Darek khetrama safdata - 29 books and stories free download online pdf in Gujarati

દરેક ક્ષેત્રમાં સફળતા - 29

ભાગ 29

હકારાત્મક વિચારોનુ એકજ કામ છે જે છે વ્યક્તીના મનને શાંત રાખી પ્રોત્સાહક વાતાવરણની રચના કરી તેને કાર્યમા ઓતપ્રોત રાખવા કારણકે દરેક વ્યક્તીને અલગ અલગ વાતાવરણ મળતુ હોય છે. કોઇને શાંત વાતાવરણ મળતુ હોય છે તો કોઇને ઉશ્કેરાટ ફેલાવનારુ. શાંત વાતાવરણમાતો સૌ કોઇ કામ કરી શકતા હોય છે પાણ ઉશ્કેરાટવાળા વાતાવરણમા કામ કરી બતાવે એજ સાચો શાણો માણસ કહેવાય છે કારણકે આવા વાતાવરણમા વ્યક્તી ઉશ્કેરાટ અનુભવતો હોય છે, બહુ જલ્દી ગુસ્સે થઈ જતો હોય છે જેથી તે બધા સાથે જઘડાઓ કરી વિરોધીઓ ઉભા કરી કોઈ ખોટુ કામ કરી બેસતો હોય છે. હકારાત્મક વિચારોનુ કામ અહીથીજ શરુ થતુ હોય છે. આવા વિચારો વ્યક્તીના મનને શાંત અને વિચારોને પ્રોત્સાહક રાખતા હોય છે જેથી વ્યક્તી નેગેટીવ વાતાવરણમા પણ શાંતીથી અને ગુણવત્તાથી કામ કરી શકતો હોય છે. જેઓ હકારાત્મક વિચારો ધરાવે છે તેઓને માટે બધેજ શાંતી હોય છે, અથવાતો તેઓ બધેય શાંતીનુ નિર્માણ કરી શકતા હોય છે. આ રીતે તેઓ વધારે મહત્વનુ શું છે તે સમજી ડિસ્ટ્રેક્ટ થતા બચી જતા હોય છે. આમ સારા વાતાવરણમાતો કામ કરવુ ઘણુ સહેલુ હોય છે પણ નબળા વાતાવરણમા કામ કરી બતાવવુ હોય તો પોજીટીવ વિચારોનો ટેકો હોવો અનિવાર્ય બનતો હોય છે.

ફાયદાઓ

- હકારાત્મક વિચારો વ્યક્તીના મનને શાંત અને પ્રોત્સાહક રાખે છે જેથી વ્યક્તી નેગેટીવ વાતાવરણમા પણ શાંતીથી કામ કરી શકતા હોય છે. જેઓ હકારાત્મક વિચારો ધરાવે છે તેઓને માટેતો બધેજ શાંતી છે કારણકે તેઓને દરેક બાબતમાથી પ્રોત્સાહન કે આનંદ મેળવતા આવળતુ હોય છે જેથી તેઓ પોતાનો સાચો સમજી પોતાનુ કામ કરી શકતા હોય છે.

- પોજીટીવ દ્રષ્ટીકોણ દ્વારા સમસ્યાઓના સરળતાથી સમાધાન લાવી શકાતા હોય છે કારણકે હકારાત્મક વિચારસરણી સમસ્યાઓમા છુપાયેલી સરળતાને બહાર લાવે છે જેથી ડરવાનુ કે હાર માની બેસી જવાનુ કોઇ કારણ બચતુ હોતુ નથી.

- હકારાત્મક વિચારો, માન્યતાઓ એ એક પ્રકારની કુદરતી રોગપ્રતીકારક શક્તી છે. તે જયાં સુધી પ્રબળ હોય છે ત્યાં સુધી કોઇ આધી, વ્યાધી કે ઉપાધી આપણુ કશુજ બગાડી શકતા નથી. માટે જેમ આપણે શરીરને સ્વસ્થ રાખવા પૌષ્ટીક ખોરાક ગ્રહણ કરતા હોઈએ છીએ અને દુશીત પદાર્થોથી દુર રહેતા હોઈએ છીએ તેવીજ રીતે મનને સ્વસ્થ રાખવા માટે શક્તીશાળી, પ્રોત્સાહક વિચારોનુ સર્જન કરી દુશીત વિચારોથી દુર રહેતા શીખવુ જોઇએ.

