધાં પ્રત્યે વ્યવ્હાર સારો હોવાથી અમૂક લોકો જેને એની ઈર્ષ્યા થાય છે એનાં સિવાય દરેકને એનાં માટે માન છે. ધારાને કોઈએ મેસેજ કરીને કહ્યું કે આજે સુહાની મીટીંગનાં સમયે જ ગાયબ થઈ ગઈ.

ધારા તો ચિંતામાં આવી ગઈ કે આ છોકરી શું કરી રહી છે એ જ સમજાતું નથી. એકબાજુ મને કહેતી હતી કે ટેન્શન ના કરીશ જે થાય તે જોઈ લેવાનું...અને હવે એ જ ગાયબ..છેક સુધી તો એ હતી... હું બહાર આવી ત્યારે પણ એને મને બધું પૂછ્યું પણ ખરાં કે શું થયું. અને અચાનક શું થયું હશે એને

??

ધારાએ સુહાનીને ફોન લગાડ્યો પણ ઘણી બધી રીંગ વાગી કોઈએ ઉપાડ્યો નહીં. ધારાને ટેન્શન થવાં લાગ્યું. એક તો સમર્થનાં ગયાં પછી સુહાની હવે શું મકસદ સાથે આવી છે એ જ નથી સમજાતું... કંઈ પોતાની જાતને મુશ્કેલીમાં મુકી ન દે...!!

સુહાની પાસે ધારાનાં નવાં ઘરનું એડ્રેસ હોવાથી એ જમવાનું પતાવીને પોતાનાં હસબન્ડને લઈને એનાં ઘરે ગઈ...એ પહોંચી તો ખરાં પણ ઘરે તો લોક છે.... સોસાયટીમાં કોઈ બહાર નથી દેખાતું આજુબાજુમાં કે કોઈને એ પુછી શકે...!!

અચાનક એનાં હસબન્ડની નજર ઘરનાં દરવાજા પાસે લગાડેલા નાનકડાં સીસીટીવી કેમેરા પર ગઈ. એ જોઈને ધારાનો પતિ અર્પિત બોલ્યો, " ધારા અહીં તો સીસીટીવી પણ ગોઠવાયેલા છે જોરદાર સિક્યુરિટી છે ને ?? "

ધારાએ સહેજ અધખુલ્લી રહેલી બારીમાંથી જોયું તો અંદર પણ સીસીટીવી કેમેરા લગાવેલો દેખાય છે.

ધારા : " ઘરની અંદર પણ સીસીટીવી કેમેરા ?? મને કંઈ સમજાતું નથી. ઓફિસ હોય તો ઠીક છે...પણ કોઈ દિવસ ઘરની અંદર કોઈ લગાવે ?? પ્રાઈવસી જેવું પણ હોય કે નહીં ?? "

અર્પિત : " તું કદાચ બહું વધારે વિચારે છે એ કદાચ કોઈ કામથી બહાર પણ ગઈ હોય... અને રહી વાત સીસીટીવીની તો તું જ એને કાલે પૂછી લેજે..."

ધારાએ જતાં પહેલાં સુહાનીને ફરી ફોન લગાડ્યો...પણ ફક્ત રીંગ જ વાગતી રહી. પછી ધારા અને અર્પિત બેય જણાં નીકળી ગયાં.

***************

બીજાં દિવસે ઓફિસનો સમય થતાં ધારા સુહાનીની ચિંતામાં થોડી વહેલાં આવી. એ વિચારવા લાગી કે ખબર નહીં સુહાનીને હું ફક્ત એક વર્ષથી જ ઓળખું છું પણ જાણે એની સાથે મને એ મારી નાની બહેન હોય એવું જ લાગે છે. એને કંઈ પણ થાય તો મને જાણે તફલીક થઈ હોય એવું લાગે છે. એ શું કરવાં ઈચ્છે છે એ મને સ્પષ્ટ જણાવતી નથી આજે તો હું એની પાસે જે પણ હોય જાણીને જ રહીશ...મને ખબર છે પોતાનાં સાચાં પ્રેમને ગુમાવવો એ કેટલું તફલીક આપે છે પણ એ હવે વધું દુઃખી ન થાય એટલે જ હું એની સામે કંઈ બોલતી પણ નથી..."