- હકારાત્મક વિચારો એ નાઇટ વિઝન કેમેરા જેવા હોય છે જે મુશ્કેલી રુપી અંધકારમા પણ રસ્તો ગોતવા મદદરૂપ થતા હોય છે.

- જે વ્યક્તી નકારાત્મક વિચારો ધરાવતો હોય છે તે જડપથી ઉશ્કેરાઇ જતો હોય છે અને નાની એવી બાબતને મોટી સમજી ખોટી દિશામા એટલેકે બદલો લેવાની દિશામા આગળ વધતો હોય છે. જ્યારે હકારાત્મક વિચારસરણી અપનાવનાર વ્યક્તી ગમે તેમ કરીને પોતાના શ્રેષ્ઠ માર્ગને વળગી રહેતો હોય છે, બધુજ સહન કરીને, જતુ કરીને, માફ કરીને પણ પોતાના કામને પહેલી પ્રાથમિકતા આપતો હોય છે જેથી તે યોગ્ય દિશામા આગળ વધતો રહેતો હોય છે. આ રીતે વિચારો વ્યક્તીની દિશા નક્કી કરતા હોય છે, તેને આધારેજ વ્યક્તી કાર્ય પ્રત્યે આકર્ષણ, જુસ્સો, ગમો અણગમો અનુભવવા પ્રેરાતો હોય છે. જો તમે સફળતા મેળવવા માટે ઉત્સુક હોવ, પેશનેટ હોવ તો ખોટી દિશામા વળી ન જવાય તેના માટે નકારાત્મક વિચારોને તીલાંજલી આપી હકારાત્મક વિચારો કરતા શીખવુ જોઈએ તોજ આપણો સંઘ કાશીએ પહોચી શકશે.

પોજીટીવ વિચારસરણી વિકાસાવવા માટે નીચે પ્રમાણેના વિચારો કરી જુઓ.

૧) અરે એવુ તે કંઈ હોતુ હશે કે જે હું ન કરી શકુ ! મારી ડાયરીમા અશક્ય નામનો કોઇ શબ્દ છેજ નહી, ઇશ્વરે દરેકને સરખીજ શક્તી આપી છે તો જે કામ બીજાઓ કરી શકે તે કામ હું પણ કરી શકુ છુ તો પછી નિષ્ફળતા કે મુશ્કેલીઓથી ડરી જવાનુ ક્યા આવે છે ! તે તો આવ્યા કરે અને આપણે થોડી હીંમત કે સંઘર્ષ કરીએ તો તે જતી પણ રહે. ભગવાને મને પણ શક્તીઓ અને સંસાધનો આપ્યા છે, મારામા પણ કંઈક નવીન કળા, કુશળતા મુકેલી છે. હું પણ ઇશ્વરપુત્ર છુ, ઇશ્વર દરેકને સરખી તક આપતા હોય છે તો પછી શા માટે હું તેને જડપી લેવા તૈયાર ન રહુ, શા માટે હાથ પર હાથ રાખીને બેસી રહુ ? જો પ્રયત્ન કરવાથી બધા સમાધાન થઈ જતા હોય તો પછી શા માટે મારે બેઠા રહેવુ જોઇએ? ઇશ્વર મને હજુ વધારે મજબુત બનાવવા માગે છે, હજી વધારે તૈયારી કરાવવા કે પર્ફેક્ટ બનાવવા માગે છે એટલા માટેજ આવી પરીક્ષા લઇ રહ્યા છે. આ વિશ્વનુ કોઇ કામ વ્યર્થ નથી હોતુ, દરેકનુ કયાંકને કયાંક કોઇને કોઇ સ્વરુપે ફળ મળતુજ હોય છે, તો મારે પરીણામોની ચીંતા કર્યા વગર કામ કર્યે જવુ જોઇએ. મુશ્કેલીઓ, અવરોધો એ આત્મવિકાસ અને સ્વસુધારણા કરવાનો અવસર છે, મારે તેને ચુકી જવાને બદલે તેનો મહત્તમ લાભ મેળવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

૨) દરેક કાર્ય પુર્ણ કરવાની એક રીત હોય છે, પદ્ધતી હોય છે, દરેક ઘટનાનુ કોઇને કોઇ કારણ કે કેન્દ્રબીંદુ હોય છે, તેને ઉકેલવાની એક માસ્ટર કી હોય છે, દરેક વ્યકતી કે પરિસ્થિતિને સુધારી શકાય તેમ છે તેવો આશાવાદ રાખીને યોગ્ય ટેક્નીક સમજીને કામ કરો તેમજ આ દુનિયામા બધુજ શક્ય છે તેવુ દ્રઢ પણે માનો.

૩) ગમે તેવી પરિસ્થિતિ આવે તો પણ મારે મારી દિવ્ય ઉર્જાને ઘટવા દેવી જોઇએ નહી, પ્રભુએ મનુષ્યને અશક્ય કાર્યોને શક્ય બનાવવા માટેજ જન્મ આપ્યો છે તો મારે પણ આવા કાર્યો કરીને મારા જન્મને સાર્થક બનાવવો જોઇએ. સમગ્ર બ્રહ્માંડ મારા તરફ આશા રાખીને બેઠુ છે તો મારે મારાથી બનતા તમામ પ્રયાસો કરી છુટવા જોઇએ.

૪) હંમેશા જીતવાના વિચાર કરો, કીર્તિ અને પ્રસંશાના વિચારો રાખો. હા હું જીતી શકુ તેમ છુ, હું કંઈક કરી બતાવવા સક્ષમ છુ તેવુ વિચારશો તોજ કંઈક પ્રાપ્ત કરવા પ્રયત્નો કરી શકશો. નામના, પ્રસંશા અને સફળતા એનેજ મળે છે કે જે સતત ભુલ સુધારણાઓ કરી પ્રયત્નો કરતો રહે છે. માટે ગમે તેવી અડચણો આવે, લાગી જાય, છોલાઇ જાય, પડતા થવાય, નુક્શાની થાય તો પણ એવુ જોમ રાખવાનો પ્રયત્ન કરો કે નહી હું આ કામ કરીનેજ રહીશ, ગમે તે થઈ જાય તો પણ હું છોડીશ તો નહીજ. જ્યારે તમને આવા વિચારો કરતા આવળી જશે ત્યારે સમજી લેજો કે સફળતા નજીકમાજ છે.

૫) જ્યારે પણ નકારાત્મક વિચારો આવે ત્યારે આવા વિચારોને સ્પષ્ટ શબ્દોમા કહી દો કે હું આ બધુ ચલાવી લઈશ નહી, આ બધુ મારી પાસે નહી ચાલે. મને શું અશક્ત, બિચારો કે લાચાર સમજો છો તે આવી સલાહ સુચનો મને આપો છો ? નહી આવી નકારાત્મક બાબતો હું ક્યારેય સ્વીકારીશ નહી. મે તમને ક્યારેય મારા પવીત્ર મન મંદીરમા આવવાની મંજુરી આપી નથી અને આપીશ પણ નહી. તમારુ જોર મારી પાસે ચાલવાનુ નથી એમ કહી નબળા વિચારોને મનમાથી કાઢી નાખો અને મનને સ્પષ્ટ શબ્દોમા સુચના આપી દો કે મારી પાસે વિચારો મોકલવા તો સારાજ મોકલવા, આવા વાહિયાત વિચારો કરવા માટે મારી પાસે સમય નથી. હું મારા જીવનનો માલીક છુ એટલે મને જેમા પ્રોત્સાહન, ઉર્જા કે આશાવાદ મળતો હોય તેવાજ વિચારો આપવા. આ રીતે પોતાના મનને સમજાવવાથી નકારાત્મક વિચારો પર કાબુ મેળવી સકારાત્મક વિચારો વિકસાવી શકાતા હોય છે.
ક્રમશઃ