લગભગ બધાં આવી ગયાં પણ સુહાની ન આવી. ને છેલ્લે આવવાનો સમય પૂરો થવા આવ્યો ત્યાં જ સામેથી સુહાની આવી. એને જોઈને ધારાને શાંતિ થઈ. સુહાની આજે બહું સુંદર દેખાઈ રહી છે. એ આવીને ધારા પાસે ઉભી રહીને બોલી, " સોરી... કંઈ કામ હતું તે મને આટલાં બધાં ફોન કર્યા હતાં?? ફોન સાયલન્ટ થઈ ગયો હતો ને હું થોડાં કામથી બહાર ગઈ હતી...એટલે મોડાં ફોન જોયો તો પછી લેટ થઈ ગયું હતું એટલે ફોન ન કર્યો."

ધારા : " ઈટ્સ ઓકે... તું ઠીક તો છે ને...મને તારી બહું ચિંતા થતી હતી...એ બધી હું પછી તારી સાથે વાત કરું છું પણ પહેલાં એમ કહે કે આજે તો કંઈ સરસ લાગી રહી છે ને કંઈ ?? આજે કંઈ ખાસ છે કે શું ?? "

સુહાની : " આજથી પાંચ વર્ષ પહેલાં આ દિવસે મેં અને સમર્થે એકબીજાંને પ્રપોઝ કર્યો હતો... અમારાં સાચાં પ્રેમની શરુઆત થઈ હતી અમારી..."

ધારાને શું કહેવું કંઈ જ સમજાયું નહીં. એ બોલી, " ઓહો એનિવર્સરી છે એમ ને ?? બહું જ સરસ...સાચો પ્રેમ તો હંમેશા યાદ રહે છે...એને ક્યારેય ભુલી શકાતો નથી..."

સુહાની ( હસીને ) : " ભુલવાનો શું હોય એને તો જીવી જાણવાનો હોય...!! ચાલ હવે ફટાફટ કામે લાગીએ...વળી અહીં તો એવું પણ કહેશે કે મફતનો પગાર લે છે..."

ધારા : " હમમમ... ચાલ પછી વાત કરું..." કહીને બે ય જણાં પોતાની જગ્યાએ જઈને કામ કરવાં લાગ્યાં.

ધારાને સુહાનીને ઘણું બધું પૂછવું છે ઘણાં અહીં કાગડા જેવાં લોકોની ચાલાક નજરને કારણે એ ચૂપ છે કે કોઈ વળી કંઈ સાંભળે અને સુહાની હેરાન થાય...

થોડીવાર બધું કામ પતાવ્યું. પણ ધારાને ચેન નહોતું પડતું કે સુહાની સાંજે અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ હશે...

એ થોડું કામ પડતું મુકીને સુહાની પાસે આવીને ધીમેથી બોલી, " તું કાલે ક્યાં ગાયબ થઈ ગઈ હતી ?? "

સુહાની : " એ તો હું...." બોલવાં જાય એ પહેલાં જ ગઈ કાલે આવ્યો હતો એ પ્યૂન આવ્યોને બોલ્યો, " મેડમ પંદર મિનિટમાં સીઈઓ સરની કેબિનમાં જવાનું છે...જે લોકો નહોતાં આવ્યાં એની પર્સનલ મીટીંગ છે..."

સુહાનીનાં હાવભાવમાં કંઈ જ ફેર ન આવ્યો. એણે શાંતિથી કહ્યું, " સારું આવી જઈશ..."

સુહાની : " ધારા કાલે શું કહ્યું હતું મીટીંગમાં ?? શેનાં માટે આ નાટક હતાં ?? "

ધારા : " એવું કહેતાં હતાં કે હવે કંપનીને ટોપ ટેનમાંથી ટોપ થ્રી માં લઈ જવાનું એમનું લક્ષ્ય છે‌‌...એ માટે તમારાં બધાંનો સાથ જોઈએ છે...તમે અમને સમય આપો...અમે તમને યોગ્ય વળતર આપીશું...!! એ લોકો કંઈ અહીં ફક્ત જોબ માટે પૂનામાં રહેનાર એકલાં લોકો માટે ફ્લેટ ક્વાટર્સ તરીકે લઈ રહ્યાં છે...અને ધીમે ધીમે દરેક એમ્પોલોય માટે અમુક બહું ઓછાં રેન્ટ સાથે એ ઘર બધાંને રહેવા માટે મળશે... એમનાં બહું મોટાં પ્લાનિંગ છે હજું...મેડિક્લેમની રકમ પણ અમે વધારવાનું વિચારીએ છીએ... આવું બધું કહેતાં હતાં..."

સુહાની : " ઓહો... આટલું બધું ?? એક દિવસ એમ કહેશે અમે બધું આપીશું ને બીજાં દિવસે કાઢી મુકે...બરાબર ને ?? "

ધારા: " હા સાચી વાત છે...પણ કહું મોટે ભાગે બધી કંપનીઓમાં આવું જ હોય... બધું બહારથી સારું લાગે ત્યાં જઈએ તો દરેકનું અમૂક સારું તો અમૂક ખરાબ બધું હોય જ...આપણી પણ અમૂક મજબુરી હોય ને ?? શું કરવાનું ?? પણ તારે જવાનું છે તને બીક નથી લાગતી ?? કાલે તું નીકળી ના ગઈ હોત તો બધાં સાથે પતી ન જાત ?? આવાં મોટાં લોકો જોડે મને તો એકલા જવામાં બહું બીક લાગે..."

સુહાની : " હું તને કહીશ બધું...પણ કદાચ હું આવું જ તો ઈચ્છતી હતી..." એમ કહીને સુહાની હસતાં હસતાં મીટીંગમાં જવાં નીકળી ગઈ...!! ધારા તો સુહાનીનાં એ ગૂઢહાસ્યને સમજવાં મથી રહી...

***************

સુહાની ત્યાં પરમ અગ્રવાલની કેબિનની બહાર બેસીને રાહ જોતી મોબાઈલમાં સમય પસાર કરી રહી છે ત્યાં જ અચાનક એક અજાણ્યા નંબર પરથી એને વોટ્સએપમાં મેસેજ આવ્યો, " બેસ્ટ ઓફ લક... કદાચ એક મીટીંગમાં જીવન તમારું કિસ્મત બદલાઈ જાય !! "

સુહાનીને કંઈ સમજાયું નહીં. કોણ આવો મેસેજ કરી શકે ?? હવે તો એને ત્યાં આંટા મારી રહેલાં દરેક વ્યક્તિ પર શંકા જઈ રહી છે.

એણે થોડીવાર વિચાર્યા પછી સામે મેસેજ કર્યો, " હુ આર યુ ?? "

તરત જ મેસેજ વંચાઈ ગયો...પણ જવાબમાં ફક્ત એક ઈમોજીસ આવ્યાં.

સુહાની : " તમે શું ઈચ્છો છો ?? નામ તો કહો મને ?? "

ફરી મેસેજ આવ્યો, " વેઈટ એન્ડ વોચ... બધું સમજાઈ જશે..."

સુહાની સામે મેસેજ કરવાં જાય છે ત્યાં જ એનું નામ બોલાતાં એ ઉભી થઈ અને પોતાની કુર્તીને વ્યવસ્થિત કરીને દરવાજા પાસે પહોંચી અને એક શિષ્ટાચાર બતાવીને બોલી, " મેં આઈ કમીન ?? "

સુહાની ત્યાં ઉભી રહીને જ એ આલીશાન કેબિનને જોવાં લાગી... શું ઈન્ટિરિયર છે ને જોરદાર ગેટ અપ...!! કદાચ આખી કંપનીમાં કોઈ આવી જોરદાર જગ્યા નહીં હોય વળી કેબિન પણ કેટલી મોટી છે....!! અંદર આવ્યાં પછી જાણે કોઈ જુદી દુનિયામાં હોય એવું જ લાગે !!

સુહાનીનો અવાજ સંભળાતાં જ પોતાની રોલિગ ચેર ફેરવીને એ ખુરશીમાંની વ્યક્તિ સુહાનીની સામે ફરી. સુહાની અને એની આંખો મળી સુહાનીએ બરાબર એની સામે જોયું ને એને કંઈક યાદ આવ્યું.... એ પોતાનાં મગજને કોઈ ભૂતકાળમાં લઈ જવાનો પ્રયત્ન કરવાં લાગી.

સુહાનીને ખોવાયેલી જોઈને એ વ્યક્તિ બોલ્યો, " હાય સુહાની !! પ્લીઝ ટેક યોર સીટ..."

સુહાની હજું પણ મથામણ કરતી એ ચેર પર બેસી ગઈ...ને એ સાથે જ એનાં મગજમાં એક ઝબકારો થયો...ને એ બોલી, " ઓ શીટ... તું અહીં ??" પછી તરત પરિસ્થિતિ સંભાળી લેતાં બોલી, " મીન્સ તમે અહીં ?? "

સુહાની અગ્રવાલને પહેલેથી ઓળખતી હશે ?? બંને વચ્ચે કંઈ ભૂતકાળની વાત હશે ?? હવે સુહાનીની પ્રોબ્લેમ વધશે કે ઓછી થશે ?? શું દરેક વ્યક્તિ જેવી જ સુહાનીની મીટીંગ થશે કે સાચે જ કોઈ કિસ્મતનો ખેલ ખેલાશે ?? જાણવાં માટે વાંચતા રહો, પગરવ - ૨૪

બહું જલ્દીથી મળીએ એક નવા ભાગ સાથે.